Saturday, 5 July 2014

કઈ પણ બોલો એનો પડઘો પડતો જ હોય છે .... !


आशमान पर थुंकते है नादान बच्चे.... !

क्योकि वे नहीं जानते की, 

आशमा पर उड़ाई थूंक आशमानको छुती तक नहीं... 

और गिरके वो थूंक वापस अपने ही मुह पर आती  है... ! 

और फिर चारो और खामोशी छा गई.... :)

કામ પરથી આવી ,  ઢંગ ધડા વગરનું નાચતો નાચતો ઘોઘો  સીધો જ  ઘોઘીના ઘેર ગયો .... !  

ઘોઘી ઘોઘી ઘોઘી... ઘોઘી ઘોઘી ઘોઘી... ! તું ક્યાં છે...? 

ઘોઘી ના ઘરમાં આમ તેમ નજર દોડાવતો ઘોઘો ફરી હરખપદૂડો થતાં,

ઘોઘીના નામની બૂમો  પાડે છે ...

ભીતરથી ઘોઘી અરે...  આવું હમણાં જ આવું છું ...

ઘોઘી ઘોઘી ઘોઘી... ઘોઘી ઘોઘી ઘોઘી... ! અરે પણ તું ક્યાં છે ઘોઘી.... 

ઘોઘી રસોડામથી બહાર આવતા આવતા...  

આવું છું ... બાપ ! આવું છું.... શું આમ બૂમ બરાડા પાડે છે ... ?  

ઘોઘીનું બાવડું જાલી. ચાલ જલ્દી તુ મારે  ઘેર ચાલ....  

અરે અરે પણ ...આ શું કરે છે ... મને ખબર કઈ પડે કે,  

આખરે એવું તે શું કામ છે તારે મારુ કે,

આમ હરખ પદૂડો થતો નાચતો નાચતો મારા નામના જાપ જપે  છે ... 

ઘોઘો નાચતા નાચતા ... ઇ. બધુ ..ઇ બધુ..પછી ! તું ઘેર આવ પછી કહીશ ... 

આવું છું ને યાર પણ હાથ તો છોડ મારો... !

ઘોઘીનો હાથ છોડી ઘોઘાએ ઘોઘીની ઓઢણી નો છેડો પકડ્યો....  

ઘોઘીની ઓઢણીની છેડો પકડી ખેંચી ને ઘર તરફ લઈ જતાં ફરી ઘોઘો ચાલુ થઈ ગયો.... ..    

ઘોઘી ઘોઘી ઘોઘી... ઘોઘી ઘોઘી ઘોઘી....આમ ગાતા ગાતા પોતે આગળ આગળ અને ઘોઘી 

પાછળ પાછળ રીતસરની ખેંચાતા ખેંચાતા ઓઢણી છોડાવા પ્રયાસ કરતાં ચાલે છે. 

મનોમન પ્રાર્થના કરે છે, હે ભગવાન મને આ ઘોઘામાથી છોડાવ...  

મનોમન ઘોઘી ઝણઝણે પણ છે . પણ ઘોઘાના હાથમાથી ઓઢણીનો છેડો  છોડાવી નથી શકતી.   

ભઈ આ તો ઘોઘો..  

પાછી ઘોઘી  મનોમન બબડે આનાથી પીછો છોડાવો એટલે તૌબા તૌબા... 

આને તો કાઇ કહેવામાય જોખમ...  

"છોડે તો  ટેરવુય ના સ્પર્શવા દ્યે , ને ગલે પડે તો ગૂંગળાવી નાખે..."

એવો સાવ પાગલ જેવો ... 

લે ! ઘોઘા  ઘર  આવી ગયું...હવે તો છોડ મારો પાલવ....  

ઘોઘીનો પાલવ પડતો મૂકી.  હા....શ...કરી ધબ કરતોકને ઘોઘો સોફા પર બેસી ગયો.... 

