એક રાત્રે જ્યારે અમે હંમેશની માફક ખંડેર પર
મળ્યા ત્યારે...
શબ્દો વિષે અને શબ્દ કારની મન સ્થિતિ વિષે ચર્ચા ચાલી...
ત્યારે અનંતે અતિ આનંદ સાથે પીડા વ્યક્ત કરતા
અનંતે કહ્યું કે, પરીયા...
ક્યારેક તો એવું થાય કે,
લખવા કરતાં લકવા સારો..
અનંતે કહ્યું કે શબ્દકારની
પહેલી પત્ની તેની કલમ હોય છે.
એ કલમ ને ખૂબ પ્રેમ કરે છે ...
અને પછી એની કલમ પણ ગર્ભવતી થાય છે ...
કલમ અને સ્ત્રીમાં ફર્ક એટલો જ કે
સ્ત્રીને નવ મહિને બાળક જન્મે છે ..
જ્યારે "કલમ ક્ષણે ક્ષણે શબ્દો જણે છે...!"
જોકે આમ તો કલમ અને ગર્ભવતી સ્ત્રીની સ્થિતિ
લગભગ સરખી જ હોય છે ...
જ્યાં સુધી કલમ શબ્દો ના જાણે ત્યાં સુધી અકળાયા કરે ...
અને જેવા કલમમાંથી શબ્દો જન્મી જાય ..
ત્યારે હા...શ..! થાય ...
પછી શબ્દકારો અસસ્લ બાળકની માફક પોતાની કલમપત્નીએ જણ્યા શબ્દોને રમાડયા કરે ...
ને એની સાથે રમ્યા કરે...
જોકે આમ તો દિવસ દરમ્યાન
અનંતની કલમ ગરબડીયા શબ્દો
જણ્યા જ કરતી હોય છે....
પણ જ્યારે અમે મળીએ ત્યારે ...
મારે માત્ર એના મુખેથી થતાં
શબ્દ સ્ખલનને કલમમાં ભરીને ....
ચાય ની ચૂસ્કી ભરતા ભરતા
સુયાણીની ફરજ અદા કરવાની હોય....
અનંતે ખુલાસો કરતા કહ્યું કે ....
પરીયા શબ્દોને ક્યારેય કોઈ એક સંબંધે
ના સંબોધી શકાય....
કેમકે એ વારે વારે રૂપ બદલે છે...
આમ શબ્દો કાગળના તખતાના નાયક પણ ખરા....
એ નિત નવા વેશ ભજવે ...
શબ્દોનું જીવન અસ્સલ કલાકાર જેવુ જ હોય છે ....
વાતના અંતે ચાયની ચૂસ્કી ભરતા ભરતા ...
અનંતના મુખેથી થયેલી શબ્દ સ્ખલનની
સરવાણી એની જ વાણીમાં ...
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
કલમ મારી પહેલી પત્ની અને બાળકો અમારા શબ્દો.... !
ક્યારેક સુંદર મજાનાં તો ક્યારેક સાવ સેડારા શબ્દો... !
રાત પડ્યે હું ને મારી કલમ એને ભેગા મળી તૈયાર કરી.
દિવસ દરમ્યાન તો ભર્યા હોય સાવ ગોબરા ગંધારા શબ્દો...
@@@@@@@@@@@@@@@@@@@@@@@
મેલાઘેલા કાગળના આયનામાં મો જોઈ હરખાતા શબ્દો.
અને પછી નાજુક નમણી નારની માફક શરમાતા શબ્દો.
કરમાય જાય છે ફૂલ પણ સવારે ખીલ્યા પછી સમી સાંજે.
પણ કાગળના બાગે ખીલ્યા પછી કદિ ના કરમાતા શબ્દો.
પહેલા તલવારથી તલવાર ટકરાતી પછી બંદૂકની ગોળી.
અને હવે તો શબ્દો સામે સતત જોને અહી ટકરાતાં શબ્દો.
