સીધી સાદી વાત છે ....
&&&&&&&&&&&&&&
આ પણ ભ્રમ તે પણ ભ્રમ .
હું પણ ભ્રમ તું પણ ભ્રમ .
સઘળું જ ભ્રમ છે માનજે.
ખુલ્લી આંખે કલ્પના જેવુ.
‘ને બંધ આંખે સપના જેવુ.
છતાં રાચવું હોય તો રાચજે.
ભ્રમમાં રહી ભ્રમ માણજે .
ભ્રમને તું સત્ય ના જાણજે.
ભ્રમ અગર જો કદિ ભાંગશે
ભાંગશે તો ભાંગી નાખશે.
માટે સમજી વિચારી નાચજે .
મારામાં એ તારામાં એ.
સદીઓથી સંતો ગ્રંથો કહે.
તું ગ્રંથ ખોલીને વાંચજે.
હું તો આ રીતે એને મળી ચૂક્યો.
ગર ચાહો તો આપ મળી શકો.
સામે રાખી દર્પણ યાની કાંચને.
ફરક શું પડે ? હું એને પૂજુ.
કે પછી દર્પણ સામે મને પૂજુ.
અંતે બન્ને સરખી જ વાત છે.
હોશિયાર હતા બસ આટલા.
રે મને આવડે બે જ દાખલા.
ના હિસાબમાં જરીએ ગોટાળા
છે બાદબાકી અને સરવાળા.
કર્મોના હિસાબ મુજબ સતત
બસ વધ ઘટ એમાં થાય છે
બહારના આ ફાંફા ખોટા.
રાખ નહીં તું ફાંકા ખોટા.
તારે કર્મે લખ્યું તે વાંચજે.
મન જ્યારે ચકડોળે ચળે.
જવાબ જો કોઈ ના જડે .
જવાબ બધા જ મળી જશે.
બસ કર્યા કર્મો યાદ રાખજે.
બહારથી પણ ઘણું ઘણું મળે.
ભીતર એથી પણ વધુ જડે.
“અજ્ઞાની”
ભીતર કદિક તું ઝાકજે.
&&&&&&&&&&&&&&&&&
****"અજ્ઞાની"****

No comments:
Post a Comment