અનંત પણ મારી જેમજ રૂપાળો હતો
કદાચ મારા કરતાં પણ વિશેષ રૂપાળો હતો અનંત..
આખો દિવસ કાળી મજૂરી કરતો
પરસેવે લથબથ નીતરતો છતાં એ કાળો ના પડતો...
ઘણાને સવાલ થતો , ઘણા લોકો એને સવાલ પણ કરતાં કે
યાર આખોદિવસ તું કાળા કોયલા, આગ અને એમાથી
ઉઠતાં કાળા કાળા ધૂવાળા વચ્ચે રહે છે,
છતાં કેમ તું આટલો સફેદ છે.?
જવાબમાં અનંત હસતાં હસતાં કહેતો
ઈશ્વરની કૃપા અને ભીતરનો આનંદ બસ આજ કારણ....
અનંત ક્યારેય મંદિરે ના જતો કેમકે,
કામ જ અનંતની પુજા અને કામજ
અનંતની ભક્તિ હતા...
અનંત કામમાંજ
પરમ ચરમ અખંડ અનંત આનંદની અનુભૂતિ કરતો
એક દિવસ મે અનંતને પૂછ્યું
અનંત તારે અગર ઈશ્વરની પાસે કશું માંગવુ હોય,
તો તું શું માંગે ?
તારી ઈશ્વર કને પ્રાર્થના કેવી હોય ?
પરસેવે નીતરતા ચહેરે અનંતની આંખમાં
ગુસ્સો ઉતરી આવ્યો ...
ગુસ્સે થઈ જવાબમાં અનંકહ્યું.
તને હું ભિખારી દેખાઉ છું....?
મે કહ્યું અરે પણ...,
એણે મને આગળ બોલવા ના દીધું , અને...
ના, ના , એ વાત ખોટી હું ભિખારી નથી કે માંગુ...!
અને હાં પરીયા એક વાત સમજી લે કે,
સુખ યા દુ:ખ મને મારી ઈશ્વરે
મારા હીશાબ મુજબનુ
હિશાબ મુજબજ આપ્યું છે બસ્સ..!
એક તરફ ભઠ્ઠીની ગરમી ને ઉપરથી ગુસ્સો ...
હું સીધો માટલાં તરફ દોડ્યો ....
પાણીયારે પડેલા માટલા માંથી
જટપટ પાણીનો ગ્લાસ ભર્યો
અને અનંતને ધર્યો...
જટપટ ઘટઘટ કરતાં અનંતે પાણી પીધું
અને અનંત જરા શાંત થયો ..
પછી હળવેકથી ફરી મે કહ્યું
યાર હું ક્યાં કહું છું તું ભીખ માંગ ...
તું તારે હક્કથી માંગ,
પણ હું એમ પૂછું છું કે અગર તું માંગે , તો શું માંગે...?
હાં એ બરાબર છે ,
જોકે તો પણ હું તો કશું માંગુ જ નહીં ... !
આમ કહી એ કામમાં પરોવાય ગયો...
હું થોડી વાર ચૂપ રહ્યો ...
મોકો જોઈ ફરી મે કહ્યું ...
યાર તું મારી વાત સમજતો નથી.
હું તને માંગવાનુ કહેતોજ નથી ...
હું માત્ર તને એટલું પૂછું છું કે અગર તું માગે તો શું માંગે .. ?
અનંત એ સમયે તે સખત કામમાં હતો ,
પણ મારી વાત એને થોડી ઘણી સમજાણી
એટલે અનંતે કહ્યું,
હું નિરાંતે તને લખીને આપીશ વાંચી લેજે...
એ પછી તો એ વાતજ સાવ વીસરાઈ ગઈ...
એ વાતને આજે વર્ષો વીતી ગયા ‘ને
અનંત પણ દૂર દૂર ચાલ્યો ગયો...
બસ ત્યારથી હું અનંતના કાગળ ઉકેલુ છું...
ઘણા દિવસ થયા મારી આળશના અને
કંટાળાના કારણે મે અનંત કે અજ્ઞાની નો
એક પણ કાગળ ઉકેલ્યો ના હતો ...
ઘણા સમય બાદ આજે જરા મૂડ હતો
તો મને થયું લાવ આજે કઈક ઉકેલું ...
અને હું અનંતના જૂના ઝર્ઝરિત
પીળા પડી ગયેલા કાગળિયા ફીંદવા લાગ્યો-
કાગળનો થપ્પો ખોળામાં લઈ
હું એક પછી એક કાગળ ઊથલાવતો હતો ....
અને અચાનકજ મારા સામે
એ વર્ષો જૂની પ્રાર્થના વાળો કાગળ આવ્યો...
