Tuesday, 28 April 2015

કભી કભી હી સહી , લેકિન ....


(3)
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
ક્રમશ ઉત્ક્રાંતિ બાદ.......  

અન્યાય સામે અસંખ્ય વાર ક્રાંતિ થઈ....

કઈક ક્રાંતિ વીરો પેદા થયા. અને સૌ પોત પોતાના હિસ્સાનું અન્યાય સામે લડી લડીને 

ને શહિદ થઈ ગયા .... 

ને આપણને આઝાદી દઈ ગયા ... 

પણ હવે કદાચ ક્યારેય ક્રાંતિ નહીં થાય કે ના તો ક્રાંતિ વીરો પેદા થશે....

કારણ કે.. 

અન્યાય સામે જંગ લડવાનું જનૂન એનામાં જ પેદા થાય છે ... 

જે પ્રજા  લાંબો સમય સુધી ચૂપ ચાપ સહન કરે  છે...    

અને મનોમન રિબાય છે ... 

આવા રિબાતા અસંખ્ય લોકોનું મન સતત અન્યાય કરનાર સામે જંગ છેડવાનું અને 

બદલો લેવાનું એ પાપીઓની શાન  કેમ ઠેકાણે લાવવી એ વિચારતું  રહે છે....! 

આખરે એક દિવસ એના મનમાં સતત ચાલતા વિચારો જ એને બદલો કેમ લેવો જંગ 

કેમ કરવી અન્યાય સામે કેમ લડવું એના માટેની  દિશા બતાવે છે . 

અને એક દિવસ એ લોકોના ક્રાંતિકારી વિચારો વિશ્ફોટક રૂપ ધારણ કરી-

યા હોમ કરી એ અન્યાય કરનાર જે પણ હોય તેની સામે કૂદી પડે છે ...! 

એ લોકો દેખીતી રીતે ખૂબ નાના હોય છે, ( પણ વિરાટ થવા સક્ષમ હોય છે) 

એ ગરીબ હોય છે, લાચાર હોય છે, મજદૂર કે મજબૂર હોય છે...  

એ ઉપર મુજબ બધુ જ હોય છે ... 

પણ એમાથી કોઈ પણ હિન્દુ,મુસ્લિમ ,શીખ,ઈસાઈ,કે પારસી નથી હોતા... 

એ  લોકો એ માત્ર ને માત્ર ગરીબ હોય છે, પીડિત હોય છે ... 

જે એક હદ સુધી ચૂપ ચાપ અન્યાય સહન કરે છે.... 

આપણી માફક એ ગરીબો ફાલતુની બકવાસ નથી કરતાં.... ( હવેની વાત જુદી છે ) 

બલ્કે જ્યારે અન્યાય સહન કરી કરીને થાકે છે, ત્યારે એક ઘા 'ને અનેકના કટકા કરે છે..! 

એક હદ પછી સતત અન્યાય સહન કરતું એનું મન મક્કમતા થી વિચારે છે કે... 

રોજ તીલ તીલ મરવા કરતાં કે બાયલાની મૌત મરવા કરતાં....

એક વાર મર્દ ની મૌત મરી ફીટવું બહેતર છે... 

જો બસો પાંચસો ના અન્યાય સામે લડીને મરી ફિટવાથી ....

બાકીના હજારો  લોકોનું કલ્યાણ થતું હોય તો મર્દ ની મૌત મરવું બહેતર છે... 

પણ હવે ક્યારેય એ ક્રાંતિ નહીં આવે ... 

કારણ  કે હવે અન્યાય કે ભ્રસ્ટાચારી સતાધિસોની ....  

નકટાઈ , નફટાઈ બેવકૂફી , નાગડદાઈ , હલકાઇ લુચ્ચાઈ  જોઈ જોઈને સહન કરી 

કરીને ભીતર લાગતી આગ કે મનમાં આવતો ગુસ્સો ... 

વિકરાળ થાય એ પહેલા,  અહી વરાળ થઈને  ઊડી જાય છે... 

અહી બળતરા ઠાલવી સૌ કોઈ હળવા ફૂલ થઈ જાય છે ... 

ને પછી સૌ પોત પોતાનમાં મશગુલ થઈ જાય છે.... 

મોટી મોટી વાતો કરીને અહી સૌ કોઈ મનોમન મહાન થઈ જાય છે,... 

ખૂબ શરમિંદગી સાથે કહું છું કે કદાચ મે પણ અત્યારે એજ કર્યું છે....:( :( :(  

હું જાણું છું કે માત્ર એક આંગળી કોઈ પણ વ્યક્તિ તરફ કરતાં.... 

હજારો આંગળી સાથે  મારી ખુદની પણ ચાર આંગળી મારી સામે ઉઠશે... 

બની શકે કદાચ થોડી જ ક્ષણો બાદ આ કહેવા બદલ હું વધુ શરમ અનુભવું ... 

કેમકે હું જાણું છું આ નક્કર પ્રવૃતિ નથી .... 

આમ અહી બકવાસ કર્યે કશું ઉકળવાનું કે હાંસિલ થવાનું નથી જ ... 

અહી આભાસી દુનિયામાં આવી તેવી  વેવલી ગાલાવેલી કે પછી-

અન્યાય સામે અવાજ ઉઠાવતી કોઈ પણ વાત પર જમા થઈ જતી ભીડ...

જો બહાર એકઠી થઈ ના શકતી હોય તો ...

તો મહેરબાની કરી માત્ર સૌ સૌનું મનોરંજન કરો... 

હું ભીડ નથી ઈચ્છતો....   

( કાલ ઊઠીને કદાચ હું પણ ફરી એજ કરીશ. ) 

આ બૌ બધુ અઘરું છે , એકલાનું આમાં કામ નથી...! 

એકલા એકલા અન્યાસ સામે લડવા જતાં કેટલાય ઊકલી ગ્યાં ... 

મુજકો રખે રામ મુજકો અલ્લાહ રખ્ખે .... 

એક દિ' હું પણ આમ ને 'આમ' ઊકલી જવાનો .... 

*બ્લાસ્ટ* 

મે કિસીકા ભી કઠ પૂતલા નહીં...! 
ભક્ત મે ભી હું લેકિન, અંધા નહીં..! 
મુજે વો ભી દિખતા હૈ જો દિખતા નહીં..! 

જે દેશમાં અન્યાય સામે ઉઠતાં અવાજ ને, યેન કેન પ્રકારે દબાવી દેવામાં આવતો હોય.. 

જે દેશમાં જાગતા નાગરિકને ચીર નિંદ્રામાં પોઢાડી દેવામાં આવતા હોય... 

જે દેશમાં સરહદ પરથી નિવૃત થઈ આવેલા સૈનિકને હોસ્પિટલના પટાંગણમાં સારવાર લેવી પડતી હોય... 

જે દેશના નેતાઓ સત્ય સાંભળવાને બદલે સાચ સામે આંખ આડા કાન કરતાં હોય... 

જે દેશમાં માત્ર ભાષણ સમયે પૈસા આપીને ટોળાં એકઠા કરવા પડતાં હોય... 

જે દેશમાં માત્ર વડાપ્રધાન પસાર થવાના હોય એજ રસ્તા, 

હા, માત્ર એજ તૂટેલા રસ્તા રાતો રાત રીપેર થતાં હોય...  

જે દેશના નેતામાં પગાર ચૂકવતા હોવા છતાં કામ ન કરતાં નીચલા અધિકારીઓને 
આદેશ આપવાની આવડત કે તાકાત ના હોય... 

જે દેશના નેતા ચંદ કરોડ પતિઓના પૈસે ચૂંટણી લડતા હોય ... 

ને જીતી ગયા પછી માત્ર એ લોકોના ફાયદા નુકસાન નો જ વિચાર કરતાં હોય...  

જે દેશના નેતાને ભ્રસ્ટાચાર સામે કાર્યવાહી કરવામાં સંબંધો આડા આવતા હોય... 

જે દેશના નેતા મોટા ભાગનો સમય પોતાના જ પ્રચારમાં વેડફતા હોય... 

જે દેશમાં હોનહાર ઈમાનદાર અફસરને બિરદાવવાને બદલે શહિદ કરી નાખવામાં આવતા હોય.... 

જે દેશમાં એકતાની માત્ર વાતો અને અંદર ખાને અનેકતા પ્રવર્તતી હોય... 

જે દેશના નેતા પ્રજાને રેડિયો,મીડિયા કે સોશિયલ મીડિયામાં સૂચન કરવાનું આહ્વાવાન 

આપી, ને પછી જો એના રિપોર્ટ પેજ પર એની વાહ વાહી જેવી વાહિયાત પોસ્ટ ને બદલે 

કોઈ ઠોસ સૂચન મૂકવામાં આવે તો ડિલીટ મારી દેતા હોય... 

( જે નેતા તેના રિપોર્ટ પેજ પર સૂચન આપનારની પોસ્ટ ડિલીટ કરી શકે,
એ કોઈ સમયે એ પોસ્ટ કર્તાને પણ આ દુનિયામાં થી ડિલીટ કરી શકે છે ... )  

જે નેતા પોતાની ઇજ્જ્ત સાચવી ના સકતા હોય... 

જે દેશના નેતાની ગમે તે આલિયા માલિયા મશ્કરી કરી જતાં  હોય....

તે  દેશ પર કોઈ પણ આલિયો માલિયો ગમે ત્યારે આક્રમણ કરી શકે છે...  

જરૂરી છે હવે નેતા ખુદ સતાના મદ અને નિંદ્રા માંથી  જાગે .... 

પ્રકૃતિનો નિયમ છે. સારી ચીજ જો સમય સર ખાય ને પચાવવામાં ના આવે તો.... 

ધીરે ધીરે સડે છે. અને સડેલી ચીજનો ધીરે ધીરે ખુદ પ્રકૃતિ નાશ કરે છે... 

જો કે પછી તો એ વિનાશજ  કરે છે... 

હવે કદાચ પ્રલય એજ આખરી વિકલ્પ....   