મજ્જા આઈ ગઈ... 

પણ શેની મજા આઈ ગઈ મને કહીશ !  કે એકલો એકલોજ મજા લઇશ...? 

આમ બોલતા બોલતા ઘોઘી, ઘોઘાની બાજુમાં બેસવા જાય છે  ત્યાં જ.... 

ઘોઘાએ તેને બેસતા રોકી કહ્યું...

અક્કલ વગરની હું અહી તને બેસવા નથી લાયો....  

તો .. તો.. શા માટે લાયો  છે ? પહેલા બાવડું પછી ઓઢણીથી  ખેંચીને મને તું અહી ...? 

કહું છું ...એ પણ કહું છું પહેલા તું મને પાણી પા.... ! 

કોણ જાણે કેવો વિચિત્ર માણસ છે આ.... 

આમ બબડતા ઘોઘી પાણિયારે પાણી ભરવા ગઈ...! 

ગલાસ ભરી આવતા આવતા ફરી બબડવા લાગી... 

પાણી માં જ પડ્યો પાથર્યો રે'તો હોય તો .!

લે હવે ! પી પાણી ને જટ કહે એવું તે શું છે કે તું આમ ગાંડા માફક ,

નાચતો નાચતો મને અહી ખેંચી લાવ્યો ....? 

પાણીનો છેલ્લો ઘૂંટ ભરી ગલાસ ટીપોય પર મુક્તા ... 

ડાયરી... ઘોઘી ....! ડાયરી ... મારી અંગત ડાયરી ... 

ડાયરી !! ? હાં ડાયરી કેમ એમાં તને  આમ આશ્ચર્ય અને પ્રશ્ન થાય છે ..?

તો થાય જ ને તું  અચાનક આમ .... ઘોઘીને બોલતી અટકાવતાં. 

સવાલ નહીં ઘોઘી..! મારે અત્યારે ને  અત્યારે  એ ડાયરી જોઇયે છે . 

મારી બધી અંગત વસ્તુ હું તને સાચવવા આપું છું ,

તો તે ક્યાં રાખી એ મને તો ખબર ના હોય ને....!  

પણ એમાં આમ નાચવાનું શું ? ને આટલી ઉતાવળ શાને .... ? 

તપતું ટીપવા ! ઘોઘાએ ટૂંકો જવાબ આપ્યો... 

ઘોઘી આશ્ચર્ય અને પ્રશ્નાર્થ નજરે ઘોઘા સામે જોતા ... 

તપતું ટીપવા ..!!!? ઘોઘા હું કૈ સમજી નૈ... ! 

એ તારે અત્યારે સમજવાની જરૂર નથી સમય આવ્યે બધુ આપોઆપ સમજાઈ જશે ઓકે...!

અને હવે કોઈ જ પ્રશો કર્યા વિના ચૂપ ચાપ તું મને મારી ડાયરી શોધી આપ ..! 

સમય આવ્યે બધુ તને પણ સમજાઈ જશે. 
અને જરૂરથી પણ  વધુ તને સમજાઈ જશે...! 

ઘોઘી કબાટ તરફ ગઈ. કબાટ ખોલી. થોડા પુસ્તક આમતેમ  ઊથલાવી,

નીચેથી જૂની ઝર્ઝરિત ડાયરી કાઢી દૂરથી જ ઘોઘાને બતાવી પૂછ્યું .... 

જોતો ઘોઘા આ જ ડાયરીને .. આમ જોતો આ સાવ જૂની છે એજ ડાયરી  ની તું વાત કરે છે ને ...?

ઘોઘો દૂરથી ડાયરી તરફ જોઈને.

 હા...હાં... એજ એજ છે . લાવ,  જલ્દી લેતી આવ,  જોજે હો કોઈ કાગળિયો  સરકી ના જાય.... 

ઘોઘી  ડાયરી ઘોઘા પાસે લઈ જતાં . 

