Monday, 9 December 2013

ક,તિરા નું કડવું કારેલું..!

જાહેર ચેતવણી :-
મગજ ઉપર નીચે, આગે પીછે  પર જેનો પોતાનો કંટ્રોલ ના રહેતો હોય,
 અથવા બીજાના હાથમાં હોય, એમણે આ વાંચવું નૈ ..!
આતો માત્ર છટક બારી છે!
 જેમ કેફી સામગ્રી વહેચવાની 'ને, ઉપરછલ્લી નીચે ચેતવણી પણ આપવાની કે... 
તંબાકુ જાન લેવા હે. ઇનસે કેન્સર ભી હો શકતા હૈ... !
ચેતવણી વાંચી લીધી.... ?
હવે ખાવ યાને (વાંચો) તમ તમારે...
કેન્સરનો ઈલાજ શોધાઈ ગયો છે.... !
*******************************************  
શબ્દો અને ચિત્રો થી શણગારેલું આ દિવાલોનું નગર,
હોય છે જ્યાં સતત સેંકડો આત્માઓની અવર જવર...
દિવસ છે કે રાત એ પણ અહી કોઈ કહે ત્યારે પડે ખબર..
હર એક નાનો મોટો આત્મા કઈક કહેવા તડપતો નિરંતર.... 
એવા આ ભૂતોના જંગલમાં, પીપળા ફરતે ચણેલા ઓટલા પર ..   
મેલા ઘેલા વસ્ત્ર, વિખરાયેલા વાળ,
એક હાથમાં છત્રીને બીજા હાથમાં કાગળનું ભૂંગળું વાળી બનાવેલું માઇક, 
એ માઈક મો પાસે રાખી એક પાગલ લાગતો ભૂત જેવો માણસ નાચતા નાચતા. 
 બોલી રહ્યો હતો....  
ઉલ્લુ બનાયા બડા મજા આયા.... 
ઉલ્લુ બનાયા બડા મજા આયા......  
ઉલ્લુ બનાયા બડા મજા આયા........  

આ પાગલને જોઈ ધીરે ધીરે તેની આસપાસ ટોળું જમા થવા લાગ્યું ....  
ત્યાતો વાતવારણ વરસાદી થઈ ગયું .... 

ટેહૂક ટેહૂક... મોર ગહેકયા, 
વાદળ પણ ખૂબ ગરજ્યા...
 વાવાઝોડા જેવુ વાતાવરણ થઈ ગયું ..પણ !

