Sunday, 14 December 2014

मन रे तू काहे ना धीर धरे




વર્ષો પહેલા .... 
સાંકડી ગલીની અંદર... 
આવેલા એ મહોલ્લાની છેક ભીતર... 

ખૂણે એક ખંડર જેવા ઘરમાં જીવતા મરતા ભાઈબંધ અનંતના જીવનમાં... 

અનેક છોકરીઓ આવી અને, ચાલી ગઈ ...
જ્યારે કોઈ આવે આનંદ ઉલ્લાસ ધિંગા મસ્તી ... 

અને જાય પછી ..!?

એજ નીતરતી આંખ ..! 

કારમી પીડા વ્યથા વેદના ..!

ભાંગીને ભુક્કો થઈ ગયેલા સપનાના કાંચની અનંત કરચો... 

 હ્રદયમાં ખૂંચે ..!

તેમ છતાં ..! 

એ બધુ જીરવી જતો એટલે , 
જીવી જતો અને,  જીતી જતો .. 

ભાંગીને ભુક્કો થઈ ગયેલો અનંત... 
પછી ખુદ સંધાઈ જતો ... 

પોતાના શબ્દો કે પછી આવા, 
અલૌકિક ગીતોની મલમ પટ્ટી કરી કરીને...! 

આજે  મધ રાત્રે નિરાંતે જ્યારે, 
હું એના કાગળ ઊથલાવતો હતો ત્યારે... 

અનંતની આત્મ કથા લખેલો એક ટુકડો હાથ લાગ્યો ..! 

જેમાં એ લખે છે કે.., 

હાં મારા જીવનમાં એક પછી એક યુવતી આવે છે ..! 

અને, ચાલી જાય છે ..!

કારણ અકારણ કે સકારણ મને ખબર નથી 
મગર અનેક યુવતીઓ મને ચાહે છે ..!

જો કે અકારણ આ બ્રહમાંડમાં કશુજ થતું નથી..! 

અને જીવનમાં ઘટતી , 

ગમતી ના ગમતી બનતી બધીજ ઘટનાના કારણો 

જાણી શકીએ એટલા જ્ઞાની આપણે નથી ..! 
તું, તે, કે તમે કદાચ, હોઈ શકો. મગર... 
કમસે કમ હું તો એટલો જ્ઞાની નથીજ.! 

તેથી ક્યારેક ગૂંચવાઈ જવાય છે !  

હાં મને ચાહનાર ..! 

કોઈ કોઈ સામે આવે છે , 

તો કોઈ કોઈ  છુપાઈ છુપાઈને પણ મને ચાહે છે ..!  

એ કોઈ પણ રીતે મને ચાહે છે .! 

કદાચ હું સૌને ચાહી નથી શકતો ..! 

હું આ હકીકત હ્રદય થી સ્વીકાર છું ..! 

કે, હરેક વખતે કઇ , એજ મને નથી છોડતી ..!

ક્યારે હુંજ  મારી નાદાની અને, 

બે ફિકરાઈમાં એને ગુમાવું છું ..! 

ત્યારે મારો બસ્સ મારોજ વાંક હોય છે .! 

હાં હું વારે વારે પ્રેમમાં પડું છું ..! 

પછી એ છૂટે છે ને, હું તૂટું છું ..! 

જ્યારે હું ભાંગી પડું છું ત્યારે લખું છું ..! 

જ્યારે કોઈ સહારો નથી હોતો ત્યારે... 

શબ્દો ખુદ મને સહારો દેવા મારી પાસે આવે છે..! 

અને અનંત અઢળક લખાવે છે .!  

ત્યારે મારી કલમ સોઈ અને શબ્દો ધાગો બની જાય છે ..!

અને હું ખુદ મારી જાતને સાંધું છું .!  

 શબ્દે શબ્દે ધીરે ધીરે હું પાછો સંધાતો જાઉં છું ..! 

અને જ્યારે મારાજ શબ્દો મને સાંધી નથી શકતા ત્યારે ... 

હું ગીતો સાંભળું છું ..! 

હાં અમુક ગીતો અને એ ગીતોના શબ્દો 

અને સંગીત પણ ..!

મને જાત સંધાવામાં ખૂબ મદદ કરે છે ! 

