Wednesday, 11 December 2013

વિશ્વની સૌથી ટૂંકી કવિતા ની લાંબી વાર્તા... સત્ય ઘટનાનું કાલ્પનિક સત્ય...





 આજના જેવીજ ભીની ભીની અંધારી રાત, નીરવ શાંતી, તમરાનો અવાજ , એક ખંડેર સમો મહોલ્લો, જેનાખૂણે આવેલું એક એવુજ ખંડેર સમું ઘર,
આજે ભીની ભીની વરસાદી રાત્રે મને એ દિવસો યાદ આવી ગયા ...
ઘરમાં માત્ર દિવડાનો આછો ઉજાસ....  
અને મસાલા અગરબતીની સુવાસ... 
જેમના કાગળિયા હું ઉકેલી રહ્યો  છું.  
હાં આવો હતો  મારા મિત્રો ...  
"અનંત" અને "અજ્ઞાની"નો નિવાસ... 
અનંત અને અજ્ઞાની  બન્ને  મારા જ ગામના ગરીબ  યુવાનો  
આમ તો બન્ને મારા કારીગર , નૌકર 
પણ અમારે ત્રણે વચ્ચે શેઠ નોકરનો નહીં બલ્કે, 
આત્મા સખા સમો વ્યવહાર.
આમ અમે હમ ઉમ્ર અમારા ત્રણેય ની ઉમર માં 
બસ થોડો ઘણો તફાવત. 
અમે જ્યાં દિવસ આખો  કામ કરતાં એજ જગ્યા પર એ  બન્ને પડ્યા રહેતા,   
જમવાનું મારા જ ઘેરથી ટિફિન લઈ જાય. 
અમે જ્યાં દિવસ આખો  કામ કરતાં એજ જગ્યા પર એ પરદેશી પડ્યા રહેતા,   
જમવાનું મારા જ ઘેરથી ટિફિન લઈ જાય. 
ક્યારેક જ્યારે કામ વધુ હોય તો અમે ત્રણેય 
સાથે બેસીને એકજ ટિફિનમાં જમી લઈએ....
જ્યાં અમે કામ કરતાં તે આમ તો એક 
જુનવાણી ઘર જ હતું ....    
ઘરની અંદરનું દ્રશ્ય ત્રણ જૂની ઝર્ઝરિત ખુરશી, વચ્ચે એવિજ ખખડી ગયેલી ટીપોય , ટીપોય પર પાણી ભરેલ લોટો , એક ખાલી ગ્લાસ, અને ત્રણ કાંચની પ્યાલી આટલી ચીજ કાયમ ટીપોય પર ગોઠવાયેલી જ હોય.
દાઢી મૂછ ધારી અજ્ઞાની , અને ખાલી  સુંવાળી મૂછ વાળો  રૂપાળો ચહેરો ધરાવતો અનંત રોજ રાત્રે જમી પરવારી પોતાની જૂની ઝર્ઝરિત ખુરશી પર સામ સામે બેઠા હોય જે ખુરશી ખાલી હોય  તે મારી હોય.
જ્યારે પણ મને ફુરસત હોય હું એમને મળવા અધરાતે મધરાતે ગમે ત્યારે હું  ત્યાં ગરમા ગરમ ચાય લઈને 
પહોંચી જાઉં ...
અને પછી અમારા ત્રણેય વચ્ચે ચાયની ચુસ્કી સાથે મહેફિલ જામે ...
અમે જ્યારે પણ મળીએ, કાયમ અલગ અલગ વિષય પર ચર્ચા  થાય. અને એમજ વાતો વાતોમાં કોઈક નવી રચના લખાય જાય. એ બન્ને આમ તો સાવ અભણ જ .!
માત્ર ગરબડીયા અક્ષરે લખતા ને વાંચતાં આવડે તેથી એ બન્ને માથી એકેયને લય માત્રાનું બિલકુલ જ્ઞાન તો હૉય જ નહીં .
