Tuesday, 24 December 2013

"અનંત" ના ઝર્ઝરિત કાગળિયા માંથી જ..! જો સમજાય તો .....! સમજો...!

જો સમજાય તો..!  સમજો...! 
~~~~~~~~~~~~

મન સૌના કેટલા ! આકળ વિકળ છે. 
એક બીજા વિષે કેટ કેટલી અટકળ છે. 

સાંભળવાની કોઈનેય ફુરસત નથી !
કહેવાની તો જો ! કેટલી ઉતાવળ છે ! 

ફૂલ છે ફૂલ નથી ફર્ક માત્ર એટલો જ !  
એક ગુલાબ છે.!  તો એક બાવળ છે !

શૂક્ષ્મ આ સંબંધો બંધાય છે કેમ ? 
પૂછો નિજ ભીતરને કે શું કારણ છે ?

જ્યાં સુધી નક્કર કશુંજ કાર્ય ના થાય . 
મે કે તમે કરેલી વાતો બધી પોકળ છે !  

હાં અણું અણુંમાં ધબકે છે !  દરિયો એ,  
ઝરણું પણ એ, અરે એજ તો ઝાકળ છે !  

જીવવાની રીત જોયા પછી ખબર પડે ! 
કોણ કેટલું સફળ છે ને કોણ નિષ્ફળ છે !

હું કળી ચૂક્યો છું "અનંત" લીલા એની.  
જો સમજાય તો સહજ નહીં તો અકળ છે !   


"અનંત"




બ્લાસ્ટ:- 
જ્યારે બુધ્ધિ શાળી લાગતાં મૂર્ખ લોકો જાહેરમાં વિવાદ કે દલીલ બાજી કરતાં હોય છે . 
ત્યારે મૂર્ખ લાગતાં બુધદ્ધિશાળી કેવળ હસે છે. અને એ લોકોનું મનોરંજન કરતાં હોય છે . 
"અજ્ઞાની" 


બ્લાસ્ટ :- "અનંત"

"અનંત"ભીની આ મૌસમમાં કહો ભલા કોણ બચી શક્યું છે.?
વરસાદ હતો ચીકણી માટી હતી , તે હું પણ લપસી ગયો ..!

"અનંત"




No comments:

Post a Comment