https://www.facebook.com/photo.php?fbid=633968090046229&set=a.119481608161549.20378.100002991311961&type=1
પવલા તારી વાત તો બિલકુલ સાચી જ છે ...
જ્યારે પણ મારે મનની મૌજ હોય સમય હોય ત્યારે હું-
શંકર આશ્રમમાં જે એક બાગ છે ત્યાં જઈને...
પ્રકૃતિની અદભૂત લીલાના દર્શન કરૂ છું ...”મફતમાં”
આમ તેમ દોડતી ખિસકોલી , કોયલના ટહુકા, કાગડાની કા’કા’ મોરની ગહેક..
માદા કબૂતરીની પાછળ પાછળ ઘુઘવાટા કરતાં ફેર ફુદરડી ફરતા કબૂતરાઓ...
એ જોઈને એમ પણ થાય કે કાશ હું કબૂતર હોત...
એ પછીના વિચારોની યાત્રા બૌ લાંબી છે પવલા...
એટલે તારી વાત સાથે હું બિલકુલ સહમત છું . તું સાવ સાચો છે .
પણ..!
આપણને ખબર પડી યાતો અગમ જ્ઞાન થયું કે, આપણે માણસ છીયે...
અને એટલે જ પાંખ અને પુછડી સાથે આપને ઘણું બધું ગુમાવી દીધું છે ..!
બસ ત્યારથી જ બધી તકલીફની શરૂવાત થઈ ...
મનેય એમ થાય છે પાવલા કે ,
કાશ આ જ્ઞાનથી હું વંચિત રહ્યો હોત ...
યા તો હું ફૂલ હોત,કોયલ હોત,મેઘધનુષ હોત યા હોત મોરલો ...
પણ અફસોસ હું આમનું કશુજ નથી ...
હું માત્ર એક નકામો માણસ છું... !
માટે માણસ હોવાને નાતે,
કામ,ક્રોધ,લોભ,મોહ, માયા આ બધા ગુણ કહો યા અવગુણ
મારામાં છે !
બસ એના કારણે જ બાકી બધી જરૂરિયાત ઊભી થાય છે..!
ફૂલોની જરૂરિયાત સીમિત છે ..
કોયલને પણ કમાવવા જવું નથી પડતું ..
મેઘધનુષ મૌસમ પ્રમાણે આકાશ રંગીન કરે છે ...
કોઈ અન્ય ચિંતા કે ઉપાધી ના હોવાના કારણે જ મોર મન મૂકી થનગાટ કરે છે ....
કેમકે એ બધા નિશ્ચિંત છે અને એક હુ જવાબદારીઓ સાથે જીવતો
ચિંતિત પાંખ પુછડી વગરના માણસ...
હું એ પણ જાણું છું કે આ બધી આપણી જ બિછાવેલી માયાજાળ છે ..!
જોકે આમાથી છૂટવાના રસ્તા પણ છે જ પણ એ ધારીએ એટલા સરળ કે સસ્તા નથી... !
“એક આ સનાતન સત્ય છે, નિયમ છે મફતનું કોઈ જ મૂલ્ય નથી હોતું ...!”
“અને બીજું કે બજારમાં જે વસ્તુ વધી જાય એનું મૂલ્ય આપો આપ ઘટી જાય છે.!
તેમ છતાં હું મારા ભાઈબંધો "અનંત" કે "અજ્ઞાની"ના
જે કઈ પણ ઝર્જ્ઝરિત કાગળિયા ઉકેલી
ઉકેલીને અહી ઠાલવું છું એમાં મારો કોઈ જ સ્વાર્થ નથી ..!
અગર હું એમ કહીશ તો એ મહા જુઠ હશે ..!
“કેમેકે સ્વાર્થ તો હોય જ છે ! અને હોય છે સ્વાર્થનાય ઘણા પ્રકાર...”
મારા પરમ સખા અજ્ઞાનીએ
સ્વાર્થ વગરની દુનિયાની ક્યારેય કલ્પના નથી કરી.
બલ્કે એતો એમજ કહેતો કે ....
“અજ્ઞાની” હું ક્યાં એમ કહું છું કે સ્વાર્થ ના હોવો જોઇયે, હું ઈચ્છું છું,
બસ એટલુંજ કે સ્વાર્થમાં પણ કોઈ છુપો પરમાર્થ હોવો જોઇયે..!
“અજ્ઞાની”
એના પાસેથી મળેલ સમજ મુજબ જીવવાની મનેય મજા આવે છે..
એણેજ કહ્યું હતું કે ...
“અજ્ઞાની” જે આપીએ તે તરત નથી મળતું .
પણ એમ ના સમજવું કે પરત નથી મળતું .
સારું આપ્યું હોય તો ખરાબ નથીજ મળતું .
