Saturday, 25 October 2014

અજ્ઞાની ની કડવી વાણી માથી...

જૂના ઝર્ઝરિત કાગળિયા ફંફોસતા મને “અજ્ઞાની” ની કડવી વાણીમાથી,

 વર્ષો પહેલા એણે લખેલી એક રચના મળી.

અને એ સાથેજ એ લોકો સાથે વિતાવેલો એક પ્રસંગ યાદ આવ્યો ...

જે પ્રસંગ બાદ એણે આ રચના લેખેલી...

હમેશની માફક અમે રાત્રે મળ્યા, 


આમ તો હું તે ને “અનંત” ત્રણેય હોય પણ

એ દિવસે તે હાજર ના હતો...

પછી રાબેતા મુજબ ચાયની ચૂસ્કી ભરતા અમે વાતે વળગ્યાં...

વાત વાતમાં મે એને ટોક્યો કે યાર તારા શબ્દો ક્યારેક ખૂબ આકરા લાગે છે,

કડવા લાગે છે. જોકે હું જાણું છું એમાં ભારોભાર સત્ય પણ છુપાયેલુ હોય છે. 

પણ તેમ છતાં મને એમ થાય કે આટલું કડવું સારું નૈ....

ત્યારે એણે હં... કરતાં ધીમેકથી કહ્યું અતિ મિઠુય ઝેર સાબિત થાય છે..!

મે કહ્યું ,હા એ વાત તો બરબાર છે પણ તેમ છતાય ....

મને વચ્ચે જ અટકાવતાં એણે સપ્સ્ટ અને મક્કમથાતી કહ્યું,

 મારી વાતથી તને તકલીફ હોય....

તો રેવાદે આપણે નૈ બોલતા ... હવેથી રાત્રે આપણે નૈ મળીએ ...

મે કહ્યું યાર એમાં આટલું નારાજ શું થવાનું હોય...

એણે હોઠમાં હસતાં હસતાં કહ્યું, યાર હું નારાજ બિલકુલ નથી થયો...

બલ્કે ખુશ થયો છું...!  

તું નૈ મળે ત્યારે જ તો મને મારુ પ્રિય એકાંત મળશે...!

અને એ એકાંતમાં મંથન કરવાનો સમય મળશે...!

સતત બોલ બોલ કરવામાં મજા નૈ ...!

હું સમજી ગયો. વાત તો એની બિલકુલ સાચી હતી ...

પછી મે વાત બદલી અને ઈશ્વર વિષે ચર્ચા છેડવાનો પ્રયાસ કર્યો ....

અને પછી મોડી રાત સુધી ઘણી બધી વાતો થઈ ...  

અને એ વાતોના પરિપાક રૂપે આ શબ્દ રચનાનું એણે સર્જન કર્યું....

જે થોડા દિવસના અંતરાલ પછી મળ્યા ત્યારે મે વાંચ્યું....

 અને આજે ફરી એજ 

જૂનું જરી પુરાણું ઝર્ઝરિત ફરફરિયું હાથ લાગ્યું ...   

ઈશ્વર નામે છટક બારી....     

  શબ્દો મારા શૂળ ને કલમ મારી કટારી છે..!
એવું જો તમને લાગે , તો એ તકલીફ તમારી છે..!

તમે રોજ રોજ બદલાવ છો , હાં ! હું પણ બદલાઉ છું . 

હર હાલમાં મારી ભીતરની મસ્તી સદા એકધારી છે. 

ઈશ્વર એક હતો, એક છે, ને હંમેશા એકજ  રહેશે..!
ઈશ્વર અનંત છે. ને ઈશ્વરની લીલાય ન્યારી છે..!

અલગ અલગ છે એમ જાણી કે પછી નિજ સ્વાર્થે ઠસાવી,
નોખો નોખો ઈશ્વર ધારવો એ માનવ મનની બીમારી છે..!

હે..ઈશ્વર તારા સર્જનનું તારે મન  મહત્વ કેટલું છે, એ હું-
બિલકુલ નથી જાણતો એવું નથી ! કહેવું કેમ શું લાચારી છે..!

પણ હાં ..!

માનવને મન તારું મહત્વ ક્યાં અને કેટલું એ હુ જાણું છું.!
લે હવે તું પણ જરા ધ્યાનથી સાંભળ કે કીંમત કેટલી તારી છે.

