Friday, 14 February 2014

जाने क्या ढूँढती रहती हैं ये आँखें मुझमें

વર્ષો પહેલા... 

ઉબડ ખાબડ સાંકડી ગલીની અંદર આવેલા મહોલ્લામાં 
છેક ખૂણે આવેલા એ ઘરમાં જે આજ ખંડેર થઈ ચૂક્યું છે ,

ત્યાં નિજ મસ્તીમાં ગાતો નાચતો અનંત ... 

ભર ઉનાળે જ્યારે પવન સાથે વાતી લૂ પણ લોકોની ચાંબડી દઝાડતી હોય 
ત્યારે પણ આગ ઓકતી બે ભઠ્ઠીની વચ્ચે સતત સખત મહેનત કરતો .

આગ અને રાખ સાથે રહીને તેનો ગોરો વાન લાલ થઈ જતો .

રાખથી લથબથ મેલા ઘેલા અનંતને 
  
એજ મહોલ્લામાં અનેક વખત અનેક સાથે પ્રેમ થતો અને છૂટી પણ જતો,  

ત્યારે ભાઈબંધ અનંત ભીતરહી  તૂટી જતો . 

એક વખત એ મહોલ્લામાં અનંતની કોઈ ચહિતીના ઘેર એની માસીની દીકરી 

વેકેસન કરવા આવી . 

જેનું નામ વિધ્યા હતું . 

અનંતને એ વાતની જોકે એક ઘટના પછી ખબર પડી . 

વિધ્યા ને આવયાને બે ત્રણ દિવસ થઈ ગયેલા એ દરમ્યાન અનંતે 

તેને માત્ર એકજ વાર જોયેલી અને વિધ્યાએ પણ ત્યારેજ અનંતને જોયો હતો . 

પછી અનંતને એમ કે  પેલીની કોઈ બહેનપણી હશે 

જે આવી હશે અને ચાલી ગઈ હશે . 

એને ખબર નહોતી કે વિધ્યા પેલીની માસીની દીકરી છે 

અને હજુ રોકાયેલી છે . 

અનંત તો એયને પોતાની મસ્તીમાં ચૂર મહેનત કરીને કરીને

 થાકી પાકીને જ્યારે ચકના ચૂર થઈ જતો ત્યારે... 

એક ખૂણામાં બેસીને મધુર વાંસળી  વગાડતો .

અનંતને કોઈજ સુરજ્ઞાન હતું નહીં . 

તેમ છતાં તેની વાંસળીમાથી લયબધ્ધ મધુર કરૂણ સ્વર નીકળતા હતા .

કદાચ એવે સમયે  અંદરની અનંત પીડા અને ભીતરની વેદના.

સવેદના સૂરમાં ભળી જતી હશે તેથી કદાચ ...!

સૂર બાબતે અજ્ઞાની હોવા એની વાંસળીમાથી કરૂણ મધુર સ્વર 

ફૂંક સાથે એમ આપોઆપ રેલાતા જેમ હ્રદયમાં  દુખ હોય ત્યારે

આંખમાથી આપોઆપ આસું નીકળી ગાલ પર રેલાય ... 

એક દિવસની વાત છે ... 

તે દિવસે પેલી વેકેશન કરવા આવેલી છોકરી વિધ્યા . 

તેની મોટી બહેન નીલા સાથે અનંતના ઘરમાં આવી . 

નીલા જે પરણેલી હતી પણ રિસામણે હોય 

ઘણા સમયથી પોતાની માં ના ઘેરજ રહેતી .  

અનંત તો એની મૌજમાં અંદર બે ભઠ્ઠી વચ્ચે  કામ કરી રહ્યો હતો .

ત્યારે નીલાએ અનંતને બોલાવ્યો . 

પરસેવે નીતરતા અનંતે અંદરથીજ પાછું ફરી 

નીલા સામે જોઈ કહ્યું બોલ શું કામ છે ..?

પણ પાછું ફરીને નીલા સાથે  જેને જોઈ તેને જોઈ અનંત ચોંકી ગયો .

પછી અનંત ભીતરથી બહાર આવ્યો અને નીલાને પૂછ્યું  બોલ શું કામ છે ?

અને પછી  એક ક્ષણ વિધ્યા સામે નજર કરી ને પૂછ્યું 

આ કોણ છે ..?

નીલાએ  કહ્યું  . 

મારા માસીની છોકરી છે વિધ્યા છે . 

અહી ફરવા અને વેકેસન કરવા આવી છે ! 

અનંતની જાણ બહાર વિધ્યા પરસેવે લથબથ 

અને આગને લીધે લાલઘૂમ થયેલા અનંતના ચહેરાને ત્રાસી આંખે તાકતી હતી .  

ઓહ ..! એક મીનીટ હમણાં આવું એમ કહી  અનંત ફરી અંદર ગયો.  

પોતાનું કાર્ય કરી પાછો બહાર આવ્યો .