એ સાથેજ મને ઉપર લખ્યા મુજબની
આખી ઘટના યાદ આવી ગઈ....
એ ક્ષણ યાદ આવી , એ પીડા દાયક દિવસો યાદ આવ્યા,
અનંત નો પરસેને નીતરતો ચહેરો પણ
મારી નજર સામે તરવર્યો 'ને થોડું દૂ:ખ પણ થયું ...
પણ આજે એ પ્રાર્થના વાળો પત્ર મળતાજ
મારા આનંદનો પાર ના રહ્યો ..
કારણ કે વર્ષો પછી મને મે અનંતને પુછેલા
સવાલ નો જવાબ મને મળ્યો હતો.
આ રહી અનંતે મારા કહેવાથી
વર્ષો પહેલાં લખેલી એ પ્રાર્થના ...
અનંતનાજ શબ્દોમાં....
“અનંત” ઈશ્વરને પ્રાર્થના ...
હે ઈશ્વર તારી અઢળક કૃપા મારી પર છે....
હાં મારા જીવનમાં ગરીબી છે, સંઘર્ષ છે ! દુ:ખ પણ છે !
અને હિસાબ મુજબ કાળી મજૂરી પણ છે !
છતાં, મને દૂ:ખમાં સુખનો અહેસાસ એટલા માટેજ થાય છે.
કેમેકે હું જાણું છું કે, તું, બધુજ જાણે છે,
અને જુવે પણ છે.
હું એ પણ જાણું છું કે તું હિસાબથી જરીએ ઓછું કે
અધિક કોઈને પણ નથી આપતો...
ના જરીએ ઓછું ના તું જરીએ કોઈને વધુ આપે છે.
હે “અનંત” ઈશ્વર તું આ જગતમાં તમામને
હિસાબ મુજબજ બધુ આપે છે.
ના લગીરે ઓછુ ના વધુ આપે છે.
આ હકીકત હું ભલી ભાતી જાણું છું.
પણ આજે મને મારા ભાઈબંધે પરાણે
પૂછ્યું છે કે અગર તારે ઈશ્વર પાસે
કઈ માંગવુ હોય તો શું માંગે.. ?
તો
તેથી હે મારી પ્રીય ઈશ્વર જાણવા છતાં કે
તું હિસાબ મુજબ આપે જ છે.
અને હું માંગણ કે ભિખારી નથી ...
છતાં આજે હું ભાઈબંધના કહેવાથી-
હું અગર તારી કને અગર માંગુ તો શું માંગુ
એ કહું છું !
પણ હે ઈશ્વર તને પણ ખ્યાલ રહે કે હું ભીખ નથી માંગતો ...
નાતો ભિખારી માફક માંગુ છું.
પણ તારા પર મારો હક્ક છે !
એટલે માંગતો નથી બલ્કે હક્કથી કહું છું.
અને બદલામાં કોઈ લાલચ નહીં કે
ના કશુંજ આપવાની શરત છે.
તો ....
સાંભળ મારી પ્રીય ઈશ્વર આ વખતે તે જે આપ્યું છે ,
ફરીવાર પણ અગર તું ચાહે તો એજ આપજે.
હું એમ કહું છું કે આ વખતે
તે મને મારાજ હિશાબ મુજબ ઘણી બધી
યાતનાઓ ,વેદનાઓ, દૂ:ખ પીડા આપી છે.
તેમ છતાં હું એમ કહુ છું કે આ વખતની જેમ-
આવતી વખતે પણ હું આનંદમાં રહી શકું ,
અને તે આપેલી આ બધી ભેટ હું સહી શકું.
સંઘર્ષ સામે ટકી શકું એવિ તન્દુરસ્તી આપજે..
"અનંત"હું જાણું છું તારા હિસાબમાં
હોતી નથી જરીએ ભૂલ.
માટે હિસાબ મુજબ તું જે જે આપે
તે છે બધુજ મને કબુલ.
આ વખતે તો તે મને ઠીક ઠીક પ્રમાણમાં
સુખી લોકોને ત્યાં જન્મ આપ્યો છે.
પરંતુ મારા હિસાબ મુજબ ઘણી આફત આવી
અને એ કારણે મને ગરીબી ,દૂ:ખ અને સંઘર્ષ મળ્યા ...
પણ તું ચાહે તો આવતી વખતે પણ મને
કોઈ અમિરના ઘરમાં જન્મ ના આપજે...
તું તારે પ્રેમથી મને કોઈ ગરીબ કે
તું તારે પ્રેમથી મને કોઈ ગરીબ કે
મજૂરનાં ઘેર જન્મ આપજે !
પણ ..!
પણ બે વસ્તુ તો તારે મને આપવીજ પડશે ...!
