Dream..
Thursday, 24 July 2014
Sunday, 20 July 2014
"અનંત" ઝર્ઝરિત પત્રો માંથી ....મંજીલ નથી ‘હું’ કે ‘તું’ હું જાણું છું.
તને કાયમ પ્રશ્નો ઉદભવે અને મને જવાબ ....
મે તને પહેલા પણ બંધન અને મુક્તિ વિષે મારી સમજ મુજબ સમજાવેલું ...
ફરી તને અઢળક પ્રશ્નો થાય છે ...
તો, આ , સારું છે ને કે ...
આગળ વધતાં પહેલા એથી પણ આગળ નું વિચારી લેવું .
જેથી પછી પાછું વળીને જોવાનો વખત ના આવે....
બની શકે આવનારા સમયમાં પ્રશ્નો વધે ..!
તો, એમાં કશું ખોટું નથી જ !
કેમકે આતો યુગોથી નિરંતર ચાલતી પ્રક્રિયા છે....
જે સતત આગળ વધે છે ....
હાં તો, તું આ વાત સમજી લે કે ,
બંધનમાં મજા પણ હોય છે , 'ને સજા પણ હોય છે.
જોકે બાલ્યાવસ્થા , કિશોરાવસ્થા, યુવાવસ્થા ....
ક્રમશ આ બધી અવસ્થા .....
પ્રથમ વર્તમાન બાદ ભૂતકાળ છે.
પ્રથમ બંધન ગમે ને પછી મુક્તિ નું મન થાય ..
પ્રથમ આનંદ લાગે ને પછી લાગે જંજાળ એ ...
જીવન દરમ્યાન આવતા આ બધા કાળ છે....
જીવન સફરમાં આવતા આ ઉતાર ચઢાવ છે ...
એક તો પ્રથમથી જ લોકો ભટકેલા હતા હવે...
ભટકાવનારી સફેદ, કેસરી ,ને ભગવી જમાત છે...
જોકે બંધન અને મુક્તિ આ બધુ માત્ર મનની માયા જાળ છે...!
"તુજે ઉસકા, ઉસે તેરા , મન, કભી લગે પિજરા તો, કભી લગે પંછી.... "
કઈક એવું જ ...!
ખુદ બંધે ઔર બાંધે વો પીંજરા ભી મન ...
ખુદ ઊડે ઔર તુજે ઉડાએ વો પંછી ભી મન....
@@@@@@@@@@@@@@@@@@@@
યે જિંદગી કુછ એસી હે ....
તું ખુદ જાકે બંધે ઉસમે ઉસકી તો કોઈ ગલતી નહીં...
તું ચાહે બંધે ચાહે ઊડે વો તો કભી તુજે રોકતી નહીં...
@@@@@@@@@@@@@@@@@@@@@@
"અજ્ઞાની" એ આજ વાત કઈક આ રીતે કહી ...
કભી કિસિકો બાંધે , કભી ખુદ જાકે બંધે...
કભી લગે પીંજરા કભી પંછી લગે મન...
ઔર કુછ ભી નહીં “અજ્ઞાની” મનકી-
માયા જાલ હે યે મુક્તિ ઔર બંધન...
"અજ્ઞાની"
@@@@@@@@@@@@@@@@
અને પછી અનંતે પત્રમાં ખુલાસો કરેલો છે ...
અનંતે લખ્યું છે કે , હે પ્રિયે...
આ બધા વિચારો મારા પોતાના છે ... !
પણ તારે સહમત થવું બિલકુલ જરૂરી નથી...!
અનુભવે થયેલી આ અનુભૂતિ પછી,
હું કદિ કોઈને બાંધતો કે કોઈનામાં બંધાતો નથી ...
અગર ક્યાક કોઈ સાથે પ્રેમના નાતે ...
અગર બંધાય જવાય તો પણ ,
અનેક અનુભવના અંતે હવે મને,
બંધાઈને આઝાદ રહેવાની ફાવટ આવી ગઈ હતી ....
હાં હું બંધાઇ ને પણ આઝાદ રહું છું ....
હાં હું સ્વીકારું છું પ્રિયે કે,
ક્યારેક કોઈ મારી સામે હાથ લંબાવે છે તો ,
બેશક ! હું પણ ક્યારેક મને ગમતી વ્યક્તિ સામે હાથ લંબાવું છું ...
મગર પ્રેમથી !
ક્યારેય કોઈ જાતનું દબાણ નહીં ,
પરાણે તો કોઈ જ સંબંધ બિલકુલ નહીં....
પરાણે લેવું દેવું કઈ પણ મને હરગિઝ મંજૂર ના નથી ...
એટલે કોઈ સામે હાથ લંબાવતા પહેલા....
કે, પછી, કોઈનો લંબાવેલો હાથ પકડતા પહેલા...
અનંત સ્પષ્ટતા કરી લેતો ...
આવીજ કઈક વધુ સ્પષ્ટતા કરતી "અનંત" ની રચના....
મંજીલ નથી ‘હું’ કે ‘તું’
હું જાણું છું.
તું પણ ચાલ.!
હું પણ ચાલુ છું.
"અનંત"રસ્તો છું માત્ર રસ્તો અનંત ....
તું મારી સાથે સતત સાથે ને સાથે ,
ચાલ કે પછી રાહ મોડ તારી મરજી.
આજ વાતને આગળ દોહરાવતા વર્ષો પહેલા અનંતે....
