સુંદરતા હંમેશા સુખ આપે છે!
એ માત્ર ને માત્ર જે સુંદર નથી એની ભ્રમણા છે..
ક્યારેક કોઈની સુંદરતા જ શ્રાપિત સાબિત થતી હોય છે...!
અપવાદ બાદ કરતા
આ સંપૂર્ણ સત્ય એવં સત્ય ઘટના છે..!
વર્ષો પહેલાની વાત છે....
નિર્દોષતા, કલા અને પ્રકૃતિએ બક્ષેલી
સુંદરતાને કારણે જ મારો ભાઈબંધ અનંત
મિત્રોની ઈર્ષ્યાનો ભોગ બનેલો...
ઈર્ષ્યા બે પ્રકારની હોય છે...
ઈર્ષ્યા મીઠી પણ હોય છે અને ઝેરી પણ હોય છે....
કોઈને પોતાના એ દોસ્ત ને જોઈને કે જે તેનાથી દેખાવે વધુસુંદર હોય કે કોઈ બાબતે બહુ ચડિયાતો હોય,
ત્યારે તેની ઈર્ષ્યા થાય એ સહજ બાબત છે પણ
મગર જો તે તેના દોસ્ત પ્રત્યે મીઠી ઈર્ષ્યા કરે...
તો સરવાળે તે બંનેને બહારથી અને ભીતરથી
વિકસાવી શકે છે...
મગર, અગર જો ઈર્ષ્યા ઝેરી હોય તો, ઈર્ષ્યા કરનારને તો ભીતરથી કોરી ખાય જ છે,પણ વિપરીત સંજોગોમાં લોકોની ઈર્ષ્યાનો ભોગ જ્યારે કોઈ નિર્દોષ બને છે ત્યારે, એની પ્રગતિમાં ને ઉન્નતિમાં પણ અવરોધ પેદા થતાં હોય છે.ઈર્ષ્યા માત્ર ઈર્ષ્યા કરનારને જ નુકસાન કરે એવું નથી હોતું, જે ઈર્ષ્યાને પાત્ર છે એને પણ નુકસાન કરે છે.
અનંત સાથે એવું જ થયેલું.
સુંદરતા શ્રાપિત પણ હોઈ શકે છે, આ હકીકત છે.!
એવું એક નહીં અનંતના જીવનની અનંત ઘટનાઓ ઉપરથી સાબિત થયું છે.
એના ભોળપણે એના સ્વપ્નોનો ભોગ લીધો, એનું ભોળું સુંદર ને રૂપાળું હોવું એના માટે શ્રાપિત સાબિત થયું.
આ વાત એ સમયની છે જ્યારે અનાયાસે
જ પ્રથમ વખત અનંતે યુવક મહોત્સવમાં ભાગ લીધો....
કોઈ પણ જાતના અનુભવ વિના જ....
અને જ્યારે પ્રથમ વખત તખ્તા પર પોતાના ભાગે
આવેલો નાનકડો રોલ અનંતે બખૂબી નિભાવ્યો...
ત્યાર પછી તો અનંત માટે મિત્રોની આંખમાંથી અને દિમાગમાંથી વછૂટતી ઈર્ષ્યાની જ્વાળા વધુને વધુ પ્રજ્વળવા લાગી....
જે ઈર્ષ્યાની આગમાં એ લોકો ખુદ તો દાઝતા જ હતા
પણ એ લોકોની ઈર્ષ્યાની જાળની ઊની ઊની આંચ, સાથો સાથ અનંતને પણ સ્પર્શી જતી, એ લોકો થકી જ! અનંતને દુભાવવાનો એક પણ મોકોએ લોકો છોડતા નહીં. યુવક મહોત્સવમાં અનંતના આગમન સાથે જ વિના પ્રયાસે...એક પછી એક છોકરી અનંત તરફ આકર્ષિત થવા લાગી અને અનંત તરફ ખેંચાવા લાગી.
જ્યારે નવા સવા છોકરા તરફ એકથી વધુ છોકરીઓ આકર્ષાય...એકથી વધુ છોકરીઓ ખેંચાય...
અને સતત એની જ નિકટતા જ્યારે ઝંખે છે,
ત્યારે જૂના અને પહેલેથી એની સાથે સંકળાયેલા છોકરાઓને આ વાત મન-હૃદયમાં ખૂબ ડંખે છે...
