Sunday, 14 December 2014

અનંત અજ્ઞાનીના બ્લાસ્ટ...

વાત વાતમાં એ બન્ને આવી વાતો કરી નાખતા.... 
@@@@@@@@@@
બ્લાસ્ટ:- અજ્ઞાની:-
ભૂતકાળ શબ્દોનું નિર્માણ કરે છે. શબ્દો ભવિષ્યનું..... 
ક્યારેક ભૂતકાળ શબ્દોનું નિર્માણ કરે છે.
તો ક્યારેક શબ્દો ભવિષ્યનું નિર્માણ કરે છે.
"અજ્ઞાની"
@@@@@@@@@@@@@@@@@@@@@

બધુ તો છે . 
હજુ શું ખૂટે ?
"અનંત" પ્રેમ... 
"અનંત"
@@@@@@@@@@@@@@@@
"અનંત" ચો તરફ શબ્દોનું સામ્રાજ્ય વિસ્તરતું જાય છે. 
પણ આ શું ! ભીતરની લાગણી તો સંકોરાતી જાય છે.  
"અનંત"
@@@@@@@
પ્ર્રેમ વિનાના સ્પર્શમાં કે સ્પર્શ વિનાના પ્રેમમાં ... 
"અનંત" અલૌકિક અનુભૂતિ થવી સંભવ જ નથી... 

એજ રીતે પ્રેમ વિનાના શબ્દોથી કે શબ્દો વિનાના પ્રેમથી માત્ર સમય પસાર થાય છે 
 પણ કોઈ અલૌકિક અહેસાસ નથી થતો ....
અને અહેસાસ વગરના જીવનમાં કોઈજ  ભલીવાર નથી હોતી...
"અનંત" 
પ્રેમની કે પછી પ્રેમની લાગણી વ્યક્ત કરવા....
 દૂર હોય તો શ્બદોની અને પાસે હોય તો સ્પર્શની જરૂર પડે જ છે. 
આ બંને વિના પણ જો દૂર દૂર રહીને પણ કોઈને ઉપર મુજબ અનુભૂતિ થતી હોય તો... 
એમ સમજવું કે તમે આ દુનિયાના સામાન્ય માનવી નથી... 
પણ આવું બધા સાથે નથી બનતું... 
બન્ને વાત પોતપોતાની જગ્યાએ સાર્થક છે ... 
 પાસે હોય ત્યારે શબ્દ અને સ્પર્શ બન્ને સાથે હોય
 પણ જો કોઈ એકમાં સમજનો અભાવ હોય તો ...
બધુજ વ્યર્થ સાબિત થાય છે,,, 
"અનંત"

દૂર દૂર રહીને "અનંત" પ્રેમ થઈ શકે લગ્ન નહીં...!
@@@@@@@@@@@@@@@@@@@@@
બ્લાસ્ટ કતિરા 
માત્ર પ્રેમથી જ જીવન બસર થઈ શકતું હોત તો કોઈ લગ્ન ના કરતે ... 
@@@@@@@@@@@@ 
કોઈ બાળક માટે લગ્ન નથી કરતું.... 
લગ્ન કરે છે તેથી બાળક થઈ જાય છે...
કતિરા...  

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
માણસને સૌથી વધુ જો કોઈ પીડા આપતું હોય તો તે "સમજદારી "છે. 
સમજદાર માણસને સૌથી વધુ તેની સમજદારી જ પિડે છે... 
સમજદાર હોવાને લીધે તે સમજી શકે છે , શું સારું ,શું ખરાબ, શું ખરું , શું ખોટું. 
અને એટલેજ એ સમજદાર લોકો જ્યારે કશું ખોટું કે ખરાબ થતું હોય ત્યારે પીડાય છે. 

દૂ:ખ એજ વાતનું હોય છે કે તે કઈ પણ થતું રોકી નથી શકતા ... 