અજ્ઞાની" માનવ ને મન તું માત્ર સંકટ સમયે કૂદી પડવાની બારી છે.
 હે..! ઈશ્વર તું માત્ર જવાબદારી માથી છટકવા માટેની છટકબારી છે...!     

“અજ્ઞાની”

કતી,રા ના એલચા....


જાજા દારે  ફરી સામે આવી ઇસીતાની એલચી ... :) 

તો... 

આપરે સામે ધરી દીધો કતી,રાનો એલચો... :) 

મનમાં મંથન કરો ને મનમાજ  મમરાવો... !

મમરાવો કટકે કટકે.  
છે હવાદ બેઉનો હટકે..:) 

તો ઈવરી ઇ ઇસીતા ક્યે છે કે... 

માલિકના ડફણાં ખાધા પછી પણ ,
અશ્વની જેમ જે ચાલે નહીં 
એનું નામ ગધેરો ..!! :)
ઇસીતા ...:) 

@@@@@@@@@@@@@

તો આવરા આ કતી, રા એ કહ્યું કે... 

એલચો 

માલિક થઈ ગધેરાને ડફણાં મારીને
અશ્વની જેમ ચલાવવાનો પ્રયાસ જે કરે.
એને કહેવાય મુર્ખો... !!

કતી,રા...! :) :) :) 

લોકો માત્ર દીવારીએ જ ભરાકા કરે આપરે એવું કાય નૈ...:) 

દીવારી ભલેને પૂરી થઈ આપરે કાય ફેર નો પરે... 

વગર દીવારીએ પણ આપરે ભાઈબંધવારા ભરાકા "બ્લાસ્ટ" કરતાં...:) 

બ્લાસ્ટ:- "અનંત"

ઈવરો ઇ હંધાય થી નોખો અટલે હતો કે ઇ ઉંદર નો'તો... :) 

નો હમજાયું ને...? 

તો યાદ કરો પેલી ગામમાં ઉંદરના ત્રાસ વારી વાર્તા ... 

પછી ઓલો  પિપૂરી વારો આવે છે, ને બધા ઉંદર એની પાછર પાછર ચાલે છે. 

'ને પછી ઓલો પિપૂરી વારો જરાક અમથો નદીમાં ચાલે છે 'ને મૂરખ ઉંદર... :) 

હવે તો હમજાયું ને.. ? 

નો હમજાયું હોય તોય કાય નૈ ! 

આનાથી વધારે હમજાવવુ મને નૈ ફાવે ...  :) 

તો મુર વાત એ હતી કે એ સૌથી જુદું વિચારતો ... 

એમાં તો એની આ અલગતા ને લઈને કેટલાય ને એ.સી.ડી.ટી . થઈ જતી બોલો... ! 

આય અત્યારે નો હમજાયું હોય તો કાય નૈ,  કોક'દિ હમજાય જશે..! :) 

જોકે આપરે પણ સાવ ચીલા ચાલુ જ હોકે...:) 

એ વાત નોખી છે કે ભેગા રઈએ તો વાન નો આવે પણ શાન તો થોરી ઘણી આવેજ ...! 

"જોકે આવી શાન પછીથી પરેશાન પણ કરે...:)" 

એટલે આપરે એની શાન થિયે થોરા છેટા રહ્યા અને .... 

હંધાયની માફક ચીલા ચાલુ રેવાનું જ પસંદ કર્યું ...:)

ભાઈ હંધાયને મરવું પરે હંધાયમાં ભરવું પરે... 

નૈ તો કોય ઓરખેય નૈ...એકલા પરી જવાય ઇ આપરું કામ નૈ .. :) 

ઇ ની વાત નોખી છે...!   

અટલે એણે દોસ્તોના ચીલા ચાલુ તહેવાર મુજબના વહેવાર જોઈ લખ્યું હતું.. કે... 

હ..હ...હ.... જરા આઘા...  રહેજો...!  હવે વાટ લગાડું છું ... 

એટલે કે "સરગાવું છું...! સરગ્યા પછી જે થાય એને  જ બ્લાસ્ટ કેવાય  :)

મે ફટાકરો ચેતાવ્યા પેલા ચેતવી દીધા .... 

હવે  લાગે બાગે લોઈની ધાર આપરા ઉપર વાંક નૈ 

તો......

બ્લાસ્ટ :-   ફોર "અનંત" 

તમે  તહેવાર પર ઉજવોછો તહેવાર તમારે માત્ર તહેવાર પર તહેવાર હોય છે . 

