Monday, 22 December 2014

' અજ્ઞાની' ની કડવી વાણીમાંથી ...!



 જો સમજાય તો .....! 
~~~~~~~~~~~~~~~~
મન સૌના કેટલા આકળ વિકળ છે.
રે..કોણ જાણે કેટ કેટલી અટકળ છે.

સાંભળવાની કોઈને ફુરસત નથી!
પણ કહેવાની કેટલી ! ઉતાવળ છે.

ફૂલ છે ફૂલ નથી, ફર્ક માત્ર એટલોજ.!
એક જો ગુલાબ છે,તો એક બાવળ છે.

સુક્ષ્મ આ સબંધો  બંધાય છે કેમ ?? 
પૂછો નિજ ભીતરને કે શું કારણ છે. 

જ્યાં સુધી કશું નક્કર કાર્ય ના થાય. 
માત્ર કરેલી વાતો બધી જ પોકળ છે. 

સમજ જો તારી ટૂંકી હોય તો હું શું કરું? 
મારા ઇશારા તો પહેલેથી જ પ્રબળ છે.  

મારા માટે સહેલું મારા માટે સહેલું  છે.   
તારા માટે  અઘરું મારા માટે સરળ છે.    

અણુ અણુમાં ધબકે છે. દરિયો એ, 
ઝરણુંય એ, અરે..!એજ તો ઝાકળ છે.

એ તો જીવવાની રીત જોયા પછી પડે ખબર 
જીવનમાં કોણ કેટલું નિષ્ફળ ને કોણ સફળ છે.

કળી ચૂક્યો છું "અનંત"અકળ લીલા  એની 
ના સમજો તો અકળ છે સમજો તો સકળ છે.

અઘરું તે અઘરું નહીં સરળ તે નહીં સરળ . 
સરળ તે અઘરું છે અઘરું તે અહી સરળ . 

બ્લાસ્ટ :- 
બીજી મને કાય ખબર નથી.
"અનંત" ખબર છે બસ એટલી ... 
જે સરળ છે તે સહજ છે . 
જે સહજ છે તે સરળ છે 
ગઈ પળ ગઈ , આવનારી આવશે 
"અનંત"આ પળ અલૌકિક પળ છે...! 


>>>>>>>>"અજ્ઞાની"<<<<<<<<<<

બ્લાસ્ટ :-1  
જ્યારે બુધ્ધીશાળી લાગતાં મૂર્ખ લોકો જાહેરમાં વિવાદ કે દલીલ બાજી કરતા હોય છે, 
ત્યારે મૂર્ખ લાગતા બુધ્ધીશાળી કેવળ હસે છે. અને એમનું મનોરંજન બી કરતા હોય છે..! 
************************"અજ્ઞાની"***************************

બ્લાસ્ટ :- 2 

"અનંત" પ્રેમ હુંફ અને ક્ષણ ભંગુર આ શરીરની ભૂખ. 
આપી શકે અનંત,ચરમ આનંદ યા તો અસિમ દૂ:ખ.

***************"અનંત"***************

No comments:

Post a Comment