કે નહીં એની પરવા. 
અને હું જરાક અમથું ભણેલો તેથી એમનું ગરબડીયા અક્ષરે લખેલું સુધારવું,મઠારવું ‘ને શણગારવું એ મારુ કામ. 
માત્ર નિજાનંદ ખાતર મનમાં જે ઊગે તે લખવું,  એમને બન્ને ને પ્રસીધ્ધિની પણ લેશ માત્ર ઝંખના નહીં .
અને હું એનાથી એક કદમ પાછળ ...
તેથી મને થોડું એવું ખરું કે આવ્યા છીયે તો સાવ ફેરો ફોગટ ના જાય...
કંઈક દઈ જાય કંઈક લઈ જાય...
એટલે કે કોઈ ઓળખાણ પિછાણ થઈ હોય તો આવતી વખતે કામ લાગે ...!
એટલે હું,એમના નામે ચરી ખાઉ છું આજે પણ ....!       
આમ તો એ બન્ને પોત પોતાની મૌજમાં કામ કરતાં કરતાં પણ લખતા જ હોય ..
પણ જ્યારે રાત્રે હું ત્યાં ગયો હોઉ ત્યારે એ બન્ને જે કઈ બોલે એ હું લખતો જાઉં ....
અમે રાત્રે જ્યારે પણ મળીએ આ અમારો ક્રમ.
આવીજ એક ભીની ભીની વરસાદી રાત્રે હું ગરમા ગરમ ચાય લઈ એ મહોલ્લામાં ગયો હતો....
 ઘરમાં માત્ર દિવડાનો આછો ઉજાસ....  
અને મસાલા અગરબતીની સુવાસ... 
જેમના કાગળિયા હું ઉકેલી રહ્યો  છું.  
હાં આ એજ  છે મારા આત્મ સખા ...  
"અનંત" અને "અજ્ઞાની"નો નિવાસ... 
ઘરના દરવાજા ખુલ્લા જ હોય,  હું સિધ્ધો જ ભીતર પ્રવેશી ગયો ,
મને જોઈ બન્ને ઉત્સાહમાં આવીને . “આવ આવ પરિયા આવ બહુ દિવસે રાત્રે આવ્યો યાર ...
આ અમારી ગાઢ મિત્રતાનો પુરાવો કે એ બન્ને મને પ્રેમથી પરિયા કહીને બોલાવતા.   
મે કહ્યું હાં યાર.. હમણાં  હમણાં અહીથી ગયા બાદ અન્ય કામમાં ગૂંચવાઈ જતો હતો,
ઘણા દિવસ થયા આપણે સાથે રાત્રિની મહેફિલ 
માણી ન હતી,
એની તડપ હતી. એ જાણતો હોવા છતાં કે તમે થાક્યા હશો મધરાત થઈ ગઈ છે ,  
છતાં હું એ પણ જાણતો હતો કે આપણે ત્રણેય રાતના રાજા છીયે...
અને થાક ઉતારવા નિજ આનંદ જરૂરી છે.
અને  આમેય "જે કાર્ય હ્રદયને આનંદ આપતું હોય, 
તેમાં થાક નથી લાગતો બલ્કે દિવસ ભરનો થાક ઉતરી જાય છે.
અને તનમનને પણ  નવી તાજગી  બક્ષે છે."
ખાલી પડેલી ખુરશી પર મને બેસવાનો ઈશારો કરતાં ... અજ્ઞાની બોલ્યો . 
હાં પરિયા અમારે તો રાત પડ્યે સવાર પડે,
મે અનંત ને ચાયનું મિલ્કન આપતા કહ્યું . લે અનંત  હવે જલ્દી ગરમા ગરમ ચાયની પિયાલી ભર,
એટલે આપણે ગરમા ગરમ ચાયની ચૂસ્કી સાથે મહેફિલ શરૂ કરીયે.
