Saturday, 4 April 2015

એક હતો ઘોઘો ...


May 6, 2012 
ભા....ગ .. (5)
*****************
ઘોઘા : જાગે છે કે ? અંદર આવું ?

ઘોઘો : ના ...! સૂતો છું બહાર જ ઊભી રે ..... 

ઘોઘી :સીધી અંદર આવી ગઈ.  કેમ ના પાડી?

જાગે છે તોય કેમ કહ્યું સૂતો છે ?

ઘોઘો : હાશ..... હવે બરાબર.  અક્કલ વગરનું કામ કર્યું .....  

ઘોઘી : તોયે તારા જેટલું તો નહીં જ . તું તો ઘોઘા નંબર વન છો તારું સ્થાન કોઈ અક્કલ વારો પણ ના લઈ શકે ... 

ઘોઘી : તે એ તો ના જ લઈ શકે ને. તારામાયે દિવશે દિવશે સુધારો આવતો જાય છે . 

ઘોઘી : મને તો બીક લાગે છે ક્યારેક મારાથી ભૂલથી કોઈ અક્કલ વારી વાત થઈ જશે તો .....!

ઘોઘો : છૂટા છેડા .....

ઘોઘી : પણ... 

ઘોઘો   ચૂપ ચૂપ ..કામની વાત કર....   ઘોઘી કશું કહે તે પહેલાજ ઘોઘએ તેને ચૂપ કરી દીધી . 

ઘોઘી : ઠીક છે . તો મારે આજે વહેલું સૂઈ જવું છે માટે આવી છું. 

ઘોઘો : તો શું આજે અહી  મારે ઘેર સુવાનું છે ? 

ઘોઘી : શરમાયને......"ને"?   મારા એવા ભાગ્ય ક્યાં .....   

ઘોઘો : તો પછી ? મને શાને જગાડવા આવી છે . જા ઘેર જઈને સૂઈ જા. 

ઘોઘી : જાગેલાને ભલા શું જગાડવા . 

હું તો બપોરે પૂછેલા સવાલનો જવાબ જાણવા આવી છું .. 

મળ્યો ? તો કહે નહીં તો રવાની થાવ હું . 

ઘોઘો : હા તને નિરાશ નહીં કરું . જવાબ શોધ્યો બપોરનો આરામ બગાડયો તારે ખાતર . 

"અજ્ઞાની"ના લખાણો ઊથલાવ્યા .. ને મળી ગયો જવાબ . 

ઘોઘી : લે તો હવે જલ્દી જણાવ ઊંચ નીચની વ્યાખ્યા . 

ઘોઘી :સંપૂર્ણ સજ્જન તો કદાચ કોઈ જ નહીં હોય. 

હોય તોય લાખે કોઈ એકા' દ અપવાદ રૂપ  હશે.  

અને આ જગતમાં આમેય હર એક વાતમાં સજ્જનો કરતાં દુર્જનોની નોંધ વધુ લેવાય છે .

પણ આપણે એ બધી લાંબી ચર્ચામાં નથી પડવું તને  જવાબ આપી દઉં .  

એટલે તું નિરાંતે ઘેર જઇ સૂઈ જા .... 

એ નીચ છે.  દુર્જન છે. જે ગરીબોને, 

લાચારોને લૂંટે ,દુભાવે રિબાવે ,પિડે,

ને પછી એના વિશ્વાસનું ખૂન કરે છે. 

એ અન ગિનત પાપ કરી ગંગા ઘાટે,  

ધોવા જાય છે.દુર્જનતા પોતાની ઢાંકવા. 

"અજ્ઞાની" પછી એ દાન પુન કરે છે. 
*************************
"અજ્ઞાની"

ઘોઘી :  ઘોઘા તારામાં આવું જ્ઞાન કેદી આવશે .... ?

ઘોઘો : છે એનામાંયે નથી . નામ તો વાંચ..! 

શું  તું મને વટલાવવા માંગે છે ? 

આમ તો તે લખ્ખણ જળકાવ્યા. જા હવે ઘેર જઈને સૂઈજા.. નહીં તો તારી ...               

ઘીઘો : સમજી ગઈ સમજી ગઈ . બા ...... વઢશે .. એમજ ને ... ? 

હું જાઉં છું ..................  

(ક્રમશ:)

No comments:

Post a Comment