બસ આમ તૂટી ફૂટીને ફરી પાછો હું , 

શબ્દો અને ગીતો અને સંગીત ના સહારે સંધાઇ જાઉં છું ..!

હું એ શબ્દકાર ,સંગીતકાર અને એ ગીત 

તૈયાર કરવામાં સહભાગી થનાર ...

મોટામાં મોટી હસ્તી કે પછી નાનામાં નાની વ્યક્તિનો ,

એ સૌ કલાકારોનો હું હ્રદયથી ખૂબ આભાર માનું છું ..! 

જે ગીતો થકી, ગીતોના સહારે સહારે ... 

હું ભાંગીને ભુક્કો થયા પછી  ..

ફરી સંધાય ને આખો થાઉં છું..!

હાં ફરી હું પ્રેમથી પ્રેમમાં પડી જાઉં છું ..! 

અને પડીને ફરી પાછો ઊભો થાઉં છું ..! 

બસ આવા બધા ગીતો ના સહારે સહારે... 

પ્રેમમાં તુટેલો હું ફરી સંધાઇ જાઉં છું ..! 

હારીને જીતી જાઉં છું .!

અને થોડું ઘણું સમજી જાઉં છું ..!   

એટલે જીવી જાઉં છું..! 

આ લખ્યા પછી અંતમાં અનંત.... 

 એવા ગીતો પોતાની આત્મ કથામાં ઉમેરે છે... 

જે ગીતોએ એને નબળા સંજોગોમાં, 

જીવવાનું બળ પૂરું પાડ્યું હોય , 

કે પછી , તૂટેલા હ્રદયને સાંધવા સોય દોરાનું કામ કર્યું હોય .. 

અનંત આત્મ કથા ના અંતે એ ગીતોને, 

પોતાની આત્મ કથા સાથે  જોડે છે. 

અને, 

એ શબ્દકાર સંગીતકાર સૌ કોઈનો, 

મનોમન આભાર માની અનંત ગીતો ઉમેરે છે  .! 

એ કાગળના ટુકડામાં અંતમાં જે ગીત ઉમેર્યા છે.! 

તે છેઆ ગીતો..!     





ચાલતો રહેજે…ચાલતો રહેજે

જીવનની વાટે, મંઝીલને માટે,


વિસામો ના લેજે, વિસામો ના લેજે

કોઈને મળ્યો છે સીધો રસ્તો કોઈને આડો અવળો
કોઈનો માર્ગ છે ફૂલોનો કોઈનો છે કાંટાળો

ફૂલ મળે તો સૌને દેજે કાંટા તું પોતે સહેજે
ચાલતો રહેજે…ચાલતો રહેજે

જેને સમજશે જીવનસાથી એકલતા દઈ જાશે
કોઈ અજાણ્યો જીવનભરનો સથવારો દઈ જાશે


ધીરજ ધરજે સુખદુઃખમાં તું હસતો હસતો રહેજે

ચાલતો રહેજે …ચાલતો રહેજે

જીવનની વાટે મંઝીલને માટે
વિસામો ના લેજે વિસામો ના લેજે

ચાલતો રહેજે …ચાલતો રહેજે
ફિલ્મ: કુળવધુ

સંગીત: કલ્યાણજી આનંદજી

રચના: બરકત વિરાણી
મૂળ ગાયક : કિશોર કુમાર






https://www.facebook.com/katira.paresh/videos/vb.100002991311961/630785980364440/?type=2&video_source=user_video_tab





मन रे तू काहे ना धीर धरे
ओ निर्मोही मोह ना जाने जिनका मोह करे
मन रे तू काहे ना धीर धरे

इस जीवन की चढ़ती ढलती 

धुप को किस ने बांधा

रंग पे किस ने पहरे डाले

रूप को किस ने बांधा
काहे ये जाता करे
मन रे तू काहे ना धीर धरे

उतना ही उपकार समझ कोई

जितना साथ निभा दे

जनम मरण का मेल है सपना

ये सपना बिसरा दे
कोई ना संग मरे
मन रे तू काहे ना धीर धरे
ओ निर्मोही मोह ना जाने जिनका मोह करे

हो मन रे तू काहे ना धीर धरे... 



No comments:

Post a Comment