Saturday, 15 November 2014

લોકો ને કેવા કેવા ભ્રમ થાય છે... તમને ભ્રમિત થતાં કોઈ રોકી ના શકે .. ,

https://www.facebook.com/katira.paresh/posts/596187240490981

https://www.facebook.com/photo.php?fbid=617965474979824&set=p.617965474979824&type=1&permPage=1

https://www.facebook.com/photo.php?fbid=617975998312105&set=a.119481608161549.20378.100002991311961&type=1


Pravin Miyatra

Pravin Miyatra તો તો પછી પરેશ ને "અનંત" કે અજ્ઞાની કહી શકાય ને?
See Translation
23 hrs · Unlike ·

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@





...

Pravin Miyatra

Pravin Miyatra તો તો પછી પરેશ ને "અનંત" કે અજ્ઞાની કહી શકાય ને?
See Translation
23 hrs • Unlike •

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

નોજ કેવાય ને ગાંડા ... :)

હું તને પ્રવીણ ની બદલે અમરિશ કૌ તો ચાલે ખરું... ???

હું એજ તો કૌ છું નામમાં શું બળ્યું છે !

આવું ચીલા ચાલુ વિધાન કરતાં પહેલા કોઈને  વિચાર નૈ આવ્યો હોય ...?

કે ભાઈ નામ છે તેથી જ  " ઘણાએ ના બોળ્યું છે ."... :)

આપણાં લોકોની એજ તો તકલીફ છે કે,

કોઈ મહાન વ્યક્તિ બોલવા ખાતર બોલી ગયું કે પત્યુ,

બોલનાર ને પણ ખબર ના હોય, કે ...

એ શું બોલ્યો હતો ,શું કામ બોલ્યો હતો...

'ને એ જે બોલ્યો એનો અર્થ શું હતો...

પણ અર્ધ અર્ધજ્ઞાની લોકો પછી પોતાને પૂર્ણ જ્ઞાની છે એવું સાબિત કરવા....

પેલી વ્યક્તિના અનાયાસે અમસ્તા જ  બોલાયેલા,

ઉચ્ચારાયેલા  શબ્દોનું ઊંડું અર્થ ઘટન સૌ પોતપોતાની રીતે કરવા લાગે ...!

અને સૌ પોત પોતાની મરજી મુજબ જ અર્થ તારવવા લાગે ....!

પેલા બોલનારને પણ મુંજવણ થઈ જાય .!

જ્યારે લોકો દ્વારા પોતે અનાયાસે આમસતાજ બોલાયેલ શબ્દોનું,

અર્થ ઘટન કરતાં સાંભળે ત્યારે બોલનાર ખુદ મુંજાય જાય ...

અને એથી આગળ વધી ને અમસ્તાજ બોલાયેલા શબ્દોનું ...

કોઈ એ પોતાની રીતે કરેલું અને લખેલું અર્થ ઘટન વાંચે વાંચે ત્યારે....

મનમાં , મૂછમાં , હસવું આવતું હશે ,અને એ વિચારતા હશે ...

આલેલે ! સ્સાલું  આવું તો મે વિચાર્યું પણ ના હતું.., અને આ  લોકો તો જો ... :)

અર્થાત... ટૂંકમાં કહેવાનું એટલું જ કે,

આપણે ત્યાં કોઈ પોતાની અક્કલ નથી વાપરતું....

"બસ પારકી અક્કલ ને ઉછીની  બુધ્ધિ પર,

સૌ  તાગડ ધીના, ધીન, તા..! કર્યે રાખે છે... :)

જો "નામ" જ ના હોત તો... ?

કલ્પના કર પવલા કે લોકો એક બીજાને કેમ બોલાવતા હોત ...

એ...ઑ....ઉ...ઇ...હું...હા... હી...  બે....યો...  ભોં.... :)

તો પણ એક દિવસ એ નામ થઈ જાત.... ( થયા જ છે ને ..)