એની કોઈ , (કઈ એ ખબર નથી )
ચહિતીને લખ્યું છે કે ,,,,,
હું બોલી લઉં પછી તું બોલ તારી મરજી.
હું ખુલ્લો છું તું ભીતર ખોલ તારી મરજી.
મે હાથ લંબાવ્યો પ્રેમથી મારી મરજી.
હવે તું પકડ ચાહે છોડ તારી મરજી.
હું આનંદી કાગડો હર હાલમાં હસતો.
તું હસ ચાહે મો મચકોડ તારી મરજી.
મારે મન તું દોસ્ત, તારે મન હું કૌન ?
તું પાડ કે ના પાડ ફોડ તારી મરજી.
પ્રેમ પછી આપોઆપ પાગરશે. પ્રથમ.
ઉગાડ એક નાનકડો છોડ તારી મરજી.
હું તોડવામાં નહીં જોડવામાં માનું છું.
હવે તું જોડ ચાહે તું તોડ તારી મરજી.
હું સાથે ચાલવામાં માનું છે તું આગળ-
ચાલ કે, મારી પાછળ દોડ તારી મરજી.
હું ઉબડ ખાબડ રસ્તે પણ આગળ વધીશ.
તું પસંદ કર સીધો સરળ રોડ તારી મરજી.
મારા મનમાં તો કઈ કેટલીય કલ્પના.
તારા મનમાં હો’ કઈ ઔર તારી મરજી.
મે તો મનમાં હતું તે કહી દીધું ,તું કહે કે
ના કહે મને તારા મનના કોડ તારી મરજી.
મને બધુ કબૂલ મંજૂર છે ! તું ચાહે દઝાડ.
ચાહે આપ તારી હુંફ ભરી સોડ તારી મરજી.
હું કઠિન સફરનો ઉબડ ખાબડ રસ્તો છું “અનંત” હવે-
તું હાથ પકડી ને ચાલ કે અધવચ્ચે છોડ તારી મરજી.
"અનંત"
બ્લાસ્ટ:-
ભઈ આતો ખ્વાવોની મંઝિલ છે.
જ્યાં રોજ ખયાલોની મહેફિલ છે.
"અનંત" આ પંખીનું તો એવું કે, એ
જ્યાં માળો બાંધે એજ એની મંઝિલ છે .
"અનંત"
*બ્લાસ્ટ *"
અજ્ઞાની"
और फिर कितनी सारी जानकारी मिली "अज्ञानी" लोगोसे .
मेने बस सिर्फ इतना कहा था की मै कुछ भी जानता नहीं .!
"अज्ञानी "
બસ આવું બધુ એ બંને લખતા રહેતા સતત .. સતત... સતત ....
જે હવે હું ઉકેલ્યા કરું છું ક્યારેક દિવસે તો ક્યારેક રાતભર...
બસ, મને મજા આવે છે ...
કારણ કે ,
પ્રિયે તું વાંચે છે ...
વાંચે છે ને...?
મને વિશ્વાસ છે કે,
તું વાંચે જ છે ..!
એ પણ હું જાણું છું કે ,
તું વાંચે તો છેજ ..!
પણ, છુપાઈ છુપાઈ ને ....
Sunday, 6 July 2014
રચના અનંતના સાહિત્યમાથી .... લખવાની ક્યાં ના છે...!
એક પ્રસંગ ...
વર્ષો પહેલા મને પણ લખવાના ધખારા ઉપડેલા...
જોકે આજ સુધી આવડ્યું નહીં એ જુદી વાત છે.
એક દિવસ મે દોસ્ત ને કહ્યું યાર મનેય લખવાનું
બૌ મન થાય છે.
શું હું લખી શકું ?
એણે સહજતાથી કહ્યું બે શક તુંજ નહીં કોઈ
પણ લખી શકે !
પણ હા કલા નો વિષય સાધનાઓ વિષય છે ઉપાસનાનો
વિષય છે.
કલા એ ઈશ્વર દ્વારા ભાગ્ય શાળીને મળેલી
મૂલ્યવાન ભેટ હોય છે.
ઘણાને જન્મે જ આ ભેટ મળી હોય છે તો ઘણા
સાધના દ્વારા સાધે છે.
તું પ્રયાસ કર બની શકે તું પણ સારું લખી
શકે....
પછી એને આ રચના દ્વારા મને શીખવવાનો પ્રયાસ
કરેલો ...
જોકે એને તો ઈશ્વર તરફથી જ લખવાનો ગુણ મળેલો.
એટલે જ તો એ કઈ પણ લખે, બોલે સાહિત્ય સર્જાઈ જતું
....
મારે એવું નોતું.
એટલે એણે મને લખવા બાબતે સમજાવા પ્રયાસ
કર્યો.
જોકે કેમ લખવું, કેવી રીતે લખવું એ વિષયમાં
એણે તો માત્ર વાતો જ કરેલી.
પણ મે કહ્યું એમ એ કઈ પણ લખે બોલે સાહિત્ય સર્જાઈ જતું ....
એ રીતે જ આ રચનાનું પણ સર્જન થઈ ગયું...
શું હું પણ લખી શકું ?
મારા સવાલના જવાબમાં એણે કહ્યું હતું .
લખવાની ક્યાં ના છે...!
@@@@@@@@@@@@
ચડે જો ચાનક તને, તું પણ લખ.
લખી શકે છે તું પણ, બે શક લખ.
