‘ને
પછી તમે કહેશો જ્યારે કતિરા મો ખોલે છે...
ત્યારે બહુ આકરું બોલે છે...!
પણ,ખરેખર સાચું બોલે છે...!
અનુભવે આટલું સમજાયું છે...!
જે મને અનંત અજ્ઞાની એ સમજાવ્યું છે...!
એટલેજ હું બૌ બોલતો નથી ..
સહ્ય હોય, શક્ય હોય, ત્યાં સુધી મો ખોલતો નથી....!
વર્ષો પહેલાની વાત છે ...
રાબેતા મુજબ ત્યાં ખંડેરમાં અધરાતે
મધરાતે….
હું અનંત અને
અજ્ઞાની....
મળતા
રાતના
આછા ઉજાસમાં....
ચાય
સાથે અમારી મહેફિલ જામતી....
હાં , હાં, કેમ નહીં ક્યારેક રંગીન પીણું પણ હોયજ !
અને પછી આખી દુનિયા એક તરફ ને અમે ત્રણેય એક તરફ....
એય... ને અમે ત્રણ ને અમારી મૌજ હોય, મધરાતે ...
નિયમ મુજબ જ્યારે એ બોલતા હોય ત્યારે મારે ચૂપ રહેવાનુ ...
જોકે મને એ લોકો બૌ ઓછું બોલવાનું કહેતા...
કારણકે હું જ્યારે મો ખોલતો ત્યારે ....
મને એના જેટલી અક્કલ નૈ એટલે બોલવા કરતાં વધારે બાફતો ....
મારા બોલવા પર એક વાર અજ્ઞાનીએ મને કહેલું...
પરિયા... તું જ્યારે મો ખોલે છે ...
ભઇ સાબ... બૌ આકરું બોલે છે...
એટલે હું પાછું એની વાત માનતો ...
અને મોટા ભાગે ચૂપ જ રહેતો..
અજ્ઞાની શાંત અને સરળ...
પણ અનંત જરા અકળ....
એટલે એ કોઈના બાપનું માને નૈ...
એ ધાર્યું કરતો ...
તે દિવસે અનંત લોકોની સાચી ખોટી વાહવાહિ ની ઈચ્છા....
અને ભૂખના અતિરેક ને લઈને અકળાઇ ગયો ....
સાચું કહેતા માઠું લગાડતા દોસ્તોથી અકળાયો ગયો....
ઘણા મિત્રો હતા પણ પછી થોડા થઈ ગયા ...
એની મો પર જે હોય તે કહી દેવાના સ્વભાવને કારણે....
પછી બહુ થોડા દોસ્તો બચ્યા ...
એમાથી પણ થોડા એને માત્ર નિભાવી રહ્યા હતા મિત્રતા દાવે...
જે આમ તો ભીતર ભીતર ઈર્ષા થી દાઝતા અદેખા હતા...
અનંત એ બધાને અંદરથી ઓળખતો જ હતો છતાં...
એને સાચવતો હતો , એમાં હતી એની પણ લાલસા...
કેમકે એને ખપતું ના હતું એકાંત..
એને ડસતી હતી એકલતા...
આમ તો માણસને સુખમાં કે દૂ:ખમાં.....
ડગલે પગલે માણસની જરૂર પડતી જ હોય છે ..
જે માણસને માણસનો સહારો કે સાથ નથી મળતો તે પ્રાણી ને પાળી લેતા હોય છે...
કોઈ કુતરા કે બિલાડીને એકલતાથી બચવા સહારો બનાવી લેતા હોય છે ...
એટલે આમ તો માણસને માણસ વિના ચાલતું નથી ...
અને આ હકીકત છે વાત બિલકુલ સાચી છે ! ફાલતુ નથી...
અને એમાય જ્યારે કોઈ પ્રેમમાં પડે છે ત્યારે તો....
એકાદ મિત્રની સખત ખપત ઊભી થાય છે...
કેમકે પ્રેમમાં મળતા આનંદ અને દુખ બંને પુષ્કળ પ્રમાણમા મળતા હોય છે...
જે એકલાને ભીતર સમાવવા બૌ મુશ્કિલ હોય છે , તેથી જો એકાદ મિત્ર હોય ...
પ્રેમમાં મળતા દુખ કે દૂ:ખ મિત્ર સાથે બાંટી આપી શકાય ...
એટલે કે પ્રેમની વાતો દોસ્તને કરીને હ્રદયનું વજન થોડું હળવું કરી શકાય....
માત્ર પ્રેમમાં મળતા અનંત દૂ:ખ બાટવાની વાત છે ...! પ્રેમિકા નહીં...! J
તો અનંત ની આ નબળાઈ હતી કે એને મિત્ર વિના ના ચાલતું ...
એ મિત્ર પણ સમજદાર હોવો જોઇયે...
એવું નહીં કે ગમે તે મિત્ર ચલાવી લેવા ફાલતુ...
તો આ વાતને લઈને અકળાયેલા અનંત ને-
ચાયની ચૂસકી ભરતા ભરતા અજ્ઞાનીએ અનંત ને કહ્યું ...
જો ભાઈ અનંત એક વાત સમજી લે....