અને પછી એની સાથે જે કંઈ પણ બને છે...
એ બનાવ, એ ઘટનાને કારણે એક કલાકાર
ઊગ્યા પહેલાં જ આથમી જાય છે...!
જોકે સાચો કલાકાર પેલા ઘેઘૂર પીપળાની
લીલી કૂંપણ જેવો હોય છે...
એ ખૂણે ખાંચરે રહીને પણ મજબૂત દીવાલ ફાડી
તોડીને પણ ઊગી નીકળતો હોય છે...
પણ એને જ્યારે કપટ ભરી ઈર્ષાળુ વસ્તી વચ્ચે
નથી ફાવતું ત્યારે...
એ આવા બધા ઈર્ષાળુ મિત્રોની વચ્ચેથી દૂઉઉઉઉર...
ખૂબ દૂઉઉઉઉર... દૂઉઉઉર.. નીકળી જતો હોય છે..
બસ આમ જ એક દિવસ અનંત એના અસ્થિપિંજર મારી પાસે છોડી ખૂબ દૂર નીકળી ગયો...
અસ્થિપિંજર માની, એના ગરબડિયા અક્ષરે
લખેલા જૂના ઝર્ઝરિત કાગળિયા...
બસ ત્યારથી હું એના કાગળિયા ઉકેલું છું...
અનંત નો જીવ અને જીવન હતું એવું..
કે ક્યારેક બધા સાથે હળીમળીને તો ક્યારેક
સાવ એકાંતમાં પડી રહેવું...
ક્યારેય નિજ પીડા કોઈને કહેવી નહીં
બસ એકાંતમાં રડી લેવું...
આમ તો એ સાવ નિર્દોષ અને ભોળો હતો,
મગર., સત્ય આગળ ઝૂકી જવું ને ખોટી વાતનો
અસ્વીકાર કરવો...મોં પર જે જેવુ હોય તેવું કહી દેવું
આવો અનંતનો મિજાજ હતો...
પણ એ નાદાનને ખબર નહોતી કે,
આ દુનિયા ખોટી વાહ-વાહી ની ભુખી છે.
ના ગમતું પણ ગમાડવું પડે,
બધાની સાથે બધા જેવું થઈને રહેવું પડે.!
પણ આવી ગુલામી અનંત ને માફક ના આવતી...
આવો એનો આખાબોલો સ્વભાવ પૂર્ણ પ્રકૃતિગત છે,
એવું સમજવાને બદલે, એના મિત્રો એની ઈર્ષા કરતા અને અનંત થી દૂર ભાગતા...
આ વાતનું અનંત ને દુઃખ નહોતું થતું એવું નથી, મગર
સમય અને સંજોગે અનંત ને આવી બધી પરિસ્થિતિમાં જીવતા શીખવી દીધું હતું...
પોતાના જીવનમાં તે દુઃખી હતો,
પણ સ્વભાવે ધૂની હતો...
એટલે જ ભીતરથી ખૂબ સુખી હતો...
અનંત પોતાની ધૂનમાં, ગાતો, નાચતો, હસતો, રડતો
સખત મહેનત કરતાં કરતાં દિવસો ગુજારતો હતો...
કલાનો જીવ હતો તેથી ક્યારેક ક્યારેક ભીતર ભીતર એનો જીવ ગૂંગળાતો હતો...
બે ભઠ્ઠી ની આગ અને બળેલ કોયલાની રાખ વચ્ચે..!
એક કલાકારને ક્યારેય બંધિયાર જીવન
જીવવું માફક નથી આવતું હોતું....
કલાકારને ઊડવાને આભ ને ખીલવાને
બાગ જોઈએ....
તો જ તે ઊંચે ઊડી શકે, તો જ કલાકાર
સંપૂર્ણ ખીલી શકે....
અને એની સુવાસ દૂર દૂર પ્રસરે અને, પોતાની કલાની સુવાસ દૂર દૂર સુધી પ્રસરાવી શકે...
અન્યથા એક કલાનો જીવ મુરઝાઈ જતો હોય છે...
જો કે એ વાત નોખી છે કે અનંત બાગ માં લીલાં છમ્મ વૃક્ષો અને ફુલો વચ્ચે નહીં મગર બે ભઠ્ઠી ની આગ અને બળેલા કોલસા ની રાખ વચ્ચે પણ કાગળમાં શબ્દો થૈ ખીલતો ખુલતો હતો.!
