Sunday, 28 December 2014

દુનિયાથી દૂર અનંત અજ્ઞાની અને હું...



વર્ષો પહેલાની વાત છે જ્યારે અમારી મહેફિલ રોજ  ખંડેર પર જામતી...

શિયાળાની રાત  ધીરે ધીરે થીજી રહી હતી .... 


દરરોજ તો હું મોડેકથી ત્યાં ચાય લઈને જતો હોઉ  છું .. 

જોકે રોજના સમય કરતાં આજે તો ઘણું વહેલું હતું ,

પણ કોણ જાણે કેમ મારા વ્યાકુળ મનમાં આજે અનંતને મળવાની ભયંકર ઉતાવળ હતી ..

એટલે ફટાફટ ચાય લઈને હું ધાબળો ઓઢી મહોલ્લા તરફ રવાના થયો.... 

આમ તો કાયમ અડધો દરવાજો ખુલ્લોજ હોય પણ 

ઠંડીના હિસાબે એ લોકોએ દરવાજો ઠાલો વાસેલો હતો .. 

હળવેકથી હડસેલો મારી હું ભીતર ગયો...

ખૂણામાં પડેલા નાનકડા ટેપમાં ધીમું ધીમું જગદીશ જોશી  લિખિત ગીત વાગતું હતું... 

ધારો કે એક સાંજ આપણે મળ્યા અને આપણે હાળ્યા પછી આખા આ આયખાનું શું....?



રોજ મોડેકથી  ત્યાં રાત પડ્યે અમારી ત્રણેયની ખુરશીઓ અને વચ્ચે ટીપોય ગોઠવાય જાય. 

 એ બન્ને પોતપોતાની ખુરશી પર વચ્ચે પડેલી ટીપોય પર પગ ટેકવી બેઠા હોય... 

અનંત, અજ્ઞાની, અને મારી ખુરશી ત્રણેય મારી રાહ જોઈને બેઠા હોય .. 


હું મોડેકથી ત્યાં ચાય લઈને પહોંચી જાઉં પછી અમે ત્રણેય એ..ય ને....

 ચાયની ચૂસ્કી  ભરતા ભરતા ગપાટાં મારીએ ...   

આ અમારો નિત્ય ક્રમ ... 

પણ આજે મારા મનનો મુંજારો મને ત્યાં વહેલો ખેંચી ગયો... 

ભીતર પ્રવેશતાજ અનંત અને અજ્ઞાની બન્ને એક સાથે આશ્ચર્ય થી બોલી ઉઠ્યા... 

લ્યા, પરિયા આજે કેમ આટલો વહેલો ...? 

મારી ખુરશી પર બેસતા મે કહ્યું  ભઈ મગજ ભમતું હતું  મનમાં મુંજારો થતો હતો... 

તો વહેલું આવ્યા સિવાય છૂટકો નો' 'તો આવતો રહ્યો બસ... 

અજ્ઞાની અનંત સામે જોઈને બોલ્યો હુમલો ... 

અનંત સમજી ગયો એણે અજ્ઞાનિની વાતમાં સૂર પુરાવતા કહ્યું :- 

હાં એવુજ લાગે છે...

મે કહ્યું હાં યાર મને પણ એવું જ લાગે છે ... 

શું ?બન્ને સાથે બોલ્યા... 

તમે કહ્યું એ , હુમલો...

હસતાં હસતાં અજ્ઞાની કહે ઠરી જાય એ પહેલા ચાય ભર પછી તારા 

હુમલાનો ઈલાજ કરીયે... 

હાં એટલેજ તો વહેલો આવ્યો છું ... 

અનંતે વ્યંગમાં કહ્યું સારું છે વહેલો આવી ગયો નહીં તો અમારે બીજા બે 

જણા શોધીને આવવું પડત...

મે ટીપોય પર પહેલેથી ગોઠવેલી  પિયાલીમાં  ચાય  ભરી ...

સૌએ પોત પોતાની પિયાલી ઉઠાવી ચીયર્સ કર્યું ... 

અમારે આ કકાયમનું બંધાણ દુનિયાથી દૂર ખૂણામાં આવેલા ખંડેરમાં 

અમારી મહેફિલ જામે.. 

ચાયની ચૂસકી ભરતા અનંતે મને પૂછ્યું .

બોલ પરિયા હવે બોલ શું થયું છે તને...? 