કર્યું શું એમાં તમે નવું ? 

તહેવાર નિમિતે  માત્ર  તમારો તહેવાર મુજબનો ચીલાચાલુ વહેવાર હોય છે .

હું રંગીન છું. મિજાજ મારો રંગીન છે , 

મારી વાત નોખી છે મારી રીત ભાત નિરાળી છે .... 

બારે માસ ભૈ મારેતો  તહેવાર.... 

રોજ રોજ હોળી છે મારે,  ભૈ રોજ રોજ મારે તો દિવાળી છે...!

તમે સૌ ચીલા ચાલુ કોઈના ચાતરેલા ચીલા પર ચાલો છો. 

હું મારા ચીલા ખુદ બનાવું છું ‘ને એજ ચીલા પર ચાલુ છું. 

તમે કોઈના સપનામાં મ્હાલો છો હું ખુદ મારા જ  સપનામાં મ્હાલું છું.    

તમે ચીલા ચાલુ શબ્દો ઉચ્ચારો છો. નોખી મારી વાણી  નોખો મારો વહેવાર હોય છે.
તમે વાર તહેવારે જ મળો છો એક બીજાને, 'ને  હું મળું ત્યારે દોસ્તોમાં તહેવાર હોય છે.   

તમે બધા મળો છો નિજ સ્વાર્થે હું વિના સ્વાર્થે સૌને મળું.
“અનંત” મારામાં સૌ ભળી જાય. છોને હું કોઈનામાં ના ભળૂ.   

તમે તહેવારે તહેવારે મળો અમે મળીએ ત્યારે તહેવાર હોય ...
સૌથી નોખો નિરાળો છું હું ના ચીલા ચાલુ મારો વહેવાર હોય...

તમે કોઈના ચાતરેલા ચીલા ચાલુ ચિલે ચાલવાના આદિ 
હું રોજ નવા ચીલા ચાતરું રોજ નવો મારો ચિતાર હોય છે . 

તમે કોઈના ઉછીના વિચારેલા વિચાર વાપરો ... 
મારા ખુદના સૌથી અલગ જ વિચાર હોય છે...       

આપ તહેવારે તહેવારે ઉજવો છો તહેવાર. ‘ને તહેવાર-
નિમિતે જ આપનો તહેવાર મુજબનો વહેવાર હોય છે  

મારી વાત જરા નોખી છે..!  મારી રીતભાત જરા નોખી છે. 

તમે તહેવારે તહેવારે મળો છો. હું મળું ત્યારે તહેવાર હોય છે.!   

તમે તહેવાર નિમિતે આનંદ કરો છો...  
હું"અનંત" આનંદમાં નિમિત ખુદ બનું. 

તહેવાર  જેવો જ રોજ મારો વાણી વહેવાર હોય છે...! 

જોકે આ "અનંત" ના વિચાર છે 'ને ઇતો કેદુનો  વ્યો ગ્યો .... :(

આપરે આ બધુ નો ફાવે ... 

ટેટી:- આ ટેટી આપરી...> 

"ક્તી,રા યાદ રહે  મારા હાથમાં વાટકો નથી ... 
હું મન પરે તો આપું છું ભીખ<>માંગતો નથી.... 

ઠીક છે આ ટેટી ને ટેટા ... 
ભૈ ભરાકાથી આપરે છેટા  ... 

ટેટો :-આ ટેટો પાછો એનોજ હો કે... :) 

આપો તો આપો આપ "અનંત"મળે છે.!!
માંગુ ને મળે એવી ભીખ મને ના ખપે રે.. !!    

"અનંત"

ધૂમ... ધડામ....

"અનંત" વાણી "અજ્ઞાની" વાણી માથી.... કડવા મીઠા વેણ ...

દુનિયા ગમે તેમ દીવારી ઉજવે આપરે હંધાયથી અલગ આપરી રીતે ઉજવવા વારા .... ! 

ફતાકરા અટલે એમ નો હમજવું કે એમાં કાય નો થાય ....  

ધ્યાન નો રાખી તો કા આપરે કા કો'ક બીજા દાઝી જાય  ભાય....!  

આ નિર્દોષ લાગતાં ફટાકરા ને ક્યારેય નિર્દોષ હમજવાની ભૂલ નો કરવી હો...!  

હા... ક્યારેક ભડાકા કરતાં બોંમ્બ નું સૂરસૂરિયું ય થઈ જાય .... 