કભી કભી હી સહી, 

લેકિન... 

કતિરા.. જો દિખતા હૈ વો લીખતા હૈ... 








Sunday, 26 April 2015

હાં અમે રાત પડ્યે જાગતા અને માત્ર વાતો જ કરતાં વર્ષો પહેલા....



લોકોને આદત છે. ગ્રંથોમાં લખેલા, વાંચેલા 'ને વંચાઈ વંચાઈ ને ચવાઈ ચવાઈ ને ચૂથો થઈ ગયેલા, 

કે પછી વાંચી વાંચી ને એજ સૂત્રો સંતો એ કથા પ્રવચનોમાં બોલી બોલીને બ્રેઇનમાં ઠસાવી દીધા હોય, 

એ આ જીવન દોહરાવ્યે રાખવાના ... 

પોતાની બુધ્ધિની ચારણી થી ચારવાના નૈ... 

બસ માત્ર ચર્યે રાખવાના. 

અને એના એજ ઘીસા પિટા સૂત્રો નો,  જ્યાં ત્યાં ઉપિયોગ કરીને 

પોતે મોટા સંત પ્રકૃતિના , મોહ માયા વિનાના છે. 

એવું સાબિત કર્યે રાખવાનું .... 

"ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાનું છે.." 

એક દિવસ જ્યારે અમે ત્રણેય ભાઈબંધો રાત્રે મળ્યા ત્યારે વાત વાતમાં મારાથી પણ એજ સૂત્ર બોલાઈ ગયું .... 

મે કહ્યું યાર આપણે ખોટી ફિકરો કરીયે છીયે.... 

આપણે ક્યાં કશું લઈને આવ્યા હતા હે... 

અને કશું લઈ પણ ક્યાં જવાના હે.. 

ત્યારે અજ્ઞાની એ ગુસ્સે થઈને મને ઘઘલાવી નાખ્યો... 

એણે કહ્યું. 

શું યાર પરિયા.... 

તું પણ આમ  મૂર્ખાઓ જેવી સોચ ધરાવે છે . 

મે કહ્યું કેમ એમાં મે ખોટું શું કહ્યું ... ? 

તો એણે કહ્યું. તો તે સાચું પણ શું કહ્યું બોલ..! 

લે બોલ.. આખી દુનિયા સ્વીકારે છે . 

એમજ તો ગ્રંથોમાં લખ્યું છે,

એજ તો સંતો એ કહ્યું છે.! 

તો,  મે કહ્યું એમાં ખોટું શું કર્યું કે તને વાંધા  પડે છે..!? 

ત્યાં અનંત વચ્ચે બોલ્યો... 

પરિયા વાત વાંધા પડવા, પાડવાની નથી... 

તું તારી બુધ્ધિનો ઉપયોગ ના કરીને-

એજ જૂના કોઈના ચાતરેલા ચિલ્લે ચાલે છે એ ઠીક નથી... 

ગ્રંથોમાં લખેલી કે કોઈએ કહેલી કોઈ પણ વાતને-

એમ વેવલાની માફક સ્વીકારી ના લેવાય ... 

મે કહ્યું પણ લે એમાં ખોટું શું છે ! કોઈએ કહ્યું એ સાચું હોય તો સ્વીકારવામાં વાંધો શું .... 

મારી અને અનંત ની મગજમારી દરમ્યાન મૌન બેઠેલો અજ્ઞાની  

બોલ્યો . પરિયા એ સાચું નથી..! 

શું સાચું શું ખોટું  એ જાત અનુભવે સમજાય  ... 

હું કંટાળ્યો એટલે મે કહ્યું ચાલ તો હવે તુજ સમજાવ કે એ સૂત્રમાં શું ખોટું છે... 

અચ્છા તો સાંભળ એ સૂત્ર અર્ધ સત્ય છે. 

કઈ જ લઈ નથી આવતું કોઈ એ વાત બરાબર છે. 

કઈ લઈ નથી જતું એ પણ બરાબર ... 

લે બોલ બધુ બરાબર જ છે તો પછી હું બોલું એમાં વાંધો શું છે..? 

બૌ ઉતાવડો ના થા નાહક ભોંઠો પડીશ હજુ મે વાત પૂરી નથી કરી . એ મને વઢયો.

હશે ભૂલ થઈ હવે આગળ સમજાવ. મે કહ્યું . 

એટલે એણે આગળ ચ્લાવ્યું ... 

જો પરિયા , ખાલી હાથે આવેલું એક બાળક,

આવતા વેંત અસંખ્ય સંબંધોમાં બંધાય છે... 

સમય  જતાં એ ખુદ નવા નવા સંબંધો બાંધે છે..

અને એ ખાલી હાથે આવેલું બાળક મોટું થતાં ... 

પત્ની, સંતાન અને સંપતિ મેળવે છે ... 

હવે એ ખાલી હાથે આવેલો બાળક હિસાબ મુજબનું જીવન જીવીને -

જ્યારે મૃત્યુ પામે છે ત્યારે... 

ખાલી હાથે આવેલો એ માણસ જતાં જતાં, -

પોતાની પત્ની,બાળકો અન્ય સંબંધો એ સિવાય -

ઘર , બાંગ્લા ગાડી જેવી અઢળક સંપતિ આ બધુ - 

એક ખાલી હાથે આવેલો માણસ કેટલું બધુ છોડી જાય છે ...!

મે માથું ખંજવાળતા કહ્યું ... 

હાં.. યાર આવું બધુ તો મારા ધ્યાનમાં જ નહોતું મે તો આવું કશું વિચાર્યું જ નહોતું ... 

ખરે ખર યાર હું તારા કહેવા મુજબ બુધ્ધિ વગરનો જ છું ... 

ત્યારે એણે ફરી કહ્યું . હાં હજુ પણ પ્રદર્શન ચાલુ જ છે... 

હે...! મે આશ્ચર્ય સહ કહ્યું. યાર હવે શાનું પ્રદર્શન..? 

તે કહ્યું એ માન્યું તોય તકલીફ..! 

હા..!  કેમકે તું હજુ એજ ભૂલ દોહરાવે  છે ... 

પેલું સૂત્ર સાવ ખોટું હોવા છતાં, મે કહ્યું એ મુજબ તું માની ગયો . 

લે બોલ ! આ તો અઘરું.! 

અઘરું કાય નથી પરિયા જો સમજાય જાય તો ... 

ના સમજાય ત્યાં સુધી જ બધુ અઘરું લાગે .અનંતે કહ્યું. 

અચ્છા તો હવે પૂર્ણ સત્ય શું એ સમજાવો.. 

એટલે અજ્ઞાની બોલ્યો ... 

પૂર્ણ શું છે એ હજુ મને શું કોઈને પણ નથી સમજાયું ... 

એ સૂત્ર ઉપર છલ્લું છે અને બિલકુલ ખોટું છે ...! 

કેમકે  ખાલી હાથે કોઈ નથી આવતું...  

અને ખાલી હાથે કોઈ જતું પણ નથી જ..! 

મે કહ્યું . એ કેવી રીતે... ? શું લઈ આવે છે ? શું લઈ જાય છે..? 

એ એવિ રીતે કે યુગોની આ આવન જાવનમાં લોકો ... 

પોતાના કર્મો નો અધૂરો હિસાબ લઈને આવે છે ...  
ને જતાં જતાં એ અધૂરો હિસાબ લઈને જાય છે... 

અહી આવીને... 

લીધેલું દેવાનું હોય છે . 
અને દીધેલું લેવાનું હોય છે ..!  

લે પણ આમને આમ ક્યાં સુધી ચાલે ..?

અને  એ નક્કી કેવી રીતે થાય ...?

કે શું લીધું હતું , શું દેવાનું છે ..? 

અને આ હિસાબ સરભર ક્યારે થાય કેવી રીતે થાય....?

મે એક સાથે અનેક સવાલ કર્યા... 

એણે જવાબ આપ્યો ...

શું દીધું હતું., એ શું મળે છે એના પરથી-

અને શું મળ્યું હતું,  એ શું આપીએ છીયે તેના પરથી નક્કી થાય.  

અંતમાં અજ્ઞાની એ કહ્યું 

આખરે તો કોણ કેવું જીવે છે -

એના પરથી ઘણું બધુ નક્કી થઈ જતું હોય છે  ...

હવે અનંત બોલ્યો ... 

અને પરિયા આટલું સમજ્યા સમજ્યાવ્યા પછી પણ ... 

અંત સુધી કોઈ એ નથી સમજી શકતું કે....  

હિસાબ જૂના ચૂકતે થાય છે કે નવા ચડત... 

પછી ???

પછી તમારા જેવો જ પ્રશ્ન મને થયેલો... 

પણ પછી મને ઊંઘ આવતી હતી... 

એટલે વાત આટલેથી પૂરી કરી હું ઘેર જઈને પોઢી ગ્યો...

*બ્લાસ્ટ* 

અંત સુધી એ નથી સમજાતું કોઈને "અનંત" 
કે, હિસાબ જૂના ચૂકતે થાય છે કે નવા ચડત. 
"અનંત" 

*બ્લાસ્ટ*
“અજ્ઞાની” કોઈ કઇજ લઈને નથી આવતું ,આ દુનિયામાં .   
તેમ છતાં , જતાં જતાં , કેટલું બધુ છોડી ને જવું પડે છે..!
“અજ્ઞાની”




Thursday, 23 April 2015

એક ઘોઘો હતો...

(6)
થોડું પાછળ 
https://www.facebook.com/photo.php?fbid=691209717655399&set=a.119481608161549.20378.100002991311961&type=1
બંધ ભીની આંખે તકિયું ભીંજવતી ઘોઘી વિચારે છે.

ઘોઘાની વાત પણ આમ તો ખોટી નથી. હું એની ફિકર કરનારી કોણ ?

મોડી રાત સુધી આમ વિચારતી વિચારતી ઘોઘી અંતે પરોઢે પોઢી ગઈ. 