લાંબુ ને લચ કે, ટૂંકું ને ટચ લખ.
જે પણ તું લખ, મસ્ત મસ્ત લખ.
ઉતાવળે લખેલું તુજ નહી સમજે.
ધીરે ધીરે લખ, ના ઝટપટ લખ.
લખ એવું કે વાંચક વાંચે એકધારું
અધૂરું છોડે એવું ના બરછટ લખ.
હ્રદયથી પ્રેમથી બસ તું પ્રેમ લખ.
ના જગતની ખોટી ખટપટ લખ.
લખ સુંદર, સુઘડ ને સરળ સંપૂર્ણ
ના અધૂરું નાતું અસ્તવ્યત લખ.
હ્રદયથી પ્રેમથી બસ તું પ્રેમ લખ.
ના જગતની ખોટી ખટપટ લખ.
લખ સુંદર, સુઘડ ને સરળ સંપૂર્ણ
ના અધૂરું નાતું અસ્તવ્યત લખ.
પ્રથમ તું મનમાં ઘૂંટીલે વિચારને.
પછી ગઝલ તું એકદમ ઘટ લખ.
બાળક પણ ! સમજે સરળતાથી.
તું એટલું સુંદર અને સ્પષ્ટ લખ.
વિચારોની ધાર કાઢ એવિ તીક્ષણ.
થાય સીધું વાંચક હ્રદયને ટચ લખ.
કલા નામે સાધનાનો વિષય હોય છે.
પ્રથમ કર સાધના પછી તું પણ લખ.
“અનંત” કલા ઈશ્વરની દેન હોય છે.
હોય જો તારામાં કુદરતી ફાવટ લખ.
"અનંત"
જોકે થોડા પ્રયાસોના અંતે મને ના ફાવયુ એટલે. પછી મે ..
એના જ વિચારોને સુધારવાનું, મઠારવાનું અને શણગારવાનું ચાલુ રાખ્યું .
બ્લાસ્ટ:- "અનંત"
આખા જીવનની મોટા ભાગની વાત ટૂંકમાં કહેવાની કલા એટલે કવિતા .
અને જીવનના ચોથા ભાગની વાત મોટી કરીને કવેવાની કલા એટલે વાર્તા...
બ્લાસ્ટ:- "અનંત"
કવિતા એટલે નવલકથાનું નાનું સ્વરૂપ .
અને નવલ કથા એટલે કવિતાનું મોટું સ્વરૂપ .
Saturday, 5 July 2014
કવિતા એટલે કાગળના તખતા પર શબ્દો નો અભિનય ...!
કવિતા એટલે કાગળના તખતા પર શબ્દો નો અભિનય ...!
જેમ સ્ટેજનો કસબી તેના પાત્રમાં ઓળઘોળ થઈ .
મળેલા પાત્રને હૂબહૂ નિભાવે છે ,
એજ રીતે શબ્દોનો ઉપાસક જ્યારે લખવા બેસે ત્યારે...
જો સ્ત્રીની વેદનાને વાચા આપવા બેસે તો...
કોઈ કળી ના શકે , કે આ વાત કોઈ પુરુષ લેખકે લખી હશે....
આવું જે કરી શકે તે શબ્દનો ખરો ઉપાસક સમજવો...
આવીજ કઈક વાત મારા આત્મ સખાએ લખી હતી ...
આ રચનામાં એને સ્ત્રીના વિચાર ને વેદનાને વાચા આપી છે...!
હું સાવ તારી નજીક છું ...!
@@@@@@@@@@@@@@@
ખરું છે ! હું તારી સાથે વાત વાત પર જગડી રહી છું.
પણ ! એનો અર્થ એ નહીં કે તારાથી બીછડી રહી છું.
તું માન કે ના માન મારી વાત, પણ સાચું કહું છું.
આ રીતે હું તને બહારથી ને ભીતરથી ઘડી રહી છું.
હોય છે તુંજ મારી સામે રૂહથી આભાષી રૂપે , તું એમ ના -
માનજે કે એકાંતે હું સાવ એકલી એકલી બબડી રહી છું.
હોય છે તુંજ મારી સામે રૂહથી આભાષી રૂપે , તું એમ ના -
માનજે કે એકાંતે હું સાવ એકલી એકલી બબડી રહી છું.
તું તો નાદાન છે, સાવ પાગલ જ છે , તને શું ખબર કે ,
દૂર રહીને પણ હું તારા સુખે હસું છું, ને તારા દુખે રડી રહી છું .
કલ્પનાની દુનિયા બડી અજીબ છે સત્ય થી સાવ નજીક છે.
તું જેમ મને, એમ હું પણ કલ્પનામાં રોજ તને મળી રહી છું.
હાં ! સ્થૂળ દેહે કદાચ ના મળી શકીએ તેથી શું થયું "અનંત"
અરે ! સુગંધની માફક સૂક્ષ્મ દેહે તો હું તારામાં જ ભળી રહી છું
"અનંત"
કલાકારો હમેશા કલ્પના ની દુનિયામાં જીવતા હોય છે.
અને પછી એ પોતાની કલ્પનાને શબ્દો, સંગીત કે અભિનય .
દ્વારા વાસ્તવિક રૂપ આપવાનો પ્રયાસ કરતાં હોય છે.
પણ ..!
ચિત્રમાં ખીલેલા ફૂલો થી સુગંધ ના ફેલાય ....
ચિત્રમાના ઝરણાથી કદિ તરસ ના છીપાય...
