Saturday, 7 March 2015

અનંત ના જૂના ઝર્ઝરિત થોથા માથી...




મારુ તો બસ એવું જ છે .. 

હું ઉજવું ત્યારે હોળી ને હું ઉજવું ત્યારે દિવાળી ... 

"ફક્ત મારી... :)

અને હું ચાહું ત્યારે વેલેન્ટાઇન ડે ... :) 

આ માત્ર મારી અલૌકિક મસ્તી છે..  

તમ તમારે તારીખ વાર મુજબ ઉજવો ... :)

"વેલેન્ટાઇન ડે’ એટલે યુવાનોનો  પ્રિય દિવસ .. 

એવું કાય નો હોય હવે લે વળી ... 

પ્રેમ તો પ્રેમજ હોય છે ને .. તો પછી..! 

બધા માટે ...:) 

અનંત પ્રેમનો.. 

પ્રેમની અદભુત અલૌકિક કલ્પનાનો.. 

અને અંતમાં પ્રેમીને પામવાની  ઝંખના નો દીવસ...... 

પણ મારે એવું કાય નૈ.... :) 

કાય નૈ અર્થાત પ્રેમ બ્રેમ કાય નૈ એમ હું નથી કહેતો .. 

હું એમ કૌ છું મારે તો ... 

મારે આઠે પ્રહર 'ને આખું વરસ પ્રેમનું ... 
મારે મન  મહત્વ નહીં કોઈ દિવસ એકનું   

વે.ડે. પ્રેમની એ તારીખ , જે ગઈ તે ગઈ.. 
મફત છે મારી સાથે આજેય ઉજવો ને ભઈ... 
  
આજે આ મસ્ત મજાના  દિવસે “અનંત”ની,

એક સુંદર રચના મારા તરફથી હરેક પ્રેમિઓ ને ભેટ મફત ... :) 

આયા આમેય ક્યાં કોઈ કાય આલવાનું હતું... 

પણ મને લઈ લેતા આવડે છે, 'ને  હું લઇશ વળતર... :) 

કેમ લઇશ ? કેવી રીતે લઇશ ? શું લઇશ ? 

એ હું કોઈને નૈ ક્યારેય કૌ .. :) 

તો.. 

આ રચનાનું સર્જન વર્ષો પહેલા 

મારા ભાઈબંધ “અનંત” દ્વારા.... 

ફક્ત પાંચ જ મિનિટમાં થયેલું,

એવું એણે મને કહેલું . ( હું તમને કૌ છું ) :)  

ઢળતી સંધ્યાનો સમય હતો,

અને તે  એક એવા રસ્તેથી પસાર થઈ રહ્યો હતો, 

 જે રસ્તે લીંબડાના, પીપડાના અને... 

ગુલ મહોરના વૃક્ષોની સુંદર હારમાળા હતી.

અને ઉપરથી વસંત ઋતુય પૂર બહારમાં ખીલેલી હતી... ! 

હવે આવા સમયમાં પ્રેમથી લથબથ પ્રેમાળ હ્રદયને... 

પ્રેમાળ સ્ફુરણા ના થાય તો... 

એ કેવો પ્રેમાળ ! ક્યાનો પ્રેમાળ હે...! 

તો,,,! 

એ દિવસે અનંત ને ચાલતા ચાલતા પ્રેમાળ સ્ફુરણા થઈ ...   

ત્યારે કદાચ, ખુલ્લી આંખે એણે આવું કઈ સપનું જોયું હશે...! 

પણ ત્યારે , તેની પાસે કાગળ કે પેન કશું જ ના હતું... 

લખવાનું બૌ મન થાય પણ કરે શું ..?  

વિચાર મગ્ન અનંત ગુલમહોરના એક વૃક્ષ પાસે... 

વૃક્ષને અઢેલીને ઊભો રહી ગયો... 

એજ સમયે સંધ્યા ટાણે સ્કૂલેથી  છૂટીને આવતો બાળક પસાર થયો..... 

અનંતે તેને ઊભો રાખ્યો અને તેની પાસે એક કાગળ અને પેન માંગી,

પેલા બાળકે પ્રેમથી કાગળ પેન આપ્યા અને બસ.. 

બસ ફક્ત પાંચજ મિનિટમાં અનંતે આ રચના લખી નાખી..

પછી પેલા બાળકનો આભાર માનતા તેની પેન પાછી આપી , 

સર્જન પાછળની ઘટના પૂરી ... 

હવે એ દિવસે થયેલા સર્જન વિષે ... 

એક યુવક અને યુવતી જ્યારે પહેલી વાર મળે છે,

ત્યારે પહેલા નજર મળે છે . 