અનંતે ચાયની પિયાલી  ભરી મને અને અજ્ઞાની ને આપી. 
એક પિયાલી પોતે લઈ તે પોતાની જગ્યા પર 
ગોઠવાઈ ગયો......
ચાયની ચૂસ્કી ભરતા. હાં તો બોલો આજે ક્યાં વિષય પર વાત કરીશું ? મે ચર્ચાનો દૌર શરૂ કર્યો. 
ચાયની ચૂસ્કી ભરતા ભરતા જ અનંત બોલ્યો. 
"દુનિયામાં એકજ એવો અનંત વિષય છે,  જેની ચર્ચા યુગોથી થતી આવી છે, થાય છે, અને થતી રહેશે....!"
વાત આગળ ચલાવતા અજ્ઞાની બોલ્યો
અને એક વિષય એવો છે કે જેની માત્ર શરૂવાત જ છે પણ અંત કોઈ જ નથી ....!"
અજ્ઞાની અને અનંત તમે બન્ને આજે ગૂઢ અને અદભૂત વિષયની  વાત કરી  રહ્યા છો. પણ...!
મે કહ્યું. એક કામ કરો આજે આપણે કઈક નવું કરીયે ...
બોલ બોલ શું નવું કરવું છે. અનંત બોલ્યો.
અજ્ઞાનીએ ચાયની ચૂસ્કી ભરીને કહ્યું...  
આમેય આપણને એકના એક ઘીસા પિટા વિષયમાં ચર્ચા કરવાની મજા નથી આવતી. 
સારું થયું તું કઈક નવો વિચાર લઈને આવ્યો .
મે કહ્યું હાં , આમ તો તમે અઢળક લખ્યું છે ,ઘણી અર્થ સભર રચના લખી છે. પણ મને એમ થાય છે. કે.... 
આજે તમે બન્ને એક એક ટૂંકી રચના લખો. અજ્ઞાની વચ્ચે જ બોલ્યો  જો ભઈ આમ તો અમે લખી જ નાખીએ છીયે પણ આજે તું આવ્યો છે તો નિયમ મુજબ અમે બોલીએ અને તું લખ.
હાં ભઈ હાં એમ કરીશું પણ પહેલા મારી વાત તો પૂરી સાંભળ વચ્ચે બોલીશ તો હું ભૂલી જઈશ યાર...
મારી અક્ણામાણ જોઈ અનંત બોલ્યો. 
સારું સારું બોલ તું શું કહેતો હતો.?
હાં તો હું એમ કહેતો હતો કે “લાંબુ લખાણ ને અર્થની મોકાણ હોય એવું નહીં.”
બલ્કે આજે તમે બન્ને એક એક સાવ ટૂંકી કવિતા કહો,
કવિતા એટલી ટૂંકી હોવી જોઇયે  કે જેમાં ઓછા ઓછા શબ્દો  હોય, અને અર્થ ગહન અને વિશાળ હોય. 
કેમકે, 
અર્થ વગરનું લાંબુ લચક લખવાનો કોઈ જ અર્થ નથી"
અને તમે તો જાણો જ છો કે મને લાંબુ લખવાનો અને વાંચવાનો ખૂબ કંટાળો આવે છે....
મારી આ વાત પર બન્ને જોર જોરથી હસવા લાગ્યા . “તમારી જેમજ”
તમે લોકોએ હસી લીધું ??? 
તો હું આગળ કઈક કહું ?
હાં હો હસી લીધું બન્ને સાથે બોલ્યા ...
હાં તો હું એમ કહેતો હતો કે મારી ઈચ્છા એવિ છે કે,
આજની તમારી એ ટૂંકી છતાં ગહન અને વિશાળ અર્થ સભર કવિતા વિશ્વની ટૂંકામાં ટૂંકી કવિતા નું બિરુદ મેળવે. 
ચાયની ખાલી પ્યાલી ટીપોય પર મૂકાતા અનંત અને અજ્ઞાની એક બીજાની સામે જોવા લાગ્યા  ...
