Saturday, 4 April 2015

એક હતો ઘોઘો...



ભા....ગ (10)

ઘોઘી હાફળી ફાંફળી થતી ઘોઘાને અહી તાહિ શોધે છે. 

ઘોઘો ક્યાય મળતો નથી. ત્યાજ ઘોઘીનું ધ્યાન ઘોઘાના મિત્ર બુધિયા  

તરફ જાય છે.’ને તે દોડતી દોડતી બુદ્ધિયાને  ઊંચે સાદે બોલાવે છે.

(બુધિયાની ઓળખ : _ બુદ્ધિયો ઘોઘાનો ખાસ મિત્ર ,અઘરી આઈટમ, 

કોઈ પણ વાતનો જવાબ સીધી રીતે ના આપે. એના સવાલ જવાબ,

ઉકેલવા અઘરા ક્યારેક તો બીજા કે ત્રીજા દિવસે સમજાય, ના પણ સમજાય, 

નામ એવા જ લખ્ખણ ધરાવતો સાવ વાયડો, અંતે ભાઈ બંધ કોનો ?)   

ઘોઘી: બુધિયા .. એ બુધિયા.... અને બુધિયાની પાસે પહોંચી જાય છે 

બુદ્ધિયો પાછું વાળીને જુવે છે. 

બુદ્ધિયો : અરે ઘોઘી કેમ આમ  હાંફે છે ?  શું કામ છે બોલ ?

ઘોઘી : હાંફતા હાંફતા અરે કામ તો બીજું કાઇ નથી બુધિયા પણ..!

હું બહાર ગામ ગઈ હતી કેટલાય દિવસથી ઘોઘાને મળી નથી. 

હજુ કાલે જ આવી.  અને આજે જ્યારે ઘોઘાને મળવા એના ઘેર ગઈ. 

તો તાળું લટકતું હતું. આસપાસ તપાસ કરી પણ કોઈ ને ખબર નથી, 

તે ક્યાં ગયો છે. તને ખબર છે ? ઘોઘો ક્યાં છે. ઘોઘી એકી શ્વાસે  બોલી ગઈ. 

બુદ્ધિયો : અરે ગાંડી એ  અહી આસપાસ ક્યાય નહીં મળે ... ! 

ઘોઘી : કેમ એ ક્યાય બહાર ગામ ગયો છે ?

બુદ્ધિયો : અરે ના રે.. એ તો ગામ બહાર ગયો છે ...

ઘોઘી : બુધિયા મારો જીવ તાળવે છે . તને ખબર હોય તો,

તું સરખો જવાબ આપ.  ઘોઘો ક્યાં છે ?

બુદ્ધિયો : અરે સરખો જવાબ તો આપ્યો કે ઘોઘો ગામ બહાર આવેલા મસાણે ગયો છે. 

ઘોઘી : ડર અને આશ્ચર્ય સાથે હે...!!!? મસાણે...!? ત્યાં શું કરવા ગયો છે ?  કોઈને મૂકવા ?

કે.... 

બુદ્ધિયો :વચ્ચે જ....  એ મને ખબર નથી મને કહીને નથી ગયો . 

શું કામ ? શા માટે.? કોઈને મૂકવા કે પછી પોતે ત્યાં સુવા ગયો છે. 

એ બધુ  તું જાતે જ ત્યાં જઈને પૂછી લે. 

ઘોઘી : ગુસ્સે થઈ . મુવા મો સંભાળી ને બોલ મસાણે સુવે એના દુશ્મન. 

આટલું બોલી ઘોઘી પગ પછાડતી મસાણ ભણી ચાલી નીકળી ...... 

 (ક્રમશ)

No comments:

Post a Comment