ને ક્યારેક નિર્દોષ ફુવારા યાની સુરસુરિયામાં પણ ભડાકો થઈ જાય,  કાય કેવાય નૈ ... 

આ નિર્દોષ લાગતાં ફટાકરાનો કાય ભરોસો નૈ,

ગમે ત્યારે ગમેતેમ આડા ઊભા ફાટે ફૂટે કાય કેવાય નૈ... 

તે ઇવડા આ ફતાકરા અસસ્લ માણસ જેવા જ હોય છે.... 

બને તાં લાગી ચેતતા રેવું ને ચેતીને ચેતાવવું ... 

જોકે હું તો કૌ છું આવા ફટાકરા ફોરાયજ નૈ... 

પણ પછે એમ થાય કે ઓલા બચારા શિવાકાશી વારાનું હું ... 

ઇ બધાનો રોટલો આના ઉપર જ હોય છે... 

એક તો ચાઈનાવારા એની રોજી પર તરાપ મારે છે,

ને ઉપરથી આપરેય ફતાકરા  ના ફોરીએ તો ..... 

ઇ તો બચારા હાવ ભૂખે જ મરે..  એમાં મોદી ભાઈને કાય ફેર નો પરે... 

પણ આપરે તો વિચારવું પરે ને અટલે થોરા થોરા ફોરતું રેવું ....   

ઇવડા ઇ મોદી તો હજુય આખા ગામની ભામ અહી ભેરી કરવા મથે છે ...:(  

ઈને ખબર નથી ચૂહાઈ જશે એકના ભોગે હંધાય.... :(

હવે ઇ બધી પછી વાત ... 

ભઈ હાચું કૌ છું હો આ નિર્દોષ લાગતાં ફટાકરાય ખતરાથી ભરેલા હોય છે... 

અટલે શું છે કે ફોરતા હોય ત્યારે બૌ ધ્યાન રાખવું પરે... 

નૈ ને કોઈ ને તરખો બરખો ઊડે ને દાઝી જાય તો .... :)

તો શું છે કે મરમ સાથે જ અને પાસે જ રાખવી પરે....   

દાયજા ભેરી ચોરી દેવાની એટલે બરતરા ઓછી થાય ... 

જોકે ઘા રુજતા તો વાર લાગે, !પન તાત્કાલિક થોરિક રાહત થાય ...!  

જોકે આપરે કાય ફિકર નય ભાઈબં દાજ્યા પર ચોપરવાની મરમય બનાવીને મઇરો છે...  

અટલે શું છે કે એના બનાવેલા બારૂદના બ્લાસ્ટ તો બૌ કઈરા.... 

હવે એકદમ સ્મૂધ મુલાયમ ફૂલઝરી નો વારો.... 

બિવોમાં તમે ... એમાં તો, કાય નો થાય હવે ....:) 

ઇ ફૂલઝરીના ઝરમરિયા નીચે હથેરી રાખીએ  તોય કાય નો થાય,  

હાચેકા હોં ખોતું નથી બોલતો કાય....!  

અખતરો કરી જોજો કાય થાય તો કેજો બોલો પછી...! :) 

આ ફૂલઝરી એજ મરમ બાકી બધા ભરમ.... :) 

તો ઈવડા ઈએ લઇખું તું કે.... 

જોકે નીચે ફોટામાં ચીતર સાથે મે શણગાઈરૂ જ છે... 

ઇ જુવો અટલે દાઝના હંધાય દુખાવા બરતરા ....

એક પરમાં મતી જાય, થરી જાય  ... :) 

તો ઈવરા ઈએ લઇખું તું કે.... 

મીઠા વેણ ગ્રહણ કરવા... 

"અજ્ઞાની" કટુ કાને ના ધરવા..! 

જ્યમ પંખી નજરે ચણ ચડે... 

કાંકરા એને ક્યાં ચણવા ...! 

"અજ્ઞાની"

અર્થાત... :) 

શું હવે હુય અક્કલનું પ્રદર્શન કરવા બેઠો, ને તમને અરથ હમજાવું છું ...:)  

એટલા તો તમે કોઈ ઠોઠ નથી જ કે અરથ નો હમજાય ... 

હાચું કે નૈ .... તો પછી... :) 

તે ઈવડો ઇ એમ કહેવા માંગતો હતો કે કોઈ ભૂંડું બોલે તો આપરે હાંભર્વાનુ  નૈ... 