ભૂખ તરસ બમણી લાગે જાગ્યા પછી "અનંત"
સ્વ્પનમાંના ભોજનથી ક્યારેય પેટ ના ભરાય...
પ્રાકૃતિક વિચારથી પ્રેરાય એણે આવું પણ લખ્યું છે.
શૂક્ષ્મ સંભોગથી કદિ ગર્ભ ના રહે , બાળકો પેદા ના થાય..
પણ આ પ્રકૃતિક સત્ય દંભી લોકો ના સમજે.
અથવા સમજે તો સ્વીકારે નહીં ...
અહી એનો કહેવાનો મર્મ એ છે કે લોકો શૂક્ષ્મ જગતની શૂક્ષ્મ આનંદની વાત કરે છે .
પણ ! અનંત કહે છે , સ્થૂળ શરીર વિના સૂક્ષ્મ જગતની અનુભૂતી શક્ય જ નથી...!
એ એવું હરગિઝ નથી કહેતો કે શૂક્ષ્મ જગત જેવુ કશું છે જ નહીં .
એ બિલકુલ સ્વીકારે છે . કે આ બ્રહ્માંડ માં એવું ઘણું બધુ છે જે જોઈ નથી શકાતું પણ ,
એને અનુભવી જરૂર શકાય છે , જેમ ફૂલોની સુગંધ ,હવા , સ્વ્પ્ન કલ્પના ...
પણ સુગંધ સાવ એમનેમ તો નથી જ આવતી ને...?
જ્યારે દૂર દૂર થી પણ સુગંધ આવે તો એનો અર્થ એજ કે ક્યાક કોઈ જગ્યાએ સ્થૂળ રૂપે ફૂલ ખીલેલું છે ..
દૂર દૂરથી ભીની ભીની સુગંધ આવે તો ખબર પડી જ જાય કે...
ક્યાક ને ક્યાક સ્થૂળ જમીનની સ્થૂળ માટી પર સ્થૂળ વરસાદના બુંદ સ્પર્શી રહ્યા છે .
ધૂપસળી ની સુગંધ પણ દૂરથી મહેસુશ કરી શકાય છે .
પણ એના માટે સ્થૂળ અગરબતી નું સળગવું જરૂરી છે.
હ્રદયમાં પ્રેમની અનુભૂતિ ત્યારેજ શક્ય બને છે જ્યારે સ્થૂળ દેહે વિજાતીય આકર્ષણ જનમ્યું હોય..
કલ્પના એતો માત્ર રસ્તો છે મંજિલ તો હરગિઝ નથી...
અગર એવું જ હોય તો દુનિયાની વસ્તી આટલી ના વધે.
કલ્પના એટલે ઈશ્વરે માનવીને આપેલી ઉતમ ભેટ !
અથવા એક ઉતમ સગવડતા કહો તો સગવડતા .
કે જ્યાં સુધી માનવી મન ચાહી સ્થૂળ વ્યક્તિને ના પમી શકે .
ત્યાં સુધી એ નિજ કલ્પનાના માધ્યમથી એની સાથે રાચી શકે.
સહજ શૂક્ષ્મની અનુભૂતિ સૌને થતી જ હોય છે..!
ઘણા લોકો સુંદરતા ને છેલ્લા ક્રમે મૂકે છે .
અને જ્યારે સુંદરતાની વાત નીકળે ત્યારે .
ઘણા તો એવિ ફિલોસોફી પણ કરતાં હોય છે કે ..
સુંદરતા તો જોનારની આંખમાં હોય છે.
આવી બાલિસ ફિલોસોફી થી કશું હાસિલ નથી થતું.
એમનું કહેવું એમ હોય છે કે, હ્રદયની સુંદરતા વધુ મહત્વની છે.
બિલકુલ ઇનકાર નથી જ પણ માત્ર ભીતરની સુંદરતા લઈને ઘણા ભટકે છે !
અમુક ઓઘડ સ્ત્રીઓને બાદ કરતાં પોતાની સુંદરતા પ્રત્યે પુરુષ કરતાં સ્ત્રીઓ
વધુ સભાન હોય છે. પોતાની સુંદરતા પ્રત્યે કોઈ સ્ત્રી ત્યારે જ બે દરકાર બને છે ,
જ્યારે તેને તેની સુંદરતાનો સાચો કદરદાન જીવન સાથી નથી મળતો.
આજ સુધી કોઈ પણ ગ્રંથ સુંદરતાની વાતોથી વંચિત નથી.
અરે સુંદરતાને જ તો સ્વર્ગની ઉપમા આપવામાં આવી છે !
સુંદર બગીચો જોઈ સહજ કોઈના મુખેથી શબ્દો સરી પડે ,
અહા..! કેવો સુંદર સ્વર્ગ સમાન બગીચો છે.
આવા જ ઉદગાર કોઈના પણ મુખેથી ઉકરડો જોઈને હરગિઝ નહીં જ નીકળે...!
અગર સુંદરતાનું કોઈ મૂલ્ય ના હોત તો વિશ્વામિત્ર ના તપો ભંગ માટે દેવોએ.
અપ્સરામાં સૌથી સુંદર એવિ મેનકા ને જ શા માટે મોકલી ?
કેમ બીજી અપ્સરાઓ સુંદર ના હતી ?
પણ મેનકાને એટલા માટે જ મોકલી કેમકે એ સૌથી સુંદર અને અંગ ભંગિનીમાં માહિર પણ હતી ...
