Tuesday, 24 December 2013

નખ શીખ હું પણ સાચો કે સારો નથી... ઘોઘી...!

ચાલ હું જાવ છું ..
ઘોઘો :- ખરેખર...?
ઘોઘી :- હાં ..!
ઘોઘો :- હાશ....
ઘોઘી.:- હાશ વાળી રાત્રે પાછી આવું છું ....

ઘોઘીના ગયા પછી ઘોઘો વિચારે ચડી ગયો.  

આંખો બંધ કરી . સામે પડેલી ટીપોય પર પગ લંબાવી ... 

સાલું આ ઘોઘી અને એની માં નો મારા પરનો બધુ પડતો ભરોશો.... 

 ક્યારેક  એમને દૂ:ખી કરશે...

મને જ્યારે મારા ખુદ પર  પણ ભરોશો નથી અને આ લોકો...!

ઘોઘાના મો પર પાણી ની છાલક લાગી ... 

અને ઘોઘો ઝબકી ગયો . આંખો ખૂલી ગઈ.... 

 સામે હાથમાં પાણીનો ગ્લાસ લઈ ઘોઘી ઊભી હતી.... 

મો પર ઊડેલું પાણી સર્ટની બાયો વડે લૂછતા .. 

શું યાર તું પણ ઘોઘી .... 

શું યાર શું ... મો ધોવાઈ ગયું ને ....

પોતે ઓઢેલી ઓઢણીનો એક છેડો ઘોઘા સામે ધરીને ...  

આલે આ મારી ઓઢણી ..  ને મો લૂછ .... 

 આમ ગાંડાની જેમ શર્ટની બાયોથી મો ના લૂછાય ...

નથી લૂછવું  . લૂછાઈ  ગયું .. 

લૂછાઈ  નથી ગયું અક્કલ વગરના સુકાઈ ગયું છે .  

એમ કહેતા ફરી ઘોઘીએ  ઘોઘાના મો પર પાણી ની છાલક મારી ... 

અને પછી પોતે જ  એક હાથે ઘોઘાના માથાને પાછળથી  પકડી

બીજા હાથે ઘસી ઘસીને ઘોઘાનું મો લૂછયું ... 

ઘોઘાનું મો એકદમ લાલ થઈ ગયું .... 

ઘોઘાના મો સામે એકી ટસે જોતાં જોતાં પૂછ્યું...

ઘોઘા  વિચારમાં હતો કે નીંદરમાં ... ?

ઘોઘીની હરકતથી અકળાયેલા ઘોઘાએ ગુસ્સામાં જ જવાબ આપ્યો ... 

કબરમાં... 

ખન ખન હસતાં ઘોઘી બોલી ,

અચ્છા..... ભૂ... ત ... હવે  ઊભો થા ચાય પીવી છે ને...? 

હુય બાજુની કબરમાં થી જ આવી છું તારી માટે ચાય  લઈને....  

ઘોઘી રોજ રાત્રે ઘોઘા માટે ચાય લઈ આવે પછી  , 

બન્ને સાથે  બેસી ચાય પિતા પિતા વાતો  કરતાં રહે ... 

ઘોઘી સવાલ કરતી રહે , ઘોઘો જવાબ આપે,

 ક્યારેક ગંભીર તો ક્યારેક ઉડાઉ  અને 

ક્યારેક તો એવા અટપટા જવાબ આપે  કે ઘોઘી ગૂંચવાય જાય... 

ઘોઘાને ચાય આપી ઘોઘી પોતાનો કપ ભરી  ઘોઘાની બાજુમાં બેસી ગઈ... 

ઘોઘો જરા ખસકયો ... 

ચાય ની ચૂસકી ભરતા ભરતા ઘોઘાએ શરૂવાત કરી ... 

હાં.. તો ઘોઘી તારી માં કાલે શું કહેતી હતી ...

ફરી એજ વાત સાંભળવાનું મન થયું ...?

પોતાના વખાણ સાંભળવાની મજા આવે છે .

ઘોઘીએ મજાક કરી...
ઘોઘોએ ભાર પૂર્વક કહ્યું ના ...!  બિલકુલ નહીં ... 

તો પછી....

ઘોઘાએ કહ્યું ભ્રમ ... 

ઘોઘીએ  આશ્ચર્ય સહ એક સામટા પ્રશ્ન કર્યા  ભ્રમ....

કેવો ભ્રમ ? શાનો ભ્રમ...

ઘોઘાએ ગંભીર થઈ કહ્યું .... 

હાં ઘોઘી તને અને તારી માને ભ્રમ છે  કે હું બહુ સારો માણસ છું  .. 

