Wednesday, 31 December 2014

અજ્ઞાનીની અવળી વાણી માથી...

ખરેખર વિચારવા જેવુ તો ખરું જ !

જેમ પૂંછડી વાળા કે પૂંછડી વગરના પ્રાણીને જમ્યા વિના નથી ચાલતું....   

તેમ પૂછડી વગરના માત્ર ! કોઈ પ્રાણીને  બોલ્યા વિના નથી ચાલતું...

પછી વાત મૌનની હોય તોય શું...! :)

બે પગાળા પ્રાણી જેટલું ચો પગાળા પ્રાણી ક્યારેય નથી બોલતા ....

પણ આ બે પગા સતત બોલતા પ્રાણી... 

યાર હું તો મૂંગો મંતર છું... !

ગુસ્સો આવ્યો ને...?

આવે જ કેમકે હું તદન ખોટું બોલ્યો ...! 

અજ્ઞાની કહેતો જ્યાં વાણીની સીમા પૂરી થાય છે, 

ત્યાથી શ્બદોની સરહદ શરૂ થાય છે... 

'ને શબ્દોની પેલે પાર હોય છે માત્ર મૌન..

અને એ સીમાની પાર લઈ જાય છે માત્ર મૌત... 

જીવતા એ શક્ય જ નથી તેમ છતાં.... 

ખૈર...     

આ વાત અજ્ઞાનીએ વર્ષો પહેલા લખી હતી જે જૂના કાગળિયા 

ઉકેલતા મારી નજરે ચડી ... 

હર એક સમયમાં આ વાત સાર્થક લાગે છે ... 

અમુક પુસ્તક વાંચતાં મને આશ્ચર્ય થયું કે  જેણે કદિ કોઈ પુસ્તક 

નહોતું તેણે આ કેવી રીતે લખ્યું...!!?

જોકે મોટા મોટા પુસ્તક તો હું પણ નથી વાંચતો ... 

પણ ક્યારેક ક્યારેક ક્યારેક ઉપર છલ્લી નજર મારી લઉં... 

અથવા ક્યારેક એકમાથી બીજામાં બીજામથી ત્રીજામાં લેખકો દ્વારા 

થતાં ઉતારા.. 

છાપામાં છ્પાતી  એકની એક વાત,  થોડા ઘણા કરીને સુધારા... 

જેના પર નજર ક્યારેક મારીય ફરી જાય... 

તો આંખો છે ભાય .. એ તો ઘાસની માફક શબ્દો ચરી જાય ... 

ના.! ચોરી બિલકુલ નહીં ! હરગિઝ નહીં... !

તો ત્યારે એ પુસ્તકોમાં કે ઉતારા કરેલા લેખોમાં ... 

સંતો દ્વારા લખાયેલો “બોલાયેલો” મૌનનો મહિમમાં..

અહી “બોલાયેલા” શબ્દો પર જરા વધુ ધ્યાન આપશો તો ... 

અજ્ઞાની ની વાત નો ઉઘાડ તુરંત નજરે ચડશે.... 

મને મૌન વિષે વાંચીને હસવું આવ્યું ... 

“સાલું મૌન વિષે સમજાવવા માટે એ સંતોને પણ કેટ કેટલું 

બોલવું પડે છે... !” 

મે બોલી લીધું તમે પણ ચૂપ નથી જ રહેવાના લાગી શરત... ?

કોઈ નથી રહેતું ... 

કીધા વિના ચાલતું જ નથી ને...!     

બ્લાસ્ટ:- 

હાજર રહેવા પાછળ કે ગેર હાજર રહેવા પાછળ....

એક માત્ર ઈચ્છા હોય છે સૌની ... 

કે મારી નોંધ લેવવી જોઈએ ..!

જન્મથી અને જનમોથી આ માણસ નામનું પ્રાણી એના માટે કેટ  કેટલું મથે છે ...!

જાણે કેમ હું છાસે દાજેલો ,ને  દુધે નાયેલો હૌ ...! 

ખોટી માથાકૂટ નૈ હું મથતો નથી...! 

એક ઔર જુઠ ....:)

સાચું કોણ છે ...?
સાધુ કોણ છે...?

કોઈ નહીં....:)

બ્લાસ્ટ:- 
“અજ્ઞાની” સંતોનું  આ તે કેવું સંતપણું, કે. 
મૌન વિષે એને સતત લખવું,બોલવું પડે..!

“અજ્ઞાની”

બ્લાસ્ટ:- "અનાની"


“અનંત” સિક્કાની બીજી બાજુ જોવા પણ તૈયાર હતો પણ એ-  
શું કરે !સાલું ઘસાઈ ગયેલા સિક્કાની બંને બાજુ સરખીજ હતી...

"અનંત"

No comments:

Post a Comment