પછી થી અનંતે પેલીને અંતીમ પત્ર લખેલો
જેમાં એવો અફસોસ વ્યક્ત કરેલો
કે,
અફસોસ મેં તને પ્રેમ સિવાય ક્યારેય કશુંજ ના આપ્યું !
હાં આજે પણ મને યાદ છે !
તે મને પ્રેમમાં કેટ કેટલું આપ્યું હતું મને !
છોકરી હોવા છતાં !
બીજું બધું યાદ નથી !
આનાથી વધુ યાદ નથી !
પીક્ચરની ટીકીટ ,પરફ્યુમ ,પાનના પૈસા સીવાય।...
પ્રેમ , આલીંગન અને અઢળક ચુંબન તો વધારામાં ..
અને બદલામાં મેં માત્ર ને માત્ર તને ,
આલીંગન, ચુંબન ,અને પ્રેમ સીવાય કશુંજ આપ્યું નથી !
છોકરો હોવા છતાં !
ચૂડી,ચાંદલો,પર્સ ,બકલ, રૂમાલ એવું કશુંજ કદિ ' આપ્યું નથી !
કદાચ મને આપવાની ખબર નહોતી પડતી !
કદાચ મને એવી સમજ નહોતી કે ,
પ્રેમમાં ચૂડી,ચાંદલો,પર્સ ,બકલ, રૂમાલ આવું બધું પણ આપવું પડે !
જોકે ત્યારે હું પૈસે ટકે પણ ગરીબ હતો !
એમ તો હું આજે પણ હું ગરીબ છું !
તારા પ્રેમ વગર ...
આજે પણ અગર તું કહે તો,
અને તું ચાહે તો
હું તને ,
ચૂડી,ચાંદલો,પર્સ ,બકલ, રૂમાલ એવું કશુંજ નહીં આપું !
હાં તું કહે તો તારો આપેલો પ્રેમ ,
અને અવાર નવાર એકાંતે તે મને તારી છાતી સરસો ચાંપી
કરેલા આલીંગન
અને આજ સાંકડી ગલીને ખૂણે તું કાયમ
સંતાઈને મારી રાહ જોતી ઉભી રહેતી !
અને જેવો હું બહાર આવું કે ઓચીંતુંજ તું મારી બોચી પકડીને
કચકચાવીને તારા હોઠમાં મારા હોઠ ચપોચપ ભીંસીને તું મને ચુમતી
અને આખો દિ ' પછી એ ચુંબનના નશામાં ઝૂમતી
તું કહે તો તે આપેલા અઢળક ચુંબન !
આ બધું અગર તું કહે તો ,
વીના શરત
બમણા ત્રણ ગણા કરીને
તું કહે કે તરતજ !
આપી દઉં પરત !
વર્ષો પહેલા છૂટા પડેલા અનંત અને તેની પ્રેયસી
વર્ષો બાદ જ્યારે મળ્યા ત્યારે !
એજ સાંકડી ગલીના ખૂણામાં બેસીને
પેલીનો હાથ હાથમાં લઈને પંપાળતા પંપાળતા અનંતે
તેની પ્રેયસીને કૈજ ના આપ્યાનો અફસોસ વ્યક્ત કરતા !
આવું બધું કહેલું
ત્યારે .,
"બુધ્ધુ તું એવોને એવો અક્કલ વગરનોજ રહ્યો "
એમ કહી પેલીએ અનંતને છાતી સરશો ચાંપીને
વર્ષો બાદ ભરપૂર ચૂમ્યો હતો !
પછી આ આખી વાત અડધી રાતે જ્યારે હું ખંડેર પર ચાય લઈને ગયો
ત્યારે ...ચાય ની ચૂસકી ભરતા ભરતા અનંતે મને કહેલી !
અને પછી પેલીને અંતીમ પત્રમાં લખેલી
એ પત્ર આજે એના અઢળક કાગળિયા ઉથલાવતા
કાગળિયાના થપ્પા નીચે છેક તળીયેથી મને મળ્યો !
પછી એજ પત્ર મેં અહીં છાપીને ફાડી નાખ્યો !
એક જરજર્રિત કાગળિયો ઓછો કરી નાખ્યો !
*બ્લાસ્ટ*
"પ્રેમથી પેટ ભરાય ના ભરાય પેટ ભોજનથી "
અને પછી પેલીને અંતીમ પત્રમાં લખેલી
એ પત્ર આજે એના અઢળક કાગળિયા ઉથલાવતા
કાગળિયાના થપ્પા નીચે છેક તળીયેથી મને મળ્યો !
પછી એજ પત્ર મેં અહીં છાપીને ફાડી નાખ્યો !
એક જરજર્રિત કાગળિયો ઓછો કરી નાખ્યો !
*બ્લાસ્ટ*
"પ્રેમથી પેટ ભરાય ના ભરાય પેટ ભોજનથી "
"અનંત"









No comments:
Post a Comment