દરમાથી બાર નીકળેલા નાગ ડરના માર્યા દરમાં જતાં રહ્યા ...પણ !  
છત્રી લઈ ઘરબાર નીકળેલા બઘા ઘર ભેગા થઈ ગ્યાં પણ ! 
વરસાદ તો વર્ષયોજ નહીં .
પણ તોય વાવાઝોડા ના લીધે કેટલીય છત્રીઓ કાગડો થઈ ગઈ .....
એક ટીપુય ના વરસ્યું ... 'ને ટાઢમાં લાગી આગ ....
પાગલની અટપટી વાત સાંભળી... 
જોડા જોડ, શબ્દો છૂટા પાડ્યા વિના ટોળામાથી કોઈક બોલ્યું. ભાઈભાઈ...    
મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ ....
મોર બની થનગાટ કરે.....એ.એ...એ...
મારૂ મન મોર બની થનગાટ, મારૂ મન મોર બની થનગાટ....
મોરની માફક મોર સ્ટાઇલમાં ઠુમકા કરતો, ચીંથરે હાલ કપડાં વિખરાયેલ વાળ વાળો.
 એ પાગલ ભૂત જેવો યુવાન, 
પીપળા ના વૃક્ષ ફરતે ચણેલા ઓટલા ઉપર,
 એક હાથમાં કાગડો થઈ ગયેલ છત્રી, '
ને બીજા હાથમાં કાગળિયાનું ભૂંગળું વાળી બનાવેલું માઇક પકડી,
 નાચતો એ યુવાન અચાનક થંભી ગયો.
અને... 
હા..હા..હા...હા...! 
 હા..આ, .હા, આ...હા......
હા..હા..હા...હા...!  હા..આ, .હા, આ...હા.......
આમ જોર જોરથી અટ હાસ્ય કરતાં કરતાં બોલ્યો....
હું સાવ છેલ્લે ઊભો હતો અત્યારે પહેલો છું પૂછો કેવી રીતે ... પૂછો પૂછો ....!
ટોળામથી કોઈએ પૂછ્યું કેવી રીતે.... ?
લ્યો બોલો ...કાઇ બોલતા નૈ  હોં....
પેલા ભાઈ મુંજય ગયા.  
પહેલા કહે છે બોલો પછી કહે બોલવાની ના કેવો પાગલ છે આ ...
એ ભાઈને પાગલે પૂછ્યું  અત્યારે તમે ક્યાં ઊભા છો..... ?
પેલા ભાઈ કહે સૌથી આગળ ...
અચ્છા હવે સૌ પોત પોતાની જગ્યાએ જ ઊભા રહે ...
હુકમ કર્યો કે ખાલી કહ્યું ? ટોળામાં ગણગણાટ થયો...
  યાર ઊભા તો છીયે હવે તો બેસવાનું કે તો પગને થોડો આરામ મળે.
 એક જણે ટીખળ કરી..
અલ્યા તું ભર જુવાનીમાં થાકી ગયો હોય તો આવ અહિયાં આ ઓટલા પર બેસિજા !
બાકી બહુ બોલ બોલ ના કર મને ડિસ્ટર્બ થાય છે... 
પેલો મનોમન બબડ્યો બોલો .. હવે પાગલય ડિસ્ટર્બ થવા લાગ્યા બોલો ...!   .
મે કહ્યું તમે સૌ પોતાના મો,ની દિસા ફેરવી નાખો પછી જુવો શું થાય છે ... 
પાગલના કહ્યા મુજબ કરતાં, બધા આશ્ચર્યમાં પડી ગયા સાલું આતો ગજબ કેવાય.!!!
 પે'લા હતો તે છેલ્લે થઈ ગયો ને છેલ્લે વાળો પહેલા 
બસ આવું જ મારુ છે હું હમેશા છેલ્લે ઊભો રહું છું,
 થાકીને જ્યારે સૌ મુખ ફેરવે, દિશા બદલે એટલે.....
 આપોઆપ વિના પ્રયાસે હું પહેલો થઈ જાવ છું ..... 
આમ કહી પછી ફરી પાગલ નાચતા નાચતા .. 
બની ગયા....  સૌ બની ગયા , 
બનેલા હતા એ ને ના હતા તે પણ બની ગયા... મૂર્ખ.....
ટોળામાં ઉભેલા એક દાદા એ બાજુમાં ઉભેલા ગીરી ભાઈને કહ્યું,
 યાર ખતરનાક પાગલ લાગે છે કે નૈ ?
ગીરી ભાઈ જાણે બિતા હોય એમ ધીમેકથી બોલ્યા.
ચૂપ રહો દાદા....ક્યાક મારી ને તમારીય વારી લઈ લેશે ....   
ત્યાં બાજુમાં ઉભેલા હીમત ભાઈએ હીમત કરી,'ને બોલ્યા ....
દાદા... ગીરી ભાઈની વાત સાચી છે.... 
એક પણ શબ્દ બોલવામાં ધ્યાન રાખજો મરાઈ જાહો...  હોજી જાહે ...
હાં... લોહી નહીં દેખાય ને હોજા ચડી જાહે.
દાદાએ પૂછ્યું એટલે ... ? 
મુંઢ માર દાદા મુંઢ માર..... શબ્દોનો....
મોર બની થનગાટ કરે......મન મોર બની થનગાટ ..
મારુ મન મોર બની થનગાટ કરે..એ ..એ..એ,... મારૂમન મોર બની થનગાટ.....
વાહ મેઘાણી વાહ તારા શબ્દોની કમાલ .....
મે મેઘાણી સાહેબને ક્રેડિટ આપી દીધી જાણી જોઈને ....
એણે જાણી જોઈને જ ના આપી .....
ભૂત જેવા આ પાગલને જોવા સાંભળવા ના દેખાતા લોકોનું ટોળું જમા થઈ ગયું,  
એટલે પીપળા નીચે ઓટલા ઉપર નાચતો પાગલ થંભી ગયો ....
મેલા ઘેલા કપડાં જાણે ઇસ્ત્રી ટાઈટ હોય એમ, 
અને વિખરાયેલા વાળ જાણે સેંપુથી ધોયેલાં હોય એમ,
 વ્યવસ્થિત કરીને કાગળનું માઇક બે હાથે સરખું પકડી થઈ ગયો શરુ ....
મારા વ્હાલા ભાઈઓ તથા સ્ત્રીઓ .... 
આટલું બોલ્યો ત્યાતો ટોળામાં આપસમાં ગણગણાટ થઈ ગયો....
બધા, બધિયું એક બીજા સામે પ્રશ્નાર્થ નજરે જોવા લાગી ....
ટોળામાથી એક ભાઈએ હિમ્મ્ત કરી પેલા પાગલને પૂછ્યું .
અલ્યા ભાઈઓ પછી બહેનો...!!?
પાગલે હાથનો પંજો આગળ ધરી વચ્ચે જ કહ્યું ... 
યાર તમે પુરુષ છો સમજી શકો છો ... 

ત્યાં જ કોઈ સ્ત્રી બોલી પણ તમે ....!? એ 
સ્ત્રી કાઇ પ્રશ્ન કરે એ પહેલા જ, ફરી હાથનો પંજો આગળ ધરીને,  

અરે ..! તમે તો સ્ત્રી છો ..યાર તમે તો સમજો ...!

મહેરબાની કરી હવે વચ્ચે કોઈ પ્રશ્ન નહીં કરે... 
અગર કરશે તો ..તો...તો...
લોકો તો પછી એ પાગલ શું બોલશે એ સાંભળવા તમારી માફક જ ઉત્સુક થઈ ગયા....
ટોળામાથી કોઈ સ્ત્રીએ ઉગ્ર સ્વરે સવાલ કર્યો તો શું કરી લઇશ હે..
ઓ..ઓ..ઓ... સ્ત્રીજી તમે સવાલ કર્યો ... 
ના પડી હતી તો પણ તમે સવાલ કર્યો .....?
હાં..  હાં .. હજુ પણ પૂછું છું તો તું શું કરી લેવાનો બોલ ...
કાઇ નહીં કરું બસ જેવો છું એવો જાહેર થઈ જઈશ ને કરી દઇશ ....
એક સ્ત્રીના કારણે બધી સ્ત્રીઓ ચૂપ થઈ ગઈ....
બસ હું આટલું જ કરીશ...  
મારા સિવાય કોઈને સમજાય નહીં એવા જવાબોની ઝડી વરસાવી દઇશ....
ટોળામાથી બુદ્ધિશાળી લગતા એક ઉત્સુક ભાઈ આગળ આવ્યા યાર મુકોને લપ હવે..
શાંતિથી આ પાગલ ભૂતને સાંભળો.... 
ને મફત મનોરંજન આલે છે, તો ,લ્યોને યાર..... !
પાગલ બોલ્યો એલાવ માફતિયાવ મફત લેવાની આદત તમારી ખરી, 
અને હું તો સ્વેછાએ મફતમાં આપું છું.   
પણ તમે સાવ મૂર્ખની માફક કોઈને મફતમાં પબ્લીશ કર્યો એ ખબર પડી ? 
બોલો ખબર છે ...?
હું તો  મફતમાં આપું છું...
તમારી પાસે તો મફતમાં કોઈક લઈ ગયું ...
બુધ્ધિ શાળી લાગતા બધા મૂર્ખાઓ એક બીજા સામું મૂર્ખ ની માફક,
 પ્રશ્નાર્થ નજરે જોવા લાગ્યા ગણગણવા લાગ્યા,

