Monday, 16 February 2015

અનંત ના ઝર્ઝરિત કાગળિયાઓમાથી ...



મૌન પ્રેમ... 
@@@@@@@@@@@@

તે દિવસે સાંજે...   

અમે બંને બાગમાં ગયા ... 

બાગમાં સાગનાં બાકડે... 

સાવા અડોઅડ બેસીને ... 

એ હળવેકથી બોલી, 

સાંભળે છે ...? 

બોલ ! 

‘ને પછી .... 

એ બોલતી હતી હું સાંભળતો હતો.... 

એ બોલતી રહી હું સાંભળતો રહ્યો.... 

એમ કરતાં કરતાં સંધ્યા ઢળી ગઈ.... 

નભમાં ચાંદ ઊગ્યો ત્યારે ખબર પડી –

કે રાત પડી ગઈ... 

અચાનક જાણે એ તંદ્રામાથી જાગી... 

કેમ “અનંત” તું ચૂપ ? 

કશું બોલતો કેમ નથી...? 

સાંભળું છું ને ...

શું...?

તારું  મૌન... 

ખરેખર એ કશુ બોલતીજ નહોતી....

હું પણ ચૂપ હતો....  

એ ઢળતો સુરજ જોતી હતી. ‘ને હું ઊગતો ચાંદ....

“અનંત”
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&  
*બ્લાસ્ટ* 
“અજ્ઞાની” એક નાનકડી કિડી મસ મોટા હાથીને હંફાવી શકે છે..!
સમજવા ચાહો તો એક નાનકડી ઘટના ઘણું સમજાવી શકે છે..!    

"અજ્ઞાની"

No comments:

Post a Comment