રાવણ પણ સીતાની સુંદરતાને મોહી ગયો હતો..!
અરે યુધ્ધની શરૂઈવાત જ સુંદરતાથી થયેલી...
સિતા પણ સુંદર મૃગ જોઈ આકર્ષાઈ હતી...
હવે એ બધી વાતોના મર્મ મને ના સમજાવશો ...
કે ...
એમ પણ ના કહેશો તમે ઉપર છલ્લું સમજ્યા છો ભીતરની વાત જુદી હતી.. !
કેમકે આ બધી વાહિયાત દલીલો હશે , મન ઘડત હશે , અથવા આગેસે ચાલી આ રહી હશે ...
જે કોઈ કહી ગયું એ સ્વીકારી લેવાની બાલીસતા હશે... !
હું ભીતરની સુંદરતા ને વંદન સહ સહજ સ્વીકારું છું, અને એ ભાગ્યથી જ માત્ર પ્રાપ્ત થઈ શકે ...
લોકોનું બાહ્ય સ્વરૂપ બદલાઈ શકે ! પણ ભીતરનું સ્વરૂપ બદલવું એટલું સહજ કે સહેલું નથી જ !
એક નાનું અમથું બાળક પણ થોડી અમથી સમજ વિકસતા સુંદરતાથી આકર્ષાતું થઈ જતું હોય છે ...!
શું તમે ઉકરડામાં હવા ખાવા જશો...???
અગર સુંદરતાનું કોઈ મૂલ્ય જો ના હોત તો લોકો બગીચાને બદલે ઉકરડામાં ટહેલવા જતાં હોત. !
પણ નથી જતાં... કેમ...?
દિવ્ય પ્રેમની અનુભતી માટે પણ સ્થૂળ સ્પર્શ જરૂરી છે !
આખરે તો આ જીવન એટલે સતત સ્થૂળથી શૂક્ષ્મ અને શૂક્ષ્મ થી સ્થૂળ ની યાત્રા જ તો છે...!
ભરાય પેટ ભોજનથી .
પ્રેમથી પેટ ભરાય ના.
"અનંત" તરસ તીવ્ થાય.
ઝાંઝવાથી પ્યાસ બુજાય ના.
અહી એનો કહેવાનો મર્મ એ છે કે ભોજન થી પેટ ભરાઈ શકે છે .
પણ પ્રેમની ભૂખ એવિ હોય છે જે ભોજનથી નથી ભાંગી શકાતી .
અને ઝાંઝવા જોઈને તરસ છિપાતી નથી બલ્કે વધુ તીવ્ર થાય છે..!
એણે એવું પણ લખ્યું છે !
તરસ વધવા દેવી સતત "અનંત"
મૃગ જળ પાછળ નહીં દોડવાનું.
બ્લાસ્ટ :-
"અનંત"પાનખર અને વસંત ના ગાન ગાતા લોકો .
જીવનમાં આવતા પરિવર્તનને સ્વીકારી નથી શકતા.
કઈ પણ બોલો એનો પડઘો પડતો જ હોય છે .... !
आशमान पर थुंकते है नादान बच्चे.... !
क्योकि वे नहीं जानते की,
आशमा पर उड़ाई थूंक आशमानको छुती तक नहीं...
और गिरके वो थूंक वापस अपने ही मुह पर आती है... !
और फिर चारो और खामोशी छा गई.... :)
કામ પરથી આવી , ઢંગ ધડા વગરનું નાચતો નાચતો ઘોઘો સીધો જ ઘોઘીના ઘેર ગયો .... !
ઘોઘી ઘોઘી ઘોઘી... ઘોઘી ઘોઘી ઘોઘી... ! તું ક્યાં છે...?
ઘોઘી ના ઘરમાં આમ તેમ નજર દોડાવતો ઘોઘો ફરી હરખપદૂડો થતાં,
ઘોઘીના નામની બૂમો પાડે છે ...
ભીતરથી ઘોઘી અરે... આવું હમણાં જ આવું છું ...
ઘોઘી ઘોઘી ઘોઘી... ઘોઘી ઘોઘી ઘોઘી... ! અરે પણ તું ક્યાં છે ઘોઘી....
ઘોઘી રસોડામથી બહાર આવતા આવતા...
આવું છું ... બાપ ! આવું છું.... શું આમ બૂમ બરાડા પાડે છે ... ?
ઘોઘીનું બાવડું જાલી. ચાલ જલ્દી તુ મારે ઘેર ચાલ....
અરે અરે પણ ...આ શું કરે છે ... મને ખબર કઈ પડે કે,
આખરે એવું તે શું કામ છે તારે મારુ કે,
આમ હરખ પદૂડો થતો નાચતો નાચતો મારા નામના જાપ જપે છે ...
ઘોઘો નાચતા નાચતા ... ઇ. બધુ ..ઇ બધુ..પછી ! તું ઘેર આવ પછી કહીશ ...
આવું છું ને યાર પણ હાથ તો છોડ મારો... !
ઘોઘીનો હાથ છોડી ઘોઘાએ ઘોઘીની ઓઢણી નો છેડો પકડ્યો....
ઘોઘીની ઓઢણીની છેડો પકડી ખેંચી ને ઘર તરફ લઈ જતાં ફરી ઘોઘો ચાલુ થઈ ગયો.... ..