આ કહેવા શું માનગે છે સમજાતું નથી....
યા....આ...આ....આ. ધૂમ મોઢેથી આવો અવાજ કરતાં,
 પાગલ જેવા લાગતાં એ માણસે ઓટલા પરથી ધૂમકો માર્યો...
ટોળાનું ધ્યાન એના તરફ ગયું બધાને એમ લાગ્યું આને ચક્કર આવી ગ્યાં ...
પેલો પાગલ નીચેથી પોતાનું કાગળનું ભૂંગળું લઈ પાછો ઝાડવા નીચેના ઓટલા પર ચડી ગયો .....
સાંભળો.. સાંભળો... સાંભળો.... એક જૂના ને જાણીતા અઘરા સવાલનો સહેલો જવાબ આપો ..!
ટોળું સત્બ્ધ અને શાંત થઈ ગયું કેમકે પેલાની વાત સમજવા શાંત થવું જરૂરી હતું.
પછી એક સાથે એક સૂર ઉઠ્યા પૂછ ભાઈ પૂછ ...
માઇક સરખું કરતાં પાગલે સવાલ કર્યો.
 તો કહો અક્કલ બડી કે ભેસ ???
સાચામાં સાચો જવાબ આપજો... 
ભાઈઓ અને સ્ત્રીઓનું ટોળું એક બીજા સામે હસવા લાગ્યું ..
અને આપસમાં ગણગણાટ કરતાં.
ખરેખર પાગલ જ છે આવા તે કાઇ સવાલ હોતા હઈશે !
 આવા સવાલનો જવાબ તો નાના છોકરા પણ આપી શકે .... 
( જોકે હું સાચો જવાબ નોતો આપી શક્યો,
 જ્યારે હું નાનો હતો ત્યારે મારા ડાડી મને આ સવાલ પૂછતાં કે,
 બોલ પરિયા અક્કલ બડી કે ભેસ..? 
ત્યારે હું કહેતો ભેસ...મારી વાત પૂરી )  
પાગલ સાંભળી ગયો એટલે બોલ્યો ...
ભઈ તમારી ક્ષમતા જોઈને જ સવાલ કર્યો છે હવે જટ જવાબ આપો...
 એટલે મારી પીપળા સભા પૂરી કરું...
ભાઈઓ અને સ્ત્રીઓ એક સાથે પોકારી ઉઠ્યા અક્કલ.....
ભાઈભાઈ ... વાહ..  વાહ ભાઈ વાહ ... 
ખરેખર સહેલો જવાબ.... સૌએ સહજતાતી આપ્યો ....
ચાલો તમે અડધા પાસ થઈ ગયા ....
હવે બીજો સવાલ, આ સહેલા સવાલનો અઘરો  જવાબ આપો ...
પૂછને ભાઈ પૂછ તું તારે ,,,
ટોળમાથી એક સ્ત્રી બોલી પાગલનું એવું જ હોય સહેલું અઘરું લાગે ને અઘરું સહેલું ....    
શાંતિ શાંતિ શાંતિ ...શાંતિ  જાળવો ....
તો મારો સવાલ એ છે કે જો અક્કલ બડી હોય તો ,
જેનામાં એ હોય જ નહીં એને શું કહેવાય....???
ટોળામાં એક સામટું હાસ્યનું મોજું ફરી વળ્યું અને સૌએ એક સાથે જવાબ આપ્યો...
ભેસ ભેસ અલ્યા ભેસ જ કહેવાય ને ...
એક ભાઈ જે પોતાને સૌથી અક્કલ વાળા સમજતા હતા,
 તે બોલ્યા અલ્યા સીધું જ છે જ્યારે અક્કલ અને ભેસની ઉપમા આપીને,
 નક્કી કરવાનું ત્યારે સિધ્ધુ જ નક્કી થઈ જાય કે અક્કલ વગરનો ભેસ હોય .... 
આમાં શું અઘરું ને શું સહેલું હવે તારી પીપળા સભા પૂરી કર ને ઘર ભેગો થા હવે....
પાગલ ટીખળ કરતાં ચારા પોતાના બન્ને હાથ,
 કુલા પર જાણે ધૂળ ખંખેરતો હોય એમ થપથપાવતા પાડતા ,
કઈક વિચિત્ર સંકેત આપતા બોલ્યો ....
આગળ આવો વ્હાલા આગળ આવો ....
પાછળથી તમારું સન્માન કરવામાં આવશે...
આમ કહી ભાઈઓ અને સ્ત્રીઓના ટોળા તરફ નજર નાખતા.....
 કાગળના માઈકને મો સુધી લાવી બોલ્યો ..
તો ભેસ ભાઈઓ અને એજ સ્ત્રીઓ ......
મારી વાત પૂરી થઈ .
મારે જે જાણવું હતું એ તમે સૌએ સહજ રીતે જણાવી દીધું છે.
 મારી પીપળા સભા હું અહી સમાપન કરું છું ...
પાગલની પાગલ જેવી અટપટી વાત સાંભળી ગુસ્સે ભરાયેલું, 
ભાઈઓ અને સ્ત્રીઓનુ ટોળું પાગલ તરફ ઘસી ગયું....
 પાગલ પીપળાના મોટા ઝાડના થડની આસપાસ ગોળ ગોળ ફરે,
 અને પાગલ ની પાછળ તેને પકડી ને ઢીબી નાખવા...
 ભાઈઓ અને સ્ત્રીઓનુ ટોળું ચક્કર ચક્કર ફરવા લાગ્યું ...
ટોળું પાગલ પર ગુસ્સે થતાં,  
એટલે એટલે શું અમે બધા તને ભેસ લાગીએ છીયે એમ...!?   
હાથમાં આવ એટલી વાર...હાડકાં ખોંખારા કરી નાખશુ તારા . ...  
તે અમને સ્ત્રીઓને ભેસ કહી મુવા !
તારો ટાંટિયો ના તોડું તો કેજે એક વાર હાથમાં તો આવ ..  
પકડો મારો આ પાગલને સાલો  પોતે પાગલ છે અને આપણને ભેસ કહે છે...