મોડુ સુવાના કારણે ઘોઘીને મોડે સૂતી રહી.  

રોજ પ્રભાતે વહેલી ઉઠતી ઘોઘી કેમ હજુ ઉઠી નહીં.? 

આમ વિચારતી ઘોઘીની માં એ હાકલ મારી.

ઘોઘી...એ...ઘોઘી ...ઉઠ બેટા બૌ મોડુ થઈ ગયું છે,  ઘોઘો ચાયની રાહ જોતો હશે. 

માં નો અવાજ સાંભળી ઘોઘી આળસ મરડતા બોલી હાં માં હું જાગી ગઈ છું તું ચાય મૂક ... 

આળસ મરડી બેઠી થઈ ઘોઘીયાએ ઘડિયાળ સામે જોયું તો પોણા દસ વાગી ગયા હતા. 

ઘોઘી ફટફટ ઊભી થઈ. મો  ધોયા વિના જ રસોડામાં જઈને-

ઘોઘા માટે કાંચના ગ્લાસમાં ચાય ભરી. 

ચાય લઈને ઘોઘાના ઘેર જવા નીકળી. વળી વિચાર આવ્યો, કાલે રાતના જમાડ્યો પણ નથી,

લાવ થોડા થેપલા પણ લેતી જાઉં. આમ વિચારી ઘોઘી પાછી રસોડામાં ગઈ.

 ને  ઘોઘા માટે થેપલા લીધા.

ચાય ને થેપલા લઈ ઘોઘી ઘોઘાના ઘેર ગઈ ...

દૂરથી જ જોયું તો ઘોઘાના ઘરનો દરવાજો હજુ બંધ હતો. 

ઘોઘી ને જોરદારનો ગુસ્સો આવ્યો... 

એક નંબરનો કુંભકર્ણ .... હજુય સૂતો છે. 

બે શરમ ! નૈ તો મારા પહેલા સૂઈ ગયો હતો. 

અક્કલ વગરનો મારુ મગજ ફેરવી નાખ્યું  ઊંઘમાં ને ઊંઘમાં જે મનમાં આવ્યું તે બબડીને   

બે પરવાહ ને ખબર નથી એના વાંકે મારી આખી રાત બગડી છે ... 

આમ બબડતી બબડતી ઘોઘી ઘોઘાના ઘર સુધી પહોંચીને પેજથી બંધ દરવાજો ખખડાવા લાગી... 

શું કરે એક હાથમાં ચાય નો ગ્લાસ ને બીજા હાથમાં થેપલાની પ્લેટ હતી... 

ઘોઘા... હજુ સૂતો છે કે ...આળસુના પીર હવે ઉઠ અને દરવાજો ઉઘાડ...

આમ બરાડી ફરી ઘોઘીએ પગેથી દરવાજો ખખડાવ્યો.. 

ઘોઘો તો ક્યારનો જાગી ચૂક્યો હતો પણ બિચારો પીંજરામાં પુરાઈ ગયો હતો. 

ઘોઘા એ સવારે ઊઠીને જોયું તો દરવાજો બંધ હતો અને એમ ,

જતાં જતાં ઘોઘીએ દરવાજો ખાલી આડો વાસ્યો હશે. 

પણ નજીક જઈ ખોલવા પ્રયાસ કર્યો તો ખૂલ્યો નહીં , તેથી સમજી ગયો કે,

જતાં જતાં ઘોઘી  ભૂલમાં દરવાજાને બહારથી આગળિયો મારી ગઈ છે.

બાકી ઘોઘના ઘરનો દરવાજો ક્યારેય સાવ બંધ ના હોય .  

હવે શું કરવું આ ઘોઘી તો મને પીંજરામાં પૂરી ને ચાલી ગઈ.

એક તો જોરદાર ભૂખ લાગી છે .. 

હવે તો ઘોઘી  દરવાજો ખોલે  ત્યારેજ ઊડી શકાય.  ત્યાં સુધી મારે તો ભૂખે તરફડિયાં મારવાના.  

આમ મનમાં ને મનમાં મુંજાતો  ઘોઘો ઘોઘી ના આવવાની રાહ જોતો બેસી રહ્યો. 

અને દરવાજો ખખડ્યો, પછી ઘોઘીનો આવાજ સંભળાયો ... 

ઘોઘો વિચારમાં પડી ગયો આ અક્કલ વગરની પોતેજ બહારથી દરવાજો બંધ કરી ગઈ છે,

તો પણ મને કા ખોલવાનું કહે છે. નક્કી નીંદરમાં લાગે છે.  

ભલે ખખડાવે મારે શું..! આમ વિચારી ઘોઘો બેઠો રહ્યો. 

ઘોઘીએ ફરી દરવાજો ખખડાવ્યો અને બૂમ પાડી અલ્યા  બે'રા સાંભળતો નથી... 

ઊઠીને મો ધોયા વગર હાલી આવેલી ઘોઘીને હજુ ખબર નથી કે દરવાજો બહારથીજ બંધ છે. 

અને એ પોતેજ બહારથી દરવાજો બંધ કરીને ગયેલી એ પણ ઘોઘી ભૂલી ગયેલી. 

ક્ષણ વાર ઘોઘીને પણ વિચાર આવે છે કે ઘોઘો કોઈ દિવસ દરવાજો બંધ કરતો જ નથી-

તો આજે શું થયું કે દરવાજો બંધ કરી દીધો ..!  ઘોઘીને મનમાં બીક પણ લાગી.  

દરવાજો ખોલ... ઘોઘા... એ..ઘોઘા.. હજુ ઊંઘે છે કે... તારી ચાય ઠરી જશે.. દરવાજો ઉઘાડ... 

કેમ આજે તું દરવાજો બંધ કરીને સૂતો છે. 

હવે ઘોઘાથી રહેવાયું નહીં. અને દરવાજા પાસે આવી ખીજાયો.... 

અક્કલ વગરની હું ક્યારેય દરવાજો બંધ ના કરું ... 

મને દરવાજો બંધ કરતાં આવડતું જ નથી ... 

જેમ હું ખુલ્લો તેમ દરવાજો પણ કાયમ ખુલ્લો જ હોય છે,  

જેને આવવું હોય તે આવી શકે છે સમજી... 

દરવાજો તે જ બંધ કર્યો છે. એવું બધુ તને વધારે આવડે, 

તને પાછી બૌ બીક હોય ને કોઈ ઘૂસી જશે તો... 

ગુસ્સાનો માર્યો ઘોઘો બધુ ડબલ અર્થમાં બોલી રહ્યો હતો....

ઘોઘીને સમજાતું હશે કે નૈ ખબર નથી. 
     
હજુ પણ ઘોઘીને યાદ નથી આવતું કે ના તો તેનું ધ્યાન પડે છે કે,

દરવાજો તેણે જ બંધ કર્યો છે ! 

જો કે સાવ તાળું નથી માર્યું માત્ર આગળિયો જ માર્યો છે . 

હાં માત્ર આગળિયો જે પહેલા ક્યારેય નહોતો માંર્યો... 

ઘોઘી બહારથી જ બરાડે છે . શું ગાંડા કાઢે છે અક્કલ વગરના  દરવાજો ખોલ ને હવે .... 

મારા  હાથ થાકી ગયા છે તારી ચાય ને થેપલા ઉપાડી ઉપાડીને ... 

અરે પણ તું કેમ સમજતી નથી કૌ છું કે મે ક્યારેય દરવાજો બંધ જ નથી કર્યો... 

તેજ બંધ કર્યો છે હવે તું જ ઉઘાડ... 

હવે છેક ઘોઘીનું દરવાજના આગળિયા તરફ ધ્યાન ગયું ને... 

ઓહ... મરાણા આ આગળિયો તો મે જ રાત્રે બંધ કર્યો...  

ઘોઘીએ જટ પટ આગળિયો ખોલ્યો આગળિયો ખૂલતાં દરવાજો પણ ખૂલ્યો.... 

ઘોઘો સામે જ ઊભો હતો... 

સોરી...સોરી...ઘોઘા રાત્રે..મે...મેજ ભૂલમાં .. 

સોરી..સોરી... મારાથી ભૂલમાં દરવાજો બંધ થઈ ગયેલો.

ને મે ભૂલમાજ આગળિયો મારી દીધેલો  ... 

આમ બોલતા બોલતા ઘોઘી ઘોઘાની બાજુમાથી સરકીને અંદર આવી ગઈ. 

ટીપોય પર ચાય અને થેપલાની પ્લેટ મૂકી પોતે સોફા પર બેસી ગઈ... 

ચાલ હવે થેપલા તો આમેય ઠંડા છે , ચાય પણ ઠરી જાય એ પહેલા નાસ્તો કરી લે... 

ઘોઘો હજુ અદબ વાળીને દરવાજા પાસે ઊભો છે. અને ઘોઘી સામે કતરાય છે... 

દરવાજો બંધ કરવાની ભૂલના કારણે ઘોઘી ઘોઘા સામે આંખ નથી મિલાવી શકતી.

ઘોઘી જુકેલી આંખે ફરી ઘોઘાને વિનંતી કરે છે ...

ચાલ ને હવે .. બૌ ખારો ના થા ને... 

પેટમાં ભૂખ હોય ઘોઘો લાંબુ ખેંચવાનું મુનાસિબ નથી માનતો... 

હળવે હળવે ઘોઘો સોફા તરફ જાય છે અને ઘોઘીથી થોડો દૂર બેસે છે... 

ટીપોયને પોતાની તરફ ખેંચે છે ને ઘોઘી સામે જોયા વિના ચાય થેપલા ખાવા લાગે છે ... 

ઘોઘી ડરતા ડરતા ઘોઘાને પૂછે છે. 

ઘોઘા તને યાદ છે કાલે ઊંઘમાં  તું શું બોલ્યો હતો... 

ચહેરો ઘોઘી સામે ફેરવ્યા વિના ત્રાસી આંખે ઘોઘી તરફ જોઈ-

થેપલાનો ટુકડો મોમાં મૂકી ચાયનો ઘૂંટ ભરતા ઘોઘાએ ઘોઘીને સામો પ્રશ્ન કર્યો . 

