Friday, 14 February 2014

करम कि गती न्यारी

વર્ષો પહેલાં.... 
ખંડેર મધ્યે ચાયની ચુસ્કી ભરતા ભરતા... 
અમે ત્રણેય ભાઈબંધો... 
સુખ દુઃખ, પ્રેમ પીડા, વેદના વ્યથા, 
આનંદ પરમ આનંદ.... 
પરમ ચરમ અખંડ અનંત આનંદની... 
વાતો કરતા હતા. 
વાત કરતાં કરતાં... 
વાત નીકળી કર્મની ત્યારે... 
દાઢીધારી ભાઈબંધ અજ્ઞાની ને વાચા ફુટી... 
અને એક શ્વાસે તે બોલ્યો..... 

માં બાપ,દાદા દાદી, નાના નાની, 
મામા મામી, કાકા કાકી, 
 ફઈ, માસી, 
ભાણો ભાણી, ભત્રીજો ભત્રીજી
ભાઈ બહેન, પત્ની પતિ, દિકરો દિકરી, 
ભાઈબંધ બહેનપણી, સખા સખી, 
 વેપારી, ભીખારી કે પછી, 
શેઠ નોકર યા "અજ્ઞાની" પડોશી રૂપે..! 
કોઈ પણ સબંધે..! 
સારૂ કે ખરાબ, જાણે કે અજાણે, 
કરેલુ કોઈ પણ કર્મ..! 
ગમે ત્યારે સમય સમય પર સમયસર... 
રૂપરંગ બદલીને 
આપણી સામે આવે છે..!
સારૂ કે ખરાબ, જાણે કે અજાણે, 
કરેલુ કોઈ પણ કર્મ..! 
ગમે ત્યારે સમય સમય પર સમયસર 
રંગરૂપ બદલીને 
સામે આવી શકે છે.! આવશેજ.! 
"અજ્ઞાની" 
વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાની એ 
આવું કાં'ક પણ કહ્યું હતું કે,
ચાહે કેટલુ પણ જતન કરો સબંધોનુ, 
ફાવશે નહીં કોઈ કારી... 
કરમ કિ ગતિ ન્યારી... 
મનવા કરમ કિ ગતિ ન્યારી... 
"અજ્ઞાની" કોઈ ગુનાહ માફ નહીં થાય... 
હિશાબ છે.!હિશાબ માં બાદ નહીં થાય.! 
"અજ્ઞાની" 

 करम की गति न्यारी न्यारी, संतो।

          बड़े बड़े नयन दिए मिरगन को,
             बन बन फिरत उधारी॥

          उज्वल वरन दीन्ही बगलन को,
              कोयल लार दीन्ही कारी॥

          औरन दीपन जल निर्मल किन्ही,
             समुंदर कर दीन्ही खारी॥

           मूर्ख को तुम राज दीयत हो,
             पंडित फिरत भिखारी॥

            मीरा के प्रभु गिरिधर नागुण
राजा जी को कौन बिचारी॥
*मीरा बाई*

No comments:

Post a Comment