ઊબડખાબડ સાંકડી ગલી ના છેક છેવાડે આવેલ એક મહોલ્લાના ખૂણામાં અનંત નો દિવસ આખો એકલા એકલા કામ કરતાં કરતાં પસાર થઈ જતો...
જો કે હું એની સાથે જ હતો પણ આખો દિવસ નહીં
માત્ર રાત્રે અમે મળતા અને વાતો કરતાં....
વર્ષો પહેલા...
પહેલી જ વાર અનંતે યુવક મહોત્સવમાં ભાગ લીધો...
અને ત્યારે પહેલેથી યુવક મહોત્સવમાં ભાગ લેતા યુવકોની ઈર્ષાએ અનંત ની પાંખો નો ભોગ લીધો...
અનંત જેના કારણે મિત્રોની ઈર્ષાનો ભોગ બન્યો
એ બીના..!
“બીના” મતલબ “ઘટના” નહીં.!
બલ્કે બીના એટલે અનંતને મનોમન ચાહતી છોકરી.
જોકે એ સમયે જે બન્યું એને આમ તો એક બીના યાને “ઘટના” બની એમ કહી શકાય...
આમ તો જો કે ‘બીના’ પણ એક ઘટના જ હતી!
એવી કરૂણ ઘટના જે અનંતના જીવનમાં ઘટી હતી...
પણ અહી એ બીના એટલે ઘટનાની
વાત નથી કરતો બલ્કે એ ઘટનાના ઘટમાં જે “બીના” છુપાયેલી છે એ બીના નામની છોકરીની વાત કરું છું...
જે અનંત સાથે હળી મળી ગયેલી એની વાત છે...
આવી તો અગણિત બીના બની ચૂકી હતી અનંતના જીવનમાં.! એમાંની આ એક “બીના” યાની ઘટના”
આમ તો જો કે ઘણી પણ, બધીના નામ કઈ
બીના ના હોય ને...!
એ દિવસે આખું યુવક મંડળ રૂપક રજૂ કરવા
રોટરી કલબ જતું હતું.
ત્યારે પણ આ બંને બીના અને અનંત મયુર પુલ સાથે ને સાથે ચાલતા હતા.
આ જોઈ વર્ષોથી ગ્રૂપમાં સંકળાયેલા યુવાનો
એ બંનેને સાથે સાથે સાવ પાસે પાસે ચાલતા જોઈ
મનોમન જલતા હતા...
એમાં બિચારો અનંત શું કરે હે.!
અનંતને તો કંઈ ખબર જ ન મરે કે,
કોઈ એને જોઈને જલી મરે છે.!
એ બધા લોકો બીનાથી અને બીના એ
બધા લોકોથી પહેલેથી પરિચિત હતી..
કેમકે બીના આ ગ્રૂપ સાથે વર્ષોથી
જોડાયેલી હતી...
જ્યારે અનંત આ ગ્રુપમાં સાવ નવોસવો હતો.
અનંત તો પહેલી જ વાર અને એ પણ
અનાયાસે જ આ ગ્રૂપમાં જોડાયેલો...
હજુ તો એ બંને એકબીજાનો પરિચય
કેળવતા હતા....
એટલે પ્રેમ જેવી કોઈ ઘટના ઘટવાનો
તો સવાલ જ નહોતો...
હાં આગળ જતાં પ્રેમ થવાની શક્યતા હતી
પણ...,,???
બીના અને અનંત પ્રેમ પ્રેમ રમે એ પહેલાં, પરિચય પરિચય રમતા રમતા સાથે સાથે પગલાં ભરી રહ્યા હતા...
અને ગ્રૂપના યુવાનો જાણે જાસુસી કરતા હોય એમ થોડા અનંત અને બીના ની આગળ તો થોડા એની પાછળ પાછળ ચાલતા હતા...
જોકે અનંત અને બીના એકબીજામાં એવા તો પરોવાઈ ચૂકેલા હતા કે બે માંથી એકેયને- કોણ ક્યાં ચાલે છે એ શું વિચારે છે.? ના તો એનું ધ્યાન ભાન હતું, ના તો હતી એ વાતની પરવાહ...
જેના મનમાં દોષ ના હોય જે ભીતર થી નીર્દોશ હોય એ જ સાથે ચાલી શકે થઈને બેપરવાહ...
