**********************************************
એ ગઈ જે રાત રંગીન હતી. ગઈ કાલ જેવી જ ક્યાં કોઇની આજ હોય છે ?
અમસ્તી ક્યાં ઘટે છે ઘટના. ઘટતી હર ઘટના પાછળ કોઈ તો રાજ હોય છે.
બસ વિચારોનું મહત્વ.છે. એ મળવા જરૂરી બાકી પ્રેમ ને ઉમર સાથે લેવા દેવા શું?
અને કોઈ ના સ્વીકારે તેથી શું? વિચાર પ્રેમના તો ગમે તે ઉમરે આવતાજ હોય છે. .
ને પછી બને એવું પણ કે ઉપર ઉપર તંદુરસ્ત લાગતાં સંબંધ ભીતર ભીતર ઘુટન.
આ બીમારી નામે પ્રેમ..એ ના જુવે નાત જાત, ના કોઇ એની રીતી કે રિવાજ હોય છે.
ભલભલા અંટાઇ જાય તબીબો થાકે, હાર્ટ નિષ્ણાંતોના હાથ પણ અહી હેઠા પડી જાય...!
જો પ્રેમમાં હ્રદય ભંગ થાય..!જરા વિચારો ..!આ બીમારી કેટલી ખાતરનાક હોય છે.
સાવ મફતમાં જોયેલા સપનાની કિંમત તો પછી જ ..!સમજાય જ્યારે. ગમતું કોઈ,
છોડી જાય, ત્યારે તૂટે છે સપના..! સપના તો સપના બસ આખરે એ તૂટતાજ હોય છે.
“અનંત” કાંચ તૂટે તો અવાજ પણ આવે ‘ને કરચોય લાગે , ને ઘાવ મટી પણ જાય .
પણ જ્યારે સપના તૂટે ભીતર ખૂંચે છે..! સપના તૂટવાના ક્યાં કદી અવાજ હોય છે?
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત"

.jpg)
.jpg)
shu sapna tute tyare manushya nava sapna jove che?? besi ne rove che??
ReplyDeletejivan no kram to chalyaj kare che ne?? to pachi ek na ek sapna kem koi waar waar jove che??
jo badhuj ishwar no karam no khel che...to jeev kem aama fasaay che??
aano ant kya??