પછી દાઢી પર હાથ ફેરવતા ફેરવતા અજ્ઞાની બોલ્યો ....
પરિયા આ વિચારવું કે લખવું એ આપણાં કોઈના હાથની વાત નથી.
આપણે ચાહીએ ત્યારે ક્યારેય ગહન તો શું પણ છીછરો વિચાર પણ કરી નથી શકતા. 
સાચી વાત છે. અનંતે આગળ ચલાવ્યું અને ક્યારેક અનાયાસે ધાર્યું ના હોય તેવું ઊંડાણ ભર્યું લખાઈ કે બોલાઈ જતું હોય છે.
તમારી બન્ને ની વાત બિલકુલ સાચી છે. મે કહ્યું,  
અને હાં કલાનો કોઈ પણ વિષય હોય સર્જનનો વિષય છે. અને સર્જનનો વિષય હંમેશા અલૌકિક હોય છે....
અનંતે કહ્યું પરિયા ક્યારેક માહોલ જ એવો સર્જાઈ જાય છે, કે ઉતમ સર્જન આપોઆપ રચાઇ જાય છે.

અચ્છા ચાલો હવે તમે કોઈ ટૂંકી રચના વિષે વિચારો ...

અજ્ઞાની અલ્યા એ તો ક્યારની વિચારાઈ ને મનમાં લખાઈ પણ ગઈ....
મે કહ્યું. તો બોલ..! 
અનંતે કહ્યું. અરે પરિયા ઇ તો બોલાઈ પણ ગઈ...
શું વાત કરો છો... !!! 
મે આશ્ચર્ય સહ પૂછ્યું ....
હાં યાર., બન્ને એક સાથે બોલ્યા ...
પણ મને કઈ સમજાયું નહીં યાર તમે ક્યારે બોલ્યા શું બોલ્યા , મે માથું ખંજવાળતા કહ્યું .
અનંતે કહ્યું અરે યાર તું વાતની શરૂવાત યાદ કર એટલે સમજાઈ જશે ....
ના ..! હવે યાદ પછી કરીશ અનંત, પહેલા તું બોલ એટલે હું કાગળ પર ટપકાવી દઉં ,
"આજની અને આવનારા સમયની  
વિશ્વની સૌથી ટૂંકી કવિતા ..."
અચ્છા...!  અનંત શબ્દો પર ભાર દઇને બોલ્યો.  
હાં તો લખ પરીયા ....
વીશ્વ ની સૌથી ટુંકી કવીતા...! 
મે ચોપાનીયાં ભરાવેલ જૂનું પેડ હાથમાં લીધું
 ને કહ્યું બોલ ...
 સૌથી ઓછા શબ્દોમાં 
અને શબ્દો પર વજન દઈ વિશ્વની સૌથી ટૂંકી કવિતા ...
અનંત બોલ્યો
પ્રેમ”  
આટલું બોલી અનંત મૌન થઈ ગયો ...      
મને અનંત ની શરૂવાતની વાત યાદ આવવા લાગી , પણ હું તુરંત વિચારોમાથી બહાર આવી ગયો.
અને હવે મે અજ્ઞાનીને કહ્યું હવે તારો વારો બોલ તું પણ આજે વિશ્વની સૌથી ટૂંકી કવિતા ...
અનંત હળવેકથી બોલ્યો હાં...  
લખ "અજ્ઞાની" લખ ...
જીવન”
આટલું બોલી અજ્ઞાની પણ મૌન થઈ ગયો...
વાતાવરણ શાંત થઈ ગયું તમરાનો અવાજ અને વરસાદી બુંદનો ટપ..ટપ..ટપ...
અવાજ સ્પષ્ટ સંભળાવા લાગ્યો ...
બહારથી આવતી ઠંડી હવા અમને ત્રણેયને
 સ્પર્શવા લાગી ...