બોલ શું કામ હતું ? અનંતે નીલાને પૂછ્યું . 

વિધ્યા તરફ હાથ વડે ઈસારો કરતાં નીલાએ કહ્યું 

તારા નવેરામાં વિધ્યાનું સેંડલ પડી ગયું છે..!

અનંત જ્યાં બે ભઠ્ઠી વચ્ચે કામ કરતો તે રૂમ પછી એક નાનકડું નવેરું હતું . 

જ્યાં હાડકોક કોલસાના મોટો ઢગલો પડ્યા રહેતો . 

 અને ત્યાં બેસિનેજ અનંત એ મોટા મોટા કોલસાના નાના નાના ટુકડા કરતો. 

એ નવેરીથી છેક જમણી બાજુ ઉપરના મજલે પેલીનું ઘર હતું.  

ત્યાં પેલીની ઘરની બારી પડતી હતી . 

અનંત નવેરામાં કામ કરતો હોય કોલસા ભાંગતો  હોય  ત્યારે 

અનંતની ચહીતી ઘણી વખત તે બારી પર બેસતી 

અને અનંત સાથે આંખ મિચોલી ખેલતી 

અનંત પણ કોલસા ભાંગતા ભાંગતા પેલી ને સંભળાય એ રીતે 

ગીતો ગાતો . તો ક્યારેક પેલીને સંભળાય સમજાય એમ 

મોટા અવાજમાં પોતાના તેના પ્રત્યેના પ્રેમની લાગણી વ્યક્ત કરવા 

અનંત ટેપ વગાડતો ..

બારી અને નવેરાને ઘણું છેટું હતું . 

પેલીની બારી કઈ નવેરા ઉપર તો હતી નહીં કે 

કોઈ સંજોગે અગર સેંડલ પડે તો સીધુજ નવેરામાં આવે .. 

અકલેજ અનંતને આશ્ચર્ય થયું . 

અકલે ભાઈબંધે આશ્ચર્ય સહ  વિધ્યા સામે જોયા વગર 

નીલાને સવાલ કર્યો .

અર્રે પણ નવેરામાં સેન્ડલ કેવી રીતે આવ્યું ..?

વિધ્યા હસી , અને નીચું જોઈ ગઈ. 

નીલા મુંજાઈ ગઈ . 

જવાબ આપ કેમ મૂંગી થઈ ગઈ .

હું નવરો નથી સમજી મારે ઘણું કામ  છે .!

એટલે જલ્દી જવાબ આપ કે નવેરામાં સેંડલ આવ્યું કેવી રીતે...?

વિધ્યાને તો અનંતનો કોઈ પરિચય નહોતો  પણ 

નીલા તો વર્ષોથી મહોલ્લામજ રહેતી અકલે આનંદી અનંતના 

ગુસ્સેલ મિજાજથી પણ વાકેફ હતી.  જો જૂઠું બોલશે તો અનંત ખારો થશે 

અને ગુસ્સામાં અનંત ગમે તે બકશે એ નીલા સારી રીતે જાણતી હતી.  

એટલે ડરના માર્યા સાવ સાચું સાચું બોલી ગઈ . 

વિધ્યા મનમાં જીણું જીણું ગભરાઈ નીચું જોઈ ઊભી હતી .

અને નીલાએ કહ્યું . 

સાચું કહું અનંત વિધ્યા આવી ત્યારથી તને મળવા માગતી હતી .

અને મળવા માટે બહાનું શોધતી હતી . 

અંતે એને આ રસ્તો સ્ફુર્યો અને એને જાતેજ સેંડલ નવેરામાં ફેંકયું . 

ઠીક છે એમ કહી ઝણ ઝણતો અનંત 

સવાલો સાથે અનંત નવેરામાં સેંડલ લેવા ગયો 

સેંડલ ત્યાજ પડ્યું હતું જ્યાં અનંત કોલસાં ભાંગવાં બેસતો .

 સેંડલ લઈ અનંત બહાર આવ્યો અને વિધ્યા સામે ધર્યું. 

વિધ્યાએ પરસેવે નીતરતા અનંતના ચહેરા સામે જોઈ હાથ લાંબો કર્યો . 

વિધ્યાના હાથમાં હળવા જટકા સાથે સેંડલ થમાવ્યું . 

થેંક્યું ..!

વિધ્યાએ અનંત સામે જોઈને કહ્યું . 

એ તારી પાસે રાખ્ખ..! 

વિધ્યાનો અનંતને મળવાનો પ્લાન સફળ થયો હતો. 
જે અનંત સાથે વાત કરવા આવી ત્યારની વિધ્યા તરફડતી  હતી,

અને આજે એજ અનંત સામે વિધ્યા ઊભી હતી અને અનંત તેની સાથે 
વાત કરી રહ્યો છે એ વિચાર માત્રથી વિધ્યા અંદર અંદર ઝણ ઝણતી હતી.  

શું .?

થેંક્યું ..!

કેમ ..?

કેમ શું ..! 