મે કહ્યું યાર એવું કેમ થાય છે...?
અનંત કહે , કેવું, કેમ થાય છે..? 
મે કહ્યું વર્ષો પહેલા તને જેવુ થયું તું' 
'ને એ પણ અવાર નવાર થતું એવું... 
અજ્ઞાનિએ મને આડા હાથે લીધો... 
પરિયા અનંતની વાતરહેવા દે તું તારી વાત કર ... 
તને શું થયું છે ? કેમ થયું છે ?
એ કોયડા કર્યા વિના સાફ સાફ કહી નાખ... 
મે વ્યથા સહ કહ્યું.... 
અરે યાર અમસ્તું અમસ્તું કાઇજ  નથી ગમતું...
"અનંત" અમસ્તું અમસ્તું લાગે છે મગજ ભમતું... 
મને મનમાં ને મનમાં મુંજારો થાય છે .  
"અનંત"એ પણ પાછો એકધારો થાય છે...   
મારી વાત વાત સાંભળી અનંતે સહજતાથી જાણે 
સાવ સામાન્ય ઘટના હોય એમ જવાબ આપ્યો... 
થાય,,,થાય,,પરિયા એતો થાય... 
મે કહ્યું પણ યાર સાવ આમ અમસ્તુજ...?
ચાયની ચુસ્કી ભરતા ભરતા અજ્ઞાની બોલ્યો... 
અમસ્તું અમસ્તું તો કશુજ ના થાય પરિયા.. 
અમસ્તું કશુજ ના થાય... 
મે પૂછ્યું તો પછી આવું થવા પાછળનું કારણ શું ...?
ચાયનો છેલ્લો ઘૂંટ ભરી પિયાલી ટીપોય પર મૂકાતા અનંતે કહ્યું, 
પણ પરિયા તને થાય છે શું બોલતો ખરો... 
યાર મને તારી માફક કહેતા બોલતા નહીં ફાવે ....
પણ અનંત તારી સાથે તો આવું ઘણીવાર થયું છે , 
તો તું એ યાદ કરી કરીને મને કહેને યાર ..!
અનંત ક્ષણભર મૌન થઈ ગયો, પછી વેદનામય સ્વરે બોલ્યો.... 
યાદ,,,હ,હ.પરિયા યાદ એને કરવું પડે જે ભૂલ્યા હોય.... 
 અનંતના ચહેરા પર ક્ષણભર ઉદાસી છવાઈ ગઈ... 
ટીપોય પર ભરેલો પાણીનો ગ્લાસ એ એકશ્વાસે ગટગટાવી ગયો....
હું અને અજ્ઞાની પણ થોડી વાર મૌન થઈ ગયા......
 શાંત વાતાવરણમાં ખામોશ વેદના છવાઈ ગઈ ... 
અજ્ઞાની મૌન તોડતા ભાવાવેશમાં આવી બોલ્યો... 
અનંત .. અનંત... અનંત... 
પ્રેમ અનંત... પ્રેમની પીડા અનંત... પ્રેમની વ્યથા અનંત ... 
પ્રેમની કથા અનંત.... પ્રેમનો,,,,
આગળ અજ્ઞાની બોલી ના શક્યો ....
આટલું બોલી એ અટકી ગયો મૌન થઈ ગયો... 
ફરી થોડી વાર પહેલા જેવીજ ખામોશી છવાઈ ગઈ.... 
હવે મૌન તોડવાનો વારો મારો હતો ...
મારે મારુ મૌન તોડીને અનંત ને બોલતો કરવાનો હતો... 
મે અનંત ને કહ્યું યાર બૌ તકલીફ થતી હોય છે નૈ... 
મારી વાત સાંભળી ના સાંભળી કરી અનંત ખોવાઈ ગયો ... 
અને એજ સ્થ્તિમાં એણે પોતાનું પ્રેમ પ્રવચન શરૂ કરી દીધું ...  
પરિયા હું જે અનુભવી રહ્યો છું એજ કહી રહ્યો છું !
 પણ કદાચ હું જે કહેવા ઈચ્છું છું તે કોઈ સમજી ના શકે એવું બને,કેમકે ....   
પરિયા ... આ એક એવિ અલૌકિક લાગણી છે કે .....
જેને શબ્દોમાં વ્યક્ત કરવાનો માત્ર પ્રયાસ થઈ શકે ... 
પણ સંપૂર્ણ રીતે તો એ વ્યક્ત નાજ થઈ શકે ... 
મે કહ્યું એવું કેમ ...? 
આ સવાલનો જવાબ અજ્ઞાનીએ આપતા કહ્યું ... 