ભેસ તો તું છે તું ! એટલે જ આવા જંગલ જેવા અવાવરુ વિસ્તારમાં ભટકે છે...
આમ સૌ પોત પોતાની અક્કલ મુજબ પાગલ હાથમાં આવે ત્યાં સુધી,
 શાબ્દિક માર મારવા લાગ્યા..
પાગલ ઠેકડો મારી ભાગ્યો ....
સામેના પીપડા વાળા ઓટલા તરફ. અને સ્ત્રી ભાઈઓનુ ટોળું એની પાછળ ...
અંતે પાગલ બીજા ઓટલા પર ચડીને જોરદાર ત્રાડ પાડી .......
ખબરદાર .......... 
જો કોઈ આગળ આવ્યું છે તો ...
અગર જો તમે ઇચ્છતા હો કે આ જાણકારી મારા,,,, 
પીપડા અને આ અવાવરુ જંગલ સુધી જ સીમિત રહે તો....
 કોઈ એક ડગલું પણ આગળ નહીં આવે કૈ દઉં છું ...
ટોળું ત્યાનું ત્યાં થંભી ગયું ....શાંત થઈ ગયું ....
બધા લોકોનું ટોળું જ્યારે પાગલને મારવા એની પાછળ ચક્કર મારતું હતું ત્યારે....
 થોડા , થોડા ઘણા અક્કલ મંદો મનમાં લાલપીળા થઈ ગયા,
 તો થોડા સાઇડમાં ઊભા રહી ધમાચકડી જોતાં જોતાં,
 પાગલની વ્યંગાત્મક વાત વિષે ચર્ચા કરવા લાગ્યા  ....  
એક પુરુષ બીજા પુરુષને :- યાર સરખા ઘસરકા કર્યા સોળ ઉઠી આવ્યા કે નૈ ?
આ સાંભળી એક સ્ત્રી ખીજાતા બોલી તે અમનેય ક્યાં એણે મલમ લગાડી છે ...???.
બાજુમાં ઊભેલી બીજી સ્ત્રી.. :- એવું કાઇ જ નથી,
 અગર સત્ય સાંભળવાની અને સ્વીકારવાની માનસિક તૈયારી હશે તો ,
સત્યના આ ચાબખા , આ ઘસરકા,  જલ્દી ભુસાઈ જશે , રૂજાઈ જશે...
 અન્યથા આજીવન પીડતા રહેશે...  
છેલ્લી સ્ત્રીના શબ્દો પાગલના કાન સાથે અથડાયા અને...
ઘાંઘો  થતાં પોતાનું કાગળનું માઇક શોધવા લાગ્યો,
 જે ભાગં ભાગી દરમિયાન ક્યાક ખોવાઈ ગયું ..
યાર કોઈ મારુ માઇક તો શોધી આપો મને એમનેમ બોલવું નૈ ફાવે...
અમને ફાવશે અમને ફાવશે ટોળમાથી પોકાર ઉઠ્યા...
એક ભાઈ  આકળાઇને બોલ્યા ,
હજુ શું બોલવાનું કહેવાનું બાકી રહી ગયું છે તારે..? 
અમારા જેવા અક્કલ મંદોને ભેસ કહ્યા પછી..
ભાઈઓ તથા સ્ત્રીઓ શાંત થાવો....
 આ વાત આપણી વચ્ચે ની જ છે. 
તમે જો શાંત રહેશો તો આ જાણકારી કાયમ માટે આ જંગલમાં જ દટાયેલી રહેશે ....
જાવ મારુ માઇક શોધી લાવો . 
પાગલની વાતથી પરેશાન બધા માઇક શોધવા લાગ્યા..
એ દરમિયાન દરમ્યાન પાગલને -  
જે સ્ત્રીના અધ્યાત્મિક શબ્દો કાને અથડાયા હતા એને આગળ બોલાવ્યા.
ઑ સ્ત્રી જી ઑ.. ઑ... સ્ત્રીજી આમ અહી હું  તમને બોલાવું છું તમને...
 સાઇડમાં ઊભેલી સૌ સ્ત્રીઓ ઘડીક એક બીજા સામું જુવે તો ઘડીક પાગલ સામે જુવે.   
એ સમજવા જોવા મથતા હતા કે પાગલ કોને બોલાવતો હશે ....
તમને બોલાવું છું ઑ સ્ત્રીજી..... 
એક સ્ત્રીએ પાગલ સામું જોઈ -
પોતાની હથેળીની ચારેય આંગળી છાતી પાસે અડાળતા પૂછ્યું  કોણ હું ? 
આપ મને બોલાવો છો ?
જી...જી... તમને જ બોલાવું છું .. આવો આગળ આવો ....
એ સ્ત્રી આગળ જઈ ઓટલાથી થોડી દૂર ઊભી રહી બોલી . 
બોલો શું કહો છો પાગલજી ...
પાગલ હસતાં હસતાં માથામાં ખંજવાળ કરતાં બોલ્યો ‘....
કઈ નૈ તમને કાઇ નૈ થાય હો જાવ હવે..
પેલી સ્ત્રી મુંજાઈને મનોમન વિચારવા લાગી -
આ પાગલ મને એકલીને કા આમ કહે છે...
ના સમજાય એવા શબ્દો બોલતા આ પાગલને-
  પૂછું ના પૂછું ની અવઢવ બાદ  
દોડાદોડીમાં લોકોના પગ નીચે કચડાઈ ગયેલું કાગળનું માઇક ,
એક સ્ત્રીને મળી ગયું.  ખુબજ નમ્રતાથી માઇક આપતા .
લ્યા લે આ તારું માઇક પકડ, અને અધૂરું પૂરું કર..! 
 એટલે ઘેર જઇ અમે અમારા વિષે વિચારીએ ...
જી ધન્યવાદ ,તમારે બહુ વિચારવું નહીં પડે , 
તમે ભેસથી જરા હટકે છો,  
મે પહેલા કહેલું તે તમે છેલ્લે છેલ્લે થોડું સમજી શક્યા છો !
 અને એ પ્રમાણે જ વર્તયા છો....
 હું તમારી સમજથી ખૂબ પ્રભાવિત થયો.
ટોળામાના લોકો મુંજાયા ,