થેંક્યું વળી તે જ્યાં સેંડલ ફેક્યું . 

હું ત્યાંજ  હું કોલસા તોડવા બેસું છું ! 

શું માથું ફોડવાનો પ્લાન હતો કે !

ના હવે એવું થોડી ના હોય ..!

પેલી લજામણી આંખે બોલી એ સાંભળ્યા વગર 

અનંત જડપભેર અંદર ચાલ્યો ગયો . 

વિધ્યાએ સવાલ ભરી નજરે નીલા  સામે જોયું . 

અને અફસોસ ભર્યા સ્વરે  નીલાને કહ્યું . 

દીદી  મારે આ રીતે સેંડલ નહોતું ફેંકવું જોઈતું 

એને વાગી ગયું હોત તો..,

દીદી મને લાગે છે એ નારાજ  થઈ ગયો  ,

વિધ્યાએ ગભરાતા શ્વરે કહ્યું .

દીદી એ નારાજ તો નહીં થઈ જાય ને ..?  

ના , તું ચિંતા ના કર વિધ્યા એનું કામ છે એવું છે 

હમણાં  પાછો બહાર આવશે...

નીલાનો જવાબ સાંભળી વિધ્યા ખુશ થઇ બને હાથ ભેગા કરી 

છાતી વચ્ચે રાખી ધીમા અને તીણા શ્વરે બોલી  

દીદી ... ઈઈઈ ... મને કઈક કઈક થાય છે ..! 

શું એ મારી વાત માનશે ..?

પાગલ માણસ છે એનું કૈ નક્કી નૈ ...

બહાર આવે એટલે પૂછી જોજે ..!

પોતાનું કામ તમામ કરી થોડી વારે અનંત 

ગળામાં વીંટાળેલ ગુલાબી ગમછાથી 

પરસેવે રેબજેબ મો લૂછતા લૂછતા બહાર આવ્યો. 

અને રૂમ ની અંદર બહાર જતાં વચ્ચે આવેલા નાનકડા પગથિયાં પર બેસી ગયો . 

પરસેવે નીતરતું મો લૂછવાથી અનંતનો ચહેરો વધુ લાલ થઈ ગયો હતો . 

આંખ મો પરથી ગમછો હટતા અનંતે જોયું તો પેલી બંને હજુ ગઈ નહોતી . 

એ હજુ ઊભી હતી એ જોઈ અનંતે કહ્યું . 

સેંડલ તો આપી દીધું હવે શું છે ..?

નીલાએ કહ્યું સાવ અક્કલ વગરનોજ છે અનંત તું તો ..!

હાં તો એમાં તે શું નવું કહ્યું ..? 

ડોબા તને કહ્યું તો ખરું કે વિધ્યા તને મળવા ઇચ્છતી હતી 

એટલેજ તો બારીમાથી તારા નવેરામાં સેંડલ ફેંકી 

એ લેવાના બહાને તને મળવા આવી છે . 

હાં તો મળવાજ આવી હતી ને ..! 

કૈ ગળે મળવા તો નહોતી આવી નહોતી . 

અને મળી તો લીધું હવે શું છે ..!

અનંતના મુખેથી ગળે મળવાની વાત સાંભળતાજ પેલી પાણી પાણી થઈ ગઈ ...!

હ્રદય સોંસરવું પગથી માથા સુધી વિધ્યાના 

તનબદનમાથી અલૌકિક લખલખું પસાર થઈ ગયું .   

વિધ્યા ભાન અભાન અવસ્થામાં 

 નીલા સાથે વાત કરી રહેલા અનંતનો 

મો લૂછયા પછીનો પહેલા કરતાં પણ વધુ લાલઘૂમ થઈ ગયેલો ચહેરો 

વિધ્યા એકીટસે  જોતીજ રહી.   

અને ઉઘાડી આંખે અનેક સ્વપ્ના જોવા લાગી .

નીલા એ વિધ્યા સામે જોયુ 

વિધ્યા અનંત ચૂપચાપ અનંત સામે જોઈ રહી હતી . 

વિધ્યાને ખભે હાથ મૂકી નીલાએ કહ્યું.   

  વિધ્યા તારે અનંતને  કઈક કહેવું હતું ને..! 

વિધ્યા જાણે સ્વ્પન માથી ઝબકી હોય એમ  જબકીને બોલી . 

હ હ હાં હાં હાં ..! 

નીલાએ કહ્યું . તો કહી દે .!

અનંતે સવાલ ભરી નજરે વિધ્યા સામે જોવાની ભૂલ કરી . 

 અને જોતોજ રહી ગયો.  

અત્યાર સુધી અનંતે માથે કામનો બોજ હોઈ અને 

અગાઉના આકરા અનુભવના કારણે  વિધ્યા સામે માત્ર ક્ષણિકજ નજર કરેલી. 

અને આમ પણ એ જટ દઈને કોઈ છોકરી સામે જોતો નહીં .

કારણકે એને ખુદને ખૂબ બીક લાગતી હતી . 

