Saturday, 25 October 2014

કતી,રા ના એલચા....


જાજા દારે  ફરી સામે આવી ઇસીતાની એલચી ... :) 

તો... 

આપરે સામે ધરી દીધો કતી,રાનો એલચો... :) 

મનમાં મંથન કરો ને મનમાજ  મમરાવો... !

મમરાવો કટકે કટકે.  
છે હવાદ બેઉનો હટકે..:) 

તો ઈવરી ઇ ઇસીતા ક્યે છે કે... 

માલિકના ડફણાં ખાધા પછી પણ ,
અશ્વની જેમ જે ચાલે નહીં 
એનું નામ ગધેરો ..!! :)
ઇસીતા ...:) 

@@@@@@@@@@@@@

તો આવરા આ કતી, રા એ કહ્યું કે... 

એલચો 

માલિક થઈ ગધેરાને ડફણાં મારીને
અશ્વની જેમ ચલાવવાનો પ્રયાસ જે કરે.
એને કહેવાય મુર્ખો... !!

કતી,રા...! :) :) :) 

લોકો માત્ર દીવારીએ જ ભરાકા કરે આપરે એવું કાય નૈ...:) 

દીવારી ભલેને પૂરી થઈ આપરે કાય ફેર નો પરે... 

વગર દીવારીએ પણ આપરે ભાઈબંધવારા ભરાકા "બ્લાસ્ટ" કરતાં...:) 

બ્લાસ્ટ:- "અનંત"

ઈવરો ઇ હંધાય થી નોખો અટલે હતો કે ઇ ઉંદર નો'તો... :) 

નો હમજાયું ને...? 

તો યાદ કરો પેલી ગામમાં ઉંદરના ત્રાસ વારી વાર્તા ... 

પછી ઓલો  પિપૂરી વારો આવે છે, ને બધા ઉંદર એની પાછર પાછર ચાલે છે. 

'ને પછી ઓલો પિપૂરી વારો જરાક અમથો નદીમાં ચાલે છે 'ને મૂરખ ઉંદર... :) 

હવે તો હમજાયું ને.. ? 

નો હમજાયું હોય તોય કાય નૈ ! 

આનાથી વધારે હમજાવવુ મને નૈ ફાવે ...  :) 

તો મુર વાત એ હતી કે એ સૌથી જુદું વિચારતો ... 

એમાં તો એની આ અલગતા ને લઈને કેટલાય ને એ.સી.ડી.ટી . થઈ જતી બોલો... ! 

આય અત્યારે નો હમજાયું હોય તો કાય નૈ,  કોક'દિ હમજાય જશે..! :) 

જોકે આપરે પણ સાવ ચીલા ચાલુ જ હોકે...:) 

એ વાત નોખી છે કે ભેગા રઈએ તો વાન નો આવે પણ શાન તો થોરી ઘણી આવેજ ...! 

"જોકે આવી શાન પછીથી પરેશાન પણ કરે...:)" 

એટલે આપરે એની શાન થિયે થોરા છેટા રહ્યા અને .... 

હંધાયની માફક ચીલા ચાલુ રેવાનું જ પસંદ કર્યું ...:)

ભાઈ હંધાયને મરવું પરે હંધાયમાં ભરવું પરે... 

નૈ તો કોય ઓરખેય નૈ...એકલા પરી જવાય ઇ આપરું કામ નૈ .. :) 

ઇ ની વાત નોખી છે...!   

અટલે એણે દોસ્તોના ચીલા ચાલુ તહેવાર મુજબના વહેવાર જોઈ લખ્યું હતું.. કે... 

હ..હ...હ.... જરા આઘા...  રહેજો...!  હવે વાટ લગાડું છું ... 

એટલે કે "સરગાવું છું...! સરગ્યા પછી જે થાય એને  જ બ્લાસ્ટ કેવાય  :)

મે ફટાકરો ચેતાવ્યા પેલા ચેતવી દીધા .... 