કેમકે શબ્દોથી પર આ અનુભૂતિનો વિષય છે ... 
અને અનુભૂતિ શ્બદોથી પર હોય છે ... 
શબ્દોમાં વ્યક્ત થતી આ લાગણી,એ વ્યક્તિ કદાચ સમજી શકે જે ,
આવીજ તારા જેવીજ  મન સ્થ્તિમાથી પસાર થયું હોય,
 અથવા થઈ રહ્યું હોય, 
 જીવનમાં જેણે માત્ર એકજ ક્ષણ આ મન સ્થ્તિમાં ગુજારી હશે...
 તે થોડામાં ઘણું સમજી જશે ....
માત્ર સમજશેજ નહીં પણ અનુભવી પણ શકશે ...   
અનંત કહે પરિયા સફરમાં આપણે ઘણા નવા નવા લોકોને મળીએ છીયે.
 મળીને છૂટા પડીએ ને છૂટા પડીને ભૂલી પણ જઇયે છીએ...
પણ આમ મળવા છૂટા પાડવાની ઘટનામાં ક્યારેક....
 એવો ઘાટ ઘડાય છે કે કોઈ ઓચિંતું એમ સામે આવે કે
 છબી એની ચિતમાં ચોંટી જાય છે ...  
જેને આપણે પહેલા ક્યારેય મળ્યા પણ ના હોઈએ....
 કોઈ જાતનો પરિચય પણ ના હોય તેમ છતાં...
 એને મળતા કૈક અલૌકિક અનુભતી થાય અને.... 
એ આપણને ચિર પરિચિત લાગવા માંડે.. 
એના આગમનથી મન થંગનવા લાગે... 
પહેલા ક્યારેય ના બન્યું હોય એવું એવું બનવા લાગે... 
એની હાજરી અલૌકિક આનંદ આપવા લાગે.. 
મન મનોમન એને ચાહવા લાગે.... 
ને જ્યારે એ ના મળે ત્યારે એની ગેર હાજરી.,,,   
એકધારું બોલી અનંત ગેર હાજરી પર અટકી ગયો.... 
પહેલા અજ્ઞાની એકધારું બોલીને મૌન થઈ ગયો હતો... 
મે ધીમેકથી અનંતને કહ્યું અનંત આગળ બોલને યાર ....,
મારા ધબકારા બમણા થઈ રહ્યા છે ...
શું એની ગેર હાજરીનું બૌ ગંભીર પરિણામ આવે..?  
હાં..! આવે..! વજન દઈને હાં કહીને અનંત આગળ વધ્યો ... 
પરિયા... એની ગેર હાજરીથી હ્રદય હિજરાવા લાગે..  
અંદર અંદર કઈક તૂટતું લાગે.. 
ભીતર ભીતર કઈક ખૂટતું લાગે... 
જેના આગમનથી એવું લાગવા માંડ્યુ હોય કે ....
હ્રદયની માલિપા ખાલી પડેલો ખૂણો જાણે પ્રેમથી ભરાઈ ગયો હોય... 
એવું લાગે જાણે જીવનમાં જે ખૂટતું હતું તે મળી ગયું .... 
ભીતરના એકાંતમાં જે જગા ખાલી હતી તે હવે નથી રહી  ... 
એવું લાગે પરિયા ..! 
પણ પછી જ્યારે એ જાયને ત્યારે.... ત્યારે...
બોલતા બોલતા ભાવુક થઈ ગયેલા અનંતના સ્વાસ ફુલાવા લાગ્યા .. 
એની જમણી આંખમાથી આંસુનું એક ટીપું સરી પડ્યું ..  
બસ અનંત બસ .. નથી સાંભળવું મારે અનંત....
 મારે આગળ કશું નથી સાંભળવું લે !પાણી પી ....  
અનંતને પાણી આપતા મારી નજર -
ક્યારનો અનંતને ચૂપ ચાપ સાંભળતા અજ્ઞાની પર પડી .... 
મે જોયું કે એનિય ડાબી આંખ રડી રહી હતી... 
મારી બેઉ આંખો સર્ટની બાયો વડે લૂછતા લૂછતા મે અજ્ઞાનીને પણ પાણી આપ્યું ... 
મે કહ્યું જવાદો યારો આપણે ઝુરાપો આપતી આ ચર્ચા અહિજ ખતમ કરીયે ... 
અનંત કહે ના પરિયા મજા આવે છે ચાલ હજુ તાજા થોડા ઝાખમ કરીયે ...  
અને અનંત સ્વસ્થ થઈ બોલ્યો ... 
હા તો પરિયા સાંભળ એની હાજરીમાં ભીતરની જે -