એક સમજદાર વ્યક્તિના જીવનમાં બીજી સમજદાર વ્યક્તિનું હોવું જરૂરી છે. 
એવું જ્યારે નથી થતું ત્યારે બે માથી એક જે સમજદાર તે ખૂબ પીડાય છે ...
"અનંત" હું સમજુ છું કે શું સારું શું ખરાબ છે બસ એટલેજ મને પીડા થાય છે ..
"અનંત" 
"અજ્ઞાની" માણસ ક્યારેય એકલો નથી હોતો. 
તેની સાથે તેની આસપાસ ઘણા વિચારો હોય છે. 
છતાં માણસ બિચારો હોય છે. 
"અજ્ઞાની"  
    
જે સ્ત્રી એવું સમજે છે કે પુરુષ માત્ર ને માત્ર શરીરની ભૂખ સંતોષવા માટે જ તેની પાસે આવે છે -
તો પુરુષને સમજવામાં તે ભયંકર ભૂલ કરે છે ... 
તે મૂર્ખ તો છેજ સાથે સાથે તેનામાં સ્ત્રી પણાનો પણ અભાવ છે એમ સમજવું . 
કેમકે પુરુષ માત્ર ને માત્ર સ્ત્રી પાસે શરીરની ભૂખ " જે  આમ તો પ્રાકૃતિક જ છે."
સંતોષવા જ નથી જતો બલ્કે એને સ્ત્રીના "અનંત" પ્રેમ અને અનહદ હુંફની પણ જરૂર હોય છે.
"અનંત" 
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
બ્લાસ્ટ:- કતિરા... 
બાળક ને ભૂખ ના લાગે કે એ જમે નહીં તો સ્ત્રી યાને માં ચિંતિત થઈ જતી હોય છે.. 
તુરંત જાત જાતના ઈલાજ કરવા લાગે છે... 
ઘર ગથ્થું ઉપચારથી ઠીક ના થાય તો સીધી ડોક્ટર પાસે દોડે છે...  
જેમ એક ઉમરે પેટની ભૂખ ના લગાવી એ બીમારી હોય છે . 
તેમ એક ઉમર પછી સેક્સની ભૂખ ના લાગવી એ પણ બીમારી જ કહેવાય... 
જોકે બન્ને ભૂખ પ્રાકૃતિક છે , અને છેક સુધી અનિવાર્ય છે. તો પછી, 
એક બીમારી માટે ઈલાજ કરાવતા હોય તો બીજી માટે સંકોચ કેમ...?
કોઈ એકની આ બીમારી બીજાને પણ પીડા આપતી હોય છે...

જો એને પ્રેમ અને હુંફ મળતી રહે તો... ! 
પુરુષ અંત સુધી બાળક જેવોજ હોય છે ... ! 

 પણ સ્ત્રી તરફથી પ્રેમમાં જ્યારે  તેને ઓછપ આવે છે,  
ત્યારે એ પુરુષ બની જતો હોય છે... 
કતિરા...  
@@@@@@@@@@@@@@@@@@@@@@@@  
પશુમાં પણ સારા ખરાબની પરખ હોય છે. 
"અનંત" માણસ પરખવામાં નિષ્ફળ જાય છે.  
"અનંત"
એક સરખી ઝંખના અલગ અલગ જગ્યાયે હોય શકે છે... 
"અનંત"

હું જે બોલું તે નહીં તું જે સમજે તે સાચું . 
મારી જેમ તું પણ કઈક લખ તો હું વાંચું.
@@@@@@@@@@@@@@@@@@@@
હું જે દેખાડું તે નહીં તને જે દેખાય તે સાચું. 
હું જે સમજાવું તે નહીં તને જે સમજાય તે સાચું. 
@@@@@@@@@@@@@@@@@@@@@@
"અનંત"  
उम्रभर नहीं मिटती "अनंत" ये दो भूख. 
एक प्रेमकी इच्छा दूजी प्रेमीसे हूंफ. 
"अनंत" 





No comments:

Post a Comment