જો સમજાય તો..! સમજો...!
~~~~~~~~~~~~
મન સૌના કેટલા ! આકળ વિકળ છે.
એક બીજા વિષે કેટ કેટલી અટકળ છે.
સાંભળવાની કોઈનેય ફુરસત નથી !
કહેવાની તો જો ! કેટલી ઉતાવળ છે !
ફૂલ છે ફૂલ નથી ફર્ક માત્ર એટલો જ !
એક ગુલાબ છે.! તો એક બાવળ છે !
શૂક્ષ્મ આ સંબંધો બંધાય છે કેમ ?
પૂછો નિજ ભીતરને કે શું કારણ છે ?
જ્યાં સુધી નક્કર કશુંજ કાર્ય ના થાય .
મે કે તમે કરેલી વાતો બધી પોકળ છે !
હાં અણું અણુંમાં ધબકે છે ! દરિયો એ,
ઝરણું પણ એ, અરે એજ તો ઝાકળ છે !
જીવવાની રીત જોયા પછી ખબર પડે !
કોણ કેટલું સફળ છે ને કોણ નિષ્ફળ છે !
હું કળી ચૂક્યો છું "અનંત" લીલા એની.
જો સમજાય તો સહજ નહીં તો અકળ છે !
"અનંત"
બ્લાસ્ટ:-
જ્યારે બુધ્ધિ શાળી લાગતાં મૂર્ખ લોકો જાહેરમાં વિવાદ કે દલીલ બાજી કરતાં હોય છે .
ત્યારે મૂર્ખ લાગતાં બુધદ્ધિશાળી કેવળ હસે છે. અને એ લોકોનું મનોરંજન કરતાં હોય છે .
"અજ્ઞાની"
બ્લાસ્ટ :- "અનંત"
"અનંત"ભીની આ મૌસમમાં કહો ભલા કોણ બચી શક્યું છે.?
વરસાદ હતો ચીકણી માટી હતી , તે હું પણ લપસી ગયો ..!
"અનંત"
"અનંત"


.jpg)
No comments:
Post a Comment