ઘોઘી ઘોઘી ઘોઘી... ઘોઘી ઘોઘી ઘોઘી....આમ ગાતા ગાતા પોતે આગળ આગળ અને ઘોઘી
પાછળ પાછળ રીતસરની ખેંચાતા ખેંચાતા ઓઢણી છોડાવા પ્રયાસ કરતાં ચાલે છે.
મનોમન પ્રાર્થના કરે છે, હે ભગવાન મને આ ઘોઘામાથી છોડાવ...
મનોમન ઘોઘી ઝણઝણે પણ છે . પણ ઘોઘાના હાથમાથી ઓઢણીનો છેડો છોડાવી નથી શકતી.
ભઈ આ તો ઘોઘો..
પાછી ઘોઘી મનોમન બબડે આનાથી પીછો છોડાવો એટલે તૌબા તૌબા...
આને તો કાઇ કહેવામાય જોખમ...
"છોડે તો ટેરવુય ના સ્પર્શવા દ્યે , ને ગલે પડે તો ગૂંગળાવી નાખે..."
એવો સાવ પાગલ જેવો ...
લે ! ઘોઘા ઘર આવી ગયું...હવે તો છોડ મારો પાલવ....
ઘોઘીનો પાલવ પડતો મૂકી. હા....શ...કરી ધબ કરતોકને ઘોઘો સોફા પર બેસી ગયો....
મજ્જા આઈ ગઈ...
પણ શેની મજા આઈ ગઈ મને કહીશ ! કે એકલો એકલોજ મજા લઇશ...?
આમ બોલતા બોલતા ઘોઘી, ઘોઘાની બાજુમાં બેસવા જાય છે ત્યાં જ....
ઘોઘાએ તેને બેસતા રોકી કહ્યું...
અક્કલ વગરની હું અહી તને બેસવા નથી લાયો....
તો .. તો.. શા માટે લાયો છે ? પહેલા બાવડું પછી ઓઢણીથી ખેંચીને મને તું અહી ...?
કહું છું ...એ પણ કહું છું પહેલા તું મને પાણી પા.... !
કોણ જાણે કેવો વિચિત્ર માણસ છે આ....
આમ બબડતા ઘોઘી પાણિયારે પાણી ભરવા ગઈ...!
ગલાસ ભરી આવતા આવતા ફરી બબડવા લાગી...
પાણી માં જ પડ્યો પાથર્યો રે'તો હોય તો .!
લે હવે ! પી પાણી ને જટ કહે એવું તે શું છે કે તું આમ ગાંડા માફક ,
નાચતો નાચતો મને અહી ખેંચી લાવ્યો ....?
પાણીનો છેલ્લો ઘૂંટ ભરી ગલાસ ટીપોય પર મુક્તા ...
ડાયરી... ઘોઘી ....! ડાયરી ... મારી અંગત ડાયરી ...
ડાયરી !! ? હાં ડાયરી કેમ એમાં તને આમ આશ્ચર્ય અને પ્રશ્ન થાય છે ..?
તો થાય જ ને તું અચાનક આમ .... ઘોઘીને બોલતી અટકાવતાં.
સવાલ નહીં ઘોઘી..! મારે અત્યારે ને અત્યારે એ ડાયરી જોઇયે છે .
મારી બધી અંગત વસ્તુ હું તને સાચવવા આપું છું ,
તો તે ક્યાં રાખી એ મને તો ખબર ના હોય ને....!
પણ એમાં આમ નાચવાનું શું ? ને આટલી ઉતાવળ શાને .... ?
તપતું ટીપવા ! ઘોઘાએ ટૂંકો જવાબ આપ્યો...
ઘોઘી આશ્ચર્ય અને પ્રશ્નાર્થ નજરે ઘોઘા સામે જોતા ...
તપતું ટીપવા ..!!!? ઘોઘા હું કૈ સમજી નૈ... !
એ તારે અત્યારે સમજવાની જરૂર નથી સમય આવ્યે બધુ આપોઆપ સમજાઈ જશે ઓકે...!
અને હવે કોઈ જ પ્રશો કર્યા વિના ચૂપ ચાપ તું મને મારી ડાયરી શોધી આપ ..!
સમય આવ્યે બધુ તને પણ સમજાઈ જશે.
અને જરૂરથી પણ વધુ તને સમજાઈ જશે...!
ઘોઘી કબાટ તરફ ગઈ. કબાટ ખોલી. થોડા પુસ્તક આમતેમ ઊથલાવી,
નીચેથી જૂની ઝર્ઝરિત ડાયરી કાઢી દૂરથી જ ઘોઘાને બતાવી પૂછ્યું ....
જોતો ઘોઘા આ જ ડાયરીને .. આમ જોતો આ સાવ જૂની છે એજ ડાયરી ની તું વાત કરે છે ને ...?
ઘોઘો દૂરથી ડાયરી તરફ જોઈને.
હા...હાં... એજ એજ છે . લાવ, જલ્દી લેતી આવ, જોજે હો કોઈ કાગળિયો સરકી ના જાય....
ઘોઘી ડાયરી ઘોઘા પાસે લઈ જતાં .
બાઇડિંગ કરાવી નાખતો હોય તો.! આમને આમ તો સડી ને એક દિવસ બધા પાનાં ફાટી જશે ...
આમેય સાવ પીળા પડી ગયા છે આમ જોતો ખરો...
ઘોઘાને ડાયરી હાથમાં આપતા પીળા પડી ગયેલા પાનાં બતાવ્યા...