સાલું સાવ સહેલાય થી અઘરું બોલી જાય છે આ પાગલ,..!
કાઇ સમજાતું નથી ....
પેલી સ્ત્રી પણ મનમાં પ્રેમથી સમસમી ગઈ. 
પણ વાત જંગલની બહાર જવાની બીકે ચૂપ રહી....
માઇક હાથમાં લઈ સરખું કરી ફરી પહેલાની માફક જ-
 મેલા ઘેલા કપડાં જાણે ઇસ્ત્રી ટાઈટ હોય એમ,-
અને વિખરાયેલા વાળ જાણે સેંપુથી ધોયેલાં હોય એમ -
વ્યવસ્થિત કરીને કાગળનું માઇક બે હાથે સરખું પકડી થઈ ગયો શરુ ....
હાં તો તમે શું છો એ આજે તમને સૌને જાણ થઈ .. 
અને એ જાણકારી આપવા બદલ આપ સૌ મારુ અંતમાં સન્માન કરશો ....
બધાના મનમાં એકજ સવાલ હતો કે એવું તે શું આપણે કર્યું  કે ભેસમાં ગણના થઈ ગઈ,
કોણ આપણી અક્કલ્નો મફતમાં લાભ લઈ ગયું.. ??? 
ઘમાઘમી દરમ્યાન થોડા લોકોએ ભેગા મળી નક્કી કર્યા મુજબ-
 એક મૂર્ખ લાગતાં બુધ્ધિ સાળી ભાઈ એ આગળ આવી-
 પાગલને  સવાલ કર્યો ભાઇલા તે બહુ ખેંચ્યું ....
હવે અમને સૌને એ જાણવાની ઉત્સુકતા છે કે,
 અમારી અક્કલ્નો કોણ મફતમાં લાભ લઈ ગયું ....
પાગલ ત્રાસા હોઠે મંદ મંદ હસતાં બોલ્યો ....
એટલે તમને હજુ પણ એવો ભ્રમ છે ખરું ને....?
હોય, હોય, તમે એક જ નથી , ઘણા એ ભ્રમમાજ રાચે છે.! 
પૂછનાર મનોમન ખીજવાયો ઝંખવાયો પણ-
 જંગલની વાત જંગલમાં રહે એવું ઈચ્છતો હોવાથી ગુસ્સો ગળી ગયો..
જુવો ભાઈઓ અને સ્ત્રીઓ હું એમ નથી કહેતો કે,
 તમે ભેસ છો ! તમારામાં અક્કલ નથી ....
કેમકે અક્કલ તો ભેસમાં પણ હોય છે... 
તેથી જ તો  હજુ ભેસોનું અસ્તિત્વ બરકરાર છે અને રહેશે જ ....!
પણ આપણે એને ડોબા કે ડોબી કહીને પણ સંબોધિએ છીયે.
 કારણ કે એ પોતાની અક્કલ્નો ઉપયોગ નથી કરી જાણતી. યા જાણતો ....
ના છૂટકે બધા એકદમ શાંત ચિતે સાંભળી રહ્યા હતા .....
કેમકે કોઈ વિકલ્પ નહોતો બોલવા સમું કઈ બચ્યું ના હતું.
એક ભાઈ અકળાઈને હાં ભઈ હાં હવે જટ કહી ધ્યોને...!
 અમારી અક્કલ્નો ઉપિયોગ મફતમાં કોણ કરી ગયું....
હાં તો ચાલો હવે સૌ એક બીજાના દિમાગના દરવાજા ખોલી નાખો ... 
એટલે,!!! થોડા લોકો ને લોકીએ મુંજાઈને પાગલને સવાલ કર્યો એટલે...?
પાગલે સિફતથી ફેરવી તોળ્યું ને કહ્યું ...
એટલે  એમ કે મારી વાતને સીધી સોસરવી ભીતર જવામાં તકલીફ ના પડે ....
હાં તો તમારી અક્કલ,,, 
પાગલ આગળ બોલે બોલે ત્યાં તો છેવાળેથી એક ભાઈ ટોળાં વચ્ચેથી પસાર થઈ -
આગળ આવીને ગળગળા સ્વરે પેલાનો આભારવશ થઈ કહેવા લાગ્યા .....
ભાઈ ભલે તે અમને ભેસ કહ્યા,  
હશે કઈક અમારામાં ભેસ જેવુ કઈક હશેજ ! 
પણ મને એ વાતની ખુશી છે કે તે અમને ટોળામાં હોવા છતાં તે ઘેંટા નથી કહ્યા ....
મૂર્ખ..... 
પાગલ જરા ઊંચા સાદે બોલ્યા બાદ, ધીમેકથી, 
શું યાર તમે લોકો પણ, આટ આટલું સાંભળ્યા પછી પણ મૂર્ખ જેવી વાતો કરો છો .
બિચ્ચારા ઘેંટા .... 
શું બગાડ્યું છે એણે તમારું હે...? 
કે તમે એ ભોળા , નિર્દોષ, નિષ્કલંક ,અહિંસક પ્રાણીને -
આવા બધા માણસ જેવા હલકા અવગુણ ધરાવતા-
 માણસ સાથે સરખાવી એમનું અપમાન કરો છો.!!! શું લેવા !! પાગલ જર્રાક અમથો ચિલ્લાયો.
 હવે તો સ્વીકારો છો ને કે મે તમને તમારી સાચી જ ઓળખ આપી હતી. 
ધીરે ધીરે એ પાગલ જેવા લાગતાં માણસનો અવાજ કાગળના માઈકની બહાર જવા લાગ્યો..  
અને કોણે કહ્યું હે , કોને કહ્યું...?તમને કે,
 ટોળાં માત્ર ઘેંટાના જ હોય, 
એક મૂર્ખ બોલે !એટલે ! બાકીના બધાયે મૂર્ખ માફક -
હોય નહીં તોય અક્કલ્નુ પ્રદર્શન કરવાનું ???
રોજ ઊઠીને છાપું લ્યો છો..! 
એ બે અર્થમાં બોલ્યો ખબર નૈ કેટલા સમજ્યા હશે.
રોજ ઊઠીને છાપું..!  હાથમાં લ્યો છો ? 
ક્યારેય ડિસ્કવરી જુવો છો કે નહીં ?

