પ્રથમ વાર હું ઝંકૃત થયો 'તો તારા કૂવારા સ્પર્ષથી.
ને પછી તું પણ ઝણ ઝણી 'તી મારા કૂવારા સ્પર્ષથી.
પછી તો સતત ઉષ્મા પામતા રહેતા બન્ને તને યાદ છે ?
એક મેકના સાનિધ્યમાં રહી પ્રેમ ભર્યા હૂંફાળા સ્પર્શથી.
પ્રેમીઓ ના મુખ પર અલૌકિક સંતોષ પ્રગટતો હોય છે.
ફૂલ માફક ચહેરા ખિલે છે પ્રેમીઓ ના, રૂપાળા સ્પર્શથી.
આ બ્રહ્માણ્ડની માફક ધીરે ધીરે સંસાર રચાયો અવની પર,
એક સ્ત્રી અને એક પુરુષ ના દેહ તણા સુંવાળા સ્પર્શથી.
પ્રેમ પરમ તત્વ, પ્રેમ જડી બુટ્ટી, પ્રેમ
“અનંત” અલૌકિક
ઔષધ. બીમાર પણ સાજો થઈ શકે પ્રેમ
તણા હૂંફાળા સ્પર્શથી
"અનંત"

No comments:
Post a Comment