જેમ ક્યાક દૂર બે..એ...બે...એ... અવાજ સંભળાય ,

એટલે ખબર પડી જ જાય કે ત્યાં બકરી છે..!

" આવી જ રીતે હંધાય જનાવરની ઓળખ થાય છે.."

જનાવર એટલે લખ્યું કે પ્રાણી તો આપણે સૌ છીયે જ ...!

કેમકે આપણાં બધાયમાં પ્રાણ છે...!

આવું ઈવડો ઇ ભાઈબંધ કે'તો 'તો... :)

આપણે જરીક અમથીજ વધારે બુધ્ધિ મળી એટલે શબ્દોની શોધ કરી,

અને નામનો  ઉદય થયો...

અને આપણે લાગણી વ્યક્ત કરવા લખવા બોલવા લાગ્યા.... :)

પછી થી જે જે લોકો ...

"મહાન થયા .પોતાના લખ્ખણ દ્વારા અને લખાણ દ્વારા "

વાણી ને વર્તન દ્વારા...

એ મુજબ એ લોકોનો અને એના નામનો બધે  ઉલ્લેખ થયો .."

બસ એવું જ...!

જોકે લાગણી તો જનાવર પણ વ્યક્ત કરતાં જ હોય છે ... !

પ્રેમ પણ વ્યક્ત કરતાં હોય છે... !

પણ બોલીને બોલીને નહીં ચાટી ચાટી ને ...

કાશ હું પણ એ જ હોત .... :) જનાવર... :)

" આપણે ચાટવા ચટાવવા સુધી પહોંચવા કેટલું બધુ બોલવું,લખવું પડે છે ... "

આપણી ચાટવા સુધીની યાત્રા  સેકડો શબ્દો સુધી ચાલે છે ....:)

આપણી ચટવાની યાત્રા દરમિયાન આપણે સફરમાં ઘણું બોલવું પડે છે... :)

પછીય મંજીલ નું કાય નક્કી નય ... :)

"એટલે કે ચાટવા ના મળે, અથવા કોઈ જ ના ચાટે." :)

બને એવું કે ચાટવાની ઈચ્છા લઈને ચાલતા ચાલતા થાકીય જવાય અને તોય

ચાટવાથી ચટાવવાથી  તો વંચિત જ  રહી જવાય ...

નોંધ:- ( અહી ચાટવું એટલે ચાહવું નિર્દોષ વ્હાલ કરવો..

જનાવર અર્થાત .પ્રાણી ની માફક  અને દોષ પૂર્ણ પ્રેમ કરવો એક સમજવું ... :) :)

શું તમે કદિ જનાવર ને જીભ દ્વારા ચાટી ચાટીને પ્રેમ ચેષ્ટા કરતાં નથી જોયા... ??? :)

તો પછી ભલા માણસ ..  <<<< આ ભલા માણસમાં ભલી સ્ત્રીઓ પણ આવી જાય છે ...:)

"સ્ત્રીઓ પણ માણસ જ ગણાય એ ના ભૂલવું જોઇયે... "

અનુસંધાન જોડતા...

"પ્રેમ બધી વખતે નિર્દોધ ના હોય શકે..."

"અને નિશ્વાર્થ પ્રેમ તો થાય જ નહીં એ શક્ય ન નથી ... ! "

"પ્રેમ શરતોને ને આધીન જ થાય છે , હોય છે...આ સ્થ્તિતી બંને પક્ષે હોય છે...

અને એમાં કશું જ ખોટું નથી..હું તો હરગિઝ એવું નથી માનતો...)

( કેમકે હું એક હદ સુધી દંભી છું...! :) )

( ભાઈબંધના આ વિચાર સાથે હું દુશ્મન હોવાને નાતે સહમત છું..!  )

નોંધ :- વાતે વાતે મને ભાઈબંધ ના શબ્દો યાદ આવી શકે છે ઉપર મુજબ ... :)

જ્યાથી અટકેલ ત્યાથી શરૂ...