ચાલતા ચાલતા બીના અનંતને પૂછે છે,
અનંત તું ભણે છે.?
ના..! અનંતે ટૂંકમાં જવાબ આપ્યો.
બીના :- કેમ..?
અનંત :- મને સાહેબો શું ભણાવે છે એ ક્યારેય
સમજાતું જ નહોતું મને કશું આવડતું નહીં,
અને પરિવારની જવાબદારી પણ ખરી...
દોડવું હતું ને ઢાળ મળ્યો ભણવાનું ફાવતું નો’તું ને
પરિસ્થિતિ પણ એવી સર્જાણી કે,
ખૈર...
આટલું બોલી અનંત ચૂપ થઈ ગયો...
બીનાએ પૂછ્યું અનંત તું કેટલું ભણ્યો...?
અનંત :- રેવાદે ને હવે એ વાત..!
શું ફર્ક પડશે મારૂ ભણતર જાણીને?
જેવું તેવું લખતા વાંચતા આવડે છે બસ...
એમ નહીં તેમ છતાં કહે તો ખરો,,!
બીનાએ ભણતર જાણવા આગ્રહ કર્યો
એટલે અનંતે કહ્યું કંઈ નહી ખાસ.
બસ આઠ ચોપડી પરાણે પાસ.
બીના મંદ મંદ હસી.
અનંતની નિખાલસતા બીનાના હૃદયને સ્પર્શી રહી હતી.
હવે શું કરે છે? બીનાએ અનંતને પૂછ્યું.
અનંત :- મજૂરી...
બીના :- મજૂરી..!!???
અનંત ;- હાં એક દોસ્તારને ત્યાં.
બીના બૌ થઈ, મારી વાત છોડ,
હવે તારી વાત છેડ.
તું શું કરે છે બોલ.!
બીના :- એફ.વાય...
અનંત ; એટલે શું?
બીના ; ગજબ છે યાર આવા સવાલ કરે છે.!!
શું તને એટલી પણ ખબર નથી..?
અનંત ;- ના નથી...!
બીના ;- તું મજાક કરે છે!
જે નથી આવડતું એના વિષે ખોટી
હાં એ હાં કરવાની અનંતની આદત નહોતી...
છોને પછી કોઈની મજાક કે ગુસ્સાનો
સામનો કરવો પડે,
અનંત જેવું હોય તેવું વિના શરમ સંકોચે
સ્વીકારી લેતો...
એ સ્વભાવ મુજબ જ એને બીનાએ જ્યારે
મજાક કરે છે એવું કહ્યું ત્યારે ચોખ્ખું કહી દીધું...
મને ખબર નથી પડતી.
તું કહે તો ખબર પડે..!
બીનાએ ચાલતા ચાલતા એક નજર,
અનંત પર કરી મનોમન વિચારવા લાગી.
સાલો દેખાવે તો ખૂબ ભણેલો હોય એવો લાગે છે,
ને આને એફ.વાય એટલે શું.?
એ પણ ખબર નથી પડતી...
અનંતે જાણે એના મનના વિચાર કળી ગયો હોય
એમ બીનાને કહ્યું...
વિશ્વાસ નથી આવતો ને બીના તને..!?
મારા દેખાવ પર ના જા બીના ઘણા છેતરાઈ જાય છે... !
બધા મારા વિષે તારા જેવું જ વિચારે છે
પણ હું જૂઠું નથી બોલતો
ઘેર આવીને સર્ટિફિકેટ. જોઈ જજે...!
બીના :- ના કોઈ જરૂર નથી તારો ચહેરો
ચાડી ખાય છે તું કદિ જૂઠું ના બોલે ઓકે...
તો સાંભળ એફ.વાય એટલે ફર્સ્ટ યર
કોલેજનું પહેલું વરશ...
અનંત ;- સારું થયું ભેગે ભેગું ભાષાંતર પણ કરી
નાખ્યું નૈ તો મારે ફરીને પૂછવું પડત...
બીના ;- શું?
અનંત ;- ફર્સ્ટ યર એટલે..?
અનંતની વાત સાંભળી બીના હસી પડી....
ઓય.... ઓય.. તમને કૌ છું સાંભળતા નથી...?
ક્યારનો રાડો પાડું છું...
