Saturday, 15 February 2014

તરસ વધવા દેવી સતત..


***આ તમને સહેલું લાગે છે ? ***


કઈજ ન બોલીને બોલવાનું, 

બંધ હોઠે, હ્રદય ખોલવાનું. 

તરસ વધવા દેવી સતત..

ઝાંઝવા પાછળ નહીં દોડવાનું 
 
પામવુ હો જો કઈ જીવનમાં, 

તો પકડવાનુ નહી એ છોડવાનું. 


મનોચિત્ત,શાંત થાય જ્યારે...

બસ ત્યારે જ મૌન તોડવાનુ. 




એ ખુદ આવી દેશે ટકોરા "અનંત"

તારે બસ, હ્રદયનું દ્વાર ખોલવાનું.  


{બધુ સહેલું લાગશે.}

"અનંત"

No comments:

Post a Comment