શબ્દ બ્રહ્મ શબ્દ ભ્રમ શબ્દ પ્રાણ શબ્દ પુજા શબ્દ પ્રાર્થના.
કેટ કેટલા રૂપે માનવીની ભીતર આવતા ને જાતા શબ્દો.
ભીતર જ્યારે અંધારું થાય, ત્યારે શબ્દોનું અજવાળું થાય,
ને કાગળના આકાશે બની ચાંદ તારા ટિમટીમાતા શબ્દો.
ઉદાસીનું અંધારું ક્યારેક મનેય ઘેરી વળે. ભઈ માણસ છું ..!
પછી ક્ષણમા જ્યોત બની મારી ભીતર ઝળહળાતા શબ્દો.
મારો ખોરાક શબ્દ, શબ્દો નો ખોરાક શ્યાહી. હું પીવડાવું-
એ પીધા કરે. માણસની માફક તોય નથી ધરાતા શબ્દો.
ભરી ભરીને કાગળના કટોરા જીલાય એટલા જીલું. પિજો-
પછી તમેય આંખોથી મારા હ્રદયમાથી છલકાતા શબ્દો.
શિશુના જન્મ બાદ જેમ ઉભરાતું નારીના સ્તન મહીથી-
દૂધ. અસ્સલ એમજ મારાયે મનમાથી ઉભરાતા શબ્દો.
કલમ અને સ્ત્રીમાં ફર્ક માત્ર એટલો જ સ્ત્રીને નવ મહિને
બાળક જન્મે છે. ને કલમને ક્ષણ ક્ષણ અવતરતા શબ્દો.
કલમનો ખોરાક શબ્દ છે અને શબ્દોનો ખોરાક વિચાર.
દિવસ રાત ધવરાવું તો પણ જોને નથી ધરાતા શબ્દો.
મારી આ કલમની આસપાસ “અનંત” મંડરાતા શબ્દો...
સુવા નથી દેતા રાતભર મગજની આસપાસ ઘૂમરાતા શબ્દો..!
"અનંત"
બ્લાસ્ટ:- પ્રથમ ...
આવું તો થાય.. ભઈ માણસ છું !
ઉદાસીનું અંધારું ક્યારેક મને પણ ઘેરી વળતું .
અને પછી, ક્ષણમા મનમાં અજવાળું પ્રગટતું .
જ્યારે મારી ભીતર જ્યોત બની ઝળહળાતા શબ્દો ...
અંતિમ બ્લાસ્ટ:-
હાં ! મને ઘણીવાર ડર લાગે છે ..!
આ દુનિયાના મૂર્ખ લોકોથી. પણ,
શબ્દો મારા બૌ બહાદુર છે તેથી...
કોઈ દિ’ નથી ગભરાતા શબ્દો..!
કોઇ થી નથી ગભરાતા શબ્દો..!
બ્લાસ્ટ :-
પહેલા તો ટેરવાના સ્પર્શ માત્રથી ઝણ ઝણી ઊઠતું આખુય શરીર...!
ને હવે આલિંગનમાં આખુય શરીર તોય ઝણ ઝણે ના ટેરવું લગીર...!
"અનંત"
પહેલા જ્યારે હું જોસથી ચૂટિયો ભરતો ત્યારે તો તું ઝણ ઝણતી હતી...
અને હવે સાવ જીણકીક ચીટકી ભરું તોય કહે છે ઓય...મને ચચરે છે....
"અનંત" સમજાતું નથી મને એ જ કે લાંબા સમયના સંગાથ પછી...
પહેલાના અને પછીના સ્ત્રીઓના વર્તનમાં એવો તે શું ફરક પડે છે ?
"અનંત"
ખુલાસો:- આ સવાલ અનંતને થયો હતો મને નહીં....!
મારી પાસે તો જવાબ પણ છે ...
પણ હું નૈ આપું લે ...! :)
"અનંત"




👌👌👌
ReplyDelete