Tuesday, 23 December 2014

એક દિવસ એ રિસાઈ ગઈ....


વર્ષો પહેલા... 
એક દિવસ અનંત ની કો'ક ચહિતી અનંત થી રીસાઈ ગૈ... 
અક્કલ વગરના અનંત ને  પેલીને માનવતા આવડે નૈ.! 
અકલે પેલીને મનાવવા ને બદલે ખુદ પણ રીસાઈ ગયો.. 

"અનંત" કેટલા દિવસ થયા આપણે વાત નથી કરી... 
અને જોને ! મે પણ કેટલા બધા દિવસ ધીરજ ધરી...

હવે પછી જો , મારી ધીરજ ખૂટે તો મારો વાંક નૈ..! 
પછી હું સાચેજ ચૂપ થઈશ તો, તુજ કહેશે ભારે કરી...

"અનંત"
આટલું કહી અનંત ચુપ્પ થૈ ગયો... 

મૌન...

મારી બોલવુ તને બકબક લાગે છે ને.!! 
લે.! હવે હું એકદમ ચુપ્પ થઈ જાઉ છું.! 

હવે તારા કાને મારો અવાજ નહી પડઘાય 
ચો તરફ પડઘાશે હવે માત્ર મારૂ મૌન.... 

બે શક્ક હું મુંગો રહીને અકળળાઈ જવાનો 
"અનંત" મગર તને પણ અકળાવશે મારૂ મૌન ! 

વહેલી પરોઢનું અજવાળું મૌન...

મધ્ય રાત્રીનું અંધારું મૌન...
મૃત્યુ પાછળ ગોજારૂ મૌન...

બોલતો અચાનક ચુપ્પ થાય...
હોય એનું અટળાવનારૂ મૌન... 

કોઈની કડવી કોઈની મીઠી બોલી
કોઈનું શાંત નિર્મળ પ્યારું મૌન... 

અગર હું ચૂપ થઈ જઈશ તો પણ.! 
મારા શબ્દોમાં પડઘાશે મારું મૌન... 

મારે હવે કહેવા બોલવા સમું ક્યાં રહ્યું કશું? 
અને તારે પણ કશું બોલવાની,જરૂર ક્યાં ? 

તારા શબ્દોમાં મારું અને મારા શબ્દોમાં 
"અનંત" પડઘાઈ રહ્યું છે તારું મૌન.....

"અનંત" 


કારણ વગર તો કશુંજ નથી થતું આ "અનંત" બ્રહ્માંડમાં... 
ખૈર...
"અનંત" કારણ તો હશે જ કાં'ક.!

કદાચ માર્રો જ હશે વાંક્ક..!
"અનંત" 
આવુ કાં'ક વર્ષો પહેલાં.... 
માર્રો ભાઈબંધ અનંત કહેતો હતો..! 

No comments:

Post a Comment