Saturday, 4 April 2015

એક હતો ઘોઘો...


October 18, 2012
ભાગ 11 

વહી ગયેલી વાત :- 

ઘોઘી બહાર ગામથી આવી જુવે છે તો ઘોઘાના ઘરના દરવાજે તાળું લટકે છે.  

હાફળી ફાફળી થતી ઘોઘી આસ પાસ તપાસ કરે છે . કોઈને ખબર નથી ઘોઘો ક્યાં ગયો છે . 

ત્યારે ઘોઘીને ઘોઘાનો ભાઈબંધ બુદ્ધિયો યાદ આવે છે. 

બુદ્ધિયાને પૂછતાં માલૂમ પડે છે ઘોઘો સ્મસાને ગયો છે . 

અને ઘોઘી તેને શોધવા સ્મસાન ભણી જાય છે... (ક્રમશ ..)

હવે આગળ ... હપ્તો (11)    


ઘોઘી ઘોઘાને શોધવા ગામ બહાર આવેલા સમસાન ભણી ઉતાવળે પગે ચાલવા લાગી. 

રસ્તે ચાલતા ઘોઘીની  ઓઢણી બાવળના કાંટામાં ફસાઈ ગઈ.

ઘોઘાના જ વિચારમાં ઉતાવળે ઉતાવડે ચાલતી ઘોઘીએ  

બાવળમા ફસાયેલી ઓઢણી કાઢવા પ્રયાસ કર્યો

પણ ઓઢણી બાવળમાં સરખી ફસાયેલી. તે જટ  દઈ નીકળી નહીં,

તેથી ઘોઘી ઓઢણી બાવળને જ સમર્પિત કરી ચાલવા લાગી . 

ઘોઘી મનમાંને મનમાં ધૂંધવાતી હતી.ચાલતા ચાલતા મનોમન બબડવા લાગી. 

મનમાજ ઘોઘાને ઘઘલાવવા લાગી... 

અરે.. આમ સાવ અચાનક જ બેચાર દિવસ હું બહાર ગામ શું ગઈ,

તું પણ ગામ બહાર ચાલ્યો ગયો ? 

અને એ પણ ક્યાય નહીં ને સમસાનમાં ?

પાછું  કોઈને પણ કહ્યા વિના ? માણસ કોઈને કહીને તો જાય... 

ઘોઘી મનમાં પણ ઘોઘાને સરખો ઘઘલાવી નથી શકતી. 

ઘોઘીને  ભીતર ભીતર રડવું આવે છે. અને મનોમન રડતાં રડતાં જ... 

કઈ કેટલાયે પ્રશ્નો ઘોઘીની ભીતર ઘૂંટાય  છે. 

પ્રશ્નો સાથે ઘોઘી પણ ઘૂંટાય છે. 

અને મનોમન બબડતી ચાલે  છે. ઘોઘા સાવ આવું ના કરાય હોં.. 

તને એટલો પણ વિચાર ના આવ્યો કે .

તારા આમ અચાનક જવાથી કોઈને ફાળ પડશે? 

તારા વિના કોઈ જૂરશે ? 

છો દૂર હો પણ સામે હોં તોયે જીવને ધરપત રહે... પણ તું તો ...! 

અરે તને મારી સાથે ના બોલવું હોય તો ના બોલ પણ આમ આચાનકજ  એવું તે શું ? 

અને અચાનક ઘોઘીને યાદ આવ્યું કે તે પોતે પણ જ્યારે બહાર ગામ ગઈ'તિ 

ત્યારે  ઘોઘાને કહ્યા વિના જ ચાલી ગઈ હતી. 

હંમ તો ઘોઘાએ બદલો લીધો .. કે પછી નારાજ થઈ ગયો ? 

ફરી ઘોઘીને યાદ આવ્યું . 

અરે,,  હું બહાર ગામ ગઈ ત્યારે તો તેને કહેવા પણ ગઈ હતી 

પણ તે ઘેર હતો જ નહીં . તો કોને કહીને જાઉં હું ? 

તે કામ સિવાય બીજા કોઈ સાથે વાત પણ ના કરતો. 

ઘોઘા તું  સાવ ઘોઘો જ છે તને ખબર નથી પડતી કે..  

તારા  વિના આટલી વસ્તીમાએ ગામ ભેંકાર લાગે. 

તું ના હોય બધુ જ બેકાર લાગે.

ભર્યા ભર્યા જીવનમાં ઘોઘા એક તારા વિના મને સૂનકાર લાગે ... 

આમ ચાલતા ચાલતા ઘોઘીના મનમાં વારે વારે ભાવ બદલાય છે.

ઘડીક ઘોઘાની હરકતો યાદ કરી મનોમન હસે  છે. ઘડીક મનમાં રડે છે. 

ઘડીક આમ કહ્યા વિના ચાલ્યો ગયો હોય ગુસ્સો કરે છે. 

જોકે ઘોઘીને પણ ખબર નથી કે મનના  ભાવ ગમે તે હોય,

પણ એની આંખોમાં એકજ ભાવ છે અને તે આંશુઓનો.  

ઘોઘીની જાણ બહાર ઘોઘીની  આંખો છલકતી જાય છે. 

તે જેમ જેમ વિચારે છે તેમ તેમ રસ્તો લંબાતો જાય છે. 

એની  ચાલવાની ગતિ કરતાં તેના વિચારોની ગતિ બમણી છે.

હરણાની દોડ કરતાએ બમણી .. 

અને આમ વિચારતી વિચારતી ઘોઘી જીવનના અંતિમ ધામ એવા-

સ્મસાનના  દ્વાર પર આવી પહોંચે છે. 

ઘોઘીની નજર સીધી દૂર બાંકડા પર બેઠેલા કોઈ વ્યક્તિ તરફ જાય છે. 

અને ઘોઘી મનમાં જ સમજી જાય છે કે,

ત્યાં બાંકડા પર બીજું કોઇજ નહીં પણ ઘોઘો જ બેઠો છે. 

હવે તેની ભીતરના બીજા બધા ભાવ ગાયબ થઈ જાય છે . 

ને બચે છે માત્ર ને માત્ર ગુસ્સો ...

ઘોઘી જડપ ભેર ઘોઘા પાસે જાય છે..... 

(ક્રમશ)

No comments:

Post a Comment