અને મને અનંત અને અજ્ઞાનિની , વાતની શરૂવાત,  બિલકુલ યાદ આવી ગઈ... 
એ બન્ને વારા ફરતી બોલ્યા હતા ...  
પ્રથમ ચાયની ચૂસ્કી ભરતા અનંત બોલ્યો હતો ...
દુનિયામાં એકજ એવો વિષય છે જેની ચર્ચા યુગોથી થતી આવી છે, થાય છે, અને થતી રહેશે....!
અને મને સમજાઈ ગયું કે અનંતના હ્રદયમાથી નીકળેલી એ વાત જ ટૂંકી કવિતા નું રૂપ લઈને અંતમાં અનંતના  મુખેથીજન્મી હતી એ આજ કવિતા હતી ..
 “પ્રેમ”  
અને અજ્ઞાનીએ કહ્યું હતું ..
હા ખરી વાત છે અનંત, " અને એક વિષય એવો છે કે જેની માત્ર શરૂવાત જ છે પણ અંત કોઈ જ નથી ....!"
અને અજ્ઞાની ના હ્રદયમાં પણ ત્યારેજ એક ટૂંકી કવિતા જન્મ લઈ ચૂકી હતી..
 “જીવન”  
વાત બિલકુલ સાચી છે. પ્રેમ અને જીવન નો
 કોઈ જ અંત નથી ...
પ્રેમ અને જીવન અનંત છે..! 
અનંત અનંત યુગોથી છે.! 
પ્રેમ છે તેથી જ જીવન છે.! 
અને જીવન પ્રેમ વિના સંભવી ના શકે....
આપણને દેખીતું જે અંત લાગે છે તે ખરેખર અંત નથી હોતો બલ્કે શરૂવાત હોય છે .....
"હર એક અંતિમ ત્યાંથી પ્રથમ જ હોય છે ...."
ચાલો દોસ્તો હવે હું ઘેર જાઉં,  તમે પણ આરામ કરો. સવારે ફરી એજ ચકી એજ ચુલ્હામાં તપવાનું છે આપણે ....
અને હાં જતાં જતાં એક વાત કહેતો જાઉં છું કે મને હંમેશા તમારી પાસેથી કઈક ને કઈક ઉતમ મળ્યું છે....
જેનું ઋણ કદાચ હું કોઈ  જન્મોમાં નહીં ચૂકવી શકું . 
પણ પ્રયાસ જરૂર કરીશ ....
હું ભાવુક થઈ બોલતો રહ્યો પણ મને મારી વાતનો કોઈ જ પ્રત્યુતર ના મળ્યો  , દીવાનો પ્રકાશ ઝાંખો થઈ 
ચૂક્યો હતો ...
મે એમની નજીક જઈને જોયું તો બન્ને ખુરશી પર જ પોઢી ગયા હતા...
અને મે જોયું કે અનંતની જમણી અને અજ્ઞાનિની ડાબી આંખમથી  આંસુ વહી રહ્યું હતું....
ભરપૂર નીંદરમાં સૂતેલા અનંત અને અજ્ઞાની ને  વારા ફરતી હળવેકથી જગાડી  તેમની આંખો લૂછી પછી બાવડું પકડી બગલમાં લઈ મે વારા ફરતી બન્ને ને પથારી પર સુવડાવી દીધા .... 
અંધાર્યા ઘરનો દરવાજો ઠાલો વાંસી કોરી આંખે હ્રદય પર અજીબ ભીનાશ લઈ હું મારા ઘર ભણી રવાના થયો, 
ત્યારે પરોઢ થઈ ચૂક્યું હતું....    
*બ્લાસ્ટ* 
હજુ પણ એક ટુંકી કવીતા અનંતે વર્ષો પહેલાં લખી હતી. 
જેનુ શીર્ષક હતું 
"સ્ત્રી" 
અને એ ટુંકી કવીતા પણ હતી. 
"સ્ત્રી" 




    

No comments:

Post a Comment