Monday, 22 December 2014

સત્ય એજ બોલે જેની એકલા રહેવાની તૈયારી હોય....






ભાઈ બરફ સાથે રાખવો, શક્ય હોય તો માથે રાખવો... :)

આ મસ્ત ગુજરાતી ગીત કેવુ ...?

આવો તોય સારું ના આવો તોય સારું .... 
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું...

પણ અહી જરા જુદું... !

આપો તોયે વાંધો. ના આપો તોયે વાંધો...હવે કરવું શું...? 

પહેલાના જમાનામાં બાવાઓ જ્યારે ભીખ માંગવા નીકળતા ત્યારે ભીખ આપો કે ના આપો આવતા જતાં આમ બોલતા ...

"દે ઉસકા ભી ભલા , ના દે ઉસકા ભી..! ભલા..."

અને હવેતો બાવાઓને ભીખ ! આપો તો આશીર્વાદ, ના આપો તો શ્રાપ ..!
ભીખ ના આપો તો જતાં જતાં આમ બોલે ...

" તેરા ધંધા મંદા હો જાય ... મુવે તેરા નખ્ખોદ જાય..."

ઉપરની વાત બિલકુલ સત્ય ઘટના છે ..!

સાલું બૌ પરીવર્તન આઈ ગયું છે ભિખારીઓ માં પણ લે... !

આવું જ કઈક અનોખુ મે અહી પણ જોયું બોલો...)

Like & comment આ બન્ને અંગ્રેજી શબ્દોથી કોણ જાણે કેમ મને ચીડ અને સૂગ ચડે છે..!

હવે ખાટી દ્રાક્ષ વાળી વાત ના કરશો ...!

કેમકે 

"માંગેલા કે ઠેકડા મારી મારીને તોડેલા ઝૂમખા કરતાં માગ્યા વગર બેઠે બિઠાએ  
જે બેચાર દ્રાક્ષ મળે એ મીઠી મધુર જ  હોય છે...!"

કોઈ ગમાડે તે જરૂર ગમે જ પણ પ્રેમથી..! પરાણે હરગિઝ નહીં જ નહીં....!

જ્યારે કોઈ સામે ચાલી ને માંગે ત્યારે જાણે એ ભીખ માંગતા હોય એવું લાગે ...!

આ શબ્દો ના ગમવા છતાં બોલવા પડ્યા એ બદલ હુ બૌ શરમ અનુભવું છું ...

પણ કહેવા માટે બોલવું તો પડે જ ને ....

તો મારા તરફથી આ શબ્દને આજે અત્યારે જ હું નવું સૂત્ર આપું છું ....!

( લાઈક કે કમેંટ માગીને મળે તો ભીખ,ને વગર માંગયે મળે તો દાન સમજવું ... )

મને તો આવા પરાણે થતાં વાઘ્રી વહેવાર બિલકુલ જ પસંદ નથી... !

મારૂ તો ભઈ એવું છે ....!

ગમે તો ગાંગલી ઘાંચણમાં પણ ગમાડી આવું ને કઈક બોલી પણ આવું....!
ના ગમે તો ગમે તેવો ચમરબંધી હોય કાઇજ ના કરું ના ગમાડું ના બોલું ...!

માત્ર વાંચીને મનોમન મનોરંજન કરું ને મોજથી જીવું ... દે દે..દે..દે... દે તાલી ...:)

અહી ગુમાવવા જેવુ કશું છે જ નહીં ...!

માત્રને માત્ર મેળવવાનું છે...!

જેમ કે. સલાહ , સૂચન , મસ્તી , આનંદ , જ્ઞાન , ગમ્મત, મફત મનોરંજન... 

જો કે સાવ મફત તો ના કહેવાય, પણ દર સાવ નજીવો છે.

માત્ર 127 રૂપિયામાં એક મહિનો..2g હો કે....!  3g મને ના પોસાય... :)

આ ભાવમાં આટલું મનોરંજન ખોટું તો નાજ કહેવાય ને ... ! :)

બ્લાસ્ટ :- આ માત્ર આજનું સત્ય છે...! કાલે કદાચ બદલાઈ પણ જાય ...! 

"अज्ञानी" जूठ अटल अचल है..


और सच, पल पल बदलता है...

"અજ્ઞાની":- સમજના અંતમાં એટલું સમજાયુ કે, કશુજ સમજવાનું ન હતું...!

ચાલો હવે માણો પ્રેમશંકર ભટ્ટ.જી ની મૂલ્યવાન રચના મફતમાં ... 

તું નાનો, હું મોટો - એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો - એવો મૂરખ કરતા ગોટો.

ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો ;
તરસ્યાને તો દરિયાથીયે લોટો લાગે મોટો.

નાના છોડે મહેકી ઊઠે કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો ?

તું નાનો, હું મોટો -એવો ખ્યાલ જગતનો ખોટો ;
મન નાનું તે નાનો,જેનું મન મોટું તે મોટો....:)

પ્રેમશંકર ભટ્ટ.

બ્લાસ્ટ:- "અનંત"

સત્ય એજ બોલે જેની એકલા પડી જવાની તૈયારી હોય... 
"અનંત" આ  જગતમાં જે સાચું બોલે છે તે એકલા પડી જાય છે ... 

યા સુલી પર ચડી જાય છે ... 

"અનંત" 

No comments:

Post a Comment