તને યાદ હતું કે તે દરવાજો બંધ કરી દીધો હતો ..?

ઘોઘી  મુંજાણી કેમકે રાત્રે  આગળ્યો માર્યો એ વાત સવારે ભૂલી ગઈ એ વાત નોખી હતી .

પણ રાત્રે તો તેણે જાણી જોઈને જ દરવાજો બંધ કરેલો.    

કેમ કઈ બોલી નહીં..! તું  ભૂલી ગઈ'તી ને કે તે ભૂલમાં દરવાજો બંધ કર્યો હતો...? 

બસ એક રીતે મને પણ કશું યાદ ના હોય સમજી...! ઘોઘાએ ચાયનો ઘૂંટડો ભરતા કહ્યું. 

પણ ઘોઘા મે તો જાણી જોઈને દરવાજો બંધ કરેલો ... 

કેમ...? 

હવે પછી ની વાત બેઉ બે અર્થમાં કરવા લાગ્યા... 

ઘોઘી:- કેમ શું ! પછી રાત વચારે ગમે તે ઘૂસી જાય એ મને ના ગમે ને... ? 

ઘોઘો:- હા એ તો  હું પણ મને ગમે તેને જ હું ઘૂસવા દઉં ને.... 

તને  ગમે તે ના ગમે તો મને ક્યાથી ગમે ...  

અને ના ગમે એને તો હું પણ ના ઘૂસવા દઉં ને...  

ઘોઘી:- બસ તારો આજ વાંધો ... એટલેજ હું બંધ કરીને ગઈ'તી. 

અને એટલેજ હું બને ત્યાં સુધી તને રેઢો  નથી મૂકતી... 

ઘોઘો:- જાણે કેમ હું રેઢો પડ્યો હૌ ...

ઘોઘી:- સ્વાર્થી , ભૂખડ,  બધુ જાપટી ગ્યો...

ઘોઘો:- પણ શું..? 

ઘોઘી:- ચાય ને થેપલા ... 

ઘોઘો:- તો એમાં મારો શું વાંક..! તારે મને  રાત્રે જમવાનું આપવું જોઇયે ને.. ! 

ઘોઘો ભૂલી ગયો કે રાત્રે તે વાતો કરતાં કરતાં સોફા પર જ ઢળી પડેલો ... 

અને પછી જ્યારે ઘોઘીએ જગાડયો ત્યારે ઊંઘમાં ને ઊંઘમાં ઘોઘીને બૌ બધુ બોલી ગયેલો... 

ઘોઘી એ જોયું કે ઘોઘાને  કાલ ની કશી વાત યાદ નથી.

એનો અર્થ કે એ ઊંઘમાં જે બોલ્યો તે માત્ર બકવાસ હતો... 

ચાલો,  ભયો ભયો...હવે બાકીના દિવસો ટૂંકા કરવામાં તકલીફ નૈ પડે....

ઘોઘી  ખાલી ગ્લાસ ને પ્લેટ લઈને ઊભી થઈ . ઘોઘા હવે હું જાઉં છું .  

બૌ મોડુ થઈ ગયું છે એક તો રાત આખી ઉજાગરો થયો છે .  

તેથી ઉઠવામાં મોડુ થયું ને તને ખબર છે .!

આજે તો મે મો પણ નથી ધોયું ને ઊઠીને સીધી તારે માટે ચાય 'ને - 

થેપલા લઈને મો ધોયા વિના જ આવતી રહી...

હજુ મારે નહાવાનું બાકી છે અને નાસ્તો ...  તું તો ભૂખ્ખડની જેમ બધુ જાપટી ગયો . 

એટલે એ પણ બાકી અને પછી મારે બહાર જવું છે... 

ઘોઘી એક સામટું ઘણું બધુ બોલી ગઈ કાલ રાતની વાત હજુ મગજમાં ઘૂમરાતી હતી... 

ઘોઘાને કશું યાદ ના હોય એ બાબતે કશું ના બોલવાનું વિચાર્યા હોવા છતાં આડકતરા ઇશારા કરતી ગઈ.. 

ઘોઘીને એક ધારુ બોલતી અટકાવતાં ઘોઘાએ પૂછ્યું . હવે તે બોલી લીધું... ? 

ઘોઘી:- હા... 

ઘોઘો:- તો હવે હું કઈક પૂછું ... 

ઘોઘી:- હાં.. 

પહેલા તો એ કહે કે કાલે રાત્રે તારે શા માટે ઉજાગરો થયો.... ? 

બીજું રાત્રે કેમ મને જમવાનું ના આપ્યું..? 

ત્રીજું.. મો ધોયા વિના કેમ સવારમાં નાસ્તો લઈને આવી... ?       

ચોથું... રોજ વહેલી ઊઠીને પહેલા નહાઈ લેનારી તું કેમ આજે નહાઈ નહીં.. ? 

પાંચમો અને છઠો  છેલ્લો પ્રશ્ન તું બહાર ક્યાં જવાની છે..? શા માટે...?

ઓહો... ઘોઘા તું કેમ સમજી નથી શકતો ... ?

શું જ્યાં લાગણીનો , પ્રેમનો, હ્રદયનો, આત્માનો, સંબંધ હોય, 

ત્યાં પણ ખુલાસા આપવા પડે...???
ક્રમશ...


Wednesday, 22 April 2015

એક હતો ઘોઘો...

(5) 
થોડું પાછળ... 
https://www.facebook.com/photo.php?fbid=690257327750638&set=a.119481608161549.20378.100002991311961&type=1
ઘોઘા એ આવું શા માટે કહ્યું ? આ પ્રશ્ન ને લઈ ભારે હ્રદયે પોતાના ઘેર જતાં પહેલા
તગતગતિ આંખે ઘોઘાને ઓછાળ ઓઢાડી, લાઇટ બંધ કરી,
ઘોઘી ઘોઘાના ઘરની બહાર નીકળી ગઈ...
અને ઘોઘાના ઘરનો દરવાજો બંધ કરી દીધો...
પોતાના ઘેર જતાં પહેલા ઘોઘી ઘોઘાના ઘરના દરવાજાને અઢેલી ધ્રુસકે ધ્રુસકે રડી પડી...
હવે આગળ... 

મન હ્રદયમાં ઘોઘાના શબ્દોનો ભાર, અને ચહેરા પરની વ્યથા 'માં' કળી ના જાય એટલા માટે ઘેર ગયા પહેલા આંખો  લૂછી ઘોઘી સ્વસ્થ થઈ ગઈ જે થી 'માં' કોઈ સવાલ ના કરે.... 

ઘોઘીને ઘેર આવવામાં મોડુ થતાં ઘોઘીની માં ઘોઘા માટે ચાય ને થેપલા લઈને નીકળતી જ હતી ત્યાં ઘોઘી ઘેર આવી ગઇ. 

બૌ વાર લાગી નૈ,  માં એ ઘોઘી ને કહ્યું ,. 

ઘોઘી એ ટૂંકમાં જવાબ આપ્યો 'હાં.' 

ઘોઘી ના મન પર હજુ ઘોઘાના શ્બ્બ્દોની અસર હતી . 

જ્યારે મન પર કોઈ વાત અસર કરી ગઈ હોય ત્યારે લાખ છુપાવવા પ્રયાસ કરો તોય મનના સારા માઠા ભાવની ચહેરો અને વાણી  ચાડી ખાય છે. 

ઘોઘી ના ટૂંકા જવાબ અને ચહેરાના ભાવ જોઈને ઘોઘીની માં સમજી ગઈ હતી કે,

 નક્કી આજે ફરી બન્ને વચ્ચે માથાકૂટ થઈ હોવી જોઇયે. 

ઘોઘીની માં હોશિયાર હતી.  સમજદાર હતી. 

જ્યાં સુધી ઘોઘી કશું કહે નહીં ત્યાં સુધી એ બાબતે પૂછવા નો કશો અર્થ નથી 

એવું એ સમજતી હતી.

જો કે ઘણી વાર આવી સમજદારી સામી વ્યક્તિને વધુ પીડા આપી શકે છે. 

એને ઉદાસ જોયા પછી જો કોઈ એની ઉદાસીનું કારણ ના પૂછે તો તે વધુ દૂ:ખી થઈ શકે છે.   

જોકે આ સમજદારીનો વિષય છે. અને સમજદારી બન્ને પક્ષે હોવી જરૂરી છે. 

અન્યથા અનર્થ થવાની શક્યતાઓ વધી જાય છે.  

આવી સમજદારી ભાગ્યે જ જોવા મળે છે . 

બાકી સામાન્ય લોકો તો  કોઈના ચહેરા પર દૂ:ખ ના જરાક અમથા ભાવ જુવે કે કૈ'ક પ્રશ્નો ઊભા કરી નાખે ... !

ક્યારેક એવું પણ બને કે સામી વ્યક્તિ ખુદ એવું ઈચ્છે કે પોતાના ચહેરાના ઉદાસ  ભાવ જોઈ ને કોઈ વ્યક્તિ એની ભીતરની પીડા સમજે અને આશ્વાસન આપે. 

આ માનસિકતા વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોય શકે છે. 

ખરેખર તો કોઈ પોતાની વાત કહેવા ના ઈચ્છે તો પૂછવી જ ના જોઇયે ... 

"લોકો ત્યાં સુધી તમારા વિષે કશું નથી જાણતા હોતા 
જ્યાં સુધી તમે ખુદ તમારા વિષે કઈ જણાવો નહીં."

ઘણી વાર એવું પણ બને કે પોતે બૌ મહાન છે..!   

એવું સાબિત કરવાની લાલચમાં કે પછી-

 ઉત્સાહમાં આવી કોઈ વ્યક્તિ પોતાની અંગત વાત જાહેર કરી નાખે.... 

અને પછી એજ જાણકારીનો કોઈ હિત શત્રુ કે દુશ્મન મિત્ર ગેર ફાયદો ઉઠાવે...    