વળી ક્યાંક પ્રેમમાં પડી જવાશે તો..?

અને ફરી પાછી એ છોડી જશે તો..?

પ્રેમ કરવાની પ્રેમમાં પડવાથી તો અનંત આનંદ થી જીવાય છે ! 
મગર જ્યારે એ છોડી જાય ત્યારે છાતીના પાટિયા ભીંસાય છે .!

પ્રેમમાં પડ્યા પછી આવો અનુભવ અનેક વાર કર્યા પછી . 

અનંત ને બીક લગતી અકલે એ જટ દઈને કોઈ સાથે 

વાત કરવાની વાત તો દૂર રહી પણ જોતો સુધ્ધાં નહીં ..!

તોય ક્યારેક ક્યારેક ભૂલ ભૂલમાં ભૂલથી ભૂલનું પુનરાવર્તન થઈ જતું . 

આજે પણ એજ થયું . અનંત ફરી ભૂલ કરી બેઠો . 

કામથી થાકીને લોથપોથ થયેલા અનંતે નિરાંતે ઓટલા પર બેસી 

અનંતે  વિધ્યા સામે નજર ઠેરવી જોયું . 

વિધ્યા ગોરી નહોતી સાંવલી હતી  ..! 

લાંબી લાવણ્યમય કાયા, નમણો સુંદર ચહેરો લાંબા જાડા છેક કમરથી 

નીચે લહેરાતા ઘટાદાર વાકડિયા કાળા ભમ્મર વાળ ધરાવતી વિધ્યા . 

અનંતના હ્રદય સોંસરવી ઉતરી ગઈ.        

વિધ્યા હજુ કહેતા ગભરાતી હતી . 

એટલે અનંતે કહ્યું . 

કહી દે કહી દે જે કહેવું હોય તે ..! 

વિધ્યા ખુશ થઈ ગઈ અને હિમ્મત કરી બોલી. 

સાચ્ચે ..! 

અનંતે લખ્ખણ જળકાવ્યા .. 

અને એ મુજબ વિધ્યાને કહ્યું . 

ન્ના ખ્ખોટ્ટે  ..! 

તારે કહેવું હોય તો કે 

નૈ તો રેવાદે ..!

વિધ્યાને માંડ મળેલો આ મોકો ગુમાય જશે એવો દર લાગ્યો . 

જે એને કોઈ કાળે ગુમાવવો નહોતો . 

અકલે તરતજ વિધ્યાએ કહ્યું . 

તમે મારી માનશો ..?

એ તો તું કહે પછી ખબર પડે .! 

લજવાતા લજવાતા અને હૈયામાં ઉઠેલ હરખાની હેલીની મારી 

ડગમગતી  લાડ લટકો કરતી વિધ્યાએ અનંતને કહ્યું આવું ના કહો .!

તો શું તું ગમે તે કે મારે માની લેવાનું ..!

નીલાએ વિધ્યાને કોણી પર ચીટકો ભરી

પોતાના લમણે આંગળી ઘુમાવી ઇશારમાં સમજાવ્યું .

અને જરાક વિધ્યાની નજીક જઈ 

ધીમેકથી વિધ્યાને કાનમાં કહ્યું 

અક્કલ વગરનો છે સાવ જો ફટકશે તો વાતજ  નહીં સાંભળે 

એના કરતાં જટ કહી દે .!

અનંતે આ જોયું અકલે નીલાને કહ્યું . 

નીલા કાનમાં શું ફૂસફૂસ કરે છે તું એના 

મને સંભળાય સમજાય એમ બોલને .! 

કૈ નહીં એ તો હું વિધ્યાને એમ કહેતી હતી કે તારે ઘણું કામ હશે 

તો ટાઈમ ના બગાડે તારો . 

ધન્ય છે તને નીલા તું કાફી સમજદાર છે ..!

મારે ખરેખર કામ છે અને હવે હું પાછો કામે વળગીશ .. 

એમ કહી અનંત ઓટલા પરથી ઊભો થવા જાય છે ત્યાજ 

વિધ્યા ફટાફટ બોલી  પ્લીઝ પ્લીઝ અનંત એક વાર વાંસળી  વગાડો ને ..!

અનંતે કહ્યું . કેમ ..? 

તું કૈ રાધા છે .! 

વિધ્યાએ કહ્યું .  એ મને નથી ખબર પણ 

હું ચાર દિવસ થયા સાંભળું છું તમે ખૂબ સરસ વાંસળી  વગાડો છો !

એ તો વાગી જાય છે !

હાં પણ તો અત્યારે પણ વગાડોને

તારી સામે શું કામ વગાડુ  ! 

હું કૈ કાનુડો નથી . 

અને તું પણ કૈ રાધા નથી  ..!

વિધ્યાએ વિનંતી ભર્યા સ્વરે કહ્યું પ્લીઝ એકવાર વગાડો ..!    

નહીં વગાડુ ..!

પ્લીઝ એકવાર ... 