'ને ખરાબ આપ્યું હોય તો સરસ નથી મળતું .
"અજ્ઞાની"
જ્યારે આપણે કઈ આપીએ છીયે ત્યારે...
અચૂક કઈક ને કૈક તો મળતું જ હોય છે...!
પછી ચાહે સુખ આપો યા દુ:ખ કોઈને ,
જે આપ્યું હો' એ મળતું બમણું જ હોય છે..!
"અજ્ઞાની"
ભાઈબંધ ના કહ્યા મુજબ હું જ્યારે આપું છું ત્યારે મને પણ કશુક મળતું જ હોય છે.
મને શું શું મળ્યું છે ,શું મળે છે. અને આગળ શું મળશે,
એ માત્ર મારો આત્મા જાણે છે.,
મને અઢળક મળ્યું છે અને મળતુજ રહે છે ..!
મને અઢળક મળ્યું છે અને મળતુજ રહેશે ..!
જતાં જતાં ભાઈબંધ “અનંત” ની લખેલી એક વાત...
મે આપ્યું છે તે આપ્યું ક્યાં.! એ તો અનાયાસે અપાયું છે..!
”અનંત” કોઈ નથી જાણતું એક માણસમાં શું શું છુપાયું છે.
અલ્યા પવલા ...
અગર તારે મને , ફૂલ,કોયલ,મેઘધનુષ કે પછી મોરલા જેવા નિજાનદમાં જોવો હોય....
તો તારે ખંડેર પર આવવું પડે ....
અંતમાં ફરી અનંત ની જ લખેલી શબ્દ રચના...
*બ્લાસ્ટ*
એક જીવન બહાર જીવન બીજું અંદર હોય છે..!
બહાર નોખું , નોખું ભીતર ચિતર ચરિતર હોય છે...
જેટલું બારે હોય છે તેનાથી વધારે ભીતર હોય છે....
“અનંત” માણસ છઇએ એટલે છે ચિંતા આ બધી..
આ પશુ કે પંખીઓને ક્યાં કોઈ ફિકર હોય છે...?
"અનંત"
https://www.facebook.com/photo/?fbid=633968090046229&set=a.119481608161549&__tn__=%2CO*F
શું કરે !સાલું ઘસાઈ ગયેલા સિક્કાની બંને બાજુ સરખીજ હતી..
સારું છે કે ખરા સમયે એનો સગ્રહ મને કામ આવે છે ...
નૈ તો મારી તો બોબડી જ તારી કને બંધ થઈ જાય પવલા....
https://www.facebook.com/photo/?fbid=633968090046229&set=a.119481608161549&__tn__=%2CO*F
Katira Paresh હું સજા માટે તૈયાર છું....
પ્રવીણ મિયાત્રા મારા એક અધોષિત મિત્રના ગુનેગાર છો તમે..સજા પણ એ જ કરી શકે!! વાત વાયરે ચડે ને એમને મન થૈ આવે તો પરેશ ભાઇ નત મસ્તકે તૈયાર રહેજો!
Katira Paresh પવાલા...
જી હુજૂરે વાલા અગર ગુનો સાબિત કરે તો માત્ર નત મસ્તક જ નહીં સમસ્ત તન
હાજિર છે...
જી હુજૂરે વાલા અગર ગુનો સાબિત કરે તો માત્ર નત મસ્તક જ નહીં સમસ્ત તન
હાજિર છે...
પ્રવીણ મિયાત્રા .....હાજીર હોઓઓઓઓઓઓઓ
Katira Paresh લ્યા કઈ બાજુ જોવાનું હવે ...
લે ફરી વાર ચેક કરીને કહે...
“અનંત” સિક્કાની બીજી બાજુ જોવા પણ તૈયાર હતો પણ એ-
લે ફરી વાર ચેક કરીને કહે...
“અનંત” સિક્કાની બીજી બાજુ જોવા પણ તૈયાર હતો પણ એ-
શું કરે !સાલું ઘસાઈ ગયેલા સિક્કાની બંને બાજુ સરખીજ હતી..
સારું છે કે ખરા સમયે એનો સગ્રહ મને કામ આવે છે ...
નૈ તો મારી તો બોબડી જ તારી કને બંધ થઈ જાય પવલા....
પ્રવીણ મિયાત્રા પરેશ ભાઇ કતીરા...તમારુ મૌન પણ બોલકુ હોય છે..
કર કામ તમામ કત્લે આમ...
યાર ફીર ના ગુનાહ બચેગા ના ગુનેહ ગાર..
ના સચ રહેગા ના જૂઠ ...
જબ ઇસ દૂનીયાસે હી ઉઠ જાયેંગે ...
સચ ઔર જૂઠ ક્યાં ખાક દેખ પાયેંગે.. .:)
.jpg)


No comments:
Post a Comment