નહીં તો પહેલા આપણેય જંગલમાં જિંગાલાલા જ કરતાં હતા.... :)

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

હા તો પ્રવીણ માની લે કે તું જંગલમાં મારાથી આગળ ચાલતો હોય ....

અને હું તારી પાછળ પાછળ .....

પણ તને ખબરય ના હોય કે હું તારી પાછળ પાછળ ચાલુ છું ...

જો કે મનેય ખબર તો નાજ હોય કે આગળ જે ચાલે છે એ તું છે ..!

પણ શું છે, કેમકે હું તું આગળ ને હું પાછળ હોય તારો ચહેરો તો જોઈ ના શકતો હૌ ને...!

કેમકે તું પાછળ જોયા વિના આગળ આગળ ચાલતો હોય ,

અને પાછળથી તને જોતાં મને એવો ભ્રમ થાય કે લ્યા આ તો મારો પાવલો છે ...

અને પછી મને એમ થાય કે સાલું આ નિર્જન જંગલમાં,

એકલા એકલા પવલો શું નીકળ્યો હશે અને બીક નૈ લાગતી હોય !

પછી મને એ પણ થાય કે આવા નિર્જન જંગલમાં...

એકલા એકલા મને તો બૌ બીક લાગે,

એના કરતાં પેલો આગળ જાય છે તે મારો ભાઈબંધ પવલો જ છે !

તો લાય એને હાકલ મારી ઊભો રાખું તો હંગાથે હંગાથે હાલીએ

તો બૌ બીક તો નો લાગે ..થોડીક જ લાગે... :)

આમ વિચારી હું તને હાકલ મારુ .... પણ....

પછી થાય એવું કે હું તને,,,,  એ પવલા...પવલા....એ....પવલા ... ,

પ્રવીણ...એમ કહેવાને બદલે .....

અમરિશ ...એ અમરિશ ... લ્યા  ઊભો રે......

એમ કૌ તો તું ઊભો  રે ખરો .. ?

ના જ રે...

કેમકે તું અમરિશ નથી....

પણ પછી હું તને પાછળથી જોયા, ધાર્યા  મુજબ....

અને એજ ધારણા મુજબ પ્રવીણ ધારીને હાકલ મારુ...

પવલા...એ...  પવલા...., ઓય ....પવલા ... પ્રવીણ...લ્યા ઊભો રે.............

આમ હું ઘણી હાકલો મારુ પણ તોય તું તો ઊભો જ ના રે...કેમ....??? :)

પછી હું ગુસ્સે થઈ જાવ અને....

પાછળથી આવી તને જોરદાર ધબ્બો મારુ અને ધબ્બો માર્યા બાદ કૌ કે ...

એલા એ....ઑ... બહેરા.... બહેરો છે કે ...?

ઊભો રે......

જોકે તો ઊભો તો રહેજ ધબ્બો ખાધા પછી !

પણ પછી પાછું ફરીને પહેલા તો તું ધ્બ્બાનો બદલો જ વાળે કે નૈ !

જોરદારની એક જાપટ મારીને ....  એક સત્ય પૂરું ... :)

એલા એ....ઑ... બહેરા.... બહેરો છે કે ...?

ઊભો રે.....

આમ હું ચિલ્લાઉ  ત્યારે માંડ માંડ તું એમ વિચારીને પાછું ફરીને જો કે...

કોણ છે આ જનાવર ...

જે ક્યારનો દેકારા કરે છે.!

લાવ જરી જોવા તો દે...

આમ વિચારી તું પાછું ફરીને જો અને હું ભોંઠો પડું ,

અને મને છેતરાયાની લાગણી થાય..

મને તું મારો પવલોજ હતો એવો ભ્રમ થયાનું ભાન થાય ...

અને તારી એકલા એકલા ચાલવાની મસ્તી 'ને લયનો ભંગ થાય  ..

એટલે ગુસ્સો તો તનેય આવેજ બે શક તને ગુસ્સો આવે ... !!