અને હારુ લાગે ઈજ હૈયે લગારવું ...બસ...! 

જેમ તીમે પંખીને સસ્તા માયલું કાંકરા હોતું ચણ નાખીને મહાન થાવા હાલી નિકરો છો... 

હું એમ કૌ છું ઇને પંખીને તો કાય ફેર નથી પરતો...

પણ આપરે દુકાન વારાને એમ કૈ ને ચણ લઈએ કે .... 

ભાય ચકલાનું ચણ લાયને  કેમ...? માણા ખાય ઇ નો લેવાય....?? 

એટલે પેલો કાંકરા કસ્તર વારુ સસ્તા માયલું  ચણ જોખી આલે .... 

પણ તોય પંખીની મહાન તો જુવો...! શરમાઈ જશો .... 

ઈવરા ઇ પંખી તોય કાય કરતાં કાય ફરિયાદ નથી કરતા બોલો  ....( અને આપરે...??? ) 

ઇ તો,  એ...ય ને મસ્તીથી તમારી ફિલિમ ઉતારી નાખે છે ... 

પ્રેમથી ક્રીડા કરતાં કરતાં ચણ ચણ ચણી નાખે છે ...

કાંકરા હારે અને શું લેવા દેવા ..! 

'ને પછી ... ફ...ર..ર...ર...ર....કરતાક ને ઊડી જાય છે ...

હાચું કે નૈ !?  તો પછી ભલા માણસ :) 

ને કાંકરા તો આમેય રસ્તે રઝળતા જ હોય છે... 

તે ઇ ચણ હોતા આવેલા કાંકરાય ઈ રોડમાં છો રઝળે  આપરે શું .! 

એવું પંખી મનમાં બોલે છે...!      

હવે આટલું તો તમેય હમજી હકો એમ છો પછે મારે,  અર્થા... ત ... 

હમજાવીને  શુકામ નાહક ફિસિયારી મારવી હે..! :) 

બ્લાસ્ટ:- "અનંત"

લેખક વિષે કોઈદિ કોઈ પ્રકારની ધારણા ના બાંધવી ....  
"અનંત" બની શકે એ ધાર્યા કરતાં સાવ જુદો જ નીકળે.... 

"અનંત" 



આદત પરી ગય હોય ઇ જાય ખરી....?:) 

નો જાય અંતે ફૂલઝારીથી જ મે બ્લાસ્ટ કઇરો ને... :) 

( બસ બધે એવું જ છે ફૂલજરીની યાત્રા બ્લાસ્ટ સુધીની હોય છે... :) )

આ ઉપરથી હંધ નીચેની એતલે કે  છેલ્લી લીતી આપરી હોં.... :) 

કેવું તો પરે જ ને... :)

નૈતર કોઈ માને નૈ ....:)

Tuesday, 21 October 2014

અજ્ઞાની ની અગમ વાણી માથી

"અજ્ઞાની"ની અગમ વાણી માંથી ....

પાકી ચૂક્યો છે...!

વર્ષો પહેલા એણે ભાખેલો સમય...

આવી ચૂક્યો છે.... !

એણે લખ્યું /કહ્યુ હતુ કે.,

સમય એવોય આવશે ....

સોનુ એના અસલ નકલી રૂપમાં પાછુ આવી જશે...

અકલે કે,

સોનુ પીતળ થઈ જશે...
અને, રૂપીયા થશે કાગળ ...

" અજ્ઞાની" કોઈએ ધાર્યું વિચાર્યુ -
ના હોય એવુય થશે આગળ..

"અજ્ઞાની" અનેક બુધ્ધિહીન લોકો...

એક ગુંડા મવાલી કે, હલકટને મહાન કરશે...!

પતન એવું થશે કે....

અમીર માંગશે ભીખ, 'ને, ભિખારી દાન કરશે....

और उसने ये भी कहा /लिखा है की..,

आने वाले समयमे समस्याए...

हुई, हो रही उनसे और बडी होगी...!

आगे हर पल हर घडी गरबडी होगी...!

हो रही थी उससे भी..! बडी बडी होगी...!

चैन नही मिलेगा किसीको कही भी आये जाये..

वैसे आम आदमी की भी आमदनी बढी होगी...

आगे और भी मुश्किलें बढती ही जायेगी. 

जो , खत्म होनेका नाम नही लेगी. 