બાઇડિંગ કરાવી નાખતો હોય તો.! આમને આમ તો સડી ને એક દિવસ બધા પાનાં ફાટી જશે ... 

આમેય સાવ પીળા  પડી ગયા છે આમ જોતો ખરો... 

ઘોઘાને ડાયરી હાથમાં આપતા પીળા પડી ગયેલા પાનાં બતાવ્યા... 

હાં હવે જોયા !  પાનાં પીળા હોય,  કે સફેદ  શું ફર્ક પડે છે ઘોઘી....! 

આમ બોલતા ડાયરીના પાનાં હળવે હળવે જાળવીને ખોલતા ઘોઘો બોલ્યો....

માલિપા લીલી લીલી લાગણી, ખીલી ખીલી પાંદડી , 

ને પ્રેમની સુગંધ અકબંધ છે કે નૈ  એ જોવાનું ...!      

ઘોઘી અપલક ઘોઘાને એકધારું બોલતો જોતી હતી. 

ત્યાં જ ઘોઘો ઊછળી ને બોલ્યો મળી ગયું મને મળી ગયું ... 

ઘોઘાને જોતાં ધોધામાં સરી પડેલી ઘોઘી જાણે અચાનક તંદ્રામથી જાગી હોય એમ બોલી.

અરે પણ શું મળી  ગયું તને ઘોઘા ....? 

અરે યાર એક મસ્ત સૂત્ર છે , જે હું કેદૂણો શોધતો હતો હાશ આજ,  અવસરે મળી ગયું... 

ક્યૂ સૂત્ર ?  કામનું છે ...? જરા મને તો બતાવ... 

ઘોઘીથી અજાણતા  બે અર્થમાં પ્રશ્ન પૂછાઇ ગયો...  

ઘોઘા ને સૂત્ર મળ્યાના  હરખમાં  ઉપરથી ગયું ! 

ઘોઘા એ સૂત્ર લખેલું પાનું ઘોઘી આગળ ધરતા કહ્યું જો આ રહયું એ કામનું સૂત્ર... 

ઘોઘી બોલી.. ઓહ યાર કેવા સાવ ગરબડીયા અક્ષર છે, મને તો આમાં કશું જ ઊકલતું નથી ... !

એક કામ કરને ઘોઘા !  તું જ વાંચી સંભળાવ ને... ! 

ઘોઘો સોફા પર ટટ્ટાર થઈ બેસી ગયો અને બુક ખોળા પર રાખેલા તકીયા પર મૂકી.

ઘોઘા એ કહ્યું...    અચ્છા... ચાલ હું જ સંભળાવું... ! 

આમેય ગરબડીયા અક્ષરો તું વાંચે , પણ તને કશું જ સમજાય નહીં તો નકામું છે ને હે... ! 

હાં એટલે જ તો તને કહું છું ને... ચાલ હવે સંભળાવ શું લખ્યું  છે એ સૂત્રમાં... ! 

અને ઘોઘાએ વાંચન ચાલુ કરતો હતો ત્યાં અચાનક શું સુજયું, 

 તે ડાયરીને બે હાથમાં સંભાળીને સોફા પર ઊભો થઈ  ગયો... ! 

અરે કેમ ઘોઘા શું થયું , અચાનક , તને શું ચાનક ચડી ? 

કેમ સોફા પર ચડી  ઊભો રહી ગયો.. ? 

એ..એ..બધુ પછી કૌ ... પહેલા તું જો સામે ખૂણા તરફ ઈશારો કરતાં . 

જો પેલી ખૂણામાં  ખુરશી પડી છે ને જા ઇ ખુરશી અહી  લેતી આવ... 

અરે પણ એ ખુરશીનું તારે શું કરવું છે...? 

બૌ સવાલ ના કર તને કહ્યું ને એટલું કર...! 