અનંત અને બીના બંને ચમકી ગયા પાછળ ફરીને જોયું તો...પાછળથી એક મિત્રએ ઈર્ષ્યાના માર્યા ગુસ્સા ભર્યા
સ્વરમાં જાણે આદેશ છોડ્યો...
આમ સીધા ક્યાં ચાલ્યા જાવ છો આમ આ બાજુ વળો
રોટરી કલબ આવી ગયું છે...
અનંત કશું બોલે એ પહેલાં બીના બોલી ;-
ઓહ, શું વાત છે આટલું જલ્દી આવી ગયું..
પેલો ઈર્ષાળુ :- જલ્દીની ક્યાં કરે છે દોઢ કલાક થઈ...
બીનાએ અનંતનો હાથ પકડીને કહ્યું.
ચાલ અનંત આ બાજુની સાઈડમાં જવાનું છે..
આ જોઈ પેલો ધૂઆં ફુઆં થઈ ગયો
પણ કશું બોલી ના શક્યો...
રોટરી કલબ આવી ગયું.
સૌ ત્યાં ખુલ્લા મેદાનમાં ગોઠવેલ ખુરશી પર બેસી ગયા.
બીના અનંતની બાજુમાં જ ગોઠવાઈ ગઈ..
લગભગ બધા જ આ બંનેની સામે કતરાઈને
જોતાં જોતાં કંઈક ગણગણાટ કરી રહ્યા હતા...
ત્યાં રૂપક રજૂ કરવાનું એનાઉન્સમેન્ટ થયું.
જેણે જેણે નાટકમાં ભાગ લીધો હતો તે
માઈક પાસે પહોંચી ગયા રૂપક
રજૂ થયું સફળ રહ્યું અને થોડી ઔપચારિક
પ્રક્રિયા પતાવી સૌએ ત્યાના
કાર્યકર્તાઓની રજા લીધી..
અને સૌ રોટરી કલબની બહાર નીકળી
ચાલવા લાગ્યા....
અનંત અને બીના બધા સાથે ચાલવા લાગ્યા ધીરે ધીરે ફરી અનંત અને બીના આગળ નીકળી ગયા..
અને ફરી વાતોમાં મશગૂલ...
બીના અનંતને કહે છે અનંત તું બહુ ભણ્યો નથી,
એટલે કદાચ તને સાહિત્યમાં તો રસ નહીં જ હોય ને..!?
અનંત ; -હં,,, પણ મને લાગે છે તને
સાહિત્યમાં ખૂબ જ દિલચસ્પી છે હે ને..?
બીના ;- તને કેવી રીતે ખબર પડી કે,
મને સાહિત્યમાં દિલચસ્પી છે?
અનંતે કહ્યું બીના તારા સવાલનો જવાબ
તારા સવાલમાં જ છુપાયેલો છે.!
અનંતે કહેલી અટપટી વાતને
બીનાએ મનોમન બે વાર દોહરાવી...
તારા સવાલનો જવાબ તારા સવાલમાં
જ છુપાયેલો છે.
પણ કંઈ સમજાયું નહિ.
અનંતે કહ્યું શું વિચારે છે બીના?
એ જ અનંત તે કહ્યું ને કે,
તારા સવાલનો જવાબ તારા સવાલમાં
જ છુપાયેલો છે એ મને સમજાયું નથી એટલે મનોમન દોહરાવું છું.
અને તારા કહેવાનો મર્મ એમાંથી તારવું છું.
પણ તોય સમજાતું નથી!
પણ તને કેમ ખબર પડી કે,
મને સાહિત્યમાં દિલચસ્પી છે.?
બીના બહુ દૂર જવાની જરૂર નથી.!
તું સાહિત્યમાં રસ ધરાવે છે એનો બીજો પુરાવો
તે થોડી વાર પહેલાં જ આપ્યો.
મેં.!!! એવું તે શું કર્યું મેં કે તને એવો પુરાવો મળ્યો કે
જેનાથી એવું ફલિત થાય કે,
મને સાહિત્યમાં દિલચસ્પી છે?
અનંતે કહ્યું થોડી વાર પહેલા
મારા સવાલના જવાબમાં પહેલાં તે કહ્યું કે,
મને સમજાયું નથી એટલે મનોમન દોહરાવું છું.
અને તારા કહેવાનો મર્મ એમાંથી તારવું છું.
ઓહ અનંત મને તો ખ્યાલ પણ નથી
પણ તું ખૂબ બારીકાઈથી મને સાંભળે છે એ નક્કી.