ખાલી જગ્યા પુરાઈ ગઈ હોય છે એ એના જવાથી ખાલી નથી થઈ જતી બલ્કે ...
એ એનાજ ખાલીપાથી ભરાઈ જાય છે ... 
"અનંત"જે ખાલી જગ્યા એના આગમથી પુરાઈ જાય છે .. 
એ જગ્યા એના ગયા પછી એના ખાલીપાથી ભરાઈ જાય છે...  
અને તો પણ પરિયા.... હ્રદયની માલિપા ખાલીપા જેવુ લાગે છે.. 
કોણ જાણે એ પોતાનું કઈ એવું તે શું આપણને દઈ જાય છે  
ને બદલામાં આપણી ભીતરથી એવું તે શું જે  સાથે લઈ જાય છે.
એવું લાગે છે પરિયા કે....  
આપણી ભીતરથી અજીબ રીતે કઈક પોતાની તરફ એ ખેંચી જાય છે.  
આટલું બોલી અનંત મૌન થઈ જતાં અજ્ઞાની બોલ્યો.... 
પરિયા આવા અલૌકિક સંબંધોમાં શરીર કરતાં આત્માનું ખેંચાણ વધુ હોય છે...  
આવા ઓચિંતા બંધાયેલા સંબંધોમાં સાથે સાથે રહેવા કરતાં -
સામે સામે રહેવા નું મહત્વ અને ઝંખના વધારે હોય છે .... 
કેમેકે દૂર રહીને પણ એક અલૌકિક અહેસાસ હમેશા થયા કરે છે .. 
કે કોઈ તો જીવનમાં એવું છે જે આપણને સમજી શકે છે. 
આ ભવમાં આટલું ઓછું તો નાજ કહેવાય ને પરિયા...?
વિચારમાં ખોવાયેલો હુંઝબકી ગયો... 
હા,,હા,, સાચી વાત છે જરાય ઓછું ના કહેવાય ... 
તો પછી ! 
અજ્ઞાની વાત આગળ વધારે છે...
આવું જ્યારે જ્યારે બને છે ત્યારે એવું મહેસુસ થાય છે કે 
આ શરીરની નહીં આત્માની સફર છે... 
હિસાબ મુજબ માત્ર ખોળિયાં બદલે છે ...
બાકી આત્માની યાત્રા તો અનંત હોય છે ... 
આ આવાગમનની પ્રક્રિયા યુગો પુરાણી છે ... 
આ આવવું પ્રથમવારનું નથીજ ..!
અને જવું પણ પ્રથમવારનું નહીજ હોય... 
"અજ્ઞાની" આ માત્ર કલ્પના નથી. 
કે પ્રથમ વખત ઘટતી ઘટના નથી. 
ખોળિયાં બદલતા આત્માઓ ....
વારે વારે છૂટા પડે છે ને પાછા મળે છે. હિસાબ મુજબ ..! 
કોણ ક્યારે કોને મળે એ કોઈ નથી જાણતું .. ..  
કાયમ સાથે રહેતા હોય તો પણ જેને આપણે યાદ નથી કરતાં-
 અથવા એના દૂર જવાથી કોઈ ફરક નથી પડતો ... 
પણ ક્યારેક ક્ષણભર મળીને છૂટા પડેલા ,
એક બીજાને જીવનભર યાદ રહી જાય છે...
 તેની સાથે ગુજારેલી એક નાની એવિ,
 ક્ષણ પણ અલૌકિક આનંદ આપે છે, 
એની ગેર હાજરી ક્ષણ ક્ષણ આપે છે જુરાપો ... 
આપણે સૌ સફરમાં છૂટા પડી ગયેલા આત્માઓજ છીયે-
 જે  ફરીને અચાનક મળીએ છીયે ... 
જોકે એતો આપણને એવું લાગે છે... 
પણ એવું હોતું નથી.. 
બસ બધુજ ભુલાઈ ગયું હોય છે...
અને પછી અજ્ઞાની મૌન....  
મારૂ ગળું સુકાઈ રહ્યું હતું એટલેમે પાણીના ત્રણ ગ્લાસ ભર્યા ... 
એક મે રાખ્યો બે એમની તરફ ધાર્યા.. 
ને પછી અમે ત્રણેયે સાથે પાણી પીધું...  
ગંભીર માહોલને હળવું કરવા મે અનંત ને કહ્યું .
યાર એ બધુ તો સમજ્યા પણ...
 મારે એની હાજરી કે ગેર હાજરીની અસર શું થાય છે એ એને કહેવું હોય તો ...??? 