ઓહો...!  ખુરશી લેવા જતાં જતાં ઘોઘી બબડવા લાગી,

પાગલ થઈ ગયો છે આ માણસ,  મને પણ એક દિ પાગલ કરી મૂકશે..! 

પોતે તો સોફા પર ચડી ઊભો  છે , લાગે છે  મને પણ ખુરશી પર ચડાવશે..! 

કોણ જાણે શું કરવા ધાર્યું છે મને તો કાઇજ  સમજાતું નથી ...! 

ઘોઘીએ ખુરસી લાવતા લાવતા ઘોઘાને પૂછ્યું.  બોલ ઘોઘા  હવે આનું શું કરું...? 

અહિયાં સોફા ની બાજુમાં રાખ અને  પછી તું એની માથે ચડી જા... ! 

એની માંને...! આટલું બોલી અટકેલી ઘોઘી.  

છણકો કરતાં બોલી . મને મનમાં હતુ જ મને હતું જ કે તું મનેય ખુરશી ઊભી રાખીશ... ! 

અચ્છા તો તને ખબર જ હતી ને ચાલ હવે ચૂપચાપ ચડીજા ખુરશી માથે ને મુઠ્ઠીનું માઇક બનાવ... 

ઘોઘી ખુરશી પર ચડતા ચડતા ગુસ્સે થઈ બોલી.  

આ શું ગાંડા કાઢે છે  ઘોઘા..!  આખરે તું ઈચ્છે છે શું ? 

ઢંઢેરો  ... ઘોઘાએ ટૂંકમાં જવાબ આપ્યો... 

ઢંઢેરો !! પણ શેનો શા માટે...? ઘોઘીએ અકળાતા પૂછ્યું. 

પ્રાચીન સમયથી ચાલતો આવતો નિયમ છે ... !

શું નિયમ શેનો નિયમ ...? 

નિયમ એજ કે "સારી વાત આખા જગત ને સંભળાઈ એ રીતે કહેવી અને ખરાબ વાત કાનમાં ..." 

તો ...! જગતને સંભળાવવા પ્રાચીન સમયમાં ઢોલ પીટી ઢંઢેરો પીટવામાં આવતો ... 

અને અર્વાચીન સમયમાં માઇક દ્વારા પ્રચાર પધ્ધતિ વિકસી છે . 

અને  બસ  હું એ પ્રમાણે જ વિકાસ ની દિશામાં આગળ વધી રહ્યો છું, વર્તી  રહ્યો છું ....! 

અરે પણ ગાંડા આ દુનિયા ધીરે ધીરે એટલિ નાની થઈ ગઈ છે કે, તું સાવ ધીરેકથી બોલીશ, 

તો પણ તારી વાત આખા ગામને જ નહીં શું પૂરા વિશ્વને સાંભળાશે....!

ના .. ના .. એ ના ચાલે નિયમ તે નિયમ હવે જાજી લપ ના કર, ને ચૂપ ચાપ મે કહ્યું એમ કર...!   

ઘોઘી ઘોઘાથી રીતસરની  કંટાળી ગયેલી પણ...! 

એક તો  સૂત્ર સાંભળવાની લાલચમાં અને બીજું એમ  વિચારી ને કે આ લપ થી જટ છુટકારો મળે, 

ઘોઘીએ ચૂપચાપ  મુઠ્ઠી નું માઇક બનાવી ઘોઘાના મો આગળ ધરી ધીધુ ... 

લે ફાટ હવે તારે જે ફાટવું હોય એ.. હાં લાવ જરા નજીક લાવ એમ કહી ઘોઘાએ,  

ઘોઘીનું મુઠ્ઠીના માઇક વાળું કાંડું માઈકની માફક એક હાથમાં પકડ્યું ને બીજા હાથમાં ડાયરી પકડી,

અને ઘોઘાએ સૂત્ર પઠન ચાલુ કર્યું.... 

