Tuesday, 30 April 2013

અવતાર લ્યે તે ઈશ્વર નૈ...







માણસ કેમ રંગ ના બદલે , જો ક્ષણ ક્ષણ પ્રકૃતિ રંગ બદલતી હોય...

પ્રકૃતિ પળ પળ રંગ બદલે છે !

પ્રકૃતિ જેટલા રંગ બદલવાની માણસની ઔકાત કે તાકાત જ નથી..!

આજ સુધી કુદરત યાની પ્રકૃતિના રંગને ,સ્વભાવને,

માણસજાત પૂરેપુરી સમજી ઓળખી શકી જ નથી..! 

મથે છે બસ મથ્યા જ કરે છે સૌ કોઈ ... 

ભટકે છે બસ ભટક્યાજ કરે છે સૌ કોઈ .... 

પશુ માં પ્રકૃતિના રંગને , સ્વભાવને ઓળખવાની અસિમ શક્તિ છે ..! 

જે યુગો પહેલા કોઈ કોઈ માણસોમાં હતી જે હવે નથી ..!

માણસ કઈ કરતાં કઈ કરી શકતો જ નથી ...

હાં એ કરી શકે છે તો માત્ર ને માત્ર ભ્રમ ..!

કે મે આ કર્યું , મે તે કર્યું . વિગેરે વિગેરે ...

હકીકતે તો પશુ કે માનવમાં પળ પળ કે સમય સમય પર જે બદલાવ આવે છે ...!

તે માત્ર ને માત્ર પ્રકૃતિને આધીન જ હોય છે ..!

લોકોની જાણ બહાર હે દોરી સંચાર કરે છે અને બધુ થાય છે, થયા કરે છે ..!

"અજ્ઞાની" આમજ યુગે યુગે બધુ બદલાય છે , બદલાયા કરે છે ..! 

"અજ્ઞાની"







No comments:

Post a Comment