બીના તો પણ તને તે મને પૂછેલા સવાલનો જવાબ ના મળ્યો.બીના અનંતની અટપટી વાત સમજી નથી શકતી.
પણ બીનાને યાદ આવ્યું કે અનંતે મારા સાહિત્યમાં દિલચસ્પી હોવાનો બીજો પુરાવો આપ્યો,
તો પહેલો પુરાવો શું? અનંતને કેમ ખબર પડી કે મને સાહિત્યમાં દિલચસ્પી છે?
આમ વિચારતી બીનાએ મનમાં ઉદભવલો સવાલ અનંતને કરતા કહ્યું.
અનંત તે બીજો પુરાવો આપ્યો એ તો બરોબર છે પણ પહેલો પુરાવો ક્યો ? જેના પરથી તને ખબર પડી કે,
મને સાહિત્યમાં દિલચસ્પી છે..!
અનંતે કહ્યું એનું એ.!
બીના તારા સવાલનો જવાબ તારા સવાલમાં
જ છુપાયેલો છે.
અર્રે યાર પણ મને નથી સમજાતું અનંત..!
બીના એનો અર્થ એ જ કે,
જેને જેમાં દિલચસ્પી હોય તેની વાત તે પહેલાં કરે...
બીના ;- ઓહ યાર કમાલ છે અનંત તું તો
થોડામાં ઘણું સમજે છે, નક્કી
તને પણ સાહિત્યમાં રસ હોવો જ જોઈએ...
અનંત ;- હાં કેમ નહીં યાર સીધી જ વાત છે
જેને કોઈ પણ જાતની કલામાં રસ હોય એને
સાહિત્યમાં રસ હોય જ..!
બીના ;- અચ્છા....?
અનંત ;- બિલકુલ કેમકે કોઈ પણ કલા હોય
ગીત, સંગીત, નાટક,
આ બધા જ સાહિત્ય સાથે સીધા જ
જોડાયેલા હોય છે.!
હું તો એમ કહીશ કે સૌથી ઉપર સાહિત્ય
એટલે લેખન જ આવે કેમકે જો લખાય તો જ
નાટક ભજવાય અને જો લખાય તો જ ગીત ગવાય...
બીના ;- અચ્છા તો તને પણ વાંચનનો શોખ છે
એમને! જામશે આપણે બંનેની ખૂબ જામશે...
એક સરખા શોખ રસ રુચિ હોય તો
મજા આવે નૈ અનંત...?
અનંત ;- હાસ્તો બિલકુલ મજા આવે પણ,
બીના મને વાંચવાનો શોખ બૌ નથી...
બીના ;- કેમ? તો શું લખવાનો શોખ છે તને...?
અનંત ;- હાં જેવું આવડે એવું લખી નાખું છું
એ પણ અધૂરું જ્ઞાન છે..!
અને વાંચવામાં તો બીના એવું છે કે,
મને વાંચેલું યાદ પણ નથી રહેતું...
વાંચતો છતાં યાદ ના રહેતું એટલે તો
કાયમ ચડાઉ પાસ યાની પરાણે પાસ થતો...
અનંતની વાત સાંભળી બીના હસી પડે છે.....
અને પાછળ આવતા મિત્રો ઈર્ષાના માર્યા
જલી મરે છે....
ક્રમશ :-
"પ્રલય"
અહં, તમે ભલે કહો પણ હું ના માનું..!
ના.. ના...ના.!
એ ક્યાંય ગઈ નથી...
હમણાં આવશે...
જોજોને તમે એ હમણાં જ પાછી આવશે...
હાં એ ગઈ જરૂર છે.!
પણ હમણાં પાછી આવશે..!
"અનંત" એ તો માત્ર શરીર બદલવા ગઈ છે.!
"અનંત"
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે
એની ચહીતી માટે લખેલી આ રચના
મારી ચહીતી કુંજલજી અને,
તેના પરિવારને અર્પણ... 👏🏻
વર્ષો પહેલાં જ્યારે...
અનંતે યુવક મહોત્સવમાં...
પહેલી જ વાર ભાગ લીધો...
અને છવાઈ ગયો...
છોકરીઓના હૃદયમાં અને નજરમાં..
જો કે વગર અનુભવે પહેલી જ વાર...