પછી હ્રદય મળે છે,

અને પછી..! 

પછી તો સતત મળતા રહેવાની ઝંખના આગળ વધે છે,

અને એમ કરતાં કરતાં.

પ્રેમ કરતાં કરતાં ....

રોજ મળતા મળતા.... 

વાત છેક લગ્ન સુધી પહોંચે છે.

ક્યારેક પ્રેમી કે પ્રેમિકા .પોતાના ગામમાં જ મળે છે તો,

ક્યારેક પરદેશમાં કોઈ લગ્ન પ્રસંગમાં. 

એકમેકની નજરથી નજર મળી જાય છે. 

ત્યાર પછી ક્રમશ કેવી કેવી ઝંખના જાગે છે, 

એ વાતનું અનંતે આ  રચનામાં ટ્ંકુ ટચ છતાં એકદમ મસ્ત ... 

શરૂથી અંત સુધીનું યાને કે....  

પ્રેમથી લગ્ન સુધીની ઝંખનાનું અદભૂત વર્ણન કર્યું છે... 

જે આજે વેલેન્ટાઇન ડે' મારા હિસાબે આજે જ .. :)

તો અનંત ની આ રચના વેલેંટાઈ ‘ડે’ ના પ્રેમાળ દિવસે.... 

મારા ભાઈબંધો તેમજ બાઈબાંધોને ... 

પ્રેમથી સાવ મફતમાં  ગિફ્ટ કરું  છું. 

મફત તો જગતમાં ક્યાં કશું જ મળે છે કે કોઈ આપે છે હે.. ! 

મને શું મળે છે , શું શું મળ્યું એ તો હું ક્યારેય કોઈને નૈ કૌ લે, !  :) 

તો યારો, માણો મફતની મજા... :) 

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

એક વાર મળ્યા પછી તને મળવાની ઝંખના "અનંત" સતત વધે છે .! 
હવે ! એક ક્ષણ પણ એક બીજાથી દૂર રહેવું મને કે તને ક્યાં ગમે છે.? 

"અનંત" 

પરદેશમાં નહીં મારા ગામે તું હો’.
રહું જ્યાં હું તે મુકામે તું  હો’ 

સમણે તો રહે છે સાથ તું રાત ભર. 
ચાહું  હરઘડી નજર સામે તું હો’

પ્રેમ હો' ભગવાન, પ્રેમજ હો’ પુજા,તો-  
પછી મારા હ્રદયના તીરથ ધામે તું હો’

કેસરી કિરણો રેલાવે જ્યારે સુરજ . 
સફરમાં મારો હાથ થામે  તું હો' 

ઢળતી સંધ્યાની કેસરી  લાલીમા વચ્ચે. 
બાગમાં પણ મારી સાથે વિસામે તું હો. 

“અનંત“તારા નામ પાછળ નામ હો'
મારુ.ને આગળ મારા જ નામે તું હો ‘

અહી સુધી તો સૌને સાથીદારનો સાથ મળી જ રહેતો હોય છે ... 
પણ પ્રિય પાત્રના સાથની એક બીજાની સૌથી વધુ જરૂર તો , 
જીવનની ઢળતી સંધ્યા એ પડતી હોય છે... 

ખરેખર તો એ ઉમરે પ્રેમની બીજી ઇનિંગ શરૂ થતી હોય છે .. 
થવી જ જોઇયે ! અને જ્યાં સમજણ છે ત્યાં થાય જ છે...!

તો અંતમાં ભાઈબંધે એ પણ કહી દીધું કે... 

"અનંત" ઢળતી સંધ્યાની લાલીમા મધ્યે બાગમાં-
પથરના કે સાગનાં બાકડે મારી સાથે વિસામે તું હો.. 

"અનંત"  

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

“અનંત” 
*********
લગ્ન પછી .... 

પતિનું નામ પત્નીના નામ પાછળ આવે છે .
અને પત્નીનું નામ પતિની આગળ આવે છે,

એમાં મે કશું જ નવું નથી કહ્યું . 

એ તો સૌને ખબર જ હોય ... કે નૈ ..?  

આ તો હું એમ કૌ છું કે 

બસ એજ વાત અહી અનંતે અંતમાં રજૂ કરી છે.

“અનંત“તારા નામ પાછળ નામ હો'
મારુ.ને આગળ મારા જ નામે તું હો ‘

*બ્લાસ્ટ* 

આજે પણ આનંદ થી મારો સમય પસાર થઈ ગ્યો... 
અને એ સમયમાથી આનંદ કરતો હું પસાર થઈ ગ્યો...
પુરુષોતમૂ ..!






No comments:

Post a Comment