"અપવાદ બાદ કરતાં" 

આ માનવ માત્રના મનની કમજોરી છે. કે-   

તે જરા જેવી વાત પણ મનમાં સંઘરી શકતો  નથી ... 

હવેના સમયમાં કદાચ આ નબળાઈ એક બીમારી નું રૂપ ધારણ કરી રહી છે. 

ઘોઘી નહોતી ઇચ્છતી કે તેની માં ને એ વાતની જાણ થાય,

કે ઘોઘાના  શ્બ્દોએ તેના હ્રદયને વલોવી નાખ્યું છે. તેથી તે ટૂંકમાં જવાબ આપી રહી હતી.    

ઘોઘી ની માં બધુ સમજી રહી હતી તેમ છતાં એ બાબતે કશું પૂછ્યા વિના તેણે ઘોઘીને કહ્યું. 

ખૈર..  લે હવે તુ આવીજ ગઈ છે તો તુજ જ ઘોઘા માટે ભોજન લઈ જા. 

ઘોઘી ફરી ટૂંકમાં કહ્યું 'ના' રહેવા દે માં.. 

ઘોઘીના મનમાં દૂ:ખ અને ગુસ્સો બન્ને હતા. 

માં એ પૂછ્યું . કાં..? 

ઘોઘી કહે . એ ભોજનને લાયક નથી ...."નાલાયક છે એ આવું ઘોઘી મનમાં બોલી"

એટલે ...?  

અરે માં એટલે બીજું કશું જ નહીં એ સૂઈ ગયો છે ... 

અરે પણ જમ્યા વિના જ ..? 

હાં માં તને તો ખબર છે એ ઠેકાણા વગરનો માણસ છે..! 

એના ક્યાં કોઈ દિ ખાવા પીવાના ઠેકાણા હોય છે..!   

ઘોઘીનું દૂ:ખ ધીરે ધીરે ગુસ્સાનું રૂપ ધારણ કરી રહ્યું હતું.  

ઘોઘી એક સાથે બે વાત અલગ અલગ અર્થમાં કહી. 

બસ આજ રીત છે દુનિયાની જે વ્યક્તિ વિના ક્ષણભર ચાલતું ના હોય . 

એજ વ્યક્તિના કોઈ નાના અમથા ગેર વર્તનથી,  

એ નાલાયક અને ઠેકાણા વગરનો સાબિત થઈ જતો હોય છે. 

કઈ વાંધો નહી ઘોઘી હોય એ તો,ચાલ્યા કરે બૌ થાકી ગયો હશે. 

શું ધૂળ થાક્યો હશે. નાટકિયો .. "ઘોઘી મનોમન બોલી"  

ઘોઘીની માં જાણતી હતી કે ઘોઘી કશું બોલતી નથી પણ જો કારણ  પૂછીશ તો,

ઢગલો ઉકળાટ કાઢશે. 

અને અત્યારે રાત્રે જાજી ચર્ચા કરવા કરતાં કારણ સવારે પૂછી લઇશ . 

કદાચ ત્યાં સુધી ઘોઘી શાંત થઈ જશે. આમ વિચારી ઘોઘીની માં એ ઘોઘીને કહ્યું .

ઘોઘો સૂઈ ગયો છે તો જગાડવો નથી,  પણ તું તો જમી લે..! 

'ના' માં મને પણ ભૂખ નથી મને બૌ ઊંઘ આવે છે. 

હું સૂઈ જાવ છું એમ કહી ઘોઘી પોતાના રૂમમાં ચાલી ગઈ. 

ઘોઘીની માં જાણતી હતી કે અત્યારે ભલે નખરાં કરે પણ સવારે બે માથી  એકેયના મનમાં કશું જ નૈ હોય, 
છો સૂઈ જતી. આવું ક્યાં પહેલી વાર બન્યું છે. ઘોઘીની માં આમ વિચારી રસોડા તરફ ચાલી. 'ને    
   
ઘોઘી રૂમમાં. 

રૂમમાં  જઇ લાઇટ બંધ કરી ઘોઘી સુવા પ્રયાસ કરે છે. 

પણ રહી રહીને ઘોઘાના શબ્દો પડઘાય છે ...  

મારે સૂવું કે જાગવું તું કહેનાર કોણ ?
હું મારી મરજીનો માલિક... તું મને જગાડનાર કોણ ... ?
તારે મારી રાહ ના જોવી...! સમજી..!    

બંધ ભીની આંખે તકિયું ભીંજવતી  ઘોઘી વિચારે છે. 

ઘોઘાની વાત પણ આમ તો ખોટી નથી.  હું એની ફિકર કરનારી કોણ ? 

ક્રમશ... 

Monday, 20 April 2015

એક હતો ઘોઘો...



(4)
થોડું પાછળ... 
https://www.facebook.com/photo.php?fbid=689837631125941&set=a.119481608161549.20378.100002991311961&type=1

પછી તો ઘોઘો ક્યારનો ય ચૂપ થઈ ગયેલો.

તો પણ ઊંડા શ્વાસ લેતી ઘોઘી, ઘોઘાને એમ સાંભળતી હતી...

જાણે ઘોઘાના મૌનને મન ભરીને શ્વાસમાં ભરતી હોય , ને સૂંઘતી હોય....

હવે આગળ..... 

ઘોઘાની વાત ધ્યાનથી સાંભળતી ઘોઘી ને એ ખ્યાલ પણ ના રહ્યો કે,

ઘોઘો ક્યારે મૌન થઈ ગયો . 

અને એ તો ધ્યાનાસ્થ અવસ્થામાં ઘોઘાના મૌનને મન ભરીને શ્વાસમાં ભરતી હોય ,

ને સૂંઘતી હોય એમ આંખ બંધ કરી ઊંડા શ્વાસ લેતા લેતા રાહ જોતી હતી કે,  

હમણાં ઘોઘો કશુક બોલશે ... 

પણ ઘોઘાના બોલવાનો અવાજ ના આવ્યો એટલે ઘોઘીનું ધ્યાન ભંગ થયું... 

ધ્યાન ભંગ થયા બાદ ઘોઘીએ જોયું તો... 

ઘોઘો તો લાંબો થઈને સોફા પર જ પોઢી ગયો હતો....  

ઘોઘી સૂતેલા ઘોઘા સામે છણકો કરતાં ઊભી થઈ પાણી નો ગ્લાસ ભરવા ગઈ ... 

જો તો, છે ને સાવ બે ફિકરો... 

આને કાય ચિંતા જેવુ છે !  હું રાહ જાઉં કે આગળ વાત કરશે ને આ તો ઢોઈંગ થઈ ગયો.... 

આમ મનમાં મનમાં  બબડતા ઘોઘી પાણીનો ગ્લાસ ભરીને આવી.. 

ઘોઘા સામે ઊભી રહી અને થોડું પાણી હથેળીમાં ભરી ઘોઘાના મો પર છાલક મારી.... 

ઘોઘો નિદ્રા વસ્થામાં બંધ આંખે જ પડખું ફરતા બોલ્યો... 

ઘોઘી... જરા આ  બારી બધ કર ને...  વરસાદની વાછટ આવે છે.... 

આમ બોલી ઘોઘો પડખું ફરી સુવા જાય છે ત્યાજ... 

ગુસ્સે ભરાયેલી ઘોઘીએ ઘોઘાનું બાવડું જાલી સોફા પર બેઠો કરતાં બોલી ... 

અક્કલ વગરના વરસાદની વાછટ નથી આવતી  ઊંઘણસી આળસુના પીર આંખ ખોલ... 

તો ખબર પડે કે  તને જગાડવા મે તારા મો પર પાણી ની છાલક મારેલી....

ઘોઘો ઉંઘ ભરેલી આંખના પોપચાં અડધા ખોલી ઘોઘી સામે જોયું,  અને ઢીલા ઢફ સ્વરે બોલ્યો... 

કેમ તું આવું અડપલું કરે છે ...? 

તો બીજું શું કરું હું બોલ ! હું કાન માંડી આંખ બંધ કરી તને ધ્યાનથી સાંભળતી હૌ -

અને  તું  વાત કરતાં કરતાં જ પોઢી જાય એ થોડું ચાલે .... 

હું તારી વાત સાંભળવા આતુર રાહ જોતી બેસી રહું કે...

હું તારા માટે જાગું અને તું બે ફિકર થઈ સૂઈ જાય, એ ક્યાનો ન્યાય...! 

ઘોઘી ગુસ્સે થઈ ઊંચા અવાજે બોલી... 

ઘાટી મજાની મલાઈ જેવી ઊંઘમાં ખલેલ પડતાં  અકળાયેલો ઘોઘો .... 

ઘોઘી આગળ કશું વધુ બોલે એ પહેલા નીંદરમાં જ ઘોઘો  પણ ઊંચા અવાજે બોલ્યો...

બૌ લપ ના કર ને ઘોઘી ... 

મારે સૂવું કે જાગવું તું કહેનાર કોણ ? 

હું મારી મરજીનો માલિક... તું મને જગાડનાર કોણ ... ? 

તારે મારી રાહ ના જોવી...! સમજી..!  

નીંદરના નશામાં બબડાટ કરતાં ઘોઘાને ભાન નથી કે એ શું બોલી રહ્યો છે. 

અને એના આમ બોલવાથી ઘોઘીના મન હ્રદય પર શું વિતશે ... 

એ તો બબડાટ કરીને પાછો પડખું ફરીને પોઢી ગ્યો... 

ઘોઘી ની આંખ આંસુથી તગતગી ઉઠી. રડું રડું થતાં હોઠ કંપવા લાગ્યા...

ખબર નૈ કેમ આજે ઘોઘો  આવું બોલ્યો ... 

મારે સૂવું કે જાગવું તું કહેનાર કોણ ? 

હું મારી મરજીનો માલિક... તું મને જગાડનાર કોણ ... ? 

તારે મારી રાહ ના જોવી...! સમજી..!

