Friday, 27 March 2015

અનંત ના જીવનનની સત્ય ઘટના


આવું તો થયા જ કરશે ......
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

મારો ભાઈબંધ ઘણા ભાઈબંધની આંખમાં કણાની માફક ખટકતો હતો... 

છતાં ભાઈબંધ આપ બળે સતત આગળ ને આગળ વધતો હતો... 

જેમ મજબૂત દીવાલ ફાડી ને પીપળો ઊગે એમ એ ઊગતો હતો.. 

ખુદ તો કઈ ઉકાળી નહોતા શકતા.

પણ જ્યારે ત્યારે અનંતના રસ્તામાં રોળા નાખવાનું કામ.... 

એના ઘણા ઈર્ષાળુ ભાઈબંધો કરતાં .... 

પણ એને કોઈની  /કોઇજ  પરવા નહોતી. 

એ કોઈને કશુજ કહેતો નહીં...

એ બસ ચૂપ ચાપ નિજ મસ્તીમાં પોતાનું કામ કર્યા કરતો ....

થોડા ઘણા એવા સારા/ પ્યારા ભાઈબંધ પણ હતા જે મારા ભાઈબંધથી ખુશ હતા... 

અનંત નું આવું મસ્તી ભર્યું જીવન મહોલ્લામાં એની બાજુમાં રહેતી અને....

અનંતને  ચાહતી એક છોકરી જોયા કરતી .... 

એક દિવસ એણે અનંત ને કહ્યું 'અનંત તું તો ક્યારેય કોઈને નડતો નથી ... 

તો પછી આ તારા રસ્તે રોડા નાખતા ઈર્ષાળુ ઓને કેમ કઈ કહેતો નથી...? 

એ લોકો તને પરેશાન કરે છે છતાં તું એ લોકોને સહન કરે છે, પ્રેમ કરે છે .......

મને તારું આ વલણ સમજાતું નથી .... 

ત્યારે એણે તે છોકરીને સહજ ભાવે કહ્યું હતું 

એ એ લોકોનો સ્વભાવ છે એ લોકોના વિચાર છે .... 

મારે શા માટે વિચારવું કે એ મારા વિષે શું વિચારે છે ! 

અને પછી થી એણે પોતાના વિષે આ રચનામાં લખ્યું છે..!    

*બ્લાસ્ટ*
ના સલાહ આપું છું ના સૂચના આપું છું. 
હાં,મારા ખુલાસા હું સાવ ટૂંકમાં આપું છું.  

*ખૂલાસો*
****************************
અંદરથી જુદો જુદોજ ! સાવ બહારથી લાગુ . 
સારો કે ખરાબ સૌને, સૌના વિચારથી લાગુ. 

અલગ અલગ સૌ કોઈ વિચારે મારા વિષે. 
બુરો બુરાને ઈર્ષાથી, ભલો 'ભલાને પ્યારથી લાગુ . 

મારા કહેવાનો ગૂઢાર્થ જો સમજો હે અર્જુનો..! 
તો, બની શકે,કે, હું પણ આપને સારથી લાગુ . 

સૌની ઈચ્છા મુજબ ક્યારેક હું ના પણ વર્તી 
શકું. બની શકે ! ત્યારે કોઈકને હું સ્વાર્થી લાગુ . 

મને કબુલ મંજુર છે.અભિપ્રાય આપ સૌના, જે કૈ 
પણ હોય "અનંત" કોને ખબર કોને કેવો ક્યારથી લાગુ.
*******************************
"અનંત"
*બ્લાસ્ટ*
ના સલાહ આપું છું ના સૂચના આપું છું. 
હાં,મારા ખુલાસા હું સાવ ટૂંકમાં આપું છું.  

"અનંત"
જો કે પછી તો અનંત વર્ષો પહેલાં... 
ગુજરી ગયો... 
ગુજરી જવાનો અર્થ સૌને પોતા પોતાની 
સમજ એવં મનમરજી મુજબ કાઢી શકે છે. 
પણ આતમ એનો હજુ જીવે છે, 
'ને જાણે છે કે, 
એની આસપાસ શું શું ચાલે છે.!
મોઢે કોણ શું વાત કરતું હતું. 
અને પાછળથી કોણ શું શું બોલે છે.
આતમ નુ પણ એવુજ છે.! 
જીવતા પણ હોય છે અને, 
મૃત્યુ બાદ પણ હોય છે.! 
આતમ વીના કહો ભલા કોઈ કેમ જીવે.? 
"અનંત" આતમ હોય પણ આત્મીયતા ન હોય, 
એને મુવો સમજાવો. 
અને મુવા પછી આતમ જીવતો જાણવો.. 
આવુ બધુ પણ ભાઈબંધજ કહેતો હતો. 
*બ્લાસ્ટ* 
મારા વિશે તમે સૌએ મનમા ધારેલી "અનંત" ધારણા.! 
હંમેશા ખોટી પડશે કારણ કે એ ધારણા માત્ર તારીજ હશે.! 
"અનંત" 


No comments:

Post a Comment