एक दूर होगी तो और दश मुश्किल खडी होगी...

छोटे, बडे, अमीर, गरीब, ज्ञानी,

"अज्ञानी" सबकी खटिया खडी होगी...

और आगे की घडीया सबसे घटिया घडी होगी...

ऐसा नही की लोगो को,

दुसरोकी मदद करेगी ईच्छा नही होगी,

लेकीन... 
                                                  
लोग इतने लाचार-ओ-मजबुर होगे की,

चाहते हुवे भी..!

कोई कीसीके काम ना आ पायेगा.

सबको अपनी पडी होगी..!

सबको अपनी फीकर लगी होगी..

"અજ્ઞાની"

"અજ્ઞાની" છતી આંખે આંધળા થશે ..!
જ્ઞાની ય છતે પગે હાથે પાંગળા થશે ...! 
"અજ્ઞાની" 

ખરેખર આવું બધું હવે થઇ રહ્યું છે ...!

હવે ભિખારીઓ દાન કરવા લાગ્યા છે ....!

અને, ....

અનેક બુધ્ધિહીન લોકો,  ગુંડા મવાલી કે પછી,
એક હલકટને મહાન કરવા /કહેવા લાગ્યા છે ...!

બ્લાસ્ટ:- "અજ્ઞાની"

મૂર્ખ લોકોની સદીઓથી આ તાસીર રહી છે ...

એવા લોકોને કોઈ સાચું કહે તો ખૂબ કઠે.!
ખોટા તો ખોટા પણ વખાણ કરો તો ગમે..!

શુ સાચુ શુ ખોટુ, કોણ સાચુ કોણ ખોટુ,

કેટલા સાચા, કેટલા ખોટા, એની પરખ નથી...
વાહ વાહ સાચી છે કે મજાક એ ખબર નથી...

તો પણ સૌને માત્ર ને માત્ર વાહ વાહી ખપે..!

બસ.! વાહ વાહી કરો તો પ્યારા લાગો...
નૈ તો ગંધારા લાગો, નઠારા લાગો...


બ્લાસ્ટ :-

જ્યારે બુધ્ધિ શાળી લાગતા મૂર્ખ લોકો, 

વાતે વાતે વાહિયાત- દલીલો કરતા હોય છે ત્યારે...,

"અજ્ઞાની" મૂર્ખ લાગતા બુધ્ધિ શાળી લોકો.. 

ચુપચાપ કેવળ હસે છે, અને, 

મનોમન મૌન મનોરંજન કરે છે...

લે બોલ.! દિવાળી છે કે વાતું.... :)

મને ઇ ઓલા બાળકો વાળા,

સુરસુરિયા ટેટાની બૌ બીક લાગે..:)

ને મોંઘાય પરે....

અકલે આપરે આજ ફોરીએ .... :)

અને દીવારી ઉજવીએ... :D :D :D

લ્યો તૈ જય દીવારી ....:)

https://m.facebook.com/story.php?story_fbid=605254309584274&id=100002991311961

Friday, 10 October 2014

"અનંત" ના પત્રો માંથી....

વાણીમાં , વર્તનમાં, વિચારમાં .... 

હાં જરૂર  બદલાવ આવ્યો હશે .... 

અને  બદલવું એ તો પ્રકૃતિનો સનાતન નિયમ છે .... 

એ નિયમ મુજબ બધુ , બધા બદલાયા જ કરે છે ... 

તેમ છતાં ...

 "ઘણું બદલાય છે, પણ બધુ જ , નથી બદલાતું.... 
 બધુ બદલાય છે ,પણ ઘણું જ, નથી બદલાતું...."

અમુક ઘટના કદાચ બહારથી બદલાતી હોય છે ... 

પણ ભીતર એ ઘટના એ રીતે કંડારાય જાય છે કે ક્યારેય ભૂંસાતી નથી...  

આપણે પ્રથમ વખત સ્વર થકી મળ્યા...  

અને પછી એક બીજાના શબ્દો કાનને સ્પર્શ્યા .....

ત્યારે જે અનુભૂતિ તને અને મને થઈ હતી ....

 એ અલૌકિક હતી  અવિસ્મરણીય  હતી ....  

આજે પણ એ ક્ષણ વીસરાઈ નથી....  

અને તું બધી ક્ષણો ને એક સરખી ગણે કે એક બીજા સાથે સાંકળે તો..... 