ના અત્યારે તો નહીજ વાગે ..!

તો ક્યારે વગાડશો ..? 

મને મરજી  થશે ત્યારે ...

ઉદાસ આંખે અનંત સામે જોઈ નિરાશ સ્વરે વિધ્યાએ કહ્યું 

ઠીક જેવી તમારી ઈચ્છા ..!

એમ કહી નિરાશ થઈ વિધ્યા અને નીલા ચાલવા લાગી

નીલાએ જતાં જતાં પાછું ફરી અનંત સામે જોઈ પાંચે આંગળી 

ભેગી કરી   પોતાને કપાળે ઠપકારતા કહ્યું તારામાં તો સાવ મીઠુજ નથી ..! 

જતાં જતાં વિધ્યાને પણ જતાં પહેલા અનંતને એકવાર જોવાની ઈચ્છા થઈ 

વિધ્યાએ પાછું ફરીને જોયું ત્યાતો   અનંત ગાયબ .!

એ તો અંદર જઈ ફરી પોતાના કામે વળગી ગયો ... 

ઘેર જઈ વિધ્યા જ્યાથી અનંતના ઘરનું નવેરું દેખાતું 

જ્યાથી તેણે અનંતને મળવા સેંડલનો ઘા કરેલો 

ત્યાં જઈને બેસી ગઈ ... 

એ બારી એ રીતે હતી કે ત્યાં બેસી ને જુવો તો અનંતનું નવેરું અને અનંત 

પણ ત્યાં હોય તો દેખાય ... 

અને અનંત પણ  નવેરામથી બારી પર બેઠેલી તેની ચાહીતી જોઈ શકે . 

અનંતના વિચારો પર વિધ્યા હાવી થઈ ગઈ... 

થોડી વાર પછી અનંતે નવેરીમાં જઈને વાંસળી વગાડી ...

  વાંસળીના મધુર સૂર સાંભળીબારી પાસે બેઠેલી વિધ્યા  ખુશ થઈ ગઈ . 

ત્યાર બાદ તો પેલી બંને વચ્ચે ખૂબ મસ્તી થવા લાગી ... 

એક વખત તો મહોલ્લાના ફળિયામાં આવેલા 

પેલીના ઘર પર લઈ જતાં પગથિયાં પર વિધ્યા અને નીલા બેઠા હતા . 

એ ઘરની બાજુમાં બીજું ઘર હતું 

જેના ઉપર જવાના પગથિયાં પર અનંત બેઠો હતો ॰ 

અને બંને બિન્ધાસ્ત મસ્ત મજાની પ્રેમ ભરી વાતો કરતાં  હતા . 

પછી ઉપર જવા વિધ્યા ઊભી થઈ ત્યારે ... 

વિધ્યાના કમરથી નીચે લહેરાતા વાળનો સ્પર્શ કરતાં અનંતે 

પેલીને કમર પર ચીંટિયો ભર્યો અને... 

આઉચ...! 

વિધ્યાના મુખેથી મીઠા દર્દનો માર્યો એવો ઉહકાર નીકળી ગયેલો ... 

આમ આનંદ પરમાનંદ  કરતાં કરતાં દિવસો પસાર થતાં હતા ... 

અનંતને લાગ્યું કે હવે પાછી  જીવનમાં પીડા આવશે ...

ફરી આંખો ઉભરાશે ...  

અનંતને ફરી કપરા દિવસોના એંધાણ વરતાયા ...  

વર્ષો પહેલાં પણ અનંત અનુભવના આધારે કહેતો કે, 

જ્યારે અતિ આનંદની ક્ષણ આવે મનમાં સુખ અતી અનુભૂતિ થતી હોય,

અને હોઠો પર સતત હાસ્ય લહેરાતું હોય ,

ત્યારે સમજી જવું હવે હવે જીવનમાં ચોક્કસ 

વેદના આંસુ અને રુદનનું આગમન થશે ... 

જો કે એ દુખી થતો ત્યારે પણ   

વિચારતો એ જે વિચારતો તે પેલા વિચારથી વિપરીત વિચારતો 

દુખી હોય ત્યારે એ વિચારતો અને કહેતો કે જ્યારે પણ  

જીવનમાં દુખના  કાળા ડિબાંગ વાદળાં ઘેરાય ત્યારે સમજવું કે 

હવે ચોક્કસ સુખનો વરસાદ થશેજ ..! 

વિધ્યા સાથે ઘણા દિવસો પ્રેમ અને આનંદમાં વિતવ્યા બાદ .. 

અનંતને વિચારા આવ્યો કે બસ 

હવે હું અટકી ને વિધ્યાને પણ અટકાવી દઉં.

હું ખુદ ચેતી ને વિધ્યાને ચેતવી દઉં   

કારણ કે વિધ્યા હવે થોડાજ  દિવસોની  મહેમાન હતી . 

પછી થી પીડા વધે એના કરતાં અત્યારથી ચેતી ને ચેતવી દેવું  સારું . 