ઘોઘી એ ખુશ થતાં કહ્યું ... હાં  તો  એ તો છે જ ....! 

ના ઘોઘી  એજ તો ભ્રમ  છે તમારો ...

ઈશ્વર કરે હું તમારો ભ્રમ સાચો ઠરે  પણ....! 

પણ શું ઘોઘા ...?

પણ...!  હું કોઈને પણ ... 

ભ્રમમાં રાખવા નથી ઈચ્છતો .... 

ઘોઘી...! હું સાવ સામાન્ય માણસ છું  .... 

 મારાથી પણ કોઈ દિવસ ભૂલ થઈ જાય....  

હું પણ નખ શીખ સાચો કે સારો માણસ નથી..... 

હવે ઘોઘીના ચહેરા પર પણ ગંભીરતા છવાઈ ગઈ... 

પણ આજ આમ અચાનક ....

શું થયું છે શું તને ઘોઘા.....

શું થયું છે , કેમ થયું છે,  એ પ્રશ્ન કરવા કરતાં હું જે કહું છું તે સમજ ઘોઘી...   

હું ઘણા દિવસ થી આ વાતને લઈને બેચેની અનુભવતો હતો.

 અને ગઈ કાલે તે, વ્યક્ત કર્યો તારી માનો અને તારો મારા પ્રત્યે નો ભરોશો ....   

બની શકે ક્યારેક હું તમારી અપેક્ષા મુજબ ના પણ વાર્તી શકું અને ....

બસ...ઘોઘા....બસ,, બહુ થયું હવે....

ઘોઘીએ ઘોઘાના મો આડે પોતાની નાજુક હથેળી દાબી.

 ઘોઘાને  આગળ બોલતો અટકાવ્યો ...

આમ જો તારી ચાય પણ સાવ ઠરી ગઈ....

હું ગરમ કરતી આવું ....

ના જરૂર નથી એમ કહી ઠરેલી ચાય ઘોઘો એક ઘૂંટડે પી ગયો...

ઘોઘી તગતગતિ આંખે ઘોઘા સામે જોઇ બોલી ...  

તું કેવો માણસ છે ઘોઘા .. હું તને સમજી નથી શકતી ..

તારો મૂડ ક્ષણ ક્ષણ બદલાય છે.

ક્યારેક આનંદ ક્યારેક ઉદાસી તો ક્યારેક અચાનક આંસુ ,

ક્યારેક ઊછળ કૂદ,  ક્યારેક મસ્તી,  ક્યારેક ગોળ ગોળ વાતું.

તારું આ વર્તન મને એ તો કહે આખરે તને થાય છે શું ?

નીચું મો કરી સાવ ધીમેકથી ઘોઘાએ કહ્યું .

મને ખબર નૈ.

ઘોઘી પ્રેમથી ગુસ્સે થઈને બોલી .

 શું ખબર નૈ ,,

જ્યારે તને કઈ પૂછું ત્યારે તું આમજ કહે છે..

 મને ખબર નૈ ..

તો પછી હું શું કરું કહે મને ?

કઈ નૈ....

ઘોઘી અકળાઈ ઉઠી ....

ઓ.હો... ઘોઘા કઈ તો ખૂલીને વાત કર...        

ઘોઘો અંદરુની પીડા દબાવી જાણે કઈ બન્યું ના હોય એમ બોલ્યો..

કઈ નૈ યાર હવે મને શું થવાનું છે કઈ જ તો નથી થયું મને ...

નાહક તું મારી ચિંતા ના કર બસ એટલુ યાદ રાખજે ..

હું નખ શીખ સારો નથી મારામાં ઘણા અવગુણ હોય શકે છે.

જેના લીધે ક્યારેક તને આઘાત લાગી શકે.

ઘોઘી વેદના મય સ્વરે બોલી..   

તે આ શું આઘાત થી કમ છે  ઘોઘા ?

તારું આવું આવું બોલવું પણ મને તો આઘાત જ આપે છે.

કઈ ખબર પડે છે તને... ?

મો પર બન્ને હથેળી ઘસીને પછી બન્ને હથેળીથી  માથાના વાળા વિખેરતા ..

ઊંડો સ્વાસ લઈ ....   

એજ તો તકલીફ છે ઘોઘી...એજ તો તકલીફ છે ....

શું તકલીફ છે તને ..?

મને કહે તો ખબર પડે ને... 

 એજ કે મને કઈ ખબર જ નથી પડતી...    


ક્રમશ...  


No comments:

Post a Comment