પેલી અનંતના
શબ્દોની ચાહક હતી.
શબ્દોની ચાહક હતી.
અનંત જે કૈ પણ આડુ અવળુ અસ્તવ્યસ્ત લખે
તે પેલીને વાંચવા ખપે.
જાણે અનંત ને વાંચવો તેની આદત બની ચુકેલી.
ખબર નૈ કેમ.? અચાનક અનંતે લખવાનું બંધ કરી દિધુ.
અને પેલી અકળાઈ ઊઠી.
અનંત એ અકળાઈ ગયેલી ચહીતી અનંતને વારંવાર પુછતી. અનંત કેમ આજકાલ તુ કૈ લખતો નથી..?
વર્ષો પહેલાં પેલીના સવાલ નો અનંતે ખુલાસાવાર આપેલો જવાબ અનંત ની આ રચના મા છેક કાલે મધરાતે મને મળ્યો...
"સાંભળ"
આજ કાલ મારી કલમને લાગી છે નજર ...
જ્યાં લખવા બેસું ત્યાં આવે ગાઢ નીંદર....
કેમ અચાનક થંભી ગઈ કાગળ પર શબ્દોની સફર ..?
જ્યાં લખવા બેસું ત્યાં આવે ગાઢ નીંદર....
કેમ અચાનક થંભી ગઈ કાગળ પર શબ્દોની સફર ..?
શું "અનંત" તે લખવાનું બંધ કર્યું કે સદંતર.... ?
આમ રોજ રોજ તું પૂછે છે મારી કવિતાના ખબર અંતર...
આમ રોજ રોજ તું પૂછે છે મારી કવિતાના ખબર અંતર...
પણ શું કહું પ્રિયે. તારી નાજુક નમણી આંગળી સમી ,
મારી કલમને કોણ જાણે કોની લાગી નજર.....
કે વિચાર કઇ કેટલાય ઊઠે છે અંદર અંદર.
ને શબ્દો કઇ કેટલાય ફૂટે છે ભીતર ભીતર.
પણ લખવા જ્યાં બેસું ત્યાં આવે ગાઢ નીંદર..
પણ લખવા જ્યાં બેસું ત્યાં આવે ગાઢ નીંદર..
કાગળના મિલન વિના કલમ ઘૂંટાય છે...
જેમ તારા વિના ઘૂંટાઉ હું અંદર અંદર...
પણ કોણ જાણે કેમ મારી કલમથી કાગળ પર.
કેમેય કરી લખાતો નથી એક પણ અક્ષર...
જેવો લખવા બેસું કે તુરંત આવે ગાઢ નીંદર..
જેવો લખવા બેસું કે તુરંત આવે ગાઢ નીંદર..
તારી આંખો સતત શોધે કાગળમાં શબ્દો મારા.
ના સુકાઈ નથી મારી ભીતર શબ્દોની ધારા....
પણ હું શું કરું પ્રિયે તારી નાજુક નમણી આંગળી સમી ,
મારી કલમને કોણ જાણે કોની લાગી નજર.....
કે જ્યાં ઉપાડુ કલમ ત્યાં આવે ગાઢ નિંદર...
કે આજ કાલ આ હાલત છે મારી નિરંતર...
કે લખવા બેસું ત્યાં આવે મને ગાઢ નીંદર....
એ મને ના ફાવે, જો લખું પરાણે તો લખાય બે અસર.....
શું લખવું જો કરી ના શકે મારા શબ્દો જો કોઈને પ્રેમથી તરબતર...
મને લખવું ના ફાવે ત્યાં સુધી જ્યાં સુધી શબ્દોમાં આવે ના અસર....
શું લખવું જો કરી ના શકે મારા શબ્દો જો કોઈને પ્રેમથી તરબતર...
મને લખવું ના ફાવે ત્યાં સુધી જ્યાં સુધી શબ્દોમાં આવે ના અસર....
મને લખવું ના ફાવે ત્યાં સુધી જ્યાં સુધી લખાય ના કશું અર્થ સભર....
લખવાનું મન ઘણું થાય પણ થાય વેરણ ગાઢ નીંદર....
ક્યારેક ધોધમાર આવે તો ક્યારેક આવે શબ્દો ઝરમર ઝરમર....
પણ હાયે રે... જ્યાં લખવા બેસું ત્યાં જ મને આવે ગાઢ નીંદર....
શું "અનંત" તે લખવાનું બંધ કર્યું કે સદંતર.... ?
તારો આ પ્રશ્ન મને કેટલો મુંજવે છે પ્રિયે તને શું ખબર..
પણ અચાનક શું થયું , થયું કેમ આવું એ મને પણ નથી ખબર....
આપણી જ માફક હાં પ્રિયે આપણી માફક....
આપણી જ માફક હાં પ્રિયે આપણી માફક....
હું પણ ચાહું છું કાગળ કલમ સમાય જાય એક બીજાની અંદર...
આપણી જ માફક પ્રિયે આપણી જ માફક.... !
કોણ જાણે કેમ દિવસે દિવસે વધતું જાય છે કાગળ કલમનું અંતર....
હું એક પણ શબ્દ લખી ના શકું કાગળ પર...
અને તું રોજ રોજ પૂછે કવિતાના ખબર અંતર...
પણ હું શું કરું પ્રિયે તારી નાજુક નમણી આંગળી સમી ,
"અનંત"ની આ કલમને જરૂર કો'ક ની લાગી છે નજર.....
કે આજ કાલ આ હાલત છે મારી નિરંતર...
કે લખવા બેસું ત્યાં મને આવે ગાઢ નીંદર....
"અનંત"
iiiiiiiiiiiiiiiiiiiiiiii
.jpg)
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment