Saturday, 4 April 2015

એક હતો ઘોઘો...

May 1, 2012 
ભાગ (2)

ઘોઘો અગાસીમાં જ પાડોસી પા_ડોસી....  ઘોઘી સાથે ગપ્પાં મારતા મારતા ઢોઇંગ થઈ ગયેલો . હવે આગળ .....  

ઘોઘી : ઘોઘા એ ઘોઘા ઊઠ સવાર પડી ગઈ.   

ઘોઘો : કોને કહ્યું ?

ઘોઘી : મે જોયું .

ઘોઘો : ક્યાં?

ઘોઘી : અરે... અહિયાં બીજે ક્યાં ? 

ઘોઘો : ઇ તો રાતની પડેલી છે. 

ઘોઘી : હે ... !!! રાતની ? 

ઘોઘો : હાં અહી જોઈ નક્કી નહીં કરવાનું રાત કે સવાર . નહીં તો ગોટે ચડી જઈશ ને સવારે મને સુવાનું કહીશ .... 

ઘોઘી : કાલે છેલ્લે કરમસ(ક્રમશ:)  લખવાનું ભુલાઈ ગયેલો . એવું ના ચાલે નિયમથી બધુ કરાય.  ચાલ હવે ઊભો થા મસ કર દાંત ઘસ.   

ઘોઘો : પહેલા પાકું કર સવાર પડી જ ગઈ છે ને ? 

ઘોઘી : ઘોઘા હું તો કાલ મોડી રાત સુધી  જાગી .
મોર, ગાય, ઢીક, તું અર્ધ જાગૃત અવસ્થામાં શું નું શું બોલતો હતો.. એ ઉકેલવામાં છેક સવારે આંખ લાગી..     

ઘોઘી : મનોમન ... નામ એવાજ ગુણ . ચાલ ઘોઘા આજે કઈક નવી વાનગી બનાવીએ .   

ઘોઘો : તો બનાવ . કોણ રોકે છે . 

ઘોઘી : તને કાચું કાપતા આવડે ને ? 

ઘોઘો : હાં.... . તને પણ બાફતા આવડે છે ને... ? 

ઘોઘી : આતો આપણી અસ્સ્લ ઓળખ ને આવડત ... હે ને ઘોઘા ? 

ઘોઘી : સરખું કાપજે . 

ઘોઘો : તો ધાર તેજ કરાવવી પડે..  

ઘોઘી : તો હું જાઉં .?

ઘોઘો : રોકાઇશ તો ના નહીં કહું જવું હોય તો રોકીશ નહીં . 

ઘોઘી : કેમ એવું ?

ઘોઘો : "અહી" બધે  એવું જ ચાલે છે.

ઘોઘી : જોજે વાત બહાર જય નહીં. ઘોઘા હવે ફરી ક્યારે મળીશું ?

ઘોઘો : વાતો તો કિરણો જેવી જરી જગા મળે ને ફેલાય જાય.   

ઘોઘી : આજે ભૂલ્યા વિના લખ . ક્રમશ :.......   

********************************

No comments:

Post a Comment