ના જોતા હો તો જોજો ! 
એટલે બીજી વાર નિર્દોષ , નિખાલસ ઘેંટાને બદનામ કરવાના પાપ માથી ઉગરી જશો ....
વાતવારણમાં ઘોર સન્નાટો છવાઈ ગયો .....
બધા નીચી મુંડી કરીને પાગલને ધ્યાનથી સાંભળી રહ્યા હતા. 
અરે મૂર્ખાઓ ટોળાં તો  સિહના પણ હોય છે ...! 



 હાથીના પણ હોય છે ...! 


અરે હરણ, બકરા કુતરાના પણ હોય જ છે ને ?

અનેક પ્રાણીના ટોળાં હોય છે અને બરાબર જોજો ,,,, 
ધાર્મિક ચેનલો...... 
એ સિવાય અહી તો કદાચ તમે પણ જતાં જ હશો,
જ્યાં સફેદ ઝભ્ભો 'ને ખાદીની બંડી ફાલતુ ભાષણ કરતી હોય ,,,,
જાવ છો ને ? જાવ છો કે નૈ...? 
બધાયે નીચી મુંડી થોડી વધુ નીચી કરી મૌન સ્વીકાર કર્યો.  


આવી બધી જગ્યાએ તમને અન્ય પ્રાણી કરતાં માણસના ટોળાં વધુ જોવા મળશે .....
ખરેખર તો પ્રાણીઓએ આ શબ્દનો પ્રયોગ કરવો જોઇયે. 
બની શકે પ્રાણી જગતમાં સૌથી મોટી કોઈ ગાળ હશે તો ચોક્કસ એ ગાળ માણસ હશે...!
 ( માણસ નામે ગાળ ) માણસ 

જેવુ હિંસક પ્રાણી કદાચ કોઈ નહીં હોય, 
કોઈ પણ પ્રાણી ના પિલ્લા જ્યારે તેના પરિવારમાં અશાંતિ પેદા કરતાં હશે !
ત્યારે ગુસ્સામાં એ પ્રાણી એમના પીલ્લાને વાઢિને કહેતા હશે 
“ સાવ માણસના પેટના છો તમે તો કોણ જાણે ક્યાં માણસનું એઠું પાણી પીઇ ગયા છો ....
કદાચ આમ પણ કહેતા હશે ,"શું સાવ માણસ જેવા થાવ છો પ્રાણી છો ને પ્રાણી જ રહો..! 
 માણસ થવામાં કઈ માલ નથી ! કોઈ સાર નથી ..
 માણસ નામે ગાળ ખાનાર પ્રાણી કદાચ મૌત વહાલું કરવા,
 યાને આત્મ હત્યા કરવા મજબૂર થઈ જતા હશે,  
કેમકે પ્રાણી જગતમાં માણસ નામે ગાળ સૌથી અપમાન જનક હશે .! 
ક્યારેક તો તેઓ પોતાના ટોળાને ભેગા થયેલા જોઈ, 
ઢિને કહેતા હશે કે શું મૂર્ખ માણસના ટોળાં માફક ભેગા થઈ જાવ છો...!
 જ્યાં ત્યાં ..! 
જરા છૂટા ફરો ' ને ભર પેટ ચરો...



આટલું બોલી પાગલ એકદમ ચૂપ થઈ ઓટલા પર પલાંઠી વાળી બેસી ગયો ...
આ જોઈ ટોળાનું ધ્યાન ભંગ થયું .....
પછી ધીરે ધીરે ફરી ગણગણાટ શરૂ થયો....
યાર મૂળ વાત તો જણાવા જ ના મળી હવે શું કરવું...? 
આને તો આજે સરખી સોજાડી દીધી....
હવે તો મૂળ વાત પૂછતાય બીક લાગે છે,
 કોણ જાણે હવે સુય સોજાડશે , (સંભાળવશે)
બિતા બિતા એક સ્ત્રી હીમત કરી આગળ ગઈ ....
પેલા ઘેલાને બે હાથ જોડી માથું જુકાવી પ્રણામ કરતાં બોલી 

