બંધ હોઠે હ્રદયને ખોલવાનું.
મનો ચિત શાંત હોય જ્યારે !
બસ ત્યારેજ !મૌન તોડવાનું .
તરસ ને વધવા દેવી સતત.
ઝાંઝવા પાછળ નહીં દોડવાનું.
પામવું હોય જો જીવનમાં કશું તો,
પકડવાનું નહીં બલ્કે છોડવાનું .
એ ખુદ આવી દેશે ટકોરા 'અનંત'
તારે બસ દ્વાર હ્રદયનું ખોલવાનું .
"અનંત"


No comments:
Post a Comment