Friday, 14 February 2014

અફસોસ મેં તને પ્રેમ સિવાય કશુંજ ના આપ્યું

પછી થી અનંતે પેલીને અંતીમ પત્ર લખેલો 
જેમાં એવો અફસોસ વ્યક્ત કરેલો 
કે, 
અફસોસ મેં તને પ્રેમ સિવાય ક્યારેય કશુંજ ના આપ્યું !

હાં આજે પણ મને યાદ છે !

તે મને પ્રેમમાં કેટ કેટલું આપ્યું હતું મને !

છોકરી હોવા છતાં !

બીજું બધું યાદ નથી !

આનાથી વધુ યાદ નથી !

પીક્ચરની ટીકીટ ,પરફ્યુમ ,પાનના પૈસા સીવાય।...

પ્રેમ , આલીંગન અને અઢળક ચુંબન તો વધારામાં ..

અને બદલામાં મેં માત્ર ને માત્ર તને ,

આલીંગન, ચુંબન ,અને પ્રેમ સીવાય કશુંજ આપ્યું નથી !  

છોકરો હોવા છતાં !

ચૂડી,ચાંદલો,પર્સ ,બકલ, રૂમાલ એવું કશુંજ કદિ ' આપ્યું નથી ! 

કદાચ મને આપવાની ખબર નહોતી પડતી !

કદાચ મને એવી સમજ નહોતી કે ,

પ્રેમમાં ચૂડી,ચાંદલો,પર્સ ,બકલ, રૂમાલ આવું બધું પણ આપવું પડે ! 

જોકે ત્યારે હું પૈસે ટકે પણ ગરીબ હતો !

એમ તો હું આજે પણ હું ગરીબ છું !

તારા પ્રેમ વગર  ... 

આજે પણ અગર તું કહે તો, 

અને તું ચાહે તો

 હું તને  ,

ચૂડી,ચાંદલો,પર્સ ,બકલ, રૂમાલ એવું કશુંજ નહીં આપું !

હાં તું કહે તો તારો આપેલો પ્રેમ ,

અને અવાર નવાર એકાંતે તે મને તારી છાતી સરસો ચાંપી 

કરેલા  આલીંગન 

અને આજ સાંકડી ગલીને ખૂણે તું કાયમ 

સંતાઈને મારી રાહ જોતી ઉભી રહેતી !

અને જેવો હું બહાર આવું કે ઓચીંતુંજ  તું મારી બોચી પકડીને 

કચકચાવીને તારા હોઠમાં મારા હોઠ ચપોચપ ભીંસીને તું મને ચુમતી 

અને આખો દિ ' પછી એ ચુંબનના નશામાં ઝૂમતી 

તું કહે તો તે આપેલા અઢળક ચુંબન !

આ બધું અગર તું કહે તો , 

વીના શરત 

બમણા ત્રણ ગણા કરીને 

તું કહે કે તરતજ !

આપી દઉં  પરત !

વર્ષો પહેલા છૂટા પડેલા અનંત અને તેની પ્રેયસી 

વર્ષો બાદ જ્યારે મળ્યા ત્યારે !

એજ સાંકડી ગલીના ખૂણામાં બેસીને 

પેલીનો હાથ હાથમાં લઈને પંપાળતા પંપાળતા અનંતે 

તેની પ્રેયસીને કૈજ ના આપ્યાનો અફસોસ વ્યક્ત કરતા !

આવું બધું કહેલું 

ત્યારે .,

"બુધ્ધુ તું એવોને એવો અક્કલ વગરનોજ રહ્યો "

એમ કહી પેલીએ અનંતને છાતી સરશો ચાંપીને 

વર્ષો બાદ ભરપૂર ચૂમ્યો હતો !

પછી આ આખી વાત અડધી રાતે જ્યારે હું ખંડેર પર ચાય લઈને ગયો 

ત્યારે ...ચાય ની ચૂસકી ભરતા ભરતા અનંતે મને કહેલી !

અને પછી પેલીને અંતીમ પત્રમાં લખેલી 

એ પત્ર આજે એના અઢળક કાગળિયા ઉથલાવતા 

કાગળિયાના થપ્પા નીચે છેક તળીયેથી મને મળ્યો !

પછી એજ પત્ર મેં અહીં  છાપીને ફાડી નાખ્યો !

એક જરજર્રિત કાગળિયો ઓછો કરી નાખ્યો  !  

*બ્લાસ્ટ*

"પ્રેમથી પેટ ભરાય ના ભરાય પેટ ભોજનથી "
"અનંત"










  



No comments:

Post a Comment