"અનંત" આ જીવન તો બૌ અઘરું છે ,અટપટું છે , જ્ઞાની ને મન આ બધુ છે .!
"અજ્ઞાની" આનંદમાં રહે છે સદા , ના એ કશું જાણે છે ના એને કશું જાણવું છે ..!
અકલે ...
વર્ષો પહેલા સાંકડી ગલીની ભીતર છેક અંદર ખૂણે આવેલા ખંડેરમાં ...
એક રાત્રે જામેલી મહેફિલ દરમિયાન ....
મારા બન્ને ભાઈબંધોએ પોતપોતાની ખીલોસોફી ...
મારા દિલો દિમાગમાં ઠોકીઠોકીને બે અર્થમાં કહેલું કે ,
પરીયા....
"આ,જીવન" જાણવા કરતાં માણવામાં વધુ મજા છે ..!
કહે "અનંત" જેટલું ઓછું સમજાય તેટલું વધુ સારું...
જાજુ જાણી જાણી આ જગમાં સુખી થયું ના કોઈ ...
ઓછું જાણે "અજ્ઞાની" એ જગમાં સૌથી સુખી હોય...
જાણવું હોય તો બસ તું આટલું જાણ
અંધારમાં અજવાળું હોય છે અજવાળામાં જ અંધારું ...
પછી તુ જેટલું જાજુ જાણશે એટલુજ દુખ વધશે તારું..!
બસ આટલું જાણ્યા પછી હું બસ "અનંત" માણું છું ..!
બીજું કશુજ જાણતો નથી, હજુ સુધી ..!
અને, મારે કશુય જાણવું પણ નથી ...!
આવું બધુ એ લોકો કહેતા અને હું બસ અક્કલ મઠાની માફક સાંભળતો
સમજતો કશુજ નહીં ..!
બ્લાસ્ટ :-
અનેક વર્ષો પહેલાથી અને , વર્ષો પછી ....
"અનંત" હું હતો હું "અનંત"નથી ..!
આવું લખવા પાછળનું જ્યારે મે અનંત ને કારણ પૂછ્યું ,
ત્યારે એણે જવાબમાં મને કહ્યું કે ,
પરીયા ... એક ના એક દિવસ હું પણ મરી જવાનો છું ..!
અંત આ અનંત નો પણ નિશ્ચિત છે .!
ત્યારે મે ધીમેકતી કહેલું ...
હાં, ફરી નવી શરૂઆત માટે ...
"અનંત" ફરી નવી રજૂઆત માટે ...
તારો મારો કે આપણો અંત નિશ્ચિત છે ..!
ત્યારે અજ્ઞાની એ કહ્યું ....
હું નિશ્ચિંત છું ..!
પછી, પ્રથમ અનંત સામે જોઈને કહ્યું , તું નિશ્ચિંત રે'
પછી મારી સામે જોઈને હળવું હસતાં હસતાં કહ્યું .
તું પણ ! નિશ્ચિંત રે'
બસ ત્યારથી હું નિશ્ચિંત છું ..!

No comments:
Post a Comment