હે સ્વામી હવે અમને મુક્તિ આપો , બુધ્ધિ આપો અને ફરી માણસ બનાવો .... 
અત્યારે અમે સૌ જાણે ભેસ જ હોય એવું અનુભવી રહ્યા છીયે તો,
 કૃપા કરી અમને સૌને કાળી ભેસના
ખોળીયા માથી મુક્ત કરો.....
પ્રાણી.... 
પાણી ની બદલે પાગલના મુખેથી સત્ય ઉચારાઈ ગયું .. 
ફરી પાગલ જોરથી બોલ્યો... 
પહેલા પાણી આપો...! 
પાગલનો પાણીનો પોકાર સાંભળી એક પ્રાણી સોરી માનવી ટોળામથી આગળ આવ્યો -
અને પોતા પાસેની પાણીની બોટલ પેલાને વિનમ્રતાથી બે હાથ વડે આપી .
લ્યો પ્રભુ પાણી પીવો ...
ટોળામાં કોઈ બોલ્યું યાર આતો ખુલ્લે આમ આપણને પ્રાણી કહે છે ...
ટોળાના કાન હવે મૂળ વાત સાંભળવા આતુર ,આકુળ વ્યાકુળ થઈ રહ્યા હતા.
 બધાની નજર પાગલ પર મંડાયેલિ  હતી.  
પણ પેલા ભાઈના શબ્દો કાને અથડાઇ ગયા હતા.
 એટલે એમની તરફ નજર કરતાં બોલ્યો હા મે આપને પ્રાણી કહ્યા તો ક્યો ગુનો કર્યો ..!
આમેય બીજો ક્યો ગુણ બાકી રહ્યો છે હવે તમારામાં...!
 માત્ર પૂછડીનો જ તફાવત રહ્યો છે તમારામાં અને એનામાં....
 બસ પૂછડી ઉગવાને વાર છે ... 
આટલું બોલીપાગલ પાણીની આખી બોટલ ઢીંચી ગયો ...
'ને સટાક દઈને ઊભો થયો ફરી પાછું હાથમાં ચીમળાઈ ગયેલું કાગળનું માઇક લઈ સરખું કર્યું,
 ફરી પહેલાની માફક જ મેલા ઘેલા કપડાં જાણે ઇસ્ત્રી ટાઈટ હોય એમ, 
અને વિખરાયેલા વાળ જાણે સેંપુથી ધોયેલાં હોય એમ,
 વ્યવસ્થિત કરીને કાગળનું માઇક બે હાથે સરખું પકડી થઈ ગયો શરુ ....
તો ભાઈઓ તથા સ્ત્રીઓ ... 
છેક લગી ભાઈઓ તથા સ્ત્રીઓ બોલવા પાછળ નું રહસ્ય એમ નેમ જ રહ્યું.
 આ બાબતે હવે કોઇની પણ સવાલ કરવાની હીમત નહોતી ચાલતી ...
પાગલે આગળ ચલાવ્યું 
તો માણસજાતની એક સૌથી મોટી ખામી એ છે કે , 
તે ગમે તેનું ગમે તેવું... 
આટલું બોલી અટકી ગયો ..
ફરી બોલ્યો ધ્યાનથી સાંભળ જો ...!
ગમે....! તેનું , ગમે..! તેવું ઉતમ સર્જન હોય , 
પણ માણસની એક કુટેવ એ છે કે તે સૌ પ્રથમ એમાથી ભૂલ શોધશે...
 ખામી ગોતશે ને પછી પોતાની અક્કલ્નુ પ્રદર્શન કરશે .....
વચ્ચે એક વાત કહી દઉં કે,  
દર્શન અને પ્રદર્શનમા બડો તફાવત હોય છે... 
આ બ્લાસ્ટ “અજ્ઞાની”એ  વર્ષો પહેલા કર્યો હતો. 
 જેનો અવાજ આજે પણ ગુંજે છે. 
એણે સ્પષ્ટતા કરતાં લખ્યું છે કે....
 દર્શન કરવા દર્શનારથીએ જાતે દર્શન લાયક સ્થળ પર જવું પડે છે... !
જ્યારે પ્રદર્શનકારીએ દર્શનાર્થીઓને દર્શન કરાવવા દર દર ભટકવું પડે છે !
સામે ચાલીને લોકો પાસે જવું પડે છે !
 ત્યારે લોકો એમનું કે એમની અક્કલ્ના પ્રદર્શનનું  દર્શન કરે છે....        
ટોળું મૌજ માં આવી ગયું. થોડો ગણગણાટ શરૂ થઈ ગયો. 
આપસમાં સૌ એક બીજાને કહેવા લાગ્યા.
 યાર આપણી અક્કલ્નો છો કોઈ મફતમાં લભ લઈ ગયું,
 પણ અત્યારે આપણને આ પાગલની અક્કલ્નો મફતમાં લાભ મળી રહ્યો છે ..
 આપણાં તો વગર પૈસે પૈસા વસૂલ થઈ ગયા યાર....
લોકોની વાત નિરાંતે સાંભળી પાગલ બોલ્યો ,
તો હવે તમે હ્રદય પૂર્વક સ્વીકારી જ લીધું છે, 
તો મને લાગે છે આપ સૌને આપની અક્કલ્ના લાભાર્થીનું નામ-
 જાણવાની ઉત્સુકતા મરી પરવારી છે, 
તો હવે હું મારુ પીપડા પ્રવચન અહી સંપન્ન કરું છું.....
ટોળું એક સ્વરે બોલ્યું ના યાર ના એવું નથી..... 
 અમારે એ અક્કલ મંદ વ્યકતીનું નામ જાણવું જ છે...
કહો યાર કહો હવે બહુ થયું અમે ખૂબ થાકી ગયા છીયે.....
 જાણવાની ઉતુક્તાએ જ ક્યારના ઊભા છીયે ....
વર્ના ક્યારના પડી ગયા હોત. સૌ એક સાથે બોલ્યા સાચી વાત છે, સાચી વાત છે. 
પાગલ સૂર લંબાવી બોલ્યો . અચ્છા..... 
હા, તો એ જે પણ છે. તેણે બસ માનવીની કુટેવનો જ લાભ લીધો છે.
શું ફરીવાર કહેવાની જરૂર ખરી કે એ કુટેવ કઈ છે...?
ટોળામાથી એક સૂર ઉઠ્યો...    
