Tuesday, 30 April 2013

"અજ્ઞાની" ની રચનાઓ માંથી...





હું નથી જાણતો...
શું જ્ઞાન છે, શું અજ્ઞાન છે. 
આ પણ અધૂરું જ જ્ઞાન છે.

આ પણ ભ્રમ તે પણ ભ્રમ .
હું પણ ભ્રમ ને તું પણ ભ્રમ .
હાં સઘળું જ ભ્રમ છે માનજે.

ખુલ્લી આંખે કલ્પના જેવુ.
ને બંધ આંખે સપના જેવુ
આ આવવું ને જવું એતો છે.
માત્ર  ને માત્ર સપના જેવુ
છતાં રાચવું હોય તો રાચજે.

ભ્રમમાં જ રહી ભ્રમ માણજે .
પણ ભ્રમને સત્ય ના જાણજે.

ભ્રમ અગર જો કદિ  ભાંગશે
જો ભાંગશે તો ભાંગી નાખશે.
માટે સમજી વિચારી નાચજે .

જે મારામાં એજ તારામાં છે.
ને તારામાં એજ મારામાં છે.
આ ઈશ્વર તો બધામાં છે.  
સદીઓથી સંતો ગ્રંથો કહે.
તું પણ ગ્રંથ ખોલીને વાંચજે.

નીત દર્શન એના કરું છું.
હું તો રોજ એને મળું છું.
શું તું પણ મળવા માંગશે ?

ચાહે તો તું પણ મળી શકે.
મારી માફક આંખ સામે રાખજે  
તું પણ પ્રતિબિંબિત કાંચને.

શું  ફરક પડે હું એને પૂજુ કે
પછી દર્પણમાં હું પૂજુ મને.
બન્ને સરખી જ તો વાત છે.

હોશિયાર થજો બસ આટલા.
શીખવાના છે બે જ દાખલા.
હિશાબ સાવ સીધો લાગશે.

નથી ગરબડ નથી ગોટાળા
છે બાદબાકી ને સરવાળા.
જો ભાંગવાં જશે તો ભાંગશે.

છે બહારના આ ફાંફા ખોટા.
કે રાખ નહીં તું ફાંકા ખોટા.
તું સમજી વિચારી ચાલજે.

મન જ્યારે ચકડોળે ચડે.  
ને જવાબ જો કોઈના જડે.
તું  કિતાબ કર્મની વાંચજે.

જવાબ સઘળા જ મળી જશે.
આંખો તારી પણ ઊઘડી જશે.
શ્રધ્ધા બસ મનમાં તું રાખજે .

બહારથી પણ ઘણું બધુ મળે.
ને ભીતર એનાથીય વધુ જળે.
ઓ “અજ્ઞાની“ ભીતર તું ઝાંકજે.
“અજ્ઞાની “
"અજ્ઞાની" હજુ સુધી કોઈ એ જાણી નથી શક્યું.
કે હિસાબ જૂના ચૂકતે થાય છે કે નવા ચડત.    


No comments:

Post a Comment