હું  બીજું તો શું કહું , હા એટલું જરૂર કહી શકું કે તારી આવી વાતો તને અનયથી અલગ પાડે છે... 

પણ હું નથી માનતો કે બધીજ ક્ષણો એક સરખી હોય કે, બધી ક્ષણોની અનુભૂતિ પણ સરખો હોય છે ,

એવું તારે માનવું હોય તો મન હું નૈ માનું.... 

દુનિયાના માહાન મહાન માણસો જે સ્વીકારી ચૂક્યા છે ... 

એ કદાચ સામાન્ય માનવી પણ સ્વીકારે તો  કઈ ખોટું તો નથી જ..! 

પણ ગાંડી તું ક્યાં સામાન્ય છે ... :) 

પણ જો તું મહાન છે , તો તારે પણ આ સત્ય સ્વીકારવું રહ્યું .... :) 

બ્લાસ્ટ;- 



 ઘણું બદલાય છે, પણ બધુ જ , નથી બદલાતું "
 " બધુ બદલાય છે ,પણ ઘણું જ, નથી બદલાતું....

"અનંત" 

"અનંત" વાણી....

મનમાં મંજીરાં વાગે ...
તીર કમાન બરછી ભાલા કે તલવારની હવે જરૂર ક્યાં....
શબ્દોથી કામ ચાલી જાય છે, હથિયારની હવે જરૂર ક્યાં..

પ્રેમ જો પુષ્પ જેવો હોયતો સુગંધ દૂરથી પણ અનુભવી-
શકાય છે. સુગંધી પ્રેમ છે તો શણગારની હવે જરૂર ક્યાં.

મનમાં વાગે મંજીરાં ને મનમાં જ વાગી શકે છે કરતાલ.
મોજમાં રોજ વગાડો સિટી તો સિતારની હવે જરૂર ક્યાં. 

“અનંત”   
બ્લાસ્ટ :- 
હું જો વગાડીસ "અનંત"સીટીની સિતાર .......... 
તોય ઝણ ઝાની ઉઠશે તારા હ્રદયના તાર... , 

Wednesday, 1 October 2014

અનંત પોતાની વાત પર અડગ હતો ...


અનંત એની વાત પર અડગ હતો ... 

એવું એના આ લખાણ પરથી લાગે છે ..! 

અકલે જ  એણે વર્ષો પહેલા દ્રઢતા પૂર્વક કહ્યું છે / લખ્યું છે કે,,, 

ના , ! 

બિલકુલ ઇનકાર નથી ..! 

અસુંદરતામાં પણ, 

કઈક તો સુંદર છુપાયુજ હશે ..! 

હાં , 

અસુંદરતામાં પણ ...! 

કઈક તો સુંદર  છુપાયુજ હોય છે ..! 

પણ તેમ છતાં ..! 

આ સત્યને પણ ..! 

હરગિઝ અવગણી નાજ શકાય કે,,, 

પ્રથમ સૌ બાહ્ય સુંદરતાથીજ આકર્ષાય છે ...! 

"અનંત" એમ તો પછી ઘણા છેતરાય પણ છે ..! 

"અનંત" 

આટલું લખ્યા બાદ એણે એક વધુ સ્પષ્ટતા કરેલી છે ..! 

એ બ્લાસ્ટથી કમ નથી ... 

બ્લાસ્ટ :- અસુંદરમાં સુંદર શોધવું પડે ..! 

સુંદરતાઆમ તો ઉડીને આંખે વળગે ..! 

પણ એ સુંદરની અંદર પણ કઈક અસુંદર  હોય શકે છે ..!

જે અંદર હોય તે બહાર ના દેખાય એ દેખીતું છે ! 


માટે બહેતર છે પ્રથમ એ જાણી લેવું .! 

નૈ તો પછીથી છેતરાયની લાગણી થઈ શકે છે ..! 

હું મારાથી આકર્ષાતી હરેક વ્યક્તિને ચેતવું છું ..! 

કે મારી બૂરાઈઓ વિષે પ્રથમ જાણી લેવું .. 

નખ શીખ સાચો કે સારો માણસ હું નથીજ ..! 

"અનંત"
લખાણ પરથી લખણ નક્કી થાય પણ ના પણ થાય ... 

બસ હવે હું નિરાંતે સૂઈ જઈશ .... 

આવું એણે પત્રના અંતમાં લખેલું છે ... ! 

મારે પણ હવે જાગવાને કોઈ કારણ નથી ...!