ઘોઘીના કાનમાં ફરી ફરીને ઘોઘાના શબ્દો પડઘાય છે.... 

મારે સૂવું કે જાગવું તું કહેનાર કોણ ? 

હું મારી મરજીનો માલિક... તું મને જગાડનાર કોણ ... ? 

તારે મારી રાહ ના જોવી...! સમજી..!\

ઘોઘા એ આવું શા માટે કહ્યું ? આ પ્રશ્ન ને લઈ ભારે હ્રદયે પોતાના ઘેર જતાં પહેલા  

તગતગતિ આંખે ઘોઘાને ઓછાળ ઓઢાડી, લાઇટ બંધ કરી, 

ઘોઘી ઘોઘાના ઘરની બહાર નીકળી ગઈ...  

અને ઘોઘાના ઘરનો દરવાજો  બંધ કરી દીધો...  

પોતાના ઘેર જતાં પહેલા ઘોઘી ઘોઘાના ઘરના દરવાજાને અઢેલી  ધ્રુસકે ધ્રુસકે રડી પડી... 


ક્રમશ...




Sunday, 19 April 2015

એક હતો ઘોઘો....



(3)
થોડું પાછળ.... 
https://www.facebook.com/photo.php?fbid=689363507840020&set=a.119481608161549.20378.100002991311961&type=1

ઘોઘાની ચૂપ થી કંટાળેલી  ઘોઘીના મોઢેથી ઉદગાર સરી પડ્યા હતા.... 

ઘોઘી માથે હાથ મૂકીને બોલી હતી.

હે .. ઈશ્વર..આ ઘોઘાનું કાં'ક કર...

હવે આગળ... 

ઘોઘીએ પરાણે મોમાં ઠૂસેલા પાણી થી ઘોઘાની તરસ નહોતી છિપાણી ... 
ને ઉપરથી ઘોઘીના માથે પાણી રેડવાથી ઘોઘો થઈ ગયો પાણી પાણી ....

પણ તેમ છતાં ઘોઘાએ બીજી વાર ઘોઘી પાસે પાણી ના માંગ્યું ..... 

ને ચૂપચાપ ભીને કપડે હસતો રહ્યો...

ઘોઘાની ચુપથી અકળાયેલી ઘોઘીએ સોફા પર ઘોઘાની બાજુમાં બેસી-

ઘોઘાની સાથળ પર જોરદારની ઝાપટ મારી . 

હવે ઘોઘી આદતવશ સાથળ પર ચીટિયો ભરશે ઘોઘને એ બીક હતી,

પણ તોય ડર્યા વિના હસતાં હસતાં જરાક  આઘો ખસી ગયો....

ચૂપ રહીને તંગ કરતાં ઘોઘાથી તંગ આવેલી ઘોઘીએ ઘોઘાનું મો ખોલાવવા ... 

ઘોઘાના બંને ગાલ પર જોરદારના ચીટીયા ભરીયા...  

આ..આ....આ... પીડાદાયક ઉદગાર કાઢતા ઘોઘો પોતાની સાથળ પર હાથ ફેરવવા લાગ્યો... 

હાશ... ઘોઘાના મો ખોલવાથી ઘોઘીને હાશ થઈ .. 

ભલે  આ...આ ...ના પીડા દાયક ઉદગાર નીકળ્યા પણ ઘોઘાએ મો તો ખોલ્યું ... 

પણ ઘોઘાને સાથળ પર હાથ ફેરવતો જોઈ ઘોઘી વધુ છંછેડાણી .... 

અક્કલ વગરના મે તને તારા બંને ગાલ પર ચીટીયાભર્યા છે, ને તું...

સાથળ પર હાથ પસારે છે... !

ઘોઘો હસ્યો..... 

ઘોઘી ના મનમાં કઈ કેટલાય સવાલ હતા. અને એક ઉખાણું ... 
ઉખાણું, જે ઘોઘાને પૂછવાનું હતું . તે હજુ સુધી નહોતું પૂછાણું... 

પણ ઘોઘો કઈ બોલે કે મો ખોલે તો વાત થાય ... 

ઘોઘાની હરકતથી અકળાતી  ઘોઘી ઘોઘા સામે બે હાથ જોડી કરગરતા સ્વરે બોલી... 

બાપ...  મારો કઈ વાંક ગુનો હોય તો માફ કર .... 

પણ હવે બૌ તંગ ના કર નંગ... મારે તને એક ઉખાણું કહેવું  છે... ! 

બોલ ! 

ક્યારનો ચૂપ રહેલો ઘોઘો બોલ્યો.  બોલ ..!        

હા... શ...કારા  સાથેજ ઘોઘીના મનમાં ક્યારના ઘૂમરાતા આ સવાલો . 

ઘોઘો વગર દિવાળીએ શા માટે ફૂલઝર સળગાવી દિવાળી ઉજવાતો હતો..?

શા માટે ઘોઘો ચૂપ હતો... ?

કઈ વાત ને લઈને ઘોઘો મૂછમાં હસતો હતો...? 

આ બધા સવાલો પૂછવાનું ઘોઘી  ભૂલી ગઈ... 

અને, ઘોઘો માંડ માંડ બોલ્યો છે, તો,  જલ્દી જલ્દી પેલું ઉખાણું પૂછી લઉં એમાં મજા છે. 

એમ વિચારી ઘોઘીએ સીધું જ ઘોઘાની આંખમાં આંખ પરોવી મન ઘડત ઉખાણું કહ્યું..  

ઘોઘા એવા ક્યાં ક્યાં વ્યવસાયિક  ક્ષેત્ર છે જેમાં બન્ને બાજુ કમાણી હોય... 

ઘોઘા એ ઝીણી આંખે ઘોઘી સામે જોતાં કહ્યું... 

ઘોઘી પહેલા તું મને એ કહે તારા આ ઉખાણાનો  જવાબ તને ખબર છે .. ?

ઘોઘી મુંજાણી.  મુંજયેલી ઘોઘીએ કહ્યું.  ના....  મને ખબર નથી . 

મને જો જવાબ ની ખબર હોત તો હું તને થોડી ના પુછત... 

અક્ક્લ વગરની તો પછી એને ઉખાણું ના કહેવાય... 

ઘોઘાએ ઘોઘીને ટપલી મારતા કહ્યું .

તો આને શું કહેવાય હે ...? ઘોઘી એ નવો પ્રશ્ન કર્યો. 

એજ તારી આદત મુજબ તારી ભીતર ઊઠતો સવાલ... 

તો ઉખાણું કોને કહેવાય... ? ઘોઘી એ પૂછ્યું.  

ઉખાણું એને કહેવાય, જેનો જવાબ તને ખબર હોય .

અને તોજ પૂછાય જો જવાબ ખુદને ખબર હોય...    

ઘોઘીને ઘોઘાના મોઢે જવાબ સાંભળવાની ઉતાવળ હોય,

ઘોઘા સાથે વધુ દલીલ કરવાનું ને પ્રશ્નો પૂછવાનું ટાળ્યું અને આગળ ચલાવ્યું .  

હાં, હવે હશે... એ જે હોય તે પણ તું જલ્દી મને મે પૂછ્યું એનો જવાબ આપ કે... 

એવા ક્યાં ક્યાં વ્યવસાયિક ક્ષેત્ર છે જેમાં બન્ને બાજુ કમાણી હોય... 

ઘોઘો કહે પેલા પાણી પીવડાવ પછી જવાબ દઉં.... 

હે ભગવાન.... જવાબ સાંભળવાની અતિ જિજ્ઞાસા હોય ઘોઘી વધુ કાઇજ બોલ્યા વિના-

જડપથી પાણિયારે ગઈ અને પાણીનો  ગ્લાસ ભરીને ઘોઘાને પકડાવી દીધો ... 

ઘૂટક .. એક ઘૂંટડો ભરી ઘોઘો અટક્યો.... 

થોડી વાર રહીને ફરી... ઘૂટક...વળી ઘોઘો અટક્યો ... 

ઘોઘી અકળાવા લાગી. 

ઘોઘાનો જવાબ સાંભળવા અધિરી ઘોઘી સામે જોઈ ઘોઘો હસે છે ... 

ઘોઘી આંખોના કોડા આમતેમ ઉપર નીચે કરે છે ....

હોઠ ભીંસી ઘોઘા સામે જુવે છે. વળી આંખ બંધ કરે છે ને ખોલે છે....  

ઘૂટક... કરતો ઘોઘો વળી એક ઘૂંટ પાણી પીવે છે ... 

 અંતે ઘોઘી ગુસ્સે થઈ ગઈ.  ને બોલી.  

અકલ્લ વગરના કેટલી વાર હોય પાણી પીવામાં ...? 

પાણી છે શરાબ નથી ! તે તું  ધીરે ધીરે પીવે છે.

ઘોઘો હસતાં હસતાં બોલ્યો. 

ઘોઘી આ પાણી  શરાબ બની જાય છે જ્યારે તું ભરીને આપે છે ... 

પ્લીઝ...પ્લીઝ...પ્લીઝ.... ઘોઘા હવે બસ કર... 

અને મને મારા ઉખાણા નો જવાબ આપ..! 

ઉખાણું... !!! ?

ભૂલ થઈ બાપ..! ઉખાણું નૈ સવાલ.. બસ હવે જવાબ આપ..! 

જાણે શરાબનો આખરી ઘૂંટ ભરતો હોય એમ પાણી નો છેલ્લો ઘૂંટ ભરી ખાલી ગ્લાસ ઘોઘીના 

હાથમાં થમાવતા લે પકડ .. 

પછી આરામથી માથા પાછળ હાથ ટેકવતા જાણે આળસ મરડતો હોય તેમ પગ ખેંચીને ... 

અ..અ....આહ.... હાશ...હવે છિપાણી પ્યાસ....  

અચ્છા..  હવે બોલ ઘોઘી તે  શું સવાલ પૂછ્યો હતો... ? 

ભૂલ્લકડ ઘોઘા પર આવતો ગુસ્સો મનમાં દાબી વાત લાંબી ના કરતાં. 