આમેય પોતે પોતાની હાલતથી વાકેફ હતો . 

તેનું પોતાનું કોઈજ ભવિષ્ય ન હતું . 

બન્ને બાજુ ચિનગારી અને કાળી મજૂરી એજ એનું જીવન હતું . 

આ સ્થિતીમાં તે કોઈને દુખ પીડા આંસુ સિવાય કશુજ આપી શકશે નહીં. 

જ્યારે પણ આવો કઈક વિચાર આવે ત્યારે ... 

કઇકની આંખોમાં છવાયેલો અનંત ... 
મહોલ્લામાં આખામાં ફેલાયેલો અનંત ... 

પોતાને સંકેલી સમેટી ને ખૂણામાં ધરબી દેતો ...

જ્યારથી  અનંતને લાગ્યું કે હવે પાછી  જીવનમાં પીડા આવશે ...

ફરી આંખો ઉભરાશે ...  

અનંતને ફરી કપરા દિવસોના એંધાણ વરતાયા ...  

ત્યારથી મહોલ્લાના એ વિશાળ ફળિયામાં ઊડાઊડ કરતાં અનંતે 

 કામ સિવાય ફળિયામાં નિકળવાનું  સાવ બંધ કરી દીધું ... 

પોતાના ટેપમાં ગીતો વગાડી અને સાથે સાથે 

પોતાના બસુરા અવાજે રાગડા તાણી મહોલ્લો ગજાવતો અનંત 

સૂનમૂન ગુમસુમ ચૂપચાપ રહેવા લાગ્યો .... 

વાંસળીના સૂર પણ આથમી ગયા ... 

દિવસમાં દસ વાર ફળિયામાં આવી આવીને અટકચાળા કરતો અનંત ... 

પોતે ફળિયામાં આવે ત્યારે વિધ્યા રવેશમાં આવે એ માટે 

અનંત કાઈને કઈ  એવિ હરકત કરતો કે જેથી  વિધ્યા ને ખબર પડે 

અને વિધ્યા દોડીને રવેશમાં આવે. 

પણ આજે અનંત સવારથી  બપોરના અઠી વાગ્યા સુધી અનંત ફળિયામાં દેખાયો નહીં. 

એનો પગરવ કે પછી એવિ કોઈ હરકત થઈ નહીં .  

તેથી વિધ્યાને ફાળ પડી .

બપોર સુધી અનંતની કોઈ અટપટી હરકતની રાહ જોતી વિધ્યા 

હવે થોડી થોડી વારે રવેશમાં આવી ચારે બાજુ નજર ઘુમાવવા લાગી 

તેના રવેશમાથી જરા નમીને જુવે તો અનંતનું ઘર દેખાય... 

જ્યાં પોતાના ઘરની જાળી પાસે અનંત થોડી થોડી વારે આવીને ઊભો રહેતો .   

અનેક વાર વિધ્યાએ એ રીતે રવેશમાથી વાંકાં વળી અનંતના ઘર તરફ નજર કરી 

પણ અનંત દેખાયાજ નહીં . 

હવે વિધ્યા પાણી આવવાની રાહ જોવા લાગી .

કારણ કે પાણી આવે ત્યારે તો અનંતને ફળિયામાં આવવુજ પડે ..! 

આખરે પાણીનો સમય થયો બપોરના ત્રણ વાગ્યા ... 

મહોલ્લામાં બીજા ભાડૂઆ ત પણ રહેતા અને નળ બધા વચ્ચે એક 

સૌ વારા ફરતી પોતાની બાલદી નળ નીચે મૂકે અને પાણી ભરે .. 

આમ તો નીલા જ પાણી ભરવા આવતી પણ વિધ્યા આવી ત્યારથી એ પણ 

પાણી ભરવા નીચે ઊતરતી પાણી ભરતા ભરતા અનંત અટખેલી કરતો 

ક્યારેક ક્યારેક કોઈનું ધ્યાન ના હોય ત્યારે 

વિધ્યાના મો પર પાણીની છાલક મારી લેતો ... 

એજ રીતે મોકો મળતા  વિધ્યા પણ અનંત પર પાણી ઉડાડતી .



નાળા નીચે પોતાની બાલદી મૂકી વિધ્યાએ વિચાર્યું 

હાશ... હવે તો અનંત બહાર આવશેજ ..!

અને અનંત  ફળિયામાં  આવ્યો ...

અનંતને જોઈ વિધ્યાને ઊંડો હાશકારો થયો .

મનમાં શાંતિ થઈ પણ એ જાજી ટકી નહીં . 

કેમકે વિધ્યા સામે લગીરે જોયા વિના

અનંત નીચી મુંડીએ વારા મુજબ પોતાની બાલદી મૂકી એજ રીતે 

અંદર ચાલ્યો ગયો . 

અનંતની આ હરકત જોઈ   વિધ્યાની આંખમાં ઝરઝરિયા આવી ગયા . 

