Wednesday, 22 April 2015

એક હતો ઘોઘો...

(5) 
થોડું પાછળ... 
https://www.facebook.com/photo.php?fbid=690257327750638&set=a.119481608161549.20378.100002991311961&type=1
ઘોઘા એ આવું શા માટે કહ્યું ? આ પ્રશ્ન ને લઈ ભારે હ્રદયે પોતાના ઘેર જતાં પહેલા
તગતગતિ આંખે ઘોઘાને ઓછાળ ઓઢાડી, લાઇટ બંધ કરી,
ઘોઘી ઘોઘાના ઘરની બહાર નીકળી ગઈ...
અને ઘોઘાના ઘરનો દરવાજો બંધ કરી દીધો...
પોતાના ઘેર જતાં પહેલા ઘોઘી ઘોઘાના ઘરના દરવાજાને અઢેલી ધ્રુસકે ધ્રુસકે રડી પડી...
હવે આગળ... 

મન હ્રદયમાં ઘોઘાના શબ્દોનો ભાર, અને ચહેરા પરની વ્યથા 'માં' કળી ના જાય એટલા માટે ઘેર ગયા પહેલા આંખો  લૂછી ઘોઘી સ્વસ્થ થઈ ગઈ જે થી 'માં' કોઈ સવાલ ના કરે.... 

ઘોઘીને ઘેર આવવામાં મોડુ થતાં ઘોઘીની માં ઘોઘા માટે ચાય ને થેપલા લઈને નીકળતી જ હતી ત્યાં ઘોઘી ઘેર આવી ગઇ. 

બૌ વાર લાગી નૈ,  માં એ ઘોઘી ને કહ્યું ,. 

ઘોઘી એ ટૂંકમાં જવાબ આપ્યો 'હાં.' 

ઘોઘી ના મન પર હજુ ઘોઘાના શ્બ્બ્દોની અસર હતી . 

જ્યારે મન પર કોઈ વાત અસર કરી ગઈ હોય ત્યારે લાખ છુપાવવા પ્રયાસ કરો તોય મનના સારા માઠા ભાવની ચહેરો અને વાણી  ચાડી ખાય છે. 

ઘોઘી ના ટૂંકા જવાબ અને ચહેરાના ભાવ જોઈને ઘોઘીની માં સમજી ગઈ હતી કે,

 નક્કી આજે ફરી બન્ને વચ્ચે માથાકૂટ થઈ હોવી જોઇયે. 

ઘોઘીની માં હોશિયાર હતી.  સમજદાર હતી. 

જ્યાં સુધી ઘોઘી કશું કહે નહીં ત્યાં સુધી એ બાબતે પૂછવા નો કશો અર્થ નથી 

એવું એ સમજતી હતી.

જો કે ઘણી વાર આવી સમજદારી સામી વ્યક્તિને વધુ પીડા આપી શકે છે. 

એને ઉદાસ જોયા પછી જો કોઈ એની ઉદાસીનું કારણ ના પૂછે તો તે વધુ દૂ:ખી થઈ શકે છે.   

જોકે આ સમજદારીનો વિષય છે. અને સમજદારી બન્ને પક્ષે હોવી જરૂરી છે. 

અન્યથા અનર્થ થવાની શક્યતાઓ વધી જાય છે.  

આવી સમજદારી ભાગ્યે જ જોવા મળે છે . 

બાકી સામાન્ય લોકો તો  કોઈના ચહેરા પર દૂ:ખ ના જરાક અમથા ભાવ જુવે કે કૈ'ક પ્રશ્નો ઊભા કરી નાખે ... !

ક્યારેક એવું પણ બને કે સામી વ્યક્તિ ખુદ એવું ઈચ્છે કે પોતાના ચહેરાના ઉદાસ  ભાવ જોઈ ને કોઈ વ્યક્તિ એની ભીતરની પીડા સમજે અને આશ્વાસન આપે. 

આ માનસિકતા વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોય શકે છે. 

ખરેખર તો કોઈ પોતાની વાત કહેવા ના ઈચ્છે તો પૂછવી જ ના જોઇયે ... 

"લોકો ત્યાં સુધી તમારા વિષે કશું નથી જાણતા હોતા 
જ્યાં સુધી તમે ખુદ તમારા વિષે કઈ જણાવો નહીં."

ઘણી વાર એવું પણ બને કે પોતે બૌ મહાન છે..!   

એવું સાબિત કરવાની લાલચમાં કે પછી-

 ઉત્સાહમાં આવી કોઈ વ્યક્તિ પોતાની અંગત વાત જાહેર કરી નાખે.... 

અને પછી એજ જાણકારીનો કોઈ હિત શત્રુ કે દુશ્મન મિત્ર ગેર ફાયદો ઉઠાવે...    

"અપવાદ બાદ કરતાં" 

આ માનવ માત્રના મનની કમજોરી છે. કે-   

તે જરા જેવી વાત પણ મનમાં સંઘરી શકતો  નથી ... 

હવેના સમયમાં કદાચ આ નબળાઈ એક બીમારી નું રૂપ ધારણ કરી રહી છે. 

ઘોઘી નહોતી ઇચ્છતી કે તેની માં ને એ વાતની જાણ થાય,

કે ઘોઘાના  શ્બ્દોએ તેના હ્રદયને વલોવી નાખ્યું છે. તેથી તે ટૂંકમાં જવાબ આપી રહી હતી.    

ઘોઘી ની માં બધુ સમજી રહી હતી તેમ છતાં એ બાબતે કશું પૂછ્યા વિના તેણે ઘોઘીને કહ્યું. 

ખૈર..  લે હવે તુ આવીજ ગઈ છે તો તુજ જ ઘોઘા માટે ભોજન લઈ જા. 

ઘોઘી ફરી ટૂંકમાં કહ્યું 'ના' રહેવા દે માં.. 

ઘોઘીના મનમાં દૂ:ખ અને ગુસ્સો બન્ને હતા. 

માં એ પૂછ્યું . કાં..? 

ઘોઘી કહે . એ ભોજનને લાયક નથી ...."નાલાયક છે એ આવું ઘોઘી મનમાં બોલી"

એટલે ...?  

અરે માં એટલે બીજું કશું જ નહીં એ સૂઈ ગયો છે ... 

અરે પણ જમ્યા વિના જ ..? 

હાં માં તને તો ખબર છે એ ઠેકાણા વગરનો માણસ છે..! 

એના ક્યાં કોઈ દિ ખાવા પીવાના ઠેકાણા હોય છે..!   

ઘોઘીનું દૂ:ખ ધીરે ધીરે ગુસ્સાનું રૂપ ધારણ કરી રહ્યું હતું.  

ઘોઘી એક સાથે બે વાત અલગ અલગ અર્થમાં કહી. 

બસ આજ રીત છે દુનિયાની જે વ્યક્તિ વિના ક્ષણભર ચાલતું ના હોય . 

એજ વ્યક્તિના કોઈ નાના અમથા ગેર વર્તનથી,  

એ નાલાયક અને ઠેકાણા વગરનો સાબિત થઈ જતો હોય છે. 

કઈ વાંધો નહી ઘોઘી હોય એ તો,ચાલ્યા કરે બૌ થાકી ગયો હશે. 

શું ધૂળ થાક્યો હશે. નાટકિયો .. "ઘોઘી મનોમન બોલી"  

ઘોઘીની માં જાણતી હતી કે ઘોઘી કશું બોલતી નથી પણ જો કારણ  પૂછીશ તો,

ઢગલો ઉકળાટ કાઢશે. 

અને અત્યારે રાત્રે જાજી ચર્ચા કરવા કરતાં કારણ સવારે પૂછી લઇશ . 

કદાચ ત્યાં સુધી ઘોઘી શાંત થઈ જશે. આમ વિચારી ઘોઘીની માં એ ઘોઘીને કહ્યું .

ઘોઘો સૂઈ ગયો છે તો જગાડવો નથી,  પણ તું તો જમી લે..! 

'ના' માં મને પણ ભૂખ નથી મને બૌ ઊંઘ આવે છે. 

હું સૂઈ જાવ છું એમ કહી ઘોઘી પોતાના રૂમમાં ચાલી ગઈ. 

ઘોઘીની માં જાણતી હતી કે અત્યારે ભલે નખરાં કરે પણ સવારે બે માથી  એકેયના મનમાં કશું જ નૈ હોય, 
છો સૂઈ જતી. આવું ક્યાં પહેલી વાર બન્યું છે. ઘોઘીની માં આમ વિચારી રસોડા તરફ ચાલી. 'ને    
   
ઘોઘી રૂમમાં. 

રૂમમાં  જઇ લાઇટ બંધ કરી ઘોઘી સુવા પ્રયાસ કરે છે. 

પણ રહી રહીને ઘોઘાના શબ્દો પડઘાય છે ...  

મારે સૂવું કે જાગવું તું કહેનાર કોણ ?
હું મારી મરજીનો માલિક... તું મને જગાડનાર કોણ ... ?
તારે મારી રાહ ના જોવી...! સમજી..!    

બંધ ભીની આંખે તકિયું ભીંજવતી  ઘોઘી વિચારે છે. 

ઘોઘાની વાત પણ આમ તો ખોટી નથી.  હું એની ફિકર કરનારી કોણ ? 

ક્રમશ... 

No comments:

Post a Comment