ઘોઘી એ  સવાલ યાદ કરાવ્યો.... 

હું એમ તને એ ઉખાણું સોરી સવાલ કર્યો હતો કે... 

એવા ક્યાં ક્યાં વ્યવસાયિક ક્ષેત્ર છે જેમાં બન્ને બાજુ કમાણી હોય...

સિમ્પલ... એક દમ સિમ્પલ સવાલ.... એમ કહી ઘોઘો ઘોઘી સામે જોઈ હસવા લાગ્યો...  

ઘોઘો ઘોઘીને હેરાન કરવાની પોતાની જૂની ને જાણીતી હરકરથી વાજ નથી આવતો...

પણ પછી ઘોઘીની ગૂસ્સા  ભરી નજર જોઈ જાવાબ આપે છે.... 

ઘોઘી તું કહે છે એવા ત્રણ વ્યાવસાયિક ક્ષેત્ર તો તરતજ ઉડીને આંખ સામે આવે છે ... 

ક્યારની જબાબની રાહમાં અધિરી ઘોઘી ઉત્સાહિત થઈ ને પૂછે છે. 

ક્યાં ક્યાં ત્રણ ક્ષેત્ર ઘોઘા  ... ?

ત્રણ 'ક' ..! 

ઘોઘી સમજી નહીં તેથી કહ્યું . હં..ત્રણ 'ક' એ વળી શું...? 

ઘોઘાએ કહ્યું. ત્રણ 'ક' અર્થાત ... કલમ,કેમેરા અને ક્રિકેટ... 

ઘોઘી:- અર્થાત ...? 

ઘોઘા એ વિસ્તાર પૂર્વક સમજાવ્યું .. 
  
પહેલું ક્ષેત્ર કલમધારીનું યાની પ્રેસ રિપોર્ટર ... 

બીજું ક્ષેત્ર કેમેરામેન યાની, ટીવી ન્યૂઝ રિપોર્ટર... 

અને ત્રીજું ક્ષેત્ર બેટધારી યાની, ક્રિકેટર....

શું વાત છે....!!!  

હાં ઘોઘી આ ત્રણ ક્ષેત્ર એવા છે... જેમાં કામ કરવાના રૂપિયા મળે છે,

અને કામ ના કરવાના પણ રૂપિયા મળે છે.. ! 

અને ક્યારેક તો કામ કરવા કરતાં , કામ ના કરવાના ડબલ રૂપિયા આ લોકો રળે છે. 

ઘોઘા એ કેવી રીતે મને સમજાયું નહીં જરા વિસ્તારથી સમજાવીશ... ? ઘોઘીએ કહ્યું. 

ચોક્કસ... તો ધ્યાનથી સાંભળ ઘોઘી. 

પહેલું ક્ષેત્ર પત્રકારત્વ યાને સમાચાર પત્ર . 

જે દુનિયા ભરના સમાચાર દુનિયાના એક છેડાથી બીજા છેડાના સમાચાર...

આપણાં સુધી પહોંચાડે છે ... 

"અપવાદ બાદ કરતાં" 

એ સમાચાર સાચા છે કે ખોટા એ આપણે ક્યાં જોવા જાણવા જઇયે  છીયે.... 

ઘોઘી અપલક ધોધાને ધ્યાનથી સાંભળે છે.  

ઘોઘો આગળ કહે છે .. 

આમ તો છાપામાં નાના મોટા અનેક સમાચાર  છપાય છે 

પણ ઘોઘી એ ક્ષેત્રમાં કામ કરતા પત્રકારને ક્યારેક, ક્યારેક 

જ્યારે કોઇ વ્યક્તિની અંગત અને ગંભીર બાબત ધ્યાને આવે છે . 

ત્યારે એ એના સમાચાર બનાવે છે... 

જે સમાચાર અગર એ  છાપામાં આપે છે.  તો એના એને રૂપિયા મળે છે.  

પણ એ બનાવ્યા પહેલા એ જે કોઈ વ્યક્તિની અંગત બાબત છે,

એ  એવિ વ્યક્તિ છે કે એના વિષે છાપામાં છપાવવાથી એની આબરૂ જવાનો ડર હોય,

યા તો એના બીજનેસ પર અસર પડે એવું હોય,  આવી કોઈ વ્યક્તિ ની અંગત બાબત જ્યારે 

પ્રેસ રિપોર્ટરને ખબર પડે ત્યારે .... 

એ રિપોર્ટ તૈયાર કરી છાપામાં છાપતાં પહેલા, એ વ્યક્તિને અંગતમાં મળે છે.

અને એ બાબત જે તેમના ધ્યાનમાં આવી છે તેના વિષે વાત કરે છે.

અને પછી પત્રકાર એ વ્યક્તિને રૂબરૂ મળીને પૂછે છે . બોલો શું કરવું છે ? 

પેલો સમાજમાં આબરૂ ના જાય એ માટે , અથવા બીજનેસમાં નુકસાન ના જાય એ માટે , 

પત્રકારને એ સમાચાર ના છાપવાના રૂપિયા આપે છે. 

અને બને છે એવું કે એ પત્રકારને સમાચાર છાપવા કરતાં ના છાપવાના ડબલ રૂપિયા મળે છે.

ઘોઘી  ઘોઘાના ગાલ પર વ્હાલથી હાથ ફેરવતા બોલી ... 

વાહ. ઘોઘા બૌ મોટો ઘટસ્ફોટ કર્યો યાર તે તો... 

ઘોઘો કહે ઘોઘી બૌ હરખા નૈ આમાં મે કશું નવું નથી કહ્યું... 

ઘોઘી કહે . પણ મને નવું લાગે છે. 

ખૈર હવે બીજા નો વારો કાઢ ... "ઘોઘી બે અર્થમાં બોલી." 

ઘોઘો કહે બીજામાં પણ પેલા જેવુજ છે .... 

ઘોઘી કહે તો ત્રીજાનો વારો કાઢ..! 

ઘોઘાને એએમ તો મારી માફક ક્રિકેટના 'ક' વિષે પણ જ્ઞાન નથી તેમ છતાં ... 

વ્યાવસાયિક ક્રિકેટ ના ઉઘાડા સિક્રેટ વિષે ઘોઘો ઘોઘીને વાત કરે છે.   

ઘોઘો કહે છે. ઘોઘી આમ જોવા જા તો ત્રીજામાં વ્યવસાયમાં એટલે કે... 

ક્રિકેટના ક્ષેત્રમાં પણ એવુંજ પેલા બે વ્યવસાય  જેવુ જ છે .... 

ઘોઘી કહે ના ઘોઘા બધામાં બધુ એક સરખું ના હોય... 

ઘોઘો કહે . હાં ઘોઘી તારી વાત બિલકુલ સાચી છે...  

પેલા બે,  પ્રેસ રિપોર્ટર અને ન્યૂઝ રિપોર્ટર નું તો સમજ્યા સરખું હોય ... 

એ બન્ને ના વ્યવસાયમાં  લખવા ના, લખવાનો. 

કે ટીવીમાં આપવા,  ના આપવાનો નિર્ણય કોઈ એકાદ-

વ્યક્તિની અંગત બાબત સાથે જોડાયેલો હોય છે. 

જ્યારે ક્રિકેટ સાથે કરોડો ચાહકોની લાગણી જોડાયેલી હોય છે. 

જોકે વાત તો અહી પણ એજ બને છે. પ્રેસ રિપોર્ટર અને ન્યૂઝ રિપોર્ટર વાળી.  

ક્રિકેટરોને પણ  જીતવા કરતાં ક્યારેક-

હારવાના ડબલ કરતાં પણ વધુ રૂપિયા મળતા હોય છે.  

અને બીજી એક બાબતે ક્રિકેટ ની ઘટના જુદી પડે છે. 

ક્રિકેટરો સાથે 'મને બાદ કરતાં' દેશનો એકો એક નાગરિક જોડાયેલો હોય છે. 

દેશની શાન રમતના મેદાનમાં દાવ પર લાગેલી હોય છે ...

એના હારવા જીતવાથી દેશના કરોડો નાગરિક હારતા જિતતા હોય છે... 

જોકે મને તો એમ જ થાય કે સાલા રમે કે ના રમે,  એ લોકો... 

હારે કે જીતે એ લોકો ... 

પણ રૂપિયા તો એને મળે મળે મળેને મળેજ અને એ પણ પાછા એને એકલાને ... 

અને પબ્લિક ને ... ઠેંગો...! 

તો પણ એની પાછળ ગાંડા થતાં  મેચ જોતાં લોકો.... 

જેને કાય લેવા દેવા વિના ફૂટી કોડી પણ ના મળવાની હોય ... 

તો પણ ક્રિકેટરોએ જીતે તો ઉચાળતા હોય છે ... 

ને હારે તો  ઉદાસ થઈ જતાં હોય છે . 

વળી કોઈ કોઈ તો પોતાની ચહિતી ટિમ હારી જતાં ટીવી પર ગુસ્સો ઉતારતા હોય છે.  

"સિવાય જે સટ્ટા ખોર છે " 

"સિવાય કિકેટ પર જુગાર ખેલતા લોકો ..." 

"સિવાય ક્રિકેટ દરમિયાન જાહેરાતમાથી કરોડો કમાતા ટીવી ચેનલો વાળા ...."

સમયની વરબાદી સિવાય કોઈ ને નવા પૈસાનો લાભ ના મળતો હોય,

તોય નાહક ના ઊછળ કુદ કરતાં હોય છે ... 

અને ઘોઘી આ ક્રિકેટરો... 

તેના કરોડો ચાહકોની લાગણી ને પણ દાવ પર લગાડી દેતા અચકતા નથી...!  

રૂપિયાની લ્હાયમાં ને લ્હાયમાં ઘોઘી હવે તો આ બધા ક્રિકેટરો....

ચંદ કરોડ પતિઓના હાથનાપ્યાદા યાની  રમકડાં, થઈ ચૂક્યા છે.