હાં હવે જોયા ! પાનાં પીળા હોય, કે સફેદ શું ફર્ક પડે છે ઘોઘી....!
આમ બોલતા ડાયરીના પાનાં હળવે હળવે જાળવીને ખોલતા ઘોઘો બોલ્યો....
માલિપા લીલી લીલી લાગણી, ખીલી ખીલી પાંદડી ,
ને પ્રેમની સુગંધ અકબંધ છે કે નૈ એ જોવાનું ...!
ઘોઘી અપલક ઘોઘાને એકધારું બોલતો જોતી હતી.
ત્યાં જ ઘોઘો ઊછળી ને બોલ્યો મળી ગયું મને મળી ગયું ...
ઘોઘાને જોતાં ધોધામાં સરી પડેલી ઘોઘી જાણે અચાનક તંદ્રામથી જાગી હોય એમ બોલી.
અરે પણ શું મળી ગયું તને ઘોઘા ....?
અરે યાર એક મસ્ત સૂત્ર છે , જે હું કેદૂણો શોધતો હતો હાશ આજ, અવસરે મળી ગયું...
ક્યૂ સૂત્ર ? કામનું છે ...? જરા મને તો બતાવ...
ઘોઘીથી અજાણતા બે અર્થમાં પ્રશ્ન પૂછાઇ ગયો...
ઘોઘા ને સૂત્ર મળ્યાના હરખમાં ઉપરથી ગયું !
ઘોઘા એ સૂત્ર લખેલું પાનું ઘોઘી આગળ ધરતા કહ્યું જો આ રહયું એ કામનું સૂત્ર...
ઘોઘી બોલી.. ઓહ યાર કેવા સાવ ગરબડીયા અક્ષર છે, મને તો આમાં કશું જ ઊકલતું નથી ... !
એક કામ કરને ઘોઘા ! તું જ વાંચી સંભળાવ ને... !
ઘોઘો સોફા પર ટટ્ટાર થઈ બેસી ગયો અને બુક ખોળા પર રાખેલા તકીયા પર મૂકી.
ઘોઘા એ કહ્યું... અચ્છા... ચાલ હું જ સંભળાવું... !
આમેય ગરબડીયા અક્ષરો તું વાંચે , પણ તને કશું જ સમજાય નહીં તો નકામું છે ને હે... !
હાં એટલે જ તો તને કહું છું ને... ચાલ હવે સંભળાવ શું લખ્યું છે એ સૂત્રમાં... !
અને ઘોઘાએ વાંચન ચાલુ કરતો હતો ત્યાં અચાનક શું સુજયું,
તે ડાયરીને બે હાથમાં સંભાળીને સોફા પર ઊભો થઈ ગયો... !
અરે કેમ ઘોઘા શું થયું , અચાનક , તને શું ચાનક ચડી ?
કેમ સોફા પર ચડી ઊભો રહી ગયો.. ?
એ..એ..બધુ પછી કૌ ... પહેલા તું જો સામે ખૂણા તરફ ઈશારો કરતાં .
જો પેલી ખૂણામાં ખુરશી પડી છે ને જા ઇ ખુરશી અહી લેતી આવ...
અરે પણ એ ખુરશીનું તારે શું કરવું છે...?
બૌ સવાલ ના કર તને કહ્યું ને એટલું કર...!
ઓહો...! ખુરશી લેવા જતાં જતાં ઘોઘી બબડવા લાગી,
પાગલ થઈ ગયો છે આ માણસ, મને પણ એક દિ પાગલ કરી મૂકશે..!
પોતે તો સોફા પર ચડી ઊભો છે , લાગે છે મને પણ ખુરશી પર ચડાવશે..!
કોણ જાણે શું કરવા ધાર્યું છે મને તો કાઇજ સમજાતું નથી ...!
ઘોઘીએ ખુરસી લાવતા લાવતા ઘોઘાને પૂછ્યું. બોલ ઘોઘા હવે આનું શું કરું...?
અહિયાં સોફા ની બાજુમાં રાખ અને પછી તું એની માથે ચડી જા... !
એની માંને...! આટલું બોલી અટકેલી ઘોઘી.
છણકો કરતાં બોલી . મને મનમાં હતુ જ મને હતું જ કે તું મનેય ખુરશી ઊભી રાખીશ... !
અચ્છા તો તને ખબર જ હતી ને ચાલ હવે ચૂપચાપ ચડીજા ખુરશી માથે ને મુઠ્ઠીનું માઇક બનાવ...
ઘોઘી ખુરશી પર ચડતા ચડતા ગુસ્સે થઈ બોલી.
આ શું ગાંડા કાઢે છે ઘોઘા..! આખરે તું ઈચ્છે છે શું ?
ઢંઢેરો ... ઘોઘાએ ટૂંકમાં જવાબ આપ્યો...
ઢંઢેરો !! પણ શેનો શા માટે...? ઘોઘીએ અકળાતા પૂછ્યું.
પ્રાચીન સમયથી ચાલતો આવતો નિયમ છે ... !
શું નિયમ શેનો નિયમ ...?
નિયમ એજ કે "સારી વાત આખા જગત ને સંભળાઈ એ રીતે કહેવી અને ખરાબ વાત કાનમાં ..."
તો ...! જગતને સંભળાવવા પ્રાચીન સમયમાં ઢોલ પીટી ઢંઢેરો પીટવામાં આવતો ...
