Tuesday, 24 December 2013

હાં.! શબ્દ સાધન, શબ્દ સાધના, શબ્દોમાં "અનંત" શક્તિ છે.

હાં.! શબ્દ સાધન, શબ્દ સાધના, શબ્દોમાં "અનંત" શક્તિ છે. 
એણે 
જ 
પ્રેમ જગનો પામ્યો છે. શબ્દ પ્રેમાળ જે વાપરી રહ્યો છે. 

@@@@@@@@@@@@@@@@@@@@@@@ 


તું ! જગતને છેતરી રહ્યો છે ? કે જાતને છેતરી રહ્યો છે ?
જે ! જગતને છેતરી રહ્યો છે ! એ જાતને છેતરી રહયો છે ! 

છેતરપિંડીની રીત એ ખુદ જાણે છે..! ખૂબ. તું સમજે છે, 
કે તું 'દિન' ને છેતરી રહ્યો છે, 'ને રાતને છેતરી રહ્યો છે. 

ખરું શું ? ખોટું શું ? તારો આતમ જાણે છે બધુ જ ! છતાં ! 
કદીક જમણા તો કદિક તું ડાબા હાથને છેતરી રહ્યો છે. 

પડછાયાથી ઘેરાયેલા, છેતરાયેલા સૌ. એ નથી જાણતા, 
પડછાયા વિનાનો પ્રકાશ માનવ જાતને છેતરી રહ્યો છે. 

શબદમાં જે ડૂબી ગયો છે.આનંદ સાગરમાં તે તરી રહ્યો છે 
શબદમાં જે ખૂંપી ગયો છે. જગતમાં નામ તે કરી શક્યો છે. 

"અજ્ઞાની"ના શબ્દોમાં પ્રચંડ તાકાત છે, ધાર બરછી તણી ! 
કલમના ટાંકાણે તું કો' હ્રદયમાં તારા નામને કોતરી રહ્યો છે. 

હાં.! શબ્દ સાધન, શબ્દ સાધના, શબ્દોમાં "અનંત" શક્તિ છે. 
એણે  
જ 
પ્રેમ 
જગતને 
આપ્યો છે
. શબ્દ પ્રેમાળ જે વાપરી રહ્યો છે. 

"અજ્ઞાની"
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&& 
બ્લાસ્ટ:- 1 
"અજ્ઞાની" પહાડની માફક હું તો સાવ મૌન છું. 
તમને જે સંભળાય છે ! એ પડઘો તમારો જ છે. 
"અજ્ઞાની"
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
બ્લાસ્ટ:-2 
"અનંત" પડછાયા હોય છે એના થકી. 
પ્રચંડ પ્રકાશના પડછાયા હોય ના કદી..! 
"અનંત" 
@@@@@@@@@@@@@@@@@@@@

No comments:

Post a Comment