પછી મારા તરફથી છેતરાયાની અને છેતર્યાની બદલ  માફી ની માગણી થાય ....

અનેતું આપી પણ દે , કેમકે મફત છે.... :)

હાં પવલા માફી સાવ મફત છે... :)

આપવામાં શું જાય હે...!

માંગવાની હોય તો વાત જુદી છે...

એટલે હું માત્ર એટલું જ કેવા માંગુ છું કે,

આવા ભ્રમ થવા એ સામાન્ય બાબત છે ...

તને જ નહીં મને પણ થાય ,,,, ,

અને અહી તો ઘણાને થાય છે ...

"ના હોય એ હોવાનો ભ્રમ...."

મારે જરા જુદું છે...

તો ટૂંકમાં હું લાબી વાત નહીં કરતાં,

ટૂંકમાં એટલું જ કહીશ કે...

હું છેતરાયો છું , તું ના છેતરાઈશ.... :)

અને તું પ્રવીણ કે અમરિશ બેમાથી એકેય નો હોય તો શું...!

હવે જ્યારે ભેંકાર અડાબીડ જંગલમાં ભેગા થઈ જ ગયા છીયે તો....

સાથે સાથે ચાલીયે તો કાય વાંધો...?

હું કૌ છું કાય ફાયદો નથી તો નુકસાની તો  નથી જ .. !

કમસે કમ બીક તો ના લાગે ! મને હો ..તું તો ડિનર છે યાર.. સોરી નીડર...

અને માટેજ બની શકે તું બહાદુર હોય,

દૂર એકલો ચાલે તો તને બૌ બીક નો લાગે પણ મારુ શું ...?

હું તો સાવ બીકણ છું ...!

તો પછી હવે તું બે માથી એકેય નથી એ નક્કી ...

હવે જ્યારે મે  જાણી જ  લીધું છે કે તું માત્ર તું જ છે ,

તો પણ મને તારી સાથે જંગલમાં મંગલ કરવાની મજા આવશે મને...!

"તારી વાત નથી કરતો "

જો કે થોડા અંતર સાથે ચાલ્યા પછી તને મજાની ગેરંટી હું આપી શકું ...

મજાની એટલે સારી એમ નૈ ... મજા આવશે એની... :)

એટલે કે તને એકલા ચાલવા ટેવાયેલા ને પણ ,

જો મારી સાથે થોડું ચાલે તો તને પણ મારી સાથે ચાલવાનો આનંદ અચૂક આવશે ...!

એની ગેરંટી આપવાની ની વાત કરું છું...

તો હાલ હવે જંગલ ભણી ....

વાતો કરતાં કરતાં જંગલનો રસ્તો પણ જલ્દી કપાય જશે ..... :)

"જોકે હું તો અત્યારે પણ આનંદથી પસાર થઈ રહ્યો છું .... "

આવી મજા બીજે ક્યાં ..!  હે પવલા... ? Pravin Miyatra...... :) :) :)

પવલા કાલની જેમ આજેય મને મોજ પરી ગઈ ... :)

ને મારી બપોર સુધીની સવાર સુધરી ગઈ...:)

થોડી વાર પહેલા જે એક મસ્ત અસર હતી.

જે હજુય છે !

એમ ના માનતો એ ઉતરી ગઈ... :)

,તિરા... :)

Pravin Miyatra આ જોદકરું આપરું ... :) :) :)

નામમાં શું બળ્યું છે...?
ભૈ નામમાં શરીર પડ્યું છે... !

અને અંતમાં એજ બળ્યું છે.... :)

નામ મળ્યું છે તો નામ બોળવું જ રહ્યું... :)

, તિરા.............

માત્ર ને માત્ર,,,  બળવા , બોળવા ને બાળવા પાત્ર...માત્ર શરીર ..  Katira Paresh.........

આશા રાખું છું તારો , તમારો ભ્રમ દૂ..ઉ...ઉ....ઉ...ર...દૂર...દૂર...થઈ ગયો હશે... :)

No comments:

Post a Comment