આ બે વસ્તુ હું ભીખમાં તો નહીંજ સ્વીકારું...
આપવી હોય તો હક્કથી આપશે તોજ સ્વીકારીશ...
એક સુંદરતા અને બીજી બુધ્ધિ..
( બુધ્ધિ) જે આ વખતે તે મને નથી દીધી...
હાં સુંદરતા જરૂર આપી છે ...
એને અંત સુધી બર કરાર રાખજે...
આજે પણ એજ મારી સાચી મૂડી છે...
માટે ફરી કહું છું કે તારે મને સુંદરતા અને
બુધ્ધિ તો આપવી જ પડશે ..
બાકી તું તારે ચાહે તો કોઈ ગરીબના ઘેર જન્મ આપજે
ફરી અઢળક મજૂરી ,દૂ:ખ, પીડા આંસુ બધુજ આપજે ...
મારા હિસ્સાનું જ નહીં ચાહે તો
અન્યના હિસાબનું પણ આપજે...!
પણ...
સુંદરતા અને બુધ્ધિ આ બે વસ્તુ ફરજિયાત છે ...
સંધર્ષ હું ફરી કરી લઇશ...
સઘળા દૂ:ખ પણ હું સહી લઇશ...
જો તું આ બે ચીજ મને આપી દઇશ...
કેમકે આ બે ચીજથી જ માણસ ટકી શકે છે, હસી શકે છે.
આગળ વધી શકે છે. અને સમયથી વહેલો
સફળ બની શકે છે ..
માત્ર બુધ્ધિ ધન કમાવી આપે
પણ અસુંદરતા ભીતર કોરી ખાય ...
અને માત્ર સુંદરતાથી પણ કશુજ ના ઉપજે.
વધુમાં ગધેડામાં ગણતરી થાય...
જો બને સાથે મળે તો
“અનંત” સોનામાં સુગંધ ભળી જાય....
મારો જન્મારો ફળી જાય ....
આ પ્રાર્થના ના અંતે એણે આજીજી કે
વિનંતી કરું છું, એવું કશુંજ નહોતું લખ્યું ....
બલ્કે અનંતે પ્રાર્થના ના અંતમાં લખ્યું હતું ...
હુકમથી “અનંત”ના...આદેશથી....
*બ્લાસ્ટ* 1
મહેનતકશ આ શરીર પર કદી,
કોઈ ગંભીર બીમારીની નજર ના પડે..!
"અનંત" મોત પણ આવે તો એ રીતે આવે કે,
જિંદગીને ખબર ના પડે.!
આગળ ની પ્રાર્થનામા અનંતે લખ્યું છે કે,
હે મારી પ્રીય ઈશ્વર મને તારી પાસે
ક્યારેય કૈજ જ માંગવાની ઈચ્છા નહોતી.
પણ ભાઈબંધ પરીયા ની જીદ કને નમતું આપીને
તને હક્ક થી કહું છું કે,
અગર તને મને કૈ પણ આપવાની ઈચ્છા થાય તો,
બસ્સ આટલુજ આપજે..!
મનને અનંત મસ્તી આપજે..!
તનને અખંડ તંદુરસ્તી આપજે..!
આત્માને "અનંત" પ્રેમ અને ભક્તિ આપજે...!
બાકી હું લડી લઈશ આ વખતની જેમ.
"અનંત"
વર્ષો પહેલાં મે અનંતને
પુછેલા સવાલ નો જવાબ અચાનક વર્ષો બાદ
ઝર્ર ઝર્રીત કાગળીયા ઉથલાવતા મળી આવ્યો
ઝર્ર ઝર્રીત થઈ ગયેલ કાગળમાથી
એક તો ગરબડીયા અને ઉપરથી
સાવ આછા ગયેલા અનંતના શબ્દો
ઉકેલવામાં ખૂબ મહેનત પડી લાગલગાટ
બે ત્રણ દિવસ મથ્યા પછી
અનંતની પ્રાર્થના ઉકેલી મને જે અલૌકિક
આત્મ સંતોષ થયો છે એનુ
શબ્દોમાં વર્ણન કરવુ મારાથી શક્ય નથી.
અંતમાં એક કાગળ હાથમાં આવ્યો જેમાં
અજ્ઞાની એ લખ્યું હતું કે,
*બ્લાસ્ટ* 2
“અજ્ઞાની” આટલું સમજી લેજે ..!
'ને કોઈ પણ કર્મ કરતાં પહેલા યાદ રાખજે..!
કે,
તારા કે મારા કોઈ પણ ગુનાહ માફ નહીં થાય.
જે છે તે હિશાબ છે હિશાબમાં બાદ નહીં થાય.
“અજ્ઞાની”

No comments:
Post a Comment