અને અર્વાચીન સમયમાં માઇક દ્વારા પ્રચાર પધ્ધતિ વિકસી છે .
અને બસ હું એ પ્રમાણે જ વિકાસ ની દિશામાં આગળ વધી રહ્યો છું, વર્તી રહ્યો છું ....!
અરે પણ ગાંડા આ દુનિયા ધીરે ધીરે એટલિ નાની થઈ ગઈ છે કે, તું સાવ ધીરેકથી બોલીશ,
તો પણ તારી વાત આખા ગામને જ નહીં શું પૂરા વિશ્વને સાંભળાશે....!
ના .. ના .. એ ના ચાલે નિયમ તે નિયમ હવે જાજી લપ ના કર, ને ચૂપ ચાપ મે કહ્યું એમ કર...!
ઘોઘી ઘોઘાથી રીતસરની કંટાળી ગયેલી પણ...!
એક તો સૂત્ર સાંભળવાની લાલચમાં અને બીજું એમ વિચારી ને કે આ લપ થી જટ છુટકારો મળે,
ઘોઘીએ ચૂપચાપ મુઠ્ઠી નું માઇક બનાવી ઘોઘાના મો આગળ ધરી ધીધુ ...
લે ફાટ હવે તારે જે ફાટવું હોય એ.. હાં લાવ જરા નજીક લાવ એમ કહી ઘોઘાએ,
ઘોઘીનું મુઠ્ઠીના માઇક વાળું કાંડું માઈકની માફક એક હાથમાં પકડ્યું ને બીજા હાથમાં ડાયરી પકડી,
અને ઘોઘાએ સૂત્ર પઠન ચાલુ કર્યું....
તો મિત્રો આ સંદેશાત્મક સૂત્ર મોડી રાત્રે એડિટ કરી વાંચવામાં આવશે ....
ત્યાં સુધી નીંદર આવે તો સૂઈ જાવ ...
રાત્રે ઉજાગરો થવાની પૂરે પૂરી શક્યતા છે.....!
બોલ પુરુષોતમ દાસ કી.... ઈ..ઇ....ઈ...
ભાઈ જય, જરા ધીમેક થી બોલજો હોં ....:)
શું છે કે હમણાં જ સૂતો છે ...
જાગી જશે તો રાત્રે પ્રોગ્રામ નૈ કરવા દ્યે... :)
ઘોઘી જોરથી બોલી જ.....ય.....
અક્કલ વગરની પોતે જ પોતાની જય ના બોલાવવાની હોય ....!
ઘોઘી મુઠ્ઠી નું માઇક ઘોઘાના મો કને ધરી ધરીને અકળાઈ ચૂકી હતી..
તેથી તેને ગુસ્સો આવે એ વાત સહજ હતી .
ગુસ્સે થઈ ઘોઘી બોલી હવે થઈ ગયું તારું એડિટ ...?
ઘોઘોએ કહ્યું. ચાલુ જ છે ઘોઘી ! થોડી ધીરજ ધર હમણાં પતિ જશે ...!
શું પતિ જશે જલ્દી કર નહીં તો માઇક પકડી પકડી હું લથડી જઈશ ને પતી જઈશ ...
હાં...હાં...બસ એ આજો હવે પૂરું ચાલ હવે બરાબર માઇક પકડજે હો.... !
ગુસ્સે થઈ ઘોઘી બોલી. હવે પકડ્યું જ છે વ્હાલા જલ્દી કરને..!
અને ઘોઘાએ ડાયરીમાં થી જોઈ જોઈને સૂત્ર લલકાર્યું .....
आशमान पर थुंकते है नादान बच्चे.... !
क्योकि वे नहीं जानते की,
आशमा पर उड़ाई थूंक आशमानको छुती तक नहीं...
और गिरके वो थूंक वापस अपने ही मुह पर आती है... !
और फिर चारो और खामोशी छा गई....:)
ઘોઘી ઘોઘા સામે જોતાં હજુ માઇક પકડીને ઊભી છે...!
ને ઘોઘો ચૂપ ...!
માઇક પકડીને ખુરશી પર ક્યારની ઊભેલી ઘોઘી થાકી ગઈ હતી ...
બસ કર ઘોઘા .. હવે તો બસ કર....હું થાકી ગઈ યાર....
આટલું બોલતા થાકેલી ઘોઘી ખુરશી પરથી પડું પડું થવા જતી હતી ત્યાં જ ઘોઘાએ ઘોઘીને બે
હાથમાં ઝીલી લીધી. ઘોઘીના ભારથી ઘોઘો પણ લથડીને ધબ્બ કરતોકને સોફા પર બેસી પડ્યો.
અને ઘોઘાના ખોળામાં ઢળી પડી ઘોઘી....:) વાર્તા પૂરી.... :)
ચાલો બાળકો ભાગો... જાવ ઘેર જઈને જાગો..... :)
બોલો પુરુષોતમ દાસ કી.... ઇ..ઇ..ઇ..
હવે તમતમારે જોરથી જય.... બોલો તોય વાંધો નૈ.....જય જાગી જાય તોય વાંધો નથી.
આમેય કાલે રજા છે . આરામ જ આરામ છે જય ને ...!
બ્લાસ્ટ :
"અનંત"તમે કઈ પણ બોલો, એનો પડઘો પડતો જ હોય છે ....!
સારો કે ખરાબ, વહેલો કે મોળો ફળતો, યા નળતો જ હોય છે.....!





.jpg)


.jpg)