Sunday, 9 November 2014

એક ખુલ્લી અંગત ટપાલ ...

મને એ ના સમજાયુ  કે તને રડવું કેમ આયુ !!? 

હાં મને ભ્રમ થયો હતો ચોક્કસ થયો હતો કબુલ... 

પણ...! 

તને તો નહોતો થયો ને...? 

છેક લગી... તો પછી ..! 

મને એ ના સમજાયું કે તને રડવું કેમ આયુ ..!!? 

તુ હી તું , તું હી તું, તું હી તું... થી તું ને હી તું ને હી સુધીની  માત્ર મારી  યાત્રા ....

તું તો સાથે હતી જ નહીં તો પછી...!!

મને એ ના સમજાયું કે તને રડવું કેમ આયુ .!!?

હું ,હું, છું ,તું જે સમજતી હું પણ એ નથી  ...! 

હું જે સમજતો  તું એ નથી ..! તું એ હતી ! 

શું ફરક પડે તેથી...? 

તો પછી ...? 

રડવું તો મારે જોઇયે ....

તું શાને રડી...? 

એટલેજ પછી છેક લગી... 

મને એ ના સમજાયું તને રડવું કેમ આયુ...! 

ગૂંચવણમાં હું હતો .. 
મુંજવણ માં હું હતો .... 

તું તો તારી જગ્યા એ પહેલેથી જ એકદમ સ્પષ્ટ હતી ...

તો પછી...!!?  

મને એ ના સમજાયું તને રડવું કેમ આયુ...!

મારા મનમાં જે બધુ . 
તારા મનમાં છે ઘણું . 

બસ એક પેગંબરમાં ખુદાની  નથી સહી .. 

આમ તો તને કદિ કશો  ફરક પડતો નથી..! 

તો પછી..!!?

મને એ ના સમજાયું તને રડવું કેમ આયુ...!

હાં મને ખબર છે ! 
તું આ બધાથી પર છે .

હું સાવ નીચે છું !
તું ખૂબ ઉપર છે.!

તો પછી ..!!? 

મને એ ના સમજાયું તને રડવું કેમ આયુ...!

@@@@@@@@@@@@@@@@@@@@

આ આપરે લઇખું હો ... :)

જાણું છું તું  હવે અહી નૈ આવે ... 
આવશે નૈ તો વાંચશે નૈ ... ભલે ભૈ જેવી તારી મરજી... :)

બ્લાસ્ટ: "અજ્ઞાની "

તું છોડવા જો મથે ના છૂટે. 
છૂટે તો છૂટે આપો આપ .. 

તું પકડવા જો ચહે પકડી ના શકે ...  
એ વીંટલાય વળે આપો આપ...   

"અજ્ઞાની" તું માત્ર કરી શકે પ્રયાસ ... 
એ સિવાય ના કશું જ તારે હાથ... 

"અજ્ઞાની" 






No comments:

Post a Comment