અનંતે એક રચના કહી.. 

તો તું એને કહેજે કે ... 

"અનંત"તારું આગમન મખમલી ગાલીચા જેવુ લાગે છે... 
તું દૂર જાય તો હ્રદયની માલિપા ખાલીપા જેવુ લાગે છે... 
તેમ છતાં મને તો આમ ટળવળવાની મજા આવે છે... 

પછી મે અનંતને કહ્યું... 

"અનંત" તારું હોવું મને અંધારમાં આગિયા જેવુ લાગે છે...

અનંત ચૂપ... 

અજ્ઞાની અનંતની મન સ્થ્તિ સમજી ગયો... 

તેથી અનંત ને કહ્યું .. 

અફસોસ ના કર દોસ્ત ...

જે ચાહયું તે ના મળ્યું એમાં દોસ કોઈનો નથી "અનંત"  

હિસાબની વાત છે ... 

છતાં સારું છે કે આટલી સમજ તો છે..! 
નહીં તો આ જીવન અભાગીયા જેવુ લાગે... 

અનંત કહે સાવ સાચી વાત છે અજ્ઞાની, બિલકુલ સાચી.. 

સમજ સાથેજ "અનંત" પીડા જન્મે છે. 
ને સમજ થકી જ  બધી પીડા શમે છે. 
મે કહ્યું ,હે, મારા પ્રિય ભાઈબંધો ... 
મને તમારી આ સમજ ખૂબ ગમે છે... 

પછી મે અનંત ને અંતિમ સવાલ પૂછ્યો યાર અનંત.....
 મને તું એ કહે કે ,આ જીવન સફર સફળ કેમ થાય... ?

સફર... 

જ્યાં એક સરિખી બન્નેની સોચ હોય છે. 
જેને મન પ્રેમજ મસ્તી પ્રેમજ મોજ હોય છે. 

"અનંત પ્રેમમાં માત્ર અલૌકિક અહેસાસની - 

ખોજ,એ સિવાયની બધી વાતો બોજ હોય છે. 

જો સાથે હોય આવો મન ચાહ્યો સુંદર સંગાથી. 

"અનંત" આ જીવન સફર સફળ તોજ હોય છે. 

વર્ના..... 

તન્હા તન્હા "અનંત" સફરનો રસ્તો ખૂટતો નથી.... 
ખૂટે છે જિંદગી "અનંત" પ્રણયનો રસ્તો ખૂટતો નથી....

અંતિમ સવાલ મે અજ્ઞાનીને પૂછ્યો... 

હે,, અજ્ઞાની મને તું એ કહે કે.... 

શૂક્ષ્મ આ સંબંધોનું આયુષ્ય કેટલું...?

એણે ટૂંકમાં કહ્યું. અનંત....... 

અનંત ખીજાયો યાર વાતે વાતે મારો ઉલ્લેખ શાને..?
મે કહ્યું યાર મારા ! તારા વિના અમારો ઉધ્ધાર ક્યાં છે..!

અજ્ઞાનીએ મારી વાતમાં સૂર પુરાવતા કહ્યું ... 
બિલકુલ અનંત, પરિયો સાચુજ કહે છે... 

અનંત મૌન.... 

મે અધૂરો સવાલ દોહરાવતા અજ્ઞાનીને કહ્યું.. માત્ર શૂક્ષ્મ .... 
મારા મનની વાત કળી ગયો હોય એમ એને સીધું જ કહ્યું... 

સ્થૂળ દેહ વિના કશુજ શક્ય નથી....! 
એકલો આત્મારામ કશુજ ના કરી શકે.... 

આત્માને દેહની જરૂર પડેજ છે...!

શૂક્ષ્મ ને જાણવા,માણવા, અનુભવવા માટે પણ.... 

શૂક્ષ્મ આત્માને સ્થૂળ શરીરમાં પ્રવેશવુજ પડે છે...

એ જાણવા છતાં કે... 

આખરે સ્થૂળ દેહ ધૂળમાં મળી જશે... 
"અજ્ઞાની" રૂહ માત્ર રૂહમાં ભળી જશે... 

"અજ્ઞાની" 
આટલું કહી થાકનો માર્યો ખુરશી પરજ ઢળી પડ્યો... 
અનંત પણ ક્યારનો ખુરસી પરજ પોઢી ગયેલો... 
થાકી ને મારીએ આંખો ઘેરાવા લાગી...
પણ હું,,,, 


    








No comments:

Post a Comment