વિધ્યા વધુ ને વધુ બેચેન થતી ગઈ . 

આ બાજુ અનંત પર અંદર અંદર ઘૂંટાતો હતો . 

વિધ્યાની એક જલક જોયા વગર જેને ચેન પડતું નહીં એ અનંત . 

આજે એક ક્ષણ પણ વિધ્યાને જોવા બહાર નીકળ્યો નહીં . 

અને નીકળ્યો તો વિધ્યા સામે જોયું નહીં. 

બેચેન એ પણ હતોજ મગર અગર જો એ જોવા દેખાડવાનો સિલસિલો 

અટકાવે નહીં તો પછી થી ભયંકર વેદના બન્ને ને ખૂબ તકલીફ આપે . 

પોતે તો વેદના સાથે વર્ષોથી નાતો  ધરાવતો હતો પણ વિધ્યા .?

બસ પોતાના કારણે વિધ્યા ને પીડા મળે એ એને લગીરે મંજૂર નહોતું . 

પણ એ નાદાનને એ ખબર નહોતી કે એ જે રીતે વિધ્યા સાથે આજે વર્તાવ કરી રહ્યો છે . 

તેનાથી પણ વિધ્યાને તો વેદના થતીજ હતી ! 

અને તે વિધ્યાને દુખીજ  કરી રહ્યો છે ! 

અને પોતે પણ પીડાતી બાકાત તો નથીજ ! 

આમ તે પાણી ભરવા આવે છે વારો આવે અને પોતાની બાલદી ભરાય ત્યાં સુધી 

ચૂપચાપ વિધ્યા સામે જોયા વિના ભીતર ચાલ્યો જાય છે . 

ફરી આવે છે નીચી મુંડીએ ભરેલી બાલદી લઈ જાય છે ખાલી મૂકી જાય છે . 

અને પાણી ચાલ્યું ગયું અંત સુધી તેણે વિધ્યા સામે ન જોયું તે નજ જોયું .  

વિધા વારે વારે રવેશમાથી ડોકીય કરે છે અનંત દેખાતો નથી 

આખરે રાત પડી ગઈ...  

ને જ્યારે પોતાનું કામ પૂરું થયું ત્યારે ચૂપચાપ ધીમેકથી દરવાનો બંધ કરી . 

અનંત મહોલ્લાની બહાર ભટકવા નીકળી ગયો .  

રાતભર વિધ્યાના વિચારમાં બહાર ભટકી 

બીજે દિવસે નિયમ મુજબ વહેલી સવારે અનંત મહોલ્લામાં  પ્રવેશ્યો ... 

અને નીચી મુંડી કરી સડસડાટ પોતાના ઘરમાં પ્રવેશવા જતો હતો ત્યાજ 

તેના પર એક કાગળનો ડૂચો પડ્યો ... 

વિધ્યાએ જ ચિઠ્ઠી લખી તે કાગળનો ડૂચો વાળી ફેંક્યો  હતો  ... 

અનંતે તે ઉઠાવ્યો અને ઉપર જોયું . 

રવેશમાં ઉજાગરા ભરી આંખે  ઉદાસ ભીની આંખે વિધ્યા ઊભી હતી . .

અનંતે થોડી ક્ષણ વિધ્યા સામે જોયું પછી ચૂપચાપ અંદર ચાલ્યો ગયો . 

અંદર જય અનંતને ચિઠ્ઠી વાંચવાનું ખૂબ મન થયું 

પણ હિંમત ચાલી નહીં . 

ક્યાક ચિઠ્ઠીમાં વિધ્યાએ લખ્યું હોય એ વાંચીને 

જો એ વિધ્યા તરફ ખેંચાશે તો બહુ મુશ્કેલી થશે ..!

એમ વિચારી અનંત ચિઠ્ઠીને ગજવામાં મૂકી મનેકમને કામે વળગ્યો .

વિધ્યાનો ચહેરો જોયા વિના અનંતને પણ ગમતું નહોતું .

પણ તો પણ વિધ્યા સામે જવું જોવું ન હતું , 

અગર જો એ વિધ્યાને જોવા બહાર નીકળે તો વિધ્યા પણ તેને જોઈ જાય ... 

બેચેને અનંત અંદર અંદર ઘૂંટાતો હતો . 

વિધ્યાનો ચહેરો જોવા તડપતો હતો . 

પણ કેમ જુવે ..?

કામ કરતાં  અચાનક અનંતને યાદ આવ્યું અનંતના ઘરમાં એક નાનો રૂમ  હતો.  

જે ફળિયાની દિશામાં હતો અને તે રૂમમાં એક નાનકડી બારી . 

જેમાં એક કાણું હતું . 

અનંત વિચાર આવ્યા ભેરો દોડ્યો રૂમ તરફ અને બારીના એ નાના કણામાંથી જોયું 

જોયું તો જોયું કે વિધ્યા રવેશમાજ ઊભી હતી ... 

વિધ્યાની આંખો અનંતનેજ શોધતી હતી ... 