તખ્તા પર પગ મૂક્યો હોવા છતાં પાત્રમાં ઓતપ્રોત થઈને પોતાનું પાત્ર ભજવ્યું ત્યારે...
ગુરુ ગજેન્દ્ર સાહેબ પણ ગદગદ થઈ ગયા હતા..!
અનુભવ વિનાના અનંતને
પોતાના પાત્રમાં પ્રાણ પૂરી દેતા જોઈ
ગુરુ પણ અનંતમાં ઊંડાણ પૂર્વક દિલચસ્પી લેતા
અને જુના ચેલાઓને અનંતના ઉદાહરણ આપતા કહેતા...
(એ હું અતારે નૈ કૌ પછી કેવું હશે તો કૈશ)
પછી તો સૌ સતત મળતા...
અને આમ તો જો કે અનેકનો...
મગર અનંત..
એક છોકરીનો ખાસ ચહીતો થઈ ગયો...
એ પણ સાહિત્ય રસિક હતી..
એ કારણે જ..!
એ જ કારણે..!
એ બધી જ કારણ હોવા છતાં પણ.!
એ કોઈ જ કારણ નહોતી.
એ બધી તો માત્ર કારણનું કેન્દ્ર હતી.
અસલ કારણના મૂળમાં ઈર્ષા હતી..
એ જ કારણે...
એ લોકોએ અનંતને ચોક વચ્ચે જ
તે રાત્રે જ ગ્રૂપમાંથી રુખસત કરી દીધો..!
જોકે તેમ છતાં...
નિર્દોષ અનંતે કોઈને પણ દોષ ના આપતા...
ખૈર...
જેવો મારો હિસાબ..!
માત્ર આટલું જ મનોમન બોલ્યો..
અને પછી એ જ રાત્રે અનંત ચૂપચાપ..!
એ ગ્રુપમાંથી નીકળી ગયો અને,
એ બધીઓથી કાયમને માટે દૂર થઈ ગયો.
એ યુવકો જે વર્ષોથી સતત મળતાં હોવા છતાં.!
છોકરીઓના સંગ સહવાસથી વંચિત હતા.
અને અનંતને આવ્યાને હજુ તો
એકાદ બે મહિના જ થયા હતા.
છતાં એની આસપાસ અનેક છોકરીઓ..!!!
છોકરીઓ ખુદ સતત અનંતનો સંગ ઝંખે...!
એમાં મારા ભોળા ભાઈબંધ અનંતનો શું વાંક્ક.!
પણ એ યુવકો આ વાત સમજી સાંખી ના શક્યા
એટલે અનંતને હાંકી કાઢ્યો
એમાં એ સાહિત્ય રસિક છોકરી..
જે સતત મોકો શોધતી અને,
મોકો મળે ત્યારે અનંત સાથે
કાવ્ય ગોષ્ઠી કરતી..
એ વાત અન્ય અનેક યુવકોને ખટકી..
આ સત્ય ઘટનાનું વેદનામય વર્ણન...
અનંતે તેની આત્મકથા..!
"શ્રાપિત સુંદરતા" માં કર્યું છે.!
એક દિવસ એક બીના બની
જેની ખબર અનંતને મહિનાઓ બાદ પડી કે બીના એક અકસ્માત માં મૃત્યુ પામી છે..!
ઓહ..! બીના.!
ત્યારે...
નિર્દોષ ભાવે તગતગતી આંખે..!
અનંતે તેની એ ચહીતી માટે લખેલી
આ એજ રચના છે..!
"પ્રલય"
અહં , તમે ભલે કહો પણ હું ના માનું..!
ના.. ના...ના.!
એ ક્યાંય ગઈ નથી...
હમણાં આવશે...
જોજોને તમે એ હમણાં જ પાછી આવશે...
હાં એ ગઈ જરૂર છે.
પણ હમણાં પાછી આવશે..!
"અનંત" એ તો માત્ર શરીર બદલવા ગઈ છે.!
"અનંત"
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે
એની ચહીતી માટે લખેલી આ રચના
મારી ચહીતી કુંજલજી અને,
તેના પરિવારને અર્પણ... 👏🏻
*એ છોકરીનું નામ જ બીના હતું *
જે બની ગઈ એક બીના વર્ષો પહેલા....
https://www.facebook.com/share/1BLw6LK6AS/
![]() |
















No comments:
Post a Comment