એક પાત્ર.
માણસ માત્ર
કોઈ ખાલી નૈ કોઈ ભરેલું.
કોઈ અડધું કોઈ આખું .
કોઈ માથે ફિટોફિટ ઢાંકેલું ઢાંકણું
તો કોઇની તળે મસ મોટું કાણું.
ઢાંકણું બુધ્ધિનુ બંધ.
છિદ્રનો સમજ સાથે સંબંધ.
સમજવું સમજાવું બન્ને કઠિન.
છતાં થવા ખાલી .
કહે
"અજ્ઞાની"
ભરાતો જા.
ખાલી થા.
ખાલી થા.
ફરી ભરા,
ફરી ખાલી થા.
ખાલી હશે તો ભરાશે.
ભરેલું હશે તો છલકાશે.
કેમ ભરાશે ઢાંકણું જો ઢાંકશે.
વપરાશે નહીં તો ગંધાશે.
પણ પાત્ર તળે જો છિદ્ર હશે તો.???
પણ પાત્ર તળે જો છિદ્ર હશે તો.???
“અજ્ઞાની” જ્ઞાન નાહક વેડફાશે....
પ્રથમ થી જો પાત્ર ભરેલું હશે માત્ર બુંદ પડતાં છલકાશે.
જો કોઈ નાખશે તોય ઢોળાશે જે પાત્ર માથે ઢાંકણું
ઢાંકશે.
ભરી ભરી તું થાકશે તોય “અજ્ઞાની” એ જરીએ ના ભરાશે.
જો પાત્ર તળે જ છિદ્ર હશે તો
ભરી ભરી અંતે તું જ
થાકશે..!
પણ તળેથી તુટેલુ પાત્ર કેમે ના ભરાશે..
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
"અજ્ઞાની" સમજણ હોય તેને કહેવું શું.!
અને જે સમજે જ નહીં એને કહેવું શું.!?
"અજ્ઞાની "
No comments:
Post a Comment