હવે  લાગે બાગે લોઈની ધાર આપરા ઉપર વાંક નૈ 

તો......

બ્લાસ્ટ :-   ફોર "અનંત" 

તમે  તહેવાર પર ઉજવોછો તહેવાર તમારે માત્ર તહેવાર પર તહેવાર હોય છે . 

કર્યું શું એમાં તમે નવું ? 

તહેવાર નિમિતે  માત્ર  તમારો તહેવાર મુજબનો ચીલાચાલુ વહેવાર હોય છે .

હું રંગીન છું. મિજાજ મારો રંગીન છે , 

મારી વાત નોખી છે મારી રીત ભાત નિરાળી છે .... 

બારે માસ ભૈ મારેતો  તહેવાર.... 

રોજ રોજ હોળી છે મારે,  ભૈ રોજ રોજ મારે તો દિવાળી છે...!

તમે સૌ ચીલા ચાલુ કોઈના ચાતરેલા ચીલા પર ચાલો છો. 

હું મારા ચીલા ખુદ બનાવું છું ‘ને એજ ચીલા પર ચાલુ છું. 

તમે કોઈના સપનામાં મ્હાલો છો હું ખુદ મારા જ  સપનામાં મ્હાલું છું.    

તમે ચીલા ચાલુ શબ્દો ઉચ્ચારો છો. નોખી મારી વાણી  નોખો મારો વહેવાર હોય છે.
તમે વાર તહેવારે જ મળો છો એક બીજાને, 'ને  હું મળું ત્યારે દોસ્તોમાં તહેવાર હોય છે.   

તમે બધા મળો છો નિજ સ્વાર્થે હું વિના સ્વાર્થે સૌને મળું.
“અનંત” મારામાં સૌ ભળી જાય. છોને હું કોઈનામાં ના ભળૂ.   

તમે તહેવારે તહેવારે મળો અમે મળીએ ત્યારે તહેવાર હોય ...
સૌથી નોખો નિરાળો છું હું ના ચીલા ચાલુ મારો વહેવાર હોય...

તમે કોઈના ચાતરેલા ચીલા ચાલુ ચિલે ચાલવાના આદિ 
હું રોજ નવા ચીલા ચાતરું રોજ નવો મારો ચિતાર હોય છે . 

તમે કોઈના ઉછીના વિચારેલા વિચાર વાપરો ... 
મારા ખુદના સૌથી અલગ જ વિચાર હોય છે...       

આપ તહેવારે તહેવારે ઉજવો છો તહેવાર. ‘ને તહેવાર-
નિમિતે જ આપનો તહેવાર મુજબનો વહેવાર હોય છે  

મારી વાત જરા નોખી છે..!  મારી રીતભાત જરા નોખી છે. 

તમે તહેવારે તહેવારે મળો છો. હું મળું ત્યારે તહેવાર હોય છે.!   

તમે તહેવાર નિમિતે આનંદ કરો છો...  
હું"અનંત" આનંદમાં નિમિત ખુદ બનું. 

તહેવાર  જેવો જ રોજ મારો વાણી વહેવાર હોય છે...! 

જોકે આ "અનંત" ના વિચાર છે 'ને ઇતો કેદુનો  વ્યો ગ્યો .... :(

આપરે આ બધુ નો ફાવે ... 

ટેટી:- આ ટેટી આપરી...> 

"ક્તી,રા યાદ રહે  મારા હાથમાં વાટકો નથી ... 
હું મન પરે તો આપું છું ભીખ<>માંગતો નથી.... 

ઠીક છે આ ટેટી ને ટેટા ... 
ભૈ ભરાકાથી આપરે છેટા  ... 

ટેટો :-આ ટેટો પાછો એનોજ હો કે... :) 

આપો તો આપો આપ "અનંત"મળે છે.!!
માંગુ ને મળે એવી ભીખ મને ના ખપે રે.. !!    

"અનંત"

ધૂમ... ધડામ....

No comments:

Post a Comment