યા તો તું દુનિયા જે ચાહે તે આપી દે...
યા દુનિયાને ત્યાગી દે...
તું ચાહતો નથી કઈ માંગીને...
પણ એ જીવે છે માંગી માંગીને...
તારી નજરમાં માંગવુ એ ભીખ અને દેવું એ દાન છે...
એ લોકોને દેવાની તો લગીરે દાનત નથી ને ભીખ માંગીને લેવી છે.
તું એ લોકોને ગમતું હોય એવું ખોટું પણ બોલશે તો બધાને મજા આવશે...
અને જે ખરેખર સાચું જ છે એવું જો તું સાચું કહેશે તો લોકો તારાથી અકળાશે.....
એટલે આ દુનિયા તને નહીં સ્વીકારે ...
અને પછી અજ્ઞાની એ કહ્યું...
જો તારામાં એકલા રહેવાની તૈયારી હોય...
જો
તારામાં એકલતા સહેવાની તૈયારી હોય...
તો તું તારે સાચું બોલ..!
અન્યથા તૈયાર થઈજા ...
દુનિયાને ગમતું કરવા...
તું પણ કર બધાની બધી વાત પર વાહ વાહ...
પછી જો , તારી આસપાસ...
એવા જ લોકોના ટોળાં વળશે...
જેનામાં સત્ય પચાવવાની તાકત નથી...
જેને સાચું સાંભળવાની આદત નથી...
નહીં તો સંતોષ માન ...
મળ્યા છે યાર ..
જે બે ચાર...
અને એ પણ ...
જાનદાર...
શાનદાર...
દિલદાર..
સમજદાર...
એની જ સાથે...
જીવન ગુજાર...
આ ભવમાં આટલું ઓછું તો નાજ કહેવાય ...
અથવા ચાહ મારી માફક શાંતી ને... !
આખરે જે દેખાય છે તે માત્ર ભ્રાંતિ છે...!
આ બહાર દેખાતું સઘળું ભ્રમ છે...
તું જ બ્રહ્મ છે, તારી જ ભીતર બ્રહ્મ છે...
“અજ્ઞાની”
અંતમાં મે અજ્ઞાનીને પૂછ્યું કે ..
હે અજ્ઞાની મને તું એ કહે કે....
માણસ ક્યાં કારણથી સૌથી વધુ બીમાર પડે છે...?
ત્યારે એણે સાવ કરતાં સાવ ટૂંકો અઢી અક્ષર અને એકજ શબ્દમાં જવાબ આપ્યો ...
“ઈર્ષા”
જવાબ સાચો હોય તો પણ મને આટલા ટૂંકા જવાબથી સંતોષ ના થયો .
એટલે મે કહ્યું યાર અજ્ઞાની એવું થોડીના હોય …
માણસના બીમાર પડવાના બીજા ઘણા કારણો હોય જ શકે છે ને..?
એણે મર્માળું હરતા હસતાં કહ્યું ....
હાં કેમ નહીં કારણ તો હોય જ ને ! ઘણા બધા કારણ હોય ...
કારણ વગર તો જગતમાં ક્યાં કશું થાય છે...
માત્ર બીમારીજ નહીં પરિયા હર એક ઘટના બનવા પાછળ
કોઈને કોઈ કારણ છુપાયેલૂ જ હોય છે...
રહી વાત બીમારીની તો બધી બિમમારી નું મૂળ મનમાં પડ્યું હોય છે....
અને
ઘણી બીમારી ચેપી વાયરસની દેન છે...
બધા વાઇરસ જેવો એક વાઇરસ એટલે કે ઈર્ષા....
આમ જોવા જઇયે તો ઈર્ષા બધા વાયરસની મોટી બેન છે..!
મને
મજા આવી ગઈ તે રાત્રે મારા ભાઈબંધે એક એવા વાયરસની શોધ કરી...
જે
માણસની ભીતર રહીને એણે કોરી ખાય છે...
કેટલીક
બીમારી શરીર ઉપરની હોય છે છે નરી આંખે જોઈ શકાય છે...
પણ
આ ઈર્ષા ને આધીન આવેલી બીમારી માણસને અંદર અંદર કોરી ખાય છે...
જોકે
આ બીમારી અદ્રશ્ય છે પણ સાવ અદ્રશ્ય રીતે નથી આવતી જતી ..
બધી
બીમારીની માફક એના પણ અમુક લક્ષણો હોય જ છે ..!
ઊંડી
દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ એ ખુબજ સ્પષ્ટ રીતે જોઈ શકે છે ....
અને
જોતાં વેંત કહી શકે છે કે આને ઈર્ષા વળગી છે...
એક બીમારી
નામે “ઈર્ષા”
‘ઈર્ષા’ ઈર્ષા કરનારનું સુખ ચેન ચોરી જાય છે.
‘ઈર્ષા’ ઈર્ષા કરનાર નેજ અંદરથી કોરી ખાય છે.
આ યુગનો
સૌથી ચેપી રોગ ઈર્ષા....
"અજ્ઞાની"
આટલું કહ્યા પછી એ મૌન થઈ ગયો....

No comments:
Post a Comment