Thursday, 4 September 2014

અનંત વાણી...


અરે ભલા માણસ હું તારા સારા માટે કહું છું, 
ભલા માટે કહું છું , બાકી મારો કોઈ જ સ્વાર્થ નથી... 

આ વાક્ય અસંખ્ય વાર સગા, સ્નેહીઓ, મિત્રો, કે, 
પરિવાર ના કોઈ એક સભ્ય દ્વારા બીજા સભ્યને
 કહેતા સૌએ સાંભળ્યા જ હશે ..! 

 વર્ષો પહેલાં આ વાત ને લઈને અનંત સાથે 
વાત કરતાં અનંતે કહ્યું હતું કે,

અરે ભલા માણસ હું તારા સારા માટે કહું છું, 
ભલા માટે કહું છું , બાકી મારો કોઈ જ સ્વાર્થ નથી... 

આવુ કોઈ પણ વ્યક્તિ અગર કહે, 
તો સમજી જવુ કે એ, 
દુનિયાની સૌથી ખોટાડી વ્યક્તિ છે! 

"અનંત" 

ભાઈ તારા જ સારા ભલા માટે કહીએ છીયે ... 

બાકી અમારો, મારો કોઈ નિજી સ્વાર્થ નથી... 

આમ કહેનારા ક્યારે , અને કેમ બુરા અને, 
સ્વાર્થી થઈ જાય છે ખબર નથી પડતી.! 

પછી અનંતે ભીતરનો ભેદ ખોલતા કહ્યું હતું કે ... 

 સ્વાર્થ વિના આ બ્રહ્માંડ માં કશુંજ 
થવુ કરવુ શક્ય નથી બનતું ... 

લોકો છો ના સ્વીકારે ... 

મગર વ્યક્તિના ઉચ્ચારે ઉચ્ચારે 
"અનંત" સ્વાર્થ છુપાયેલો જ હોય છે .. 

ભલો કે બૂરો સ્વાર્થ સૌમાં છુપાયેલો જ હોય છે ... 

આ સંસારમાં  સ્વાર્થ વિના સંબંધ સંભવી જ ના શકે ...
  
"અનંત"

આ હકીકત નો સ્વીકાર કરતાં તે રાત્રે 
અજ્ઞાનીએ કહ્યું હતું કે, 
સ્વાર્થ તો હોવાનોજ 
"અજ્ઞાની" હું ક્યાં કહું છું કે કોઈ પણ ઈરાદો નીસ્વાર્થ હોવો જોઈએ. 
મગર, ઇરાદો કોઈ પણ હોય, સ્વાર્થમાં છુપો પરમાર્થ હોવો જોઈએ. 
"અજ્ઞાની" 


No comments:

Post a Comment