તો મિત્રો આ સંદેશાત્મક સૂત્ર મોડી રાત્રે એડિટ કરી વાંચવામાં આવશે .... 

ત્યાં સુધી નીંદર આવે તો સૂઈ જાવ ... 

રાત્રે ઉજાગરો થવાની પૂરે પૂરી  શક્યતા છે.....!  

બોલ પુરુષોતમ દાસ કી.... ઈ..ઇ....ઈ... 

ભાઈ જય,  જરા  ધીમેક થી બોલજો હોં ....:)

શું છે કે હમણાં જ સૂતો છે ... 

જાગી જશે તો રાત્રે પ્રોગ્રામ નૈ કરવા દ્યે... :)

ઘોઘી જોરથી બોલી જ.....ય..... 

અક્કલ વગરની પોતે જ પોતાની જય ના બોલાવવાની હોય ....! 

ઘોઘી મુઠ્ઠી નું માઇક ઘોઘાના મો કને ધરી ધરીને અકળાઈ ચૂકી હતી.. 

તેથી તેને ગુસ્સો આવે એ વાત સહજ હતી . 

ગુસ્સે થઈ ઘોઘી બોલી હવે થઈ ગયું તારું એડિટ ...? 

ઘોઘોએ કહ્યું. ચાલુ જ છે ઘોઘી ! થોડી ધીરજ ધર હમણાં પતિ જશે ...! 

શું પતિ જશે જલ્દી કર નહીં તો માઇક પકડી પકડી હું લથડી જઈશ ને પતી  જઈશ ... 

હાં...હાં...બસ એ આજો હવે પૂરું ચાલ હવે બરાબર માઇક પકડજે હો.... ! 

ગુસ્સે થઈ ઘોઘી બોલી. હવે પકડ્યું જ છે વ્હાલા જલ્દી કરને..! 

અને ઘોઘાએ ડાયરીમાં થી જોઈ જોઈને સૂત્ર લલકાર્યું ..... 

आशमान पर थुंकते है नादान बच्चे.... !

क्योकि वे नहीं जानते की, 

आशमा पर उड़ाई थूंक आशमानको छुती तक नहीं... 

और गिरके वो थूंक वापस अपने ही मुह पर आती  है... ! 

और फिर चारो और खामोशी छा गई....:) 

ઘોઘી ઘોઘા સામે જોતાં હજુ માઇક પકડીને ઊભી છે...! 

ને ઘોઘો ચૂપ ...! 

માઇક પકડીને ખુરશી પર ક્યારની ઊભેલી ઘોઘી થાકી ગઈ હતી ...

બસ કર ઘોઘા .. હવે તો બસ  કર....હું થાકી ગઈ યાર....    

આટલું બોલતા થાકેલી ઘોઘી ખુરશી પરથી  પડું પડું થવા જતી હતી ત્યાં જ ઘોઘાએ ઘોઘીને બે 

હાથમાં ઝીલી લીધી. ઘોઘીના ભારથી ઘોઘો પણ લથડીને ધબ્બ કરતોકને સોફા પર બેસી પડ્યો.  

અને ઘોઘાના ખોળામાં ઢળી પડી ઘોઘી....:) વાર્તા પૂરી.... :) 

ચાલો બાળકો ભાગો... જાવ ઘેર જઈને જાગો..... :) 

બોલો પુરુષોતમ દાસ કી.... ઇ..ઇ..ઇ.. 

હવે તમતમારે જોરથી જય....  બોલો તોય વાંધો નૈ.....જય જાગી જાય  તોય વાંધો નથી. 

આમેય કાલે રજા છે . આરામ જ આરામ છે જય ને ...!


બ્લાસ્ટ : 
"અનંત"તમે કઈ પણ બોલો,  એનો પડઘો પડતો જ હોય છે ....!  
સારો કે ખરાબ,  વહેલો કે મોળો ફળતો, યા નળતો જ હોય છે.....!   

No comments:

Post a Comment