ના હવે બિલકુલ જરૂર નથી....  
એ તો અમે આપ પાસેથી ભલી ભાતી જાણી સમજી ચૂક્યા છીયે કે,
 માનવીની સૌથી મોટી ખામી, ખામી શોધવાની આદત છે. ' બીજાની' 
બસ હવે અમને અમારી આ ખામીનો લાભ લઈ જનાર લાભાર્થીનું નામ કહો....
એટલે અમે અક્કલના નિર્ધન ધન્ય થઈ મનોમન એમનની અક્કલ્ને વંદન કરીયે .....
સરસ ખૂબ સરસ મને લાગે છે હવે ધીરે ધીરે આપ સૌ-
 ભેસના ખોળીયામાથી બહાર આવી રહ્યા છો ......
તમને તમારી ગયેલી અમાનત પાછી મળી રહી છે...
તો ભાઈઓ તથા સ્ત્રીઓ આપ તો જાણો જ છો કે ,
આજ કાલ એ લોકો પણ કરોડો રૂપિયા ખર્ચી -
પોતાની અક્કલ્નુ પ્રદર્શન કરે છે, 
રીતસરના રોડ પર ઉતરી આવે છે. ઊતરતી કક્ષાનું મનોરંજન વહેચવા...
અરે થોડા ઘણાને , થોડા ઘણા રૂપિયા આપી ધાર્યું લખાવે-
 એટલે શું આપણે પણ એમની પાછળ વગર વિચાર્યે ટોળે વળી જ્યા ત્યા બાફવાનું ???  
જોકે હું જે સર્જકેની વાત કરું છું એણે કેવળ તમારી ખામીનો જ લાભ લીધો છે. 
અને એ શા માટે લાભ ના લે જ્યારે સૌ મફતમાં આપતા હોય હે ? 
બાકી થોડી ઘણી ખામી બાદ કરતાં તેણે ખૂબ સુંદર સર્જન કર્યું છે , 
અને બસ જોવી જ હોય તો સુંદરતા જુવો ! 
આમ પણ આપણે સૌ એજ શોધતા ફરીએ છીયે ને ... ?  
કિન્તુ ઘણા પાડા ના વાંકે બિચારા પખાલીને ડામ લાગતાં હોય છે .
એવાઓના વાંકે  બિચારા ઉચ્ચ કશાની કલા રજૂ કરનારને પણ એવું જ કરવું પડે છે.....
અને સનાતન નિયમ છે “નબળું વહેચવા જાહેરાત જાજી કરવી પડે, 
બાકી સબળું તો સૌ શોધતા ફરે” .”તમારી માફક”
ખરી વાત છે , ખરી વાત છે હો... 
ટોળામાં પાગલની વાતને સૂર પુરાવતો કલબલાટ શરૂ થઈ ગયો...
એક વડીલ કઈક પૂછવા ઉતાવડા થયા અને બોલ્યા 
એ તો ઠીક પણ..
ઉત્સુક વડીલની ઉત્સુકતા જાણતા પાગલે કહ્યું,
 ધીરજ ધરો કાકા હું એજ કહેવા જઇ રહ્યો છું..... 
 જે જાણવા આપ આટલા ઉત્સુક છો . 
પણ હું આપ સૌને પૂછું છું , તમે મને એ કહો કે ,
જે સર્જક જીણામાં જીણું કાંતતો હોય , 
જે ગામઠી ડ્રામા બનાવવા સમયે ગામઠી લોકોના પહેરવેશ, રીત, રિવાજ , 
રીત ભાત બોલ ચાલ તહેવાર, વહેવાર, ગીત,સંગીત ,નાચ, નૃત્ય -
વગેરેનું બારીકાઈથી નિરીક્ષણ કરી -
પોતાના કલાકારો કસબીઓ પાસે દિવસ રાત જોયા વિના કામ કરાવતો હોય,
 એ સર્જક શું એક ઉચ્ચ કક્ષાના,
 આપણાં ગુજરાતી સર્જકનું સર્વોતમ ગીત,
 પોતાના ડ્રામામાં ગાય વગાડે ,
અને શું એને એ ખબર ના હોય કે આ ગીતાનું સર્જક કોણ છે ??????
ભાઈ ભાઈ...ભાઈ ભાઈ.... 
ટોળાએ તાળીઓના ગડગડાટથી એ પાગલ ,મૂર્ખ જેવા બુધ્ધીશાલી લાગતાં ...
ચીંથરે હાલ વિખરાયેલા વાળ વાળા માણસને  સૌએ વધાવી લીધો...
બે અલમસ્ત યુવાનોએ એને ખભે ઊંચકી લીધો અને 
મૌજમાં આવી સૌ આપણાં ગુજરાતનાં પ્રિય કવિ-
 ઝવેરચંદ મેઘાણી નું ઉતમ સર્જન ગાતા ગાતા નાચવા લાગ્યા ....  
મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ ....
મોર બની થનગાટ કરે.....એ.એ...એ...
મારૂ મન મોર બની થનગાટ, મારૂ મન મોર બની થનગાટ...
આમ પાગલ સાથે ખરી મસ્તીમાં પાગલ થઈ -
નાચતા ગાતા પાગલ સાથે આખું ટોળું ત્રીજા વિશ્વમાં અદ્રશ્ય થઈ ગયુ..... .
                      



ક, તિરા નું કડવું... 


3 comments:

  1. aatlo kolahal na karyo hoy toye badhane khabar j che ke sarjak kaun che bhai !!

    ReplyDelete
  2. ઓહો એવું છે...! હશે...! પણ મને તો ખબર નથી ..એનું શું ...!

    ચાલ હવે તું જ બતાવ મને સરજકનું નામ એટલે જરા હું પણ જાણું ..!

    ReplyDelete
  3. લાગે છે તને પણ સર્જક ના નામની ખરેખર ખબરજ નથી.! નૈ તો તે કહ્યું હોત મગર નથી કહ્યુ આજ સુધી
    એનો અર્થ એ જ કે તને ખબર નથી..!

    ReplyDelete