ઘડીક આમ જુવે ઘડીક તેમ જુવે 

ઘડીક વાંકી વળીને  અનતના ઘરના દરવાજા તરફ જુવે ... 

વિધ્યાને જોઈને અનંતને શાંતી કરતાં અશાંતી વધુ થઈ .. 

એ વિચારે કે મારા જેવા મુફલિશને આ પ્રેમાળ નજર શોધે છે .!

અને હું મજબૂર એની સામે પણ નથી જય શકતો ... 

ફટાફટ ના વાંચવાનું  નક્કી કરેલ વિધ્યાએ 

સવારે સવારે પોતાના પર ફેંકેલી  ચિઠ્ઠી વાંચવા અનંત મજબૂર થઈ ગયો. 

અનંતે ફટાફટ ચિઠ્ઠી ખોલી અને વાંચવા લાગ્યો ... 

અઢળક પ્રેમથી લથબથ શબ્દોના અંતે વિધ્યાએ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, 

અનંત મારા પ્રેમને મજાક ના સમજતો ... 

મને નીલા પાસેથી જાણવા મળ્યું છે  કે તું પાકસાફ માત્ર પ્રેમ ભૂખ્યો છે .

તારા મનમાં કોઈ પાપ નથી તું  સાવ નિર્દોષ નિખાલસ છે 

તું અવાર નવાર પ્રેમમાં પડે છે !

પણ મારા માટે તું મારો પહેલો પ્રેમ છે ! 

નીલાએ મને એ પણ કહ્યું છે કે ,

પ્રેમમાં તું અનેકવાર તૂટ્યો છે !

પણ હું નહીં તોડું !   

તું જેના પ્રેમમાં પડે છે એ અંતે તને છોડી જાય છે ! 

પણ હું નહીં છોડું !

જો તું મારો હાથ પકડશે તો ..! 

તારીજ વિધ્યા... 

અનંતની આંખો રાતી થઈ નીતરવા લાગી અને ચહેરો લાલ ઘુમ ...

વિધ્યાની ચિઠ્ઠીને ચૂમીને પછી પેન્ટના ગજવામાં નહીં બલ્કે 

ગંજીમાં નાખી છાતી સાથે ચાંપી દીધી ... 

અને એકલો એકલો  બબડવા લાગ્યો ...

તારો પ્રેમ આંખ અંતરને માથે વિધ્યા ... 

મગર તું નથી જાણતી વિધ્યા કે,  

 હું સાવ ઠેકાણા વગરનો સાવ નક્કામો માણસ છું ! 

જે કોઈ મારી સાથે જોડાય છે . 

સમય જતાં તેને  દુખ પીડા વેદના વ્યાથા સિવાય કશુજ મળતું નથી ...

અને હું  નથી ઈચ્છતો કે આગળ જતાં મારા કારણે તને પણ 

પીડાદાયક અનુભવમાથી પસાર થવું પડે ... 

અનંત પ્રેમમાં સુખમાં કે દુખમાં ..
પીડા કે આનંદમાં  પોતાની લાગણી વ્યક્ત કરવા 
હર એક હાલમાં ગીતોનો સહારો લેતા અનંતે  ... 

વારંવાર આમતેમ પોતાને શોધતી વિધ્યાની આખો અનંત પીડા આપતી હતી . 

આજે પણ અંતમાં અનંતે  વિધ્યાને પોતાની હાલત શું છે ..

અને પોતે શું છે !

એ  સમજાવવા એક ગીતનો સહારો લીધો ... 

ટેપમાં એ ગીત વગાડી અવાજ ફૂલ કરી 

એજ ગીત ગાતો ગાતો ભીની આંખે અનંત પોતાના કામે વળગી ગયો .... 

*બ્લાસ્ટ*

उम्रभर मिटती नहीं "अनंत" ये दो भूख 
इक प्रेमी की इच्छा ऑर दुजी प्रेमी से हुंफ 

"अनंत"


जाने क्या ढूँढती रहती हैं ये आँखें मुझमें
राख के ढेर में शोला है न चिंगारी है
अब न वो प्यार न उसकी यादें बाकी
आग यूँ दिल में लगी कुछ न रहा कुछ न बचा
जिसकी तस्वीर निगाहों में लिये बैठा हो
मैं वो दिलदार नहीं उसकी हूँ खामोश चिता

ज़िंदगी हँस के न गुज़रती तो बहुत अच्छा था
खैर हँस के न सही रो के गुज़र जायेगी
राख बरबाद मुहब्बत की बचा रखी हैं
बार-बार इसको जो छेड़ा तो बिखर जायेगी

आरज़ू जुर्म वफ़ा जुर्म तमन्ना है गुनाह
ये वो दुनिया है जहाँ प्यार नहीं हो सकता
कैसे बाज़ार का दस्तूर तुम्हें समझाऊँ
बिक गया जो वो खरीदार नहीं हो सकता ...




No comments:

Post a Comment