દુનિયા ગમે તેમ દીવારી ઉજવે આપરે હંધાયથી અલગ આપરી રીતે ઉજવવા વારા .... !
ફતાકરા અટલે એમ નો હમજવું કે એમાં કાય નો થાય ....
ધ્યાન નો રાખી તો કા આપરે કા કો'ક બીજા દાઝી જાય ભાય....!
આ નિર્દોષ લાગતાં ફટાકરા ને ક્યારેય નિર્દોષ હમજવાની ભૂલ નો કરવી હો...!
હા... ક્યારેક ભડાકા કરતાં બોંમ્બ નું સૂરસૂરિયું ય થઈ જાય ....
ને ક્યારેક નિર્દોષ ફુવારા યાની સુરસુરિયામાં પણ ભડાકો થઈ જાય, કાય કેવાય નૈ ...
આ નિર્દોષ લાગતાં ફટાકરાનો કાય ભરોસો નૈ,
ગમે ત્યારે ગમેતેમ આડા ઊભા ફાટે ફૂટે કાય કેવાય નૈ...
તે ઇવડા આ ફતાકરા અસસ્લ માણસ જેવા જ હોય છે....
બને તાં લાગી ચેતતા રેવું ને ચેતીને ચેતાવવું ...
જોકે હું તો કૌ છું આવા ફટાકરા ફોરાયજ નૈ...
પણ પછે એમ થાય કે ઓલા બચારા શિવાકાશી વારાનું હું ...
ઇ બધાનો રોટલો આના ઉપર જ હોય છે...
એક તો ચાઈનાવારા એની રોજી પર તરાપ મારે છે,
ને ઉપરથી આપરેય ફતાકરા ના ફોરીએ તો .....
ઇ તો બચારા હાવ ભૂખે જ મરે.. એમાં મોદી ભાઈને કાય ફેર નો પરે...
પણ આપરે તો વિચારવું પરે ને અટલે થોરા થોરા ફોરતું રેવું ....
ઇવડા ઇ મોદી તો હજુય આખા ગામની ભામ અહી ભેરી કરવા મથે છે ...:(
ઈને ખબર નથી ચૂહાઈ જશે એકના ભોગે હંધાય.... :(
હવે ઇ બધી પછી વાત ...
ભઈ હાચું કૌ છું હો આ નિર્દોષ લાગતાં ફટાકરાય ખતરાથી ભરેલા હોય છે...
અટલે શું છે કે ફોરતા હોય ત્યારે બૌ ધ્યાન રાખવું પરે...
નૈ ને કોઈ ને તરખો બરખો ઊડે ને દાઝી જાય તો .... :)
તો શું છે કે મરમ સાથે જ અને પાસે જ રાખવી પરે....
દાયજા ભેરી ચોરી દેવાની એટલે બરતરા ઓછી થાય ...
જોકે ઘા રુજતા તો વાર લાગે, !પન તાત્કાલિક થોરિક રાહત થાય ...!
જોકે આપરે કાય ફિકર નય ભાઈબં દાજ્યા પર ચોપરવાની મરમય બનાવીને મઇરો છે...
અટલે શું છે કે એના બનાવેલા બારૂદના બ્લાસ્ટ તો બૌ કઈરા....
હવે એકદમ સ્મૂધ મુલાયમ ફૂલઝરી નો વારો....
બિવોમાં તમે ... એમાં તો, કાય નો થાય હવે ....:)
ઇ ફૂલઝરીના ઝરમરિયા નીચે હથેરી રાખીએ તોય કાય નો થાય,
હાચેકા હોં ખોતું નથી બોલતો કાય....!
અખતરો કરી જોજો કાય થાય તો કેજો બોલો પછી...! :)
આ ફૂલઝરી એજ મરમ બાકી બધા ભરમ.... :)
તો ઈવડા ઈએ લઇખું તું કે....
જોકે નીચે ફોટામાં ચીતર સાથે મે શણગાઈરૂ જ છે...
ઇ જુવો અટલે દાઝના હંધાય દુખાવા બરતરા ....
એક પરમાં મતી જાય, થરી જાય ... :)
તો ઈવરા ઈએ લઇખું તું કે....
મીઠા વેણ ગ્રહણ કરવા...
"અજ્ઞાની" કટુ કાને ના ધરવા..!
જ્યમ પંખી નજરે ચણ ચડે...
કાંકરા એને ક્યાં ચણવા ...!
"અજ્ઞાની"
અર્થાત... :)
શું હવે હુય અક્કલનું પ્રદર્શન કરવા બેઠો, ને તમને અરથ હમજાવું છું ...:)
એટલા તો તમે કોઈ ઠોઠ નથી જ કે અરથ નો હમજાય ...
હાચું કે નૈ .... તો પછી... :)
તે ઈવડો ઇ એમ કહેવા માંગતો હતો કે કોઈ ભૂંડું બોલે તો આપરે હાંભર્વાનુ નૈ...
અને હારુ લાગે ઈજ હૈયે લગારવું ...બસ...!
જેમ તીમે પંખીને સસ્તા માયલું કાંકરા હોતું ચણ નાખીને મહાન થાવા હાલી નિકરો છો...
હું એમ કૌ છું ઇને પંખીને તો કાય ફેર નથી પરતો...
પણ આપરે દુકાન વારાને એમ કૈ ને ચણ લઈએ કે ....
ભાય ચકલાનું ચણ લાયને કેમ...? માણા ખાય ઇ નો લેવાય....??
એટલે પેલો કાંકરા કસ્તર વારુ સસ્તા માયલું ચણ જોખી આલે ....
પણ તોય પંખીની મહાન તો જુવો...! શરમાઈ જશો ....
ઈવરા ઇ પંખી તોય કાય કરતાં કાય ફરિયાદ નથી કરતા બોલો ....( અને આપરે...??? )
ઇ તો, એ...ય ને મસ્તીથી તમારી ફિલિમ ઉતારી નાખે છે ...
પ્રેમથી ક્રીડા કરતાં કરતાં ચણ ચણ ચણી નાખે છે ...
કાંકરા હારે અને શું લેવા દેવા ..!
'ને પછી ... ફ...ર..ર...ર...ર....કરતાક ને ઊડી જાય છે ...
હાચું કે નૈ !? તો પછી ભલા માણસ :)
ને કાંકરા તો આમેય રસ્તે રઝળતા જ હોય છે...
તે ઇ ચણ હોતા આવેલા કાંકરાય ઈ રોડમાં છો રઝળે આપરે શું .!
એવું પંખી મનમાં બોલે છે...!
હવે આટલું તો તમેય હમજી હકો એમ છો પછે મારે, અર્થા... ત ...
હમજાવીને શુકામ નાહક ફિસિયારી મારવી હે..! :)
બ્લાસ્ટ:- "અનંત"
લેખક વિષે કોઈદિ કોઈ પ્રકારની ધારણા ના બાંધવી ....
"અનંત" બની શકે એ ધાર્યા કરતાં સાવ જુદો જ નીકળે....
"અનંત"
આદત પરી ગય હોય ઇ જાય ખરી....?:)
નો જાય અંતે ફૂલઝારીથી જ મે બ્લાસ્ટ કઇરો ને... :)
( બસ બધે એવું જ છે ફૂલજરીની યાત્રા બ્લાસ્ટ સુધીની હોય છે... :) )
આ ઉપરથી હંધ નીચેની એતલે કે છેલ્લી લીતી આપરી હોં.... :)
કેવું તો પરે જ ને... :)
નૈતર કોઈ માને નૈ ....:)

No comments:
Post a Comment