ક્યારેક  તો લાગે કે આ લોકો ને બન્ને બાજુ પાતાળ જેવા પેટ હશે કે શું !

જે ક્યારેય ભરાતા જ નથી...    

અન્યના હાથના કઠ પૂતળા બની જતાં ક્રિકેટરોમાં-

પછી દેશ દાઝ , દેશ માટે,  અને કરોડો ચાહકો માટે રમવાનું જજુન નથી રહેતું ... 

ક્રિકેટરોને ખરીદતા કરોડ પતિઓ સિવાય 

કે ક્રિકેટ પર જુગાર રમતા જુગારીયાઓ  સિવાય ...  

એ લોકો જેને ક્રિકેટરો રમે કે ના રમે જીતે કે ના જીતે ફૂટી કોડી પણ મળવાની નથી.-

એવા લોકો શું લેવા એ લોકોની રમત જોવામાં કિંમતી  સમય બરબાદ કરતાં હશે ...? 

પાછા મેચ જોતાં જોતાં એવા તો ઊંચા નીચા થાય ઘોઘી... એવા તો ઊંચા નીચા થાય ... 

કે જાણે પોતે ક્રિકેટના મેદાનમાંકેમ ના મેચ રમતા હોય...

આટલો સમય પોતાના ધંધામાં ધ્યાન આપે તોય બે પૈસા વધુ કમાય ... 

ઘરમાં બાયડી છોકરા મીઠડાં ય લ્યે... 

ઘોઘી ઉછળીને હજુ તો બોલવાજ જાય છે... 

ઘોઘા... તું..સી.... ગ્રે.... 

હાં હો બસ હવે .. ઘોઘી હું જાણું છું.. 

તારા પંજાબી 'તું , સી'  પછી આવતા અંગ્રેજી  શ્બદોનો અર્થ મને પૂરે પૂરો સમજાય છે.. 

ઘોઘી આશ્ચર્ય સહ બોલી શું વાત છે ઘોઘા...! તો તને અંગ્રેજી પણ આવડે છે ..! 

હાં કેમ નહીં તારા જેવા હોશિયાર લોકો બે, ચાર અંગ્રેજી શબ્દો બોલીને ફિસિયારી મારતા હોય . 

એને જોઈ જોઈને સાંભળી સાંભળીને બે ચાર શબ્દો મનેય આવડી જાય... 

આ ભવમાં આટલું.! અંગ્રેજી આવડે એ શું ઓછું કહેવાય... 

ના વો બૌ કેવાય બૌવજ કેવાય... 

ઘોઘાએ ઊભો થઈ,  સીધો ઊભો રહી, મો પાછળ ફેરવી,

પોતાની પૂંઠે જ્યાં કરોડરજુનો છેડો આવે ત્યાં હાથ ફેરવતા ઘોઘીને કહ્યું   

આમ જો , મારી પૂંઠે હાથ ફેરવી જો ! મારે પૂંછડી નથી.... 

ઘોઘી લટકો કરતાં બોલી .. બૌ ડાયો હો.... 

ઘોઘા એવો વિચાર તો ક્યારેક મનેય આવે હો, કે....   

આપણે પોતે રમતા હોય, એ રમત જેવી મજા બીજા રમત રમે એમાં ના જ  આવે... 

ખુદ રમે, ખુદ જીતે, ખુદ હારે, કોઈ હરીફ સામે.  તો વાત જુદી છે.. 

પણ યાર ઘોઘા હું એમ કૌ છું કે શરત વગર રમત રમાય તો કેવું હે .! 

ઘોઘો કહે, ના ચાલે બિલકુલ ના ચાલે ...! 

મજા ના આવે ...ઘોઘી  જર્રાય મજા ના આવે....    

શરત વગર કોઈ પણ રમત રમવામાં મજા ના આવે...

આ જીવન પણ એવુજ હોય છે.  એમાં શરત વગર કશું હોય નૈ .... 

અને હોય તો એમાં મજા ના હોય ....

સદીઓથી શરતો પર ચાલતી . નભતી, જીવતી, આ દુનિયામાં...   

બે શર્ત પ્રેમ કે કઈ પણ આપવાની વાત કરનારો સાવ ખોટાળો અને દંભી હોય છે... 

આંખનું મટકું માર્યા વિના ઘોઘા સામે જોતી ઘોઘી અપલક ઘોઘાને સાંભળતી હતી ... 

પછી તો ઘોઘો ક્યારનો ય ચૂપ થઈ ગયેલો. 

તો પણ  ઊંડા શ્વાસ લેતી ઘોઘી, ઘોઘાને એમ સાંભળતી હતી...

જાણે ઘોઘાના મૌનને મન ભરીને શ્વાસમાં ભરતી હોય , ને સૂંઘતી હોય....     

થોડી વાર મૌન રહી ઘોઘાએ  વિસ્ફોટ કર્યો....  

ઘોઘીની આંખ બંધ હતી . ધોધાએ ઘોઘીને ખંભેથી પકડી ઢંઢોળતા કહ્યું ... 

બસ નીંદર આવી ગઈ ... 

ના હું ધ્યાનથી તને, તારા એક એક શબ્દને સાંભળતી હતી .... 

અચ્છા હવે ત્રણ 'ક' ની છેલ્લી વાત સાંભળ ... 

ઘોઘી:- હાં બોલ..! 

ઘોઘો:- આ ત્રણ 'ક' માથી,  ત્રીજા ને બાદ કરતા યાની ક્રિકેટરને બાદ કરતાં .

ઘોઘી:- કેમ ત્રીજો 'ક' બાદ  કર્યો..?

ઘોઘો:- કેમકે એ બૌ બૌ તો મેચ જીતીને દેશને ગર્વ અપાવે ...

અને ક્રિકેટ રસિયાઓને ખુશ કરી શકે ... 

ઘોઘી:- તો પહેલા બે શું દુનિયા બદલી નાખે ...? 

ઘોઘો:- બે શક..! ઘોઘી બે શક આ  બે,  'ક'  યાની કલમ ધારી અને કેમેરા મેન... 

જો ધારે તો દુનિયા બદલી શકે.. 

અગર જો આ બંને મળીને નીતિ થી ઈમાનદારી થી બહાદુરી પૂર્વક સત્ય ના રસ્તે ચાલે,

અને અનેક સરકારી જગ્યાએ ચાલતી ગેર રીતિ પર , બેદરકારી પર. 

જો, કેમેરામેન પોતાના કેમેરાનું ફોક્સ કરે...

અને કલમધારી એ બાબતે પોતાની કલમ થકી વિરોધ કરે અને જનતાને જગાડે તો .... 

બે શક ! દુનિયા બદલાય જાય...   

અગર જો એ નિજ સ્વાર્થે પોતાના માત્ર ને માત્ર પોતાના જ  લાભ માટે-

બેઈમાની કરીને, કલમ અને કેમેરાનો  ઉપીએગ કરે.... 

તો દુનિયા ભલે ડૂબે,  પણ એ બંને નો તો ચોક્કસ ઉધ્ધાર થઈ જાય . 

અને એ લોકો માલામાલ થઈ જાય... 

બાકી મારા જેવા એકલ દોકલનું આ કામ નૈ ... 

આ કાર્ય જો સૌ સાથે મળીને એકતા પૂર્વક કરે તોજ દુનિયા બદલવી શક્ય છે ..

બાકી જો  કોઈ એકલો આ કાર્ય હાથ ધરવાની ભૂલ કરે ... 

ઉત્સાહમાં ને ઉત્સાહમાં આવું કાર્ય હાથ ધરે... 

 યાની બેદરકાર સરકાર અને-તેના કોઈ પણ ભ્રસ્ટ કર્મચારીનો વિરોધ કરે તો ..... 

એની દુનિયા ક્યાથી બદલાય ભાય... જે દુનિયામાં ના રહે... 

દુનિયા તો એની બદલાય ને જે આ દુનિયા માં રહેતું હોય... 

અર્થાત:- એકલ દોકલની તો અર્થીજ ઉઠી જાય... 

હાં ભાય... એ આ દુનિયામાથીજ ઊકલી જાય... 

એને ઉકેલી નાખવામાં આવે.... શું સમજી ઘોઘી ? ( સમજ્યા તમે ..??! )   

તું શું માને છે ઘોઘી !  આ રોજ રોજ થતાં બધા જ રોડ અકસ્માત....

 ખરેખર અકસ્માત હોય છે ..??  

ઘોઘી :- તો બીજું શું હોય શકે... 

ઘોઘો ધીમેકથી બોલ્યો .... 

આવું બધુ બૌ બહાર ના આવે ઘોઘી .... 

કેમકે બૌ બધાનો એમાં હાથ હોય છે..... 

મારનાર પર સાચું બોલવાનો વાંક હોય છે... 

આ દુનિયામાં અગર કોઈ એકલો જાગે છે તો... 

એને ચીર નિંદ્રામાં પોઢાડી દેવામાં આવે છે...ઘોઘી.... 

ઘોઘી :- કેમ...? 

કેમકે એક જાગી ગયેલો અનેક ને જગાડશે તો... 

એ લોકોને પણ આખરે ડર લાગતો હોય છે....

એનો ડર નિર્દોષ અને સાચી વ્યક્તિના  મૌત નું કારણ બને છે.... 

ક્રમશ... 



    



        * બ્લાસ્ટ *


કોઈ પણ કલા જ્યારે વ્યવસાય બની જાય છે ત્યારે તેમાથી

સત્ય, સહજતા, મૌલિકતાની બાદબાકી થઈ જાય છે !

અને એમાય ખાસ કરીને લેખન ...

લેખક જ્યારે વ્યાવસાયિક થઈ જાય છે ત્યારે....

એ બીજાને ખુશ રાખતા થઈ જાય છે,

યાતો તેને બીજાને ખુશ રાખવા પડે છે ..!

એ બિચ્ચારા શું સત્ય લખે જેની ચોટલી અને રોટલી બીજાના હાથમાં હોય .

ક્રમશ...