Thursday, 2 April 2015

એક હતો ઘોઘો ને એક હતી ઘોઘી...

ઘોઘીના ચીટીયાથી પીડાતો હોવા છતાં.

ઘોઘો ઘોઘીની નાજુક આંગળીના વખાણ કરવાનું નથી ચૂકતો ....

ઘોઘીના ચીટીયાથી લાલ થતી પોતાની સાથળ બચાવવા

ઘોઘો ઘોઘીના હાથ પકડીને પોતાની સાથળ છોડાવવા નો પ્રયાસ કરે છે ... 

અને કરગરતા સ્વરે કહે છે . 

છોડ ને ઘોઘી બૌ દુખે છે હો..  

પછી મને દૂ:ખી જોઈ જોઈને તુજ દૂ:ખી થઈશ એના કરતાં બૌ લાલ થાય એ પહેલા છોડી દેને .. 

ખાવા પીવા બેજ તો સાથળ છે...! ઘોઘો વાયડાઈ નથી મૂકતો...   

ઘોઘો જેમ છૂટવા મથે છે તેમ ઘોઘી વધુ જોરથી ચીપટી દવાવતા બોલી... 

તો પછી આવી મશ્કરી ના કરાય ને ! બોલ હવે પછી આવું કરીશ... ? 

નક્કી નૈ .... 

પીડાતો હોય છે તોય ઘોઘો ઘોઘીને ચીડવે છે અને કહે છે ..

નક્કી નૈ... 
ક્રમશ ...
ઘોઘી ઘોઘા પર ચિડાય છે અને ફરી જોરથી ચીપટી દાબે છે... 
ઓહ..ઓહ... છોડ ને યાર હવે ઉહકારા કરતો ઘોઘો  ગુસ્સે થાય છે ... 
ગુસ્સે થઈને ઘોઘી ઘીઘાને કહે છે ક્યારનો મારા ચીટીયાથી છૂટવા મથે છે , 
પણ વાયડાય મૂકતો નથી ... 
પીડાદાયક હસતાં હસતાં ઘોઘો કહે છે ,
જો ઘોઘી પછી હું પણ.. તારી સાથળમાં... 
ઘોઘો આટલું બોલે છે ત્યાં ઘોઘી મનોમન હરખાય છે.
 જાણે ઘોઘો તેની સાથળમાં ચિટિયો ભરે એનિજ રાહ જોતી હોય એમ. 
હાં ભર ભર હું પણ જોઉં તારી આંગળીમાં કેટલું જોર છે .. ! 
ઘોઘો ઘોઘીની ઈચ્છા અને ઈશારો સમજે છે . પણ ... 
ઘોઘો ધીરજ વાળો છે ઉતાવળિયો નથી તેથી ઘોઘીની મનની મનમાં રહી જાય છે...!   
ઘોઘા હવે તું  મને એ કહે તું અચાનક ક્યાં ગાયબ થઈ ગયો હતો...?
ઘોઘો  કહે છે . અક્કલ વગરની તારી બાજુમાં જ તો બેઠો હતો ..! 
ખોટું ના બોલ ઘોઘા ...
સાચું તું ક્યાં માને છે ! 
તું બોલ તો ખરો ...! 
પહેલા બોલ્યો જ હતો ને..! 
ક્યારે...? 
જ્યારે તું દરવાજે આવીને ઊભી હતી ત્યારે... ! 
પણ ત્યારે તું મને જોતો હોવા છતાં... 
બસ એવું જ અત્યારે થયું હતું .. 
કેવું ? 
જેવુ અત્યારે તારી સાથે થયું ...? 
સંવાદના અંતે ઘોઘી અકળાઈ ગઈ . 
શું યાર ગોટાળા વાળે છે તને કોઈ વાત સીધી રીતે કરતાં નથી આવડતી..? 
સીધી રીતે તો વાત કરું છું . ઘોઘાએ કહ્યું. 
વિચારોમાં ખોવાયેલા હોય, યાને બેધ્યાન હોય ,યાને ધ્યાનમાં હોય ત્યારે ... 
કોઈ સામે હોવા છતાં તેના પર ધ્યાન ના જાય એવું બને છે ,
એ વાત તારા ભેજામા ઉતારવા મે તને પ્રેક્ટિકલ સમજાવ્યું સમજી...!  
જેમ હું વિચારમાં હતો અને મને તું સામે હોવા છતાં મને ના દેખાણી ,
એજ રીતે તું વિચારમાં હતી ત્યારે હું હીંચકા પરથી ઊઠીને હીચકા પાછળ છુપાઈ ગયો .. 
છતાં મારી માફક તું મારી બાજુમાં હતી છતાં તને ખબર ના પડી . 
પછી તું મને શોધવા બહાર ગઈ કે તરત હું ફરી હીંચકા પર બેસી ગયો... 
સિમ્પલ .... 
ઘોઘી :- તુસી ગ્રે.... ટ  બોલતી ઘોઘી ઉછળીને ઘોઘાને ગલે લાગવા જાય છે . 
હાં, હાં , હવે તું કહે પછીજ ખબર પડે એવું નથી સમજી...! 
મને ખબર જ છે કે હું મહાન છું.. 
આમ કહી ઘોઘો ઘોઘીથી  થોડો દૂર થઈ પાછું વળી  ,
પોતાની પાછળ હાથ ફેરવવા લાગે છે ને ઘોઘી હીંચકા પર ફસડાય છે. 
તેથી ગુસે થઈને બોલે છે . 
શું યાર હું તને ખુશી ખુશી તારી બુધ્ધિને વધવાવા ગલે લગાડવા જાઉં છું .
ને તું છે કે ગાંડાની માફક .. 
તારી જ પછવાડે હાથ પસારે  છે..  
હાં .. આ જો  મારે પછવાડે પૂંછળી પણ નથી...! 
ઘોઘી:- એટલે તું કહેવા શું માંગે છે ...! 
કહેવાનું શું હોય એમાં સમજીજ  જવાનું હોય ,ઘોઘી કે ,મારે પૂછડી નથી..! 
છતાં એક વાત નક્કી છે માણસ કરતાં પ્રાણી વધુ મહાન હોય છે ..! 
ઘોઘી એ ઘોઘાને હાથ ખેંચી હીંચકા પર પોતાની બાજુમાં બેસાડી દીધો .... 
ઘોઘા તારી આ ગૂઢ વાતો મને સમજાતી નથી યાર .... 
કાંક ભેજામાં ઉતરે એ રીતે સમજાવ મને... 
શું યાર આટલું સરળતાથી કહું છું કે પૂંછડી વાળા પ્રાણી માણસ જાત કરતાં મહાન છે . 
એની મહાનતા જોવા તારે જંગલમાં જવું પડે ... 
ઘણા પ્રાણી જંગલી હોવા છતાં માણસ ની જંગલિયત એની પાસે ઝાંખી પડે... 
હજુ પણ જો તને ના સમજાય તો .. તો... તો.... 

શું તો.. તો.. તો... કર્યા કરે છે ફોડ પાડને તો શું...? ઘોઘી અકળાય છે. 
તો પાણીનો ગલાસ ભરતી આવ જા મારુ ગળું સુકાય છે ..! 
છણકો કરતી ઘોઘી ઊભી થઈ પાણીયારા તરફ જતાં જતાં બબડી.. 
ભવ ભવ નો તરસ્યો